Premni ae Raat - 2 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમની એ રાત - ભાગ 2

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમની એ રાત - ભાગ 2

પહેલી મુલાકાત 

"અરે વાહ, આ બાજરી નાં રોટલા અને ડુંગરીયા નાં શાક નો ટેસ્ટ જોરદાર છે. હો.."મહેમાનો સાથે બપોર નું ભોજન લેતા લેતા રમેશભાઈ બોલ્યા.

"હા, હો બાકી દેશી એ દેશી બાકી આવી મજા આ બર્ગર  કે પછી ચાઈનીઝ માં પણ જોવા નાં મળે! બાજરી નો રોટલો, ડુંગરિયું, આથેલા મરચા, લીલા લસણ ની ચટણી અને સાથે સાથ આપતી એવી આ ઠંડી ની મોસમ... જલસો પડી ગયો બાકી" રમેશભાઈ ની વાત ને ટેકો આપતા બીજા આવેલા મહેમાન બોલ્યા.

ત્રિસેક જેટલાં મહેમાનો પોશ વિસ્તાર માં જાનવી નાં હાથ નાં બાજરી નાં રોટલા અને શાક નો આનંદ માણી રહ્યા છે. સાથે જાનવી નાં રસોઈ નાં પણ પેટભરી ભરી ને વખાણ પણ કરી રહ્યા છે.જાનવી લોકો નાં દ્વારા થતા વખાણ સાંભળી ને ખુશ થઈ રહી છે. પણ.......

પણ તે આ બધા મહેમાનો માં કાલે રાતે અડધી રાતે માથે ટોપી, ગળા માં મફલર, અને સ્વેટર પહેરી ને ત્રિસેક માણસ માટે બાજરી નાં રોટલા અને શાક નો ઓર્ડર આપવા આવેલો અને દરવાજા માં ઉભા ઉભા ઓર્ડર આપી, હાથ માં વીસ હજાર પેમેન્ટ સાથે એડ્રેસ આપી રવાના થઈ ગયેલો તે માણસ કોણ હશે???? તેને ઓળખવો કેવી રીતે??? તે દ્વિધા માં મુકાયેલી છે.

આટલા મોટા પહેલા ઓર્ડર માં જાનવી એકલી પહોંચી નાં શકે એટલા માટે જાનવી ની મમ્મી પણ જાનવી ને મદદ કરવા આવી છે. તે જાનવી ની નજર મહેમાનો માં ફરતી જોઈ ને જાનવી ની મમ્મી કહે છે.
"બેટા, કોને શોધી રહી છે??"

"મમ્મી, હું કાલે અડધી રાતે આપણ ને કંઈ ઓળખાણ વગર આપણ ને પહેલા જ દિવસે આવડો મોટો ઓર્ડર આપી ગયો તે વ્યક્તિ ને શોધી રહી છું."જાનવી મહેમાનો નાં ટોળા માં નજર ફેરવી રહી છે.

"હા તો તે માણસ મળ્યો??"

"ના" જાનવી નિશાશો નાખી ને બોલી.

"તો પછી તે માણસ જે હશે તેને પછી શોધીશું,હાલ માં કામ ઉપર ધ્યાન આપ. આ તારો પહેલો ઓર્ડર છે. જો આમાં કંઈ ગડબડ થઈ ને તો સમજી લેજે કે...."

"પણ મમ્મી..."

"પણ ને બણ એ બધું મૂક. અને મહેમાનો ને શું જોઈએ છે. તેના પર ધ્યાન આપ."

"ઠીક છે." જાનવી ચટણી બનાવવા લાગી જાય છે.

ત્યાં મહેમાનો માંથી એક કપલ જાનવી ની પાસે આવે છે.

"એક્સક્યુસમી "

"હા બોલો "

"તમારા રોટલા અને શાકે તો અમને તમારા સ્વાદ નાં દીવાના બનાવી દીધા."કપલ બોલ્યું.

"Thank you "જાનવી સ્માઈલ સાથે બોલી.

"આ 4થી તારીખે મારાં છોકરા નો બર્થડે છે. જેમાં સાંજે 50 જેટલાં લોકો માટે જમણવાર આયોજન કર્યું છે. તો શું તમે ઓર્ડર બુક કરશો??"

જાનવી તેની મમ્મી સામે જોઈને ખુશ થઈ જાય છે.

"હા કેમ નહિ!"

"તો 50 લોકો માટે આજ મેનુ તમારે બનાવવાનું છે. આ રહ્યું અમારું એડ્રેસ અને તમારો ગૂગલ પે નંબર આપો. એડવાન્સ પેમેન્ટ કરી દઉં."

જાનવી નંબર આપે છે.

"તો 4 થી તારીખે તમારા મેનુ સાથે હાજર થઈ જજો."

જાનવી, ચિન્ટુ અને તેની મમ્મી નાં ચહેરા પર આનંદ છવાઈ જાય છે.

ત્યાં મહેમાનો માં એક યુવાન જેની સપ્રમાણ ઊંચાઈ, કસરત કરી ને મજબૂત કરેલું શરીર, કસાયેલો બાંધો અને સાથે તેના શરીર સાથે રંગ જમાવતા તેના ફોર્મલ કપડાં માં તે સાક્ષાત કામદેવ જેવો લાગતો કેવિન મહેમાનો ની મહેફિલ માં શામિલ થાય છે.

"અરે લો, જેની ક્યારની રાહ જોતા હતા. તે મહારાજા હવે પધાર્યા છે."કેવિન નાં કાકા બોલ્યા.

"ક્યાં હતો ભાઈ??? આટલું સરસ આયોજન કરી ને તું જ ગુમ થઈ ગયો હતો."કેવિન ની માસીયાઈ બેન બોલી.

"ક્યાં નહિ, એ બધું  છોડો અને મને એમ કહો કે મારું આજ નું આ મેનુ કેવું લાગ્યું???"

"જોરાદર, જબરજસ્ત "કેવિન ની માસીયાઈ બેન બોલી.

"આમ અડધી રાતે તારા મગજ માં આ મેનુ બદલવાનો વિચારો આવ્યો ક્યાંથી???બાજરી નો રોટલો અને શાક... આહા.. હા.. હા.. લાજવાબ "મોઢામાં શાક ને રોટલા નો કોળિયો મુકતા કેવિન નાં કાકી બોલ્યા.

"તમને બધા ને મજા આવી ને??"

"શું મજા!બહુ મજા આવી. આવી શિયાળા ની શીતલહેર માં આવો ગામડા નો દેશી સ્વાદ... ટેસ્ટડો પડી ગયો કેવિન ટેસ્ટડો."ભાવેશભાઈ બોલ્યા.

ત્યાં કેવિન ની મમ્મી કેવિન પાસે આવે છે.

"લગભગ બધાનું જમવાનું પતિ ગયું છે. હવે ફક્ત તું જ બાકી છે. જા જલ્દી ડીશ લઇ જમી લે."

કેવિન જાનવી નાં કાઉન્ટર તરફ આગળ વધે છે.હાથ માં ડીશ લઇ ને જાનવી તરફ નજર કરે છે. જાનવી પણ તેની સામે નજર કરી તેની ડીશ માં શાક અને રોટલો પીરસે છે.

"તમારા રોટલા અને શાક નાં બહુ વખાણ સાંભળ્યા."કેવિન સ્માઈલ સાથે જાનવી નાં વખાણ કરે છે.

"Thank you "જાનવી પણ તેમની ડીશ માં ચટણી નાખતા આભાર વ્યક્ત કરે છે.

"તમને કંઈ વાંધો નાં હોય તો તમારું નામ જાણી શકું???"

"જાનવી"

"જમવા માં તમે એકલા જ બાકી રહ્યા છો."જાનવી થી ખબર નહિ કેમ કેવીન ને જોઈ ને બોલાઈ ગયું.

"હા, કામ નાં કારણે...."કેવિન આગળ કંઈ બોલવા જાય ત્યાં તેના મોબાઈલ માં રિંગ વાગે છે. કેવિન કંઈક કામ બાબતે વાત કરે છે.

"હા આવું છું."કહી ને ડીશ ત્યાં કાઉન્ટર પર મૂકી ને ઓફિસ પર જવા નીકળે છે.

જાનવી કેવિન ને જતો જોઈ રહે છે. તે મનોમન બબડે છે.

"આ માણસ કેવો કેવાય?? લોકો ને એક ટાઈમ જમવાના પણ વાંધા છે અને આ માણસ ને જમવાનું મળ્યું છે છતાંય શાંતિ થી જમી શકતો નથી."

જાનવી, ચિન્ટુ અને તેની મમ્મી પોતાનું કામ આટોપવા માં લાગી જાય છે.જાનવી ને કંઈક યાદ આવે છે એટલે તે મહેમાનો માં તેના જેવડી સરખી ઉંમર ધરાવતી છોકરી પાસે પહોંચી જાય છે.

"હાય, મારે તમને એ પૂછવું છે કે આ ફંકશન નું આયોજન કોને કરેલું છે??"

"મારાં ભાઈ કેવીને કેમ?? તમારે એ જાણી ને શું કરવું છે??"
કેવિન ની માસીયાઈ બહેન બોલી.

"મારે એમનો આભાર વ્યક્ત કરવો હતો. કેમ કે તે માણસ ની અમારી સાથે કોઈ જાન પહેચાન વગર તેને કાલે અડધી રાતે આ રસોઈ નો ઓર્ડર આપી. અમારા ઘર ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે."જાનવી બોલી.

"અરે કાલે રાતે જયારે તે ઓર્ડર આપવા આવેલો, તે વખત તમે તેને નહતો જોયો."

"નાં મતલબ હા.. એટલે કે એમને કડકડતી ઠંડી નાં કારણે ટોપી, મફલર અને સ્વેટર, ચશ્માં પહેર્યા હતા. એટલે ઓળખી નાં શકી."

"અરે, થોડાક સમય પહેલા સૌથી છેલ્લે જે જમવામાં બાકી હતો. જેને જમવાનું ડીશ માં તો લીધું પણ પોતાના પેટ માં નાં લીધું.. તે જ કેવિન હતો."

જાનવી તે ફોર્મલ કપડાં માં દેખાતા કામદેવ જેવા ચહેરા ને અને રાત નાં તે ચહેરા ને એક કરવાની કોશિશ માં લાગી ગયી.મનોમન બબડવા લાગી.

"શું નામ છે. કેવિન!!તેના કારણે જે આજ નો 20 હજાર નો અને  4 થી તારીખ નો 45 હજાર નો ઓર્ડર મળ્યો. પણ હું તો તેને ઓળખતી નથી તો પછી તેને ખરેખર મને કોઈ મદદ કરી છે કે પછી આ એક સંયોગ છે."

જાનવી વિચારો માં ખોવાયેલી છે. મનોમન વિચારી રહી છે.
તો જે કેવિન નાં કારણે મને આવડો મોટો ઓર્ડર પહેલા 2 દિવસ માં મળ્યો.. તે જ બિચારો કેવિન ભૂખ્યા પેટે કામ પર ગયો... બિચારા ને thank you પણ નાં કહી શકી.જાનવી ઉભી ઉભી અફસોસ કરી રહી છે.

ત્યાં જ તેના મોબાઈલ માં ટેક્સ્ટ મેસેજ આવે છે. જે વાંચી ને જાનવી નાં ચહેરા પર નાં રંગ બદલાઈ જાય છે.કોનો હશે મેસેજ?????

*                                *                                  *