Khajano - 88 in Gujarati Motivational Stories by Mausam books and stories PDF | ખજાનો - 88

The Author
Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ખજાનો - 88

"આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાંખ્યો છે ઈબતિહાજ..!" હર્ષિતે વળતો જવાબ આપ્યો. 

"અને..અને..સમસ્યાઓની ગણતરી નહિ કરો તો તેનો ઉકેલ કેવીરીતે લાવશો..ઉકેલ લાવતા પહેલાં સમસ્યાને જાણવી.. સમજવી... જરૂરી છે ભાઈ..!" હર્ષિત ઈબતિહાજની દરેક વાતનો તરત જ જવાબ આપી દેતો. હર્ષિતની વાત સાવ સાચી હતી પણ તેની ઈબતિહાજ સાથે વાત કરવાની ઢબ સાચી ન હતી. બન્ને યુવાનો વચ્ચે થતી ગરમાગરમ ચર્ચાથી જાણે બોટનું તાપમાન વધી ગયું. અને બોટમાં બેઠેલ તમામ જાણે એ વિચારથી હર્ષિત અને ઈબતિહાજની સામે જોઈ રહ્યાં હતા કે આ વાકયુદ્ધ હમણાં જ મલ્લયુદ્ધમાં ફેરવાઈ જશે. પરંતુ જોની એ પરિસ્થિતિનો તાગ મેળવીને હર્ષિત અને ઈબતિહાજને શાંત પાડ્યા.

"મિત્રો..! આ સમય એકબીજા સાથે ચરસાચરસી કરવાનો નથી. પ્લીઝ શાન્ત થાઓ. એકબીજાને હલકા પાડવાથી કે અન્યને નીચું દેખાડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.જો તમે ખરેખર સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો તમારે એકબીજા સાથે બહેશ ન કરતા એક બનીને કંઈક ઉપાય વિચારવો જોઈએ." જૉનીએ બંન્નેને સંબોધિને કહ્યું.

" મેં તમને પહેલા પણ કીધું હતું. મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ કઠિન અને મુશ્કેલ હશે. તમે વિચાર્યું પણ નહીં હોય તેવી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે.આ સમસ્યાઓથી હારી જશો...ડરી જશો... અથવા તો એકલા પડી જશો... તો મંઝિલ સુધી ક્યારેય પહોંચી નહીં શકો. કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા માટે...તેનો ઉકેલ શોધવા માટે... વ્યક્તિના મનોબળની સાથે તેની આસપાસના લોકોનો સાથ સહકાર મળવો જરૂરી છે. તમારા લોકોની એક જ મંજિલ છે કે લિઝાના ફાધર માઈકલને છોડાવવા. માઈકલ સાથે તમારો ભલે કોઈ લાગણીનો સંબંધ ન હોય, પરંતુ શરૂઆતથી જ તમે લિઝાની સાથે રહ્યા છો, તો આ સાથને ક્યારેય ન છોડતા. કોઈપણ મુશ્કેલી આવે, એકતાથી તેને હરાવજો. એકતામાં જે બળ છે... જે તાકાત છે... તેનાથી મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરી શકાય છે. આજે આવી વિકટ પરિસ્થિતિમાં એકબીજા સાથે મતભેદ ન કરતા આપણે એકતાથી એકબીજાની શક્તિઓ... કૌશલ્યોને... પારખીને સમસ્યામાંથી બહાર નીકળવાના ઉપાયો શોધવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે આપણે આર્થિક સમસ્યા સાથે લડી રહ્યા છીએ. અચાનક આવી પડેલી આ સમસ્યાથી ડરીને.. હારીને... એકબીજા સાથે મતભેદમાં ઉતરી જઈશું,તો ક્યારેય મંઝિલ સુધી પહોંચી શકીશું નહીં. હજુ મંઝિલ ઘણી દૂર છે... માર્ગ વિકટ છે...અને..ત્યાં પહોંચવું જરૂરી છે. બસ જરૂર માત્ર એકતાની છે. આગળ જતા આવી અનેક અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારાં અંદર અંદર થતા મતભેદોનો લાભ અન્ય વ્યક્તિ ઉઠાવીને તમારા લક્ષ્યમાં ખલેલ પહોંચાડી શકે છે. આથી એકતા 
ને તમારી સૌથી મોટી તાકાત બનાવો અને પોતાના મંજિલ સુધી પહોંચવાનો નિશ્ચય દ્રઢ બનાવો." અબ્દુલ્લાહીએ પાંચેયએ યુવાનોને એકતાનો પાઠ સમજાવ્યો.

" તમારી વાત 101% સાચી છે મામા...! આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય. મારા કારણે જેનો પણ ઈગો હર્ટ થયો છે તે લોકોને હું દિલથી સોરી કહું છું." ઈબતિહાજે કહ્યું.

" ઘણા લોકો તારાથી હર્ટ થયા નથી, બસ માત્ર હર્ષિતનો ઈગો હર્ટ થયો છે. તો તું નામ સાથે તેને સોરી કહી શકે છે." જોનીએ ઈબતિહાજના ખભે હાથ મૂકી કહ્યું.

"અરે નહીં. ઈબતિહાજ..! સોરી તારે નહિ સોરી તો મારે બોલવું જોઈએ કે હું તારી દરેક વાતને કાપી દેતો હતો. માફ કરજે ભાઈ ભૂલ થઈ ગઈ." હર્ષિતે કહ્યું.

"અરે નહીં દોસ્તીમાં નો સોરી....નો થેન્ક્યુ...!" આટલું કહેતા ઈબતિહાજ હર્ષિતને ભેટી પડ્યો. સુશ્રુત, લિઝા ,જૉની અને અબ્દુલ્લાહી તેઓના વ્યવહારથી ખુશ થઈ તાલીઓ પાડવા લાગ્યા. પછી બધા હસી પડ્યા.

( આપના સુંદર પ્રતિભાવો જરૂરથી લખજો. આપના પ્રતિભાવ થી મને લખવાની પ્રેરણા મળે છે. )
To be continue...

😊Mausam😊