These artifacts are still missing in Gujarati Detective stories by Anwar Diwan books and stories PDF | આ કલાકૃત્તિઓ હજી ગુમશુદા

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

આ કલાકૃત્તિઓ હજી ગુમશુદા

પ્રાચિન કલાત્મક વસ્તુઓમાં ચિત્રોની કિંમત ખાનગી સંગ્રાહકો દ્વારા સૌથી ઉંચી આંકવામાં આવતી હોવાને કારણે મોટાભાગે આ પ્રકારના ચિત્રોની ચોરી થવાની ઘટનાઓ બનતી હોય છે ક્યારેક તે પાછી મળે છે તો ક્યારેક તે ગુમ થઇ જતી હોય છે જે ક્યારેય મળતી નથી પણ તેનો અર્થ એ નથી કે તે અદૃશ્ય થઇ જાય છે તે જગતના કોઇ ખુણે તો કોઇ સંગ્રાહકની પાસે રહેલી હોય છે.
સંગીતકારો માટે સ્ટ્રેડિવેરિયસ વાયોલિન એક અદ્‌ભૂત વાદ્ય છે હાલમાં ૬૫૦ વાયોલિન જ જગતમાં બાકી બચી છે.આ વાયોલિન એક સમયે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન ધરાવતી હતી પણ હવે તે પ્રાઇવેટ સંગ્રાહકો પાસે પહોંચી ગઇ છે.આ વાયોલિન આ ઉપરાંત સ્મિથ સોનિયન અને ઇટાલીના સંગ્રહાલયમાં હતી.૧૯૯૫માં ઓકટોબર મહિનામાં ત્રણ મિલિયન ડોલરની ૧૭૨૭ વાયોલિન ન્યુયોર્કમાંથી ગુમ થઇ ગઇ હતી.આ વાયોલિન જાણીતા વાયોલિનવાદક એરિકા મોરિનીના ઘરમાં હતી જો કે આ લુંટ બાદ થોડા સમય પછી જ મોરિની અવસાન પામ્યા હતા અને ત્યારથી અત્યારસુધી આ વાયોલિનનો કોઇ પત્તો લાગ્યો નથી અને એફબીઆઇ પણ આ ચોરોનો પત્તો લગાવી શકી નથી.
સાત ડિસેમ્બર ૨૦૦૨નાં રોજ સવારે આઠવાગ્યાના સુમારે આમ્સ્ટરડમમાં આવેલા વાન ગોગ મ્યુઝિયમનાં છાપરા પર બે વ્યક્તિઓ ચઢ્યા હતા જેઓ ત્યાંથી વ્યુ ઓફ ધ સી એટ સીવેનીગેન અને કોંગ્રેગેસન લિવિંગ ધ રિફોર્મ્ડ ચર્ચ ઇન ન્યુનેન નામના ચિત્રો ઉઠાવી ગયા હતા.આ બંને ચિત્રો ગોગે ૧૮૮૨ થી ૮૪ દરમિયાન સર્જ્યા હતા.આ ચિત્રોને ગોગના ઉત્તમ ચિત્રોમાં સ્થાન આપવામાં આવે છે અને તેમની કિંમત ૩૦ મિલિયન ડોલરની આંકવામા આવે છે.મ્યુઝિયમ ગેલેરી પેજના જણાવ્યા અનુસાર આ ચિત્રો ગોગે હેગના એ સ્થળો પર જ બેસીને દોર્યા હતા જ્યાં તેને ઉડતી રેતી અને તોફાની પવનોનો સામનો કરવો પડ્યો હતો અને તે બધી વસ્તુઓ એ ચિત્રો પર પણ ચોંટેલી જોવા મળે છે. જો કે ૨૦૦૪માં બે શંકાસ્પદોની ધરપકડ કરાઇ હતી અને તેમને સજા પણ કરાઇ હતી પણ તેમની પાસેથી એ ચિત્રો પ્રાપ્ત કરી શકાયા ન હતા.હાલમાં જ સંગ્રહાલયે આ ચિત્રોની માહિતી આપનાર માટે એક લાખ પાઉન્ડનું ઇનામ જાહેર કર્યુ હતું.
ફ્રાન્સના પાટનગર પેરિસમાં વીસ મે ૨૦૧૦ના રોજ એક ચોરીની ઘટના બની હતી જેમા કેટલાક ચિત્રો ચોરાયા હતા જેમાં પાબ્લો પિકાસોનું ધ પિજિયન વીથ ગ્રીન પીઝ સામેલ હતું.તમામ ચિત્રોની કિંમત ૧૦૦ મિલિયન હતી.મ્યુઝી ડી આર્ટ મોર્ડન ડી લા વિલે ડી પેરિસમાંથી આ ચિત્રો ચોરાયા હતા જ્યાં ઘટનાસ્થળે એક બારી તુટેલી અવસ્થામાં મળી હતી.ચોરે આ ચિત્રને છરીથી કાપવાને બદલે તેને ફ્રેમમાંથી જ અલગ કર્યા હતા.સિક્યુરિટી ફુટેજમાં જણાયું હતું કે આ કામ કોઇ ટોળકીનું ન હતું પણ એક વ્યક્તિએ એકલા હાથે આ ચોરી કરી હતી.વર્ષ ૨૦૧૧માં આ ચોરી માટે એક વ્યક્તિને સજા કરાઇ હતી.તેણે દાવો કર્યો હતો કે તેણે તો આ ચોરી કરીને ચિત્ર કચરાના ડબ્બામાં પધરાવ્યું હતું. જો કે મોટાભાગના લોકોને આ ચોરની વાત પર વિશ્વાસ બેઠો ન હતો.આ ચિત્રો આજ સુધી પાછા મળ્યા નથી.
ઓક્ટોબર ૨૦૧૨માં પોલ ગુગી દ્વારા ૧૮૮૮માં રચાયેલ ફેમ્મિ ડેવાંત ઉને ફેનેત્રે ઉવત્રે, ડિટે લા ફિયાન્સેની ચોરી દક્ષિણ હોલેન્ડના રોટરડેમનાં કુંસ્થાલ સંગ્રહાલયમાંથી થઇ હતી.ગુગી ઉપરાંત પાબ્લો પિકાસો, કલાઉડે મોનેટ, હેન્રી મેત્સી અને લ્યુસિયન ફ્રુડનાં ચિત્રો પણ ચોરાયા હતા.આ ચોરી રાત્રે ત્રણ વાગે થઇ હતી અને ચોરોને સંગ્રહાલયનો દરવાજો તોડતા માત્ર ત્રણ મિનિટનો સમય લાગ્યો હતો અને તેમણે આઠ જેટલા ચિત્રો ઉઠાવ્યા હતા.આ ચોરાયેલા ચિત્રોની કિંમત અઢાર મિલિયન હતી.૨૬ નવેમ્બરે રાડુ ડોગારૂ બેરની ધરપકડ થઇ હતી અને તેને સાત વર્ષની સજા કરાઇ હતી.બીજા ચોર એડ્રીયાન પ્રોકોપની બર્લિનમાંથી ૬ ડિસેમ્બરે ધરપકડ થઇ હતી જો કે તેમની પાસેથી આ ચિત્રો ક્યારેય મેળવી શકાયા ન હતા.
ડચ માસ્ટર જ્હોનિસ વર્મિર સત્તરમી સદીમાં જાણીતા ચિત્રકાર હતા જેમના મોટાભાગના ચિત્રો રોયલ કલેકશન લંડનના સંગ્રહાલયમાં હતા.તેમનું ૧૬૬૪નું ચિત્ર ધ કોન્સર્ટ ખુબ જાણીતુ ચિત્ર છે અને ૧૮૯૨માં જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ ઇસાબેલા સ્ટુઅર્ટે એક લિલામીમાં તેને ખરીદ્યુ હતુ અને તેને તેમના સંગ્રહાલયમાં ૧૯૦૩માં પ્રદર્શિત કરાયું હતું.૧૯૯૦ની અઢારમી માર્ચે બોસ્ટન પોલિસ અધિકારીના વેશમાં બે ચોર સંગ્રહાલયમાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમને અહીથી ચિત્રોની ચોરી થયાનો કોલ મળ્યો હતો.તેઓ સંગ્રહાલયમાં ગયા હતા અને તેમણે તેર જેટલા ચિત્રોની ચોરી કરી હતી.જેમાં આ કોન્સર્ટ ઉપરાંત ગોવર્ટ ફ્લિન્ક, ડેગાસ અને રેમ્બ્રાન્ટના ચિત્રોનો સમાવેશ થતો હતો. જો કે અત્યાર સુધી ચોરાયેલી કલાત્મક સામગ્રીમાં કોન્સર્ટ સૌથી મુલ્યવાન વસ્તુ છે જેની હાલમાં કિંમત વીસ કરોડ ડોલર અંકાઇ છે.
આ જ પ્રકારની ચોરી દસ એપ્રિલ ૧૯૩૪ના રોજ બેલ્જિયમના ઘેન્ટના સેઇન્ટ બાવોન કેથેડ્રલમાંથી થઇ હતી.જેમાં ૧૪૨૬ થી ૧૪૩૨ વચ્ચે રચાયેલ ધ જઝિસની ચોરી થઇ હતી.જ્યાં ચોરે એક ચિઠ્ઠી મુકી હતી જેમાં ફ્રેન્ચમાં લખાયું હતું કે આ ચિત્રો જર્મનીએ વર્સિલે સંધિ અંતર્ગત ઉઠાવ્યા છે.ત્યારબાદ સાત મહિનાના ગાળા દરમિયાન ચોરે બર્લિન સરકારને રેન્સમ માટે પત્રો મોકલ્યા હતા.પચ્ચીસમી નવેમ્બરે એક પચ્ચીસ વર્ષના લબરમુછિયાએ તેને આ ચિત્ર ક્યાં સંતાડેલું છે તે તેની મરણપથારી પર જણાવ્યું હતું જો કે તે આ રહસ્ય ક્યારેય જણાવી શક્યો ન હતો અને તેની સાથે તે કબરમાં દફન થઇ જવા પામ્યું હતું. જો કે ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે આ ચિત્રનો નાશ કરાયો હશે પણ આજે પણ તે ચિત્ર ગુમ થયેલ ચિત્રોની યાદીમાં સામેલ છે.
બોસ્ટનના ઇસાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર સંગ્રહાલયમાંથી જ્યારે ધ કોન્સર્ટ ચોરાયું ત્યારે જ રેમ્બ્રાન્ટની જાણીતી કૃત્તિ ધ સ્ટોર્મ ઓફ ધ સી ઓફ ગેઇલીની પણ ચોરી થઇ હતી. આ ચિત્રની ખાસિયત એ છે કે રેમ્બ્રાન્ટે દોરેલા ચિત્રોમાં માત્ર આ ચિત્રમાં જ સમુદ્રનું ચિત્રણ કર્યુ હતુ અને આ ઉપરાંત તે ઇસુના ચમત્કારો પૈકીની એક ઘટનાને રજુ કરે છે.આ ચોરીને અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ચોરી ગણવામાં આવે છે.૧૮ માર્ચ ૨૦૧૩માં એફબીઆઇએ એક પત્રકાર પરિષદનું આયોજન કરીને જાહેરાત કરી હતી કે તેમને આ ચોરી પાછળ કોનો હાથ છે તેની જાણ થઇ છે.તેમણે જણાવ્યું હતું કે આ ચોરી કોઇ એક વ્યક્તિ દ્વારા કરાઇ નથી પણ તે એક સંગઠિત ટોળકીનું કૃત્ય છે જો કે ત્યારબાદ તેમણે આ અંગે કોઇ જાહેરાત કરી નથી અને આજે પણ આ ચિત્રો સંગ્રહાલય પાસે પહોચ્યા નથી.આ ચોરીની ઘટનાને ત્રેવીસ વર્ષ ુપુરા થઇ ગયા છે અને હજી પણ તેની તપાસ ચાલુ જ છે અને આ ચોરી અંગે માહિતી આપનારને પાંચ મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરાઇ છે.
૧૮૯૯ થી ૧૯૦૪ના ગાળા દરમિયાન પ્રખ્યાત છાયાવાદી ચિત્રકાર ક્લાઉડે મોનેટે એક ચિત્ર શ્રૃંખલાનું સર્જન કર્યુ હતું જેમાં લંડનના બ્રિજના જુદા જુદા સ્વરૂપો આલેખાયા હતા.જેમાં મોનેટે રંગોનો ઉત્તમ પ્રયોગ કર્યો હતો.જેમાંનું એક ચિત્ર જેનું નામ ચેરિંગ ક્રોસ બ્રિજ લંડન રોટરડેમમાં પ્રદર્શિત કરાયું હતું.આ ચિત્ર કુંન્સથલ સંગ્રહાલયમાંથી ઓક્ટોબર ૨૦૧૨માં ચોરાયું હતું.આ ચોરી માટે એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી જેણે દાવો કર્યો હતો કે આ ચિત્ર તેની માતાથી અકસ્માતે સળગી ગયું હતું.અને જ્યારે એ સ્ટવની તપાસ કરાઇ ત્યારે તેમાંથી કેટલાંક અંશ મળ્યા હતા જો કે તેનો પાક્કો પુરાવો મળ્યો ન હતો.આ ચિત્ર પણ ગુમશુદા ચિત્રોની યાદીમાં હજીયે સામેલ છે.એલેકઝાંડર થ્રી અને નિકોલસ બીજો એ ઝાર તરીકે એટલા પ્રસિદ્ધ થયા ન હતા જેટલા તેમના ધ ઇમ્પિરિયલ ફેબર્જ એગ કલેકશન માટે જાણીતા બન્યા હતા.જેઓ ૧૮૮૫ થી ૧૯૧૭ દરમિયાન થયા હતા.રશિયન રાજવી પરિવાર દ્વારા આ સર્જન કરાયું હતું.૧૯૧૮માં આ કલેકશન ક્રેમલિન લવાયું હતું.જેમાંથી કેટલાક એગ્સ ચોરાઇ ગયા હતા અને ખાનગી સંગ્રાહકો સુધી પહોંચી ગયા હતા.કેટલાક વિશ્વના જુદા જુદા સંગ્રહાલયમાં જોવા મળે છે.જો કે આજે પણ આઠ જેટલા એગ્સ મિસિંગ છે.જેમાં દરેક એગ્સની કિંમત લાખ્ખો ડોલર અંકાય છે.અફવા છે કે આ ઇંડાઓ આખ્ખા યુરોપથી માંડીને દક્ષિણ અમેરિકા અને અમેરિકામાં હોઇ શકે છે.પીટર કાર્લ ફેબર્જના હાઉસ ઓફ ફેબર્જ દ્વારા આ કિંમતી ઘરેણાઓની રચના કરાઇ હતી જેમાં કિંમતી ધાતુ અને રત્નોનો ઉપયોગ કરાયો હતો.૨૧ ઓક્ટોબર ૧૮૮૮માં વિન્સેન્ટ વાન ગોગે પોતાના છેલ્લા કેટલાક સ્કેચની રચના કરી હતી. જેમાં ધ લવર્સ જાણીતું છે.૧૯૩૦ વચગાળા દરમિયાન એડોલ્ફ હિટલરે ખાનગી સંગ્રાહકો અને સંગ્રહાલયોમાંથી ચિત્રો ઉઠાવ્યા હતા જેમાં વાન ગોગની આ કૃત્તિ પણ સામેલ હતી હિટલર પોતાનું એક મહાન સંગ્રહાલય બનાવવા માંગતો હતો. જો કે તેની એ ઇચ્છા પુરી થઇ ન હતી અને તેણે ચોરેલા ચિત્રોની સાથોસાથ ગોગના આ ચિત્રો પણ બીજા વિશ્વયુદ્ધ બાદ નાશ પામ્યા હતા.