prem thay ke karay? part - 19 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 19

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 19

નિરાશ


ગરમીથી રેબઝેબ થઈ ગયેલી માનવી ઘરમાં આવી ચહેરા પર બાંધેલો દુપટ્ટો છોડીને સોફા પર બેસી એક ઉંડો શ્વાસ લે છે. છત પર લટકી રહેલા પંખાની ઘીમી ઝડપ જોઈને તે સહેજ હાથ લાંબો કરીને રેગ્યુલટર દ્વારા પંખાની ઝડપ વધારે છે. નીતાબેન સાંજનાં માટે રસોઈની તૈયારીમાં લાગેલા છે. માનવીની નજર સોફાની બાજુમાં ખૂણા પર મુકેલા ટેબલ પર જાય છે. તે રેડ પેપરથી પેક બોક્સ જોઈને ઉભી થઇ તે હાથમાં લે છે. તેનાં પર પોતાનું નામ વાંચી તેનાં ચહેરા પર આનંદ ખેંચાઈ આવે છે.

"આના પર તો મારું નામ છે. મારાં માટે કોણ લાવ્યું હશે?" તે બોક્સ હાથમાં લઈને રસોડામાં દોડી જાય છે.

"મમ્મી આ કોણ..." માનવી આગળ કંઈ બોલે તે પહેલે તે તેની મમ્મીનાં વિખરાયેલા વાળ, રડી રડીને સુજી ગયેલી આંખો જોઈને તે ચિંતામાં મુકાઈ જાય છે.

"મમ્મી તારી તબિયત તો ઠીક છે ને?"

"હા એ તો આ ગરમીનાં કારણે સહેજ ચક્કર જેવું આવી ગયેલું એટલે બાકી ઠીક છે."

"હા તો આરામ કર ને."

"તો આ ટીફીન કોણ બનાવશે?" નીતાબેનનાં અવાજમાં એક ફરિયાદ સંભળાઈ રહી છે.

માનવી થોડીકવાર માટે મૌન ધારણ કરી લે છે. નીતાબેન રસોઈનાં કામમાં વ્યસ્ત છે.

"આ મારાં નામની ગિફ્ટ કોણે મોકલાવી હતી?" માનવી હળવેકથી બોલે છે.

" કેવિન લાવ્યો હતો. " નીતાબેન બટાકા પર જોરથી ચપ્પાની ધાર ચલાવતા બોલે છે.

માનવી કેવિનનું નામ સાંભળતા જ તેનાં  ચહેરા પર એક ચમક આવી જાય છે. તે દોડીને પોતાના રૂમમાં જતી રહી છે.

"ગિફ્ટ એ પણ મારાં માટે! વાઉ " માનવી ખુશ થઈને ગિફટેડ બોક્ષને ચૂમી લે છે.

તે બોક્સ પરનાં કવરને ખોલવા લાગે છે. તેમાં સ્માર્ટવોચ હતી.

"વાઉ, સ્માર્ટવોચ... મારો ફેવરિટ કલર " માનવી તેને હાથ પર પહેરીને આનંદિત થઈ રહી છે. માનવી ફોન હાથમાં લઈ પહેલા મેસેજ કરવાનું વિચારે છે. પછી તે વિચાર પડતો મૂકીને તે કેવિનને કોલ કરે છે 

"thank you કેવિન." માનવી કેવિનનો ફોન પર આભાર માની રહી છે.

"હેલો.. તને કેવી રીતે ખબર કે મને સ્માર્ટવોચનો શોખ છે?"

" તારી મમ્મીએ કહેલું. "

" ઓહ... વેલ... આટલી મોંઘી ગિફ્ટ માટે ફરી એકવાર thank you. "

" most welcome.." કેવિન કૃતજ્ઞાતા વ્યક્ત કરે છે.

માનવીને આગળ શું બોલવું તે સમજાતું નથી.

"હેલ્લો... હેલ્લો..." કેવિન વાત કરવાની કોશિશ કરી રહ્યો છે.

"હા બોલો." 

"ફોન તમે કર્યો હતો. તમે બોલો."

" હં.... હં..." માનવી કંઈક વિચારીને બોલે તે પહેલા જ રસોડામાંથી તેની મમ્મીનો અવાજ સંભળાય છે.

" મનુ.... એ...મનુ... આ લોટ બાંધી દે જે જરાં."

"કેવિન હું પછી કોલ કરું. મમ્મીને કંઈક કામ લાગે છે."

" હા તમારે લોટ બાંધવાનો છે. " કેવીન હસીને કોલ કટ કરે છે.

માનવી રસોડામાં આવીને લોટ બાંધવાની તૈયારી કરવા લાગે છે. લોટ બાંધતા તેની નજર તપેલીમાં રહેલા બટાકાનાં શાકમાં જાય છે. જે જોઈને તેનાં ચહેરાના રંગ બદલાઈ જાય છે.

" મમ્મી... બટાકાનું શાક????"

"કેમ?? શું છે બટાકામાં??" નીતાબેનનો અવાજ આજે દરેક વાતે ઉંચો થઈ રહ્યો છે.

"એમ નહિ. રાત્રે ભીંડીની સબ્જી નહતી બનાવવાની? ભૂલી ગઈ કે શું?"

"કંઈ નથી ભૂલી. જે છે તે બરાબર જ છે."

"કેવિનને તો ભીંડીની સબ્જી વધુ ભાવે છે. બટાકાથી તો તેને ગેસ થઈ જાય છે." માનવીનાં શબ્દોમાં કેવિન પ્રત્યેયની ચિંતા ઉપજી આવે છે.

"કેવિનને શું ભાવે છે. શું નથી ભાવતું. તેની તને બધી ખબર છે!" માનવી આંખો નીચે કરીને લોટ બાંધવા લાગી જાય છે.

"અરે હા તને કહેવાનું ભૂલી ગઈ. સોમાકાકાનો ફોન આવ્યો હતો. તેઓ આજ સાંજથી પહેલાની જેમ ટિફિન લેવા આવી જશે."

"એટલે કેવિન હવે ટીફીન લેવા નહી આવે?" માનવી તરત જ તેની મમ્મીને પૂછી લે છે. કેવિન નહિ આવે ટિફિન લેવા તે વાત સાંભળીને તેનાં ચહેરા પરના મોતિયા મરી જાય છે. માનવી એકદમ ચૂપ થઈ જાય છે.

" તું મજાક કરે છે ને? "

"તને મારી હાલત જોઈને લાગે છે કે હું મજાકનાં મૂડમાં છું." નીતાબેનનાં અવાજમાં સહેજ ગુસ્સો ઉછળી રહ્યો છે.

માનવી તેની મમ્મીનો મૂડ પારખી ચૂપ થઈ જાય છે.

ત્યાં જ સોમાકાકાની સાયકલની ઘંટડીનો અવાજ આવે છે.
ટ્રીન... ટ્રીન.... ટ્રીન...

                                                              ક્રમશ :