prem thay ke karay? part - 18 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 18

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 18

પસ્તાવો

કેવિન સાથે ડાઇનિંગ ટેબલ પર બનેલી ઘટના નીતાબેનને વિચારવા મજબુર કરી રહી છે. કેવિન તો જમીને ઓફિસ જવાનું હોવાથી જતો રહે છે. નીતાબેનને અંદરથી ખબર નહિ કોઈ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે. તે રસોડાની સાફસફાઈ અધૂરી મૂકીને દોડીને બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે.

"શું મને કેવિન સાથે પ્રેમ થઈ ગયો છે? ના ના. એ તો મારાં માનવીનાં ઉંમરનો છે. એની સાથે પ્રેમ કેમ થાય? તો પછી એ જયારે જયારે તારી આસપાસ હાજર હોય છે. ત્યારે તારી અંદર એની માટે લાગણીઓનાં વંટોળ કેમ ચડે છે. તેની વાતો તને આ દુનિયામાં પોતાનું કોઈક હોવાનો અહેસાસ કરવાતું હોય તેવું કેમ લાગે છે? તેને કરેલા વખાણ કેમ તારા ચહેરા પર ખુશીઓ લઈને આવે છે?" આવા અનેક વિચારો નીતાબેનને ચારે તરફથી ઘેરીને તેમની પાસેથી જવાબ માંગી રહ્યા છે. જેનો જવાબ હાલમાં તો નીતાબેન પણ પાસે નથી.

નીતાબેન નળ ચાલુ કરી મોઢા પર પાણીની છપાટો મારે છે. ત્યાં તેમનો હાથ કપાળ પર જતા કેવીને બપોરે કપાળ પર કરેલું હળવું ચુંબન યાદ આવે છે. તે દ્રશ્ય યાદ આવતા જ નીતાબેન સાબુ હાથમાં લઈને કપાળ પર ઘસવા લાગે છે. તેમને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો છે. તે પાણીનો નળ બંધ કરી બાથરૂમમાંથી બહાર આવીને ઝડપથી પોતાના રૂમના અરીસા આગળ જઈને ઉભા રહે છે. અરીસામાં પોતાની જાતને જોઈ રહ્યાં છે.

" ના હું કેવિનને પ્રેમ નથી કરતી. તે એક સારા મિત્ર જેવો છે. જે મારી લાગણીઓને સમજે છે." નીતાબેન એક ચીસ પાડીને અરીસા આગળ પડેલી તેલની, પરફયુમની નાની બાટલીઓ હાથથી નીચે ફેંકી દે છે. હાથમાં પહેરીલી બંગડીઓ કાઢી નાંખે છે. 

ત્યાં જ અરીસામાં નીતાબેનને પોતાનું જ એક રૂપ દેખાય છે. જે નીતાબેનને થોડાક સવાલ કરે છે.

" કેવિન એક સારો મિત્ર જેવો...છે. કે પછી મિત્ર જ છે. તું કેવિનને પ્રેમ નથી કરતી પણ કેવિન તને પ્રેમ કરતો હોય તો? " નીતાબેન અરીસામાં દેખાઈ રહેલા પોતાના રૂપને કંઈક જવાબ આપે તે પહેલા જ તે રૂપ અદ્રશ્ય થઈ જાય છે. નીતાબેન તેની વાત સાંભળીને વિચારમાં પડી જાય છે.

"શું કેવિન મને ચાહતો હશે. ના એવું ના બને."

ત્યાં તો અરીસામાંથી પોતાનું રૂપ ફરી પ્રગટ થઈ જવાબ આપે છે.
"એવું ના બને તો વિચારો કર. તારા શોખ અને અધૂરા સપનાની ચિંતા એને કેમ કરી? તારા માટે ડાયરી એ કેમ લઈને આવ્યો?" ફરીથી તે અદ્રશ્ય થઈ જાય છે.

"હં.. હં... કેમ કે એને પણ સાહિત્યનો શોખ છે." નીતાબેન મનોમન ચિંતિત થઈ રહ્યાં છે. તે અરીસા આગળ ઢીંચણ પર બેસીને રડવા લાગે છે. તેમને કંઈ સમજાતું નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. તે પોતાના બે હાથ પોતાના કાન પર દાબીને આવતા અજાણ્યા અવાજથી બચવાની કોશિશ કરે છે.

" એક વાતની સો વાત મને કોઈ પ્રેમ નથી. મને કોઈ પ્રેમ નથી." નીતાબેન શાંત થવાનું નામ નથી લઈ રહ્યાં. તેમને પોતાની જાત પર ઘૃણા પેદા થઈ રહી છે.

ત્યાં જ તેમના ફોનમાં રિંગ વાગે છે. પહેલી રીંગમાં ધ્યાન ના ગયું. ત્યાં ફરી રિંગ વાગી. તેમનું ધ્યાન ગયું. તેમને પોતાના આંશુ લૂછીને એક ઉંડો શ્વાસ લઈને ફોન ઉપાડ્યો.

" હેલ્લો નીતાબેન, સોમાકાકા બોલું છું."

" હા બોલો." રડી રડીને દબાઈ ગયેલો અવાજ સાંભળીને સોમાકાકા પણ વિચારમાં પડી જાય છે.

" કેમ નીતાબેન અવાજને શું થયું? તબિયત તો બરાબર છે ને?"

" હા આ તો સહેજ ગરમીનાં કારણે તબિયત થોડી નરમ પડી હતી. એટલે બાકી સારુ છે. બોલો ફોન કેમ કર્યો હતો? "

" ડૉક્ટરે હવે કામ કરવાની છૂટ આપી છે. એટલે આજ સાંજથી હું ટિફિન લેવા આવીશ. હવે પેલા છોકરાઓ નહિ આવે."

"સારુ " બોલીને ફોન કટ કરી દીધો.

થોડીવાર મનમાં લાગ્યું કે જે થયું એ સારુ થયું. મનમાં એક હાસકારો થયો. મન હળવું થયું હોય તેવું લાગ્યું. એટલે નીતાબેન ઉભા થઈને રસોડામાં અધૂરું કામ પૂરું કરવા લાગી જાય છે.

રસોડામાં પડેલું કામ પૂરું કરી. ગરમીને કારણે પડી રહેલા સોસનાં કારણે તે પાણી પીવા ફ્રિજનો દરવાજો ખોલે ત્યાં જ કેવિન માટે લાવેલી સાંજ માટે ભીંડી જોઈને તે જોરથી દરવાજો બંધ કરે છે. તેમની આંખો ભરાઈ આવે છે.

ત્યાં જ ઘરનાં ડોરબેલનાં વાગવાનો અવાજ આવે છે.

ટ્રન... ટ્રન... ટ્રન...

                                                                 ક્રમશ :