New year new ideas in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | નવું વર્ષ નવા વિચાર

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નવું વર્ષ નવા વિચાર

નવું વર્ષ નવા વિચાર
- રાકેશ ઠક્કર 

 'જેણે પોતાના જીવન પર ખર્ચ કર્યો હોય છે અને મહેનત કરી હોય છે એના વિષે જ લોકો ગૂગલ પર સર્ચ કરતાં હોય છે.'
 'જેના ઉપર પણ દુનિયા હસી છે એમણે ઇતિહાસ રચ્યો છે.'
 'લોકો કહે છે કે તમે સંઘર્ષ કરો અમે તમારી સાથે છે. પણ જો લોકો ખરેખર સાથે હોત તો સંઘર્ષની જરૂર પડી ના હોત.'
 નવું વર્ષ આવા નવા વિચાર લઈને આવે છે. આજકાલ તો વોટ્સએપ ઉપર સુવિચારોનો ઢગલો હોય છે. પણ એ માત્ર નજર નાખીને જવા દઈએ છીએ. અથવા ફોરવર્ડ કરીને ખુશ થઈએ છીએ કે મેં બીજાને સલાહ આપીને એનું ભલું કર્યું છે. જો આખા વર્ષમાં માત્ર એક વિચાર ઉપર પણ ચિંતન અને મનન કરવામાં આવે તો જીવનને લાભ થાય એમ છે. દરેક નવો વિચાર જીવનને વધુ જીવવાલાયક બનાવે છે. જીવનમાં નવા અને સારા વિચારો સ્વીકારવા માટે મનને ખુલ્લું રાખવું જોઈએ. દરેક શાળા, કોલેજ, સોસાયટી, ઓફિસ, ધાર્મિક સ્થળ વગેરે સ્થળોએ નિયમિત નવા સુવિચાર વાંચવામાં આવે તો એ સારી માનસિકતા કેળવે છે. ઉત્સાહ અને હિંમત વધારે છે. 
 એક નાનકડો સુવિચાર જીવનમાં મોટું પરીવર્તન લાવી શકે છે. દરેક સવાર એક નવી તક લઈને આવે છે. આપણે બસ એમાં વિશ્વાસ રાખવાની જરૂર હોય છે. દરેક નવો દિવસ આપણાંને આપણી સફળતાની નજીક લઈ જાય છે. નાના નાના પગલાં જ આપણાંને મોટા મુકામ તરફ લઈ જતાં હોય છે. જે કઠિન માર્ગથી હતાશ થતાં નથી કે ડરતા નથી એ પોતાની મંઝીલ સુધી પહોંચી જ જાય છે. 
 કોઈપણ કામમાં મુશ્કેલી અને નિષ્ફળતા આવવાના છે એવી માનસિક તૈયારી રાખવાની અને હાર માનવાની નહીં. મુશ્કેલી આપણાંને અનુભવ આપી જાય છે. મુશ્કેલી એક પ્રકારની પરીક્ષા જ કહી શકાય. આપણે એમાં ઉત્તીર્ણ થવાનું છે. જે સફળ રહે છે અને જે અસફળ રહે છે એ બંનેની ક્ષમતા એકસરખી જ હોય છે. પરંતુ જેની ઈચ્છા બળવાન હોય છે એ સફળ થઈને જ રહે છે. 
 જો મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે પોતાના ધ્યેયમાં લાગેલા રહીએ તો સફળતા મળે જ છે. કહ્યું છે ને કે,'મંઝીલ ઉન્હી કો મિલતી હૈ, જિનકે સપનોં મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હૌંસલો સે ઉડાન હોતી હૈ.' સફળતાનો સ્વભાવ એવો છે કે એ મહેનત કરનારાઓ પર ફીદા થઈ જાય છે. 
 ઘણી વખત એવું થાય છે કે બાળકો ભણે છે પણ ગણતા નથી. એટલે કહેવાય છે કે 'ભણ્યો પણ ગણ્યો નહીં' એટલે કે કશું શીખ્યો નહી. જૉન લૂબોક નામના ચિંતકે ખૂબ સરસ સલાહ આપી છે કે મહત્વનું એ નથી કે દરેક બાળકને શિક્ષણ આપવું જોઈએ અને ભણાવવો જોઈએ. પરંતુ દરેક બાળકને જીવનમાં શીખવાની ઈચ્છા અચૂક આપવી જોઈએ. અને જે પણ શીખવામાં આવે એ આનંદથી શીખવું જોઈએ. કેમકે જે આનંદ સાથે શીખવામાં આવે છે એ ક્યારેય ભૂલાતું નથી. કામ કરવા ખાતર કરવું કે ભણવા ખાતર ભણવું એવું ના હોવું જોઈએ. એમાં મન લગાવીને ઉત્સાહ રેડવો જોઈએ.
 ઘણા કહે છે કે મારું નસીબ ન હતું એટલે સફળ ના થયો. એમણે આ વાક્ય સુવર્ણ અક્ષરે લખી રાખવું જોઈએ:'જો તમારે જીવનમાં સફળતા મેળવવી છે તો મહેનત ઉપર જ વિશ્વાસ કરજો. નસીબની અજમાયશ તો જુગારમાં થાય છે.'
 એટલું ના ભૂલીએ કે આપણી આવતીકાલને સરળ અને સુંદર બનાવવા માટે આજે સખત મહેનત કરવી પડશે. કોઈપણ મહાન વ્યક્તિએ ક્યારેય એમ કહ્યું નથી કે મને તક મળી નથી. તક બધાને જ મળે છે. એનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ અને એવી ઈચ્છાશક્તિ રાખવી જોઈએ. 
 છેલ્લે એક સુવિચાર ગાંઠે બાંધી રાખો:'જીવનનો સૌથી મોટો ગુરૂ સમય હોય છે. કેમકે જે સમય શીખવાડે છે એ કોઈ શીખવી શકતું નથી.'