The Man Seen In Dreams in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | સ્વપ્નિલ

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

સ્વપ્નિલ

શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી ....

ટ્રેન મોડી પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ રહેલા બાંકડા પર બેસી અને થોડી આંખો બંધ કરી અને કોઈક ની રાહ જોઈ રહેલી 

" વિધી ........... અરે ઓ વિધી ............ " વિધી આજુબાજુ જોઈ રહેલી 

" અરે અહીંયા છે તારી સામે વિધી ....... " વિધી નું ધ્યાન સામે દોરાયું 

" અરે જ્યોતિ તું અહીંયા ........ " આમ કહી વિધી દોડતી દોડતી જ્યોતિ તરફ પહોંચી .

" કેમ એટલું મોડું થયું જ્યોતિડા ....... " આમ કહી વિધી એ જ્યોતિ ને ભેટી 

" કાઈ નઈ વિધિડા ..... ટ્રેન થોડી મોડી પડી એટલે મોડું થય ગયુ પણ મને હતું જ કે મારી વિધી મને લેવા જરૂર આવશે " જ્યોતિ બોલી રહી 

" હાસ્તો આવવું જ પડે ને " વિધી એ જ્યોતિ નો સમાન લીધો અને બંને આગળ ચાલવા માંડી 

જ્યોતિ અને વિધિ બંને પિતરાઈ બહેનો હતી જ્યોતિ બહાર શહેર માં અભ્યાસ અર્થે રહેતી હતી પણ અભ્યાસ પૂર્ણ થતાં તે હવે હંમેશા માટે શીવગઢ આવતી રહી ..

જ્યોતિ અને વિધી બંને હમઉમ્ર હોવાથી બન્ને બહેનો માં સંપ બહુ જ હતો એટલે તો જ્યોતિ લેવા માટે વિધી ટ્રેન સ્ટેશન પર તેની રાહ જોઇ રહેલી .........

વિધી આગળ સમાન લઈ પોતાની જ ધૂન માં જતી હતી ત્યાં જ .....

" અરે ......... " વિધી સમાન સહિત નીચે જમીન પર પડી 

" વિધી ...... " જ્યોતિ એ આવી ને પોતાની બહેન વિધી ને ઊભી કરી 

" અરે આંખો છે કે બટન .... થોડું જોઈ ને તો ચલાય કે .... કે આંખોં થી જોઇ નથી શકતો ....." જ્યોતિ એ છોકરા પર ગુસ્સો કરી રહી જે જલ્દી માં વિધી સાથે અથડાયો અને તેના લીધે વિધી નીચે પડી .

" જ્યોતિ જવા દે ને આવું તો .......... " વિધી બોલતા બોલતા અટકી ગઈ જ્યારે તેણે તે છોકરા ને જોયો 

સુડોળ સુબદ્ધ કાયા , ઘવવર્ણ અને મોટી મોટી કાળી આંખો જેની સામે સમંદર પણ પડે ઝાંખો .

વિધી એક્ટસ એ છોકરા ને જ જોઈ રહી 

પોતે ભાન ભૂલી ગઈ કે ક્યાં છે અને આજુ બાજુ કોણ છે 

જ્યોતિ પેલા છોકરા સાથે જગડી રહી 

" અરે બહેન મે જાણી જોઈ ને ધક્કો નથી માર્યો હુ થોડો જલ્દી માં હતો તો થોડો અથડાઈ ગયો " પેલો છોકરો બોલી રહ્યો 

" તારા જેવા લફંડર છોકરાઓ ને હુ ઓળખું છું જે ધક્કા મારવાના ના બહાને ........" 

" અરે બહેન તમે તો જુવો ...." પેલો છોકરો બોલી રહ્યો 

તેના હોઠો ઉપર થી જાણે સરવાણી જરતી હોઈ એમ તેના એક એક શબ્દો નું રસપાન વિધી કરી રહી 

પેલો છોકરો ત્યાં થી જતો રહ્યો 

" ચાલ વિધી ..... " જ્યોતિ વિધી ને ઊભી કરી રહી 

" વિધી ........ ઓ વિધી " જ્યોતિ વિધી નો ખંભો પકડી હલાવી રહી 

વિધી થોડી ભાન મા આવી અને આજુ બાજુ ની દુનિયા થી થોડી વાકેફ થઈ 

" શું થયું ..... ચાલ હવે ઘરે " જ્યોતિ વિધી નો હાથ પકડી ગાડી  તરફ લઈ જઈ રહી ....

" હાં " વિધી જતા જતા પણ પેલા છોકરા નું જ વિચારી રહી 

ઘરે પહોંચતા ની સાથે જ બધા ઘર ના જ્યોતિ સાથે મળ્યા અને બધા જમવા બેઠા 

જમતાં જમતાં જ્યોતિ એ ટ્રેન સ્ટેશન પર થયેલી ઘટના વિશે પોતાના કાકા જશવંત ભાઈ અને કાકી વનિતા બેન ને કહી રહી 

જશવંત ભાઈ અને વનિતા બેન એ વિધી ના માતા પિતા હતા

" હાં તો આપણા વિધી બેન એ પણ થોડું જોઈ ને ચલાય ને " વીધી નો ભાઈ હર્ષ બોલી રહ્યો 

વિધી ના પરિવાર માં વિધી ના પપ્પા જશવંત ભાઈ , માતા વનિતા બેન અને એક નાનો ભાઈ હર્ષ અને કાકા મહેશ ભાઈ કાકી શીતલ બેન પિતરાઇ બહેન જ્યોતિ અને પિતરાઇ ભાઈ કૌશલ હતા 

વિધી ના દાદા હાલ આ દુનિયા માં નહોતા પણ દાદી ગંગા બા જીવિત હતા .

આમ વિધી નો નવ લોકો નો પરિવાર હતો વિધી ના પપ્પા જશવંત ભાઈ અને કાકા મહેશ ભાઈ બંને સાથે જ એક જ ઘર માં રહેતા હતા .

જ્યાં આજ ના જમાના માં મિલકત માટે એક ભાઈ બીજા ભાઇ ના જીવ ની પાછળ તરસ્યો હોઈ તેવા સમય માં પણ આ બન્ને ભાઈઓ એટલા વર્ષો થી સાથે જ સંપ થી રહેતા હતા .

આમ વનિતા બેન અને શીતલ બેન ને પણ સારો એવો સંપ હતો 

અને આ ચાર ભાઈ બહેનો ની તો એક નાની એવી ટોળી જ હતી 

" જવા દો ચાલો જે થયું હોય તે અને વિધિ બીજી વાર થોડું જોઇ ને ચાલજે હાં બેટા " વનિતા બેન એ વિધી ને કહ્યું 

" હા મમ્મી બીજી થોડું ધ્યાન રાખીને ચાલીશ બસ " વિધી બોલી 

આમ બધા ભોજન કરી પોતપોતાના રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા .

અહીં વિધિ પોતાના રૂમમાં આવી અને બેડ પર આડી પડી અને ટ્રેન સ્ટેશન પર જે થયું તે વિચારી રહી ......

" શું વિચારે છે વિધિ ? " જ્યોતિ આવી પોતાની બહેન ની બાજુ માં સૂતી 

" કાંઈ નહિ જ્યોતિ , હું કાંઈ વિચારી રહી નથી બસ થાકી  ગઈ છું તો સૂઈ જવું છે " વિધી પડખું ફેરવીને સૂતી પણ તેના મનમાં પેલા મનમોહક છોકરા ના જ વિચાર ફરતા હતા .

" કેવો દેખાવડો હતો નઈ પેલો ! કોણ હશે એ ! એની આંખો કેવી મોટી અને આકર્ષક હતી ! શું નામ હશે તેનું ! " 

આવા ઘણા પ્રશ્નો તથા ભાવો વિધી ની અંદર જાગી રહ્યા હતા .

આવા ભાવો અને પ્રશ્નો ના વલય સાથે વિધી એ આંખો મીંચી .

બીજા દિવસે સવાર થી વિધી અને તેની ટોળકી ની ધીંગા મસ્તી ચાલુ થઈ ગઈ .

" અરે ચાલો બધા ટોળકી જમવા માટે બેસી જાઓ " શીતલ બેન એ બધા ને બૂમ પાડી બોલાવ્યા 

ટોળકી આવી અને સાથે જ જમવા બેસી 

આમ દિવસો પસાર થતા રહ્યા 

એક દિવસ શીતલ બેન , વનિતા બેન જ્યોતિ અને વિધી બધા ખરીદારી કરવા માટે નજીક ના દુકાને જઈ રહ્યા 

" જ્યોતિ ચાલ ને મોડું થાય છે " વિધી નીચે હોલ માંથી બૂમ પાડી રહી .

" અરે આવું છું બાપા " જ્યોતિ ઘડિયાળ પેહરતા પેહરતાં નીચે ઉતરી 

" જ્યોતિ કેટલું મોડું કરે છે બહાર મમ્મી અને કાકી ક્યારના રાહ જુવે છે " વિધી આગળ જતાં જતાં બોલી રહી 

" હા વિધીડા હા " જ્યોતિ પાછળ આવતા આવતા બોલી

અને ચારે જણ બજાર માટે રવાના થઈ ગયા 

શીતલ બેન અને વનિતા બેન દુકાન માંથી ઘરવખરી નો સમાન લઈ રહ્યા હતા જ્યારે જ્યોતિ લીસ્ટ પકડી ને ઊભી હતી

" વિધી બેટા , આગળ ની દુકાને થી પેલો પૂજા નો સમાન તો લઈ આવ "  વનિતા બેન એ વિધી ને કહ્યું 

" હાં મમ્મી જાવ છું " વિધી હાથ માં પૂજા ના સમાન ની લીસ્ટ જોતા જોતા આગળ જઈ રહી 

ત્યાં જ અચાનક તે કોઈક સાથે અથડાઈ 

" અરે , ઓ થોડું જોઈ ને ચાલ ને કે દેખાતું .....…. " વિધી થોડી અટકી 

" માફ કરજો " સામેથી અવાજ આવ્યો 

" હે ... " વિધી વિચારી રહી કે આ તો પેલો જ છોકરો છે સ્ટેશન વાળો 

" ના ના મારો ભ્રમ થયો લાગે છે તે છોકરો અહીંયા ક્યાંથી હોય " વિધી પોતાના મનને મનાવતા બોલી રહી .

" કદાચ એ હોઇ પણ શકે ! " વિધી વિચારતા વિચારતા આગળ દુકાન માં ગઈ અને સમાન લઈ રહી 

" બેટા મંગલું , આ લે લીસ્ટ અને આમાં જે પણ સમાન લખેલો છે તે સરખો જોઈ અને પેક કરી દે , જા "
દુકાનદારે પોતાના નોકર મંગલુ ને લીસ્ટ થમવતા કહ્યું 

મંગલું લીસ્ટ લઈને સમાન પેક કરવા માટે ગયો .


" ઓ કાકા આ પેકેટ નું બોક્સ આપી દયો ને " થોડો જાણ્યો જાણ્યો અવાજ વિધી ને સંભળાયો 

તેણે બાજુ માં જોયું તો બે ઘડી જોતી જ રહી ગઈ 

" આ તો પેલો જ છોકરો છે " વિધી એક્ટસ પેલા છોકરા ને નીરખી રહી 

" આ લે આ જ બોક્સ લેવાનું હતું ને " દુકાનદાર પેલા છોકરાં ને બોક્સ આપતા બોલ્યાં 

" હાં કાકા , આ જ બોક્સ હતું " પેલો છોકરો દુકાનદાર ને પૈસા ચૂકવી જઈ રહ્યો 

વિધી તેને પાછળ થી જતા જતા જોઈ રહી 

" બેટા આ લે તારો સમાન લીસ્ટ મુજબ જ છે " દુકાનદાર વિધી નો સમાન મૂકતા બોલ્યો 

પણ વિધી નું ધ્યાન તો પેલો છોકરો જઈ રહ્યો તેની પીઠ પર જ હતું 

" બેટા આ તારો સમાન " દુકાનદાર બોલ્યો પણ વિધી તો પેલા છોકરા માં જ ધ્યાન પરોવી બેસી હતી 

" અરે બેટા " દુકાનદારે થોડી વિધી ને હલાવી 

" હા કાકા "  વિધી નું થોડું ધ્યાન ભંગ થયું 

" ક્યારનો કહું છું , આ લે તારો સમાન અને લીસ્ટ બધું જોઈ લેજે " દુકાનદાર સમાન અને લીસ્ટ થમાવતા બોલ્યો .

" હાં " વિધી બધો સામાન લીધો અને આગળ પોતાના મમ્મી અને કાકી ને ત્યાં ગઈ 

" લઈ લીધો બધો સમાન " જ્યોતિ એ પૂછ્યું

" હાં હો બધો જ સામાન લઈ લીધો " વિધી સમાન આપતા બોલી 

" ચાલો હવે ઘરે બહુ મોડું થઈ ગયું છે આમ પણ ઘરે જઈને રસોઈ પણ બનાવવાની છે " શીતલ બેન બોલ્યાં 

ચારે જણ ઘર તરફ જઈ રહ્યા હતા પણ વિધી આંખો જાણે બજાર માં કોઈક ને શોધતી હોઈ તેમ ફરી રહી 

તે આજુ બાજુ બધી જગ્યા એ તે છોકરાને શોધી રહી 

" કોને શોધે છે વિધી ? " જ્યોતિ બોલી 

" કોઈને નહિ " વિધી નજર ફેરવતા બોલી 

" તો ચાલ હવે મોડું થાય છે " જ્યોતિ વિધી નો હાથ પકડી ને લઈ જાય છે .

ઘરે આવતા જ જમી પરવારી ને વિધી આડી પડી પણ તેના મગજ માં પેલા છોકરાં ના જ વિચારો ચાલતા હતા . 

આમ ક્યારેક ક્યારેક પેલો છોકરો વિધી ને દેખાઈ જતો .

" કોણ હશે આ ! લાગ્યો તો અહીંયા નો જ ! " વિધી એક દિવસ પોતાના જુલા પર બેસી ને વિચાર કરી રહી . 

વિધી નો આ યથાક્રમ ચાલતો રહ્યો .....

એક દિવસ અચાનક વિધી ઘરે જઈ રહી હતી ત્યાં જ તેની સ્કૂટર નું ટાયર પંચર પડી ગયું .

" અરે .... આને પણ અત્યારે જ પંચર પડવું હતું હે મા હવે અહીંયા મેકીનિક ક્યાંથી શોધું " વિધી સ્કૂટર સાઇડ માં લગાવી વિચારી રહી ......

" એક કામ કરું જ્યોતિ ને જ ફોન કરું " વીધી પોતાના બેગમાં ફોન શોધતી હતી ત્યાં જ તેને યાદ આવ્યું કે પોતે ફોન તો ઘરે જ ભૂલી ગઈ હતી .

" હે મા શક્તિ ફોન તો ઘરે ભૂલી ગઈ " વિધી પોતાના માથા પર ટપલી  મારતાં બોલી " હુ પણ સાવ ડફોળ છું " 

ત્યાં જ ડગ ડગ કરતી બુલેટ નીકળી બુલેટ ચલાવનારે થોડી બુલેટ વિધી ને ત્યાં રોકી .

“ શું થયું ! તમારી સ્કૂટર માં કંઈ પ્રોબ્લેમ થયો છે ? ”  પેલો વાહનચાલક પૂછી રહ્યો

વિધી એ કાંઈ જવાબ ના આપ્યો અને મનમાં વિચારી રહી કે એક તો રસ્તા વચ્ચે સ્કૂટર પંચર થયું અને હવે આવા લફંડરો હેરાન કરશે

પેલા વાહનચાલકે ઘણી વાર પૂછ્યું

વિધી નો મગજ થોડો ગરમ થયો તેણે સામે થોડું જોર થી બોલી

“  તને ભાન નહિ પડતી કે મારે તારી મદદ ની કોઈ જરૂર નથી . હુ તારા જેવા લફંડરો ને સારી રીતે ઓળખું છું એકલી છોકરી જોઈ નઈ કે ..... ”

“ ઓ મેડમ થોડું મો સંભાળીને બોલો ” પેલો છોકરો હેલ્મેટ કાઢતા બોલ્યો .

“ નહિ બોલીશ મો સંભાળી ને તો ..... ”  વિધી એ તેના તરફ નજર ફેરવી અને જોયું ત્યાં તો તે વાહનચાલક બીજું કોઈ નહિ પણ પેલો જ છોકરો હતો જેના વિચારો માં વિધી નુ મન પરોવાયેલું રહેતું

“ કોની સામે બોલો છો કાઈ ભાન પડે છે કે હુ માણસાઈ ખાતર પૂછતો હતો બાકી હુ કાઈ લફંડર કે રસ્તે રખડતો રોમિયો નથી જે રાસ્તે ચાલતી છોકરી ની પાછળ પડે હુ પણ આબરૂદાર ઘરનો દિકરો છું ” પેલો છોકરો બોલી રહ્યો

“ અમમમ ..... માફ કરજો મને એમ કે કોઈક લફંડર છે ” વિધી થોડું અચકાતા બોલી .

“ વાંધો નઈ હવે કહેશો કે શું તકલીફ છે એક તો આટલી રાત થઈ છે ” પેલો છોકરો પૂછી રહ્યો .

“ સ્કૂટર નું ટાયર પંચર થઈ ગયું છે અને આજુ બાજુ માં કોઈક ગેરેજ પણ નથી દેખાતું ” વિધી બોલી .

" તો ઘરે ફોન કરી ને પેલી તમારી બેન ને બોલાવી લ્યો જે તે દિવસે સ્ટેશન પર બોવ બોલતી હતી " પેલા છોકરાએ કહ્યું 

" હુ મારો ફોન ઘરે જ ભૂલી ગઈ છું " વિધી બોલી 

" વાંધો નઈ તો એક કામ કરો મારા ફોન માંથી કોલ કરી લ્યો " પેલા છોકરાએ ફોન આપતા કહ્યું 

" અમમ .... મને નંબર યાદ નથી " વિધી એ નીચું મોઢું કરતા કહ્યું 

" કોઈના નંબર યાદ નથી ? " પેલા છોકરાએ પૂછ્યું 

" ના " વિધી એ નીચે જમીન તરફ જોતા જોતા જ જવાબ આપ્યો 

" વાંધો નઈ , મારી બુલેટ માં બેસી જાઓ હુ તમને ઘરે મૂકી જાવ છું આમ પણ આટલી મોડી રાતે અહીં એકલી છોકરી નું રેહવું સુરક્ષિત નથી " પેલો છોકરો બોલ્યો 

" હાં " વિધી બુલેટ પર પેલા છોકરા ની પાછળ બેસી 

" હવે ઘર નું સરનામું તો યાદ છે કે એ પણ યાદ નથી " પેલો છોકરો હેલ્મેટ પેરતા બોલ્યો 

" હા એ યાદ છે " વિધી બોલી 

" તો વાંધો નઈ બાકી તમારા જેવા નું નક્કી નહિ ઘર નું સરનામું પણ કોઈક પૂછે તો ક્યો કે ભૂલી ગઈ " પેલો છોકરો બુલેટ સ્ટાર્ટ કરતા બોલ્યો .

વિધી નીચું મો કરીને બેસી ગઈ તે છોકરા ની પાછળ 

પેલો છોકરો થોડી ઝડપી બુલેટ ચલાવે છે અને આગળ સ્પીડબ્રેકર આવતા વિધી થોડી આગળ તરફ તેનાથી ટકરાઈ .

" માફ કરજો થોડું ...... " વિધી પાછળ થતા થતા બોલી રહી .

" અહીં સ્પીડબ્રેકર વધારે છે અને બુલેટ ની પાછળ પકડવા માટે કાઈ નથી તો તમે થોડો મને પકડી લ્યો બાકી ક્યાંક પડી જશો " પેલો છોકરો આગળ બુલેટ ચલાવતા ચલાવતા બોલી ગયો .

" ના ચાલશે " વિધી બોલી 

" ના ના કાઈ નહિ પણ તમે પડી જશો એટલા માટે કહું છું પકડી લ્યો મને ચાલશે  " પેલો છોકરો બોલ્યો 

વિધી એ પોતાના કોમળ કોમળ હાથ પેલા છોકરાં ના મજબૂત ખંભા પર મુક્યા 

પહેલી વાર કોઈક પુરુષને સ્પર્શવા માત્ર થી જ વિધી ના રોમ રોમ ના અનેરો રોમાંચ અને આવેગો થવા લાગ્યા 

વિધી પોતાના હાથ માત્ર થી તેના મજબૂત ખંભાઓ ને અનુભવી રહી હતી .

" અહિયાં થી કઈ તરફ " પેલો છોકરો પૂછી રહ્યો 

પણ વિધી તો તેના અનુભવ માં જ તલ્લીન થઈ ગઈ હતી

" ઓ મેડમ , અહીંયા થી કાઈ તરફ ડાબી બાજુએ કે જમણી બાજુએ ? " પેલા છોકરા એ વિધી ના હાથ પર પોતાનો હાથ રાખતા પૂછ્યું 

" હે ..... " વિધી થોડી ચોંકી 

" અહિયાં થી ડાબી બાજુ અને પેલા ફિનિક્સ મોલ થી આગળ ગાયત્રી સોસાઈટી " વિધી બોલી 

" તમે પણ ક્યારેક ક્યારેક વિચારોની દુનિયા માં ખોવાઈ જાવ છો નઈ " પેલો છોકરો બુલેટ ચલાવતા ચલાવતા બોલી રહ્યો 

" હે .... હા " વિધી એ ટૂંકો જવાબ આપ્યો 

અહીં આટલી મોડી રાત થતાં દીકરી ઘરે ના આવતા પિતા જશવંત ભાઈ અને કાકા મહેશ ભાઈ બને ચિંતિત થઈ ગયેલા .

" જશવંત આ આટલી મોડી રાત થઈ દીકરી હજુ નહિ આવી " વનિતા બેન બોલ્યાં 

" ફોન તો કરો એને " મહેશ ભાઈ બોલ્યાં 

" પપ્પા અને કાકા એ પોતાનો ફોન ઘરે જ ભૂલી ને જતી રહી " જ્યોતિ બોલી 

" જશવંત ક્યાં હશે મારી દીકરી " વનિતા બેન થોડા રડવા જેવા થયા 

" આવી જશે ભાભી ચિંતા ના કરો " શીતલ બેન સાંત્વના આપતા બોલી રહ્યા 

" થોડી રાહ જોઈએ બાકી હવે ....... " જશવંત ભાઈ બોલ્યાં 

ત્યાં તો હર્ષ આવ્યો " પપ્પા વિધી આવી ગઈ " 

" આવી ગઈ ! ક્યાં છે એ " જશવંત ભાઈ થોડો રાહત નો શ્વાસ લેતા હર્ષ ને પૂછ્યું 

" અહીં બહાર છે વિધી ચાલો બધા " ઘરના બધા જ લોકો બહાર નીકળ્યા 

ત્યાં જ વિધી પેલા છોકરા સાથે બુલેટ પર ઘરના ડેલા માં પ્રવેશી 

જ્યોતિ એ જોયું

" આ છોકરો કોણ છે " વનિતા બેન બોલ્યાં 

" અરે કાકી આ પેલો એ જ છોકરો છે જે સ્ટેશન પર .....
તમને યાદ નથી કાકા મે કીધુ હતું તમને " જ્યોતિ બોલી 

" હા તો એ આ છોકરો છે " જશવંત ભાઈ અને બધા લોકો જોઈ રહ્યા .

" પણ આ અહિયાં આપણી વિધી સાથે !!!! " શીતલ કાકી બોલ્યાં .

" શી ખબર " જ્યોતિ એ જવાબ આપ્યો 

" હાલ તમારા બધા નું થઈ ગયું હોય તો હવે વિધી આવે તો એને જ પૂછી લઈએ " જશવંત ભાઈ બોલ્યાં. 

બધા લોકો ચૂપ થઈ ગયા . 

વિધી બુલેટ પર થી ઉતરી અને આવી ને સીધી પોતાના પપ્પા ને ભેટી . 

" કેમ બેટા આટલું મોડું થયું ? " મહેશ ભાઈ એ સવાલ કર્યો

" હા વિધી અને તારું સ્કૂટર ક્યાં છે ? " વનિતા બેને પૂછ્યું

" આટલું તે મોડું હોતું હશે " જ્યોતિ બોલી 

" અને આ છોકરો કોણ છે જેની સાથે તું આવી " શીતલ બેને પૂછ્યું 

આ બધા પ્રશ્નો ના વચ્ચે બુલેટ ના ડગ ડગ અવાજ તરફ ની દિશા માં બધા એ જોયું ત્યાં તો પેલો છોકરો પોતાની બુલેટ લઈને જતો રહેલ .

વિધી તેને જતા જોઇ રહેલી .......

" બંધ થાઓ તમે બધા એક તો મારી દીકરી હેમખેમ પરત આવી એની ખુશી મનાવવા ના બદલે તમે પ્રશ્નોના વર્ષા કરો છો . હવે એને શ્વાસ તો લેવા દયો જે કંઈ પણ હોઈ એ ઘર માં જઈને પ્રશ્ન કરજો " જશવંત ભાઈ બોલ્યાં 

" કાકા પણ .... " જ્યોતિ બોલી 

" બસ .... જે કહ્યું તે સમજ માં આવતું નથી જ્યોતિ બેટા " જશવંત ભાઈ બોલ્યાં 

" હાં કાકા " જ્યોતિ બોલી 

" ચાલ વિધી દિકરા અંદર " જશવંત ભાઈ વિધી ને અંદર લઇ જતા રહ્યા 

બધા અંદર ગયા અને વનિતા બેને વિધી ને પાણી આપ્યું 
" આ લે બેટા પિય લે " 

વિધી એ પાણી પીધું અને થોડી સોફા પર બેસી 

" હવે વિધી બેટા જણાવ કે આ બધું શું છે " જશવંત ભાઇ એ પ્રશ્ન કર્યો 

" તો પપ્પા એમાં થયું શું કે ..... " વિધી એ માંડી ને બધી વાત કરી ..

" તો એ છોકરો સારો કેવો પડે ને કે જે આપણી દીકરી ને હેમખેમ ઘરે મૂકી ગયો " વનિતા બેન બોલ્યાં 

" તો તો આપણે તેનો ધન્યવાદ કરવો જોઈએ " મહેશ ભાઈ બોલ્યાં 

" બેટા તને ખબર છે કે એ કોણ છે અને ક્યાં રહે છે " જશવંત ભાઈ એ પૂછ્યું

" ના પપ્પા મને તો એ છોકરા નું નામ પણ નહિ ખબર " વિધી બોલી 

" વાંધો નઈ બેટા ક્યારેક એ છોકરો પાછો મળે ત્યારે તેને ઘરે ચા પાણી માટે લઈને આવજે " જશવંતભાઈ બોલ્યાં 

" અને જ્યોતિ આજ પછી તું હંમેશા વિધી સાથે બહાર જઈશ " જશવંત ભાઈ એ જ્યોતિ ને કહ્યું 

" હાં કાકા " જ્યોતી એ હા ભણી 

આમ દિવસો પસાર થતા રહ્યા પણ વિધી ના મન માં તો પેલા છોકરા ના જ વિચારો ભમી રહ્યા ...... 

આમ અવાર નવાર તે છોકરા નો અને વિધી નો ભેટો થતો રહેતો ....

" એક્સક્યુઝ મી મિસ ..... આ તમારું બેગ તમે ભૂલી ગયા " પેલો છોકરો વિધી તરફ આવી ને બોલ્યો 

બેગ વિધી ના હાથ માં થમવતાં બોલ્યો " તમે તો પેલાં જ ને જેને પોતાના ઘર નો નંબર યાદ નહિ " પેલો છોકરો થોડું હસ્યો 

" હાં હો હુ એ જ " વિધી બેગ લેતા બોલી 

" એટલે જ હું વિચારું કે કોઈ આવડું મોટું બેગ કાઈ રીતે ભૂલી શકતું હશે પણ આતો તમે છો એટલે સમજી શકું કે ..... " પેલો છોકરો હસ્યો 

" કે ..... " વિધી થોડું મો મચકોડતા પૂછ્યું

" કે ...... તમે મિસ નહિ પણ ..... " પેલો છોકરો બોલતા અટક્યો 

" પણ .... " વિધી એ સામે પ્રશ્ન કર્યો

" તમે તો મિસ ભૂલકક્કડ છો " પેલો છોકરો ખુલી ને હસ્યો 

" શું બોલ્યાં તમે " વિધી એ મો ચડાવી ને પૂછ્યું 

" કાઈ નઈ બાબા મજાક કરું છું " પેલો છોકરો બોલ્યો 

" તો તો તમે પણ મિસ્ટર નહિ ને " વિધી બોલી 

" તો .... " પેલા છોકરા એ સામે પ્રશ્નાર્થ કર્યો

" મિસ્ટર ભૂતડું " વિધી હસતા હસતા બોલી

" કેમ ભૂતડું ? " પેલા છોકરા એ સવાલ કર્યો 

" કેમ કે હું જ્યાં જોવ ત્યાં તમે હોવ જ ક્યારેક સ્ટેશને ક્યારેક બુલેટ પર તો આજે અચાનક અહીં ..... " વિધી બોલી 

" આ તો તમારા જેવા ભુલ્લકડો માટે અમારા જેવા સારા માણસો ને બનાવ્યા છે કે જાઓ આવા ભુલ્લક્કડો ની મદદ કરો વત્સ " પેલો છોકરો હસ્યો

" માણસ કે પછી ભૂતડા " વિધી મજાક કરતા કરતા બોલી રહી ....

" ભૂતડા તો ડરાવના હોઈ પણ હુ તો હેન્ડસમ છું " પેલો છોકરો કોલર ઠીક કરતા બોલ્યો 

" હા એ તો છે હેન્ડસમ તો ખરા પણ ...... હેન્ડસમ ભૂતડા " વિધી ખડખડાટ હસી રહી ...

" હે ભગવાન લોકો ને સારા માણસો ની કદર જ નહિ રહી પ્રભુ " પેલો છોકરો ઉપર તરફ જોતા જોતા બોલ્યો 

" બસ બસ હવે ચાલો હુ જાવ મારી બસ આવી ગઈ " વિધી બેગ લેતા બોલી 

" ઠીક છે જાઓ મિસ ભુલક્કડ " પેલો છોકરો બોલ્યો 

" બાય " વિધી બોલી 

" બાય , ફરી મળ્યા " પેલો છોકરો બોલ્યો 

વિધી બસ પાસે પહોંચી પાછળ વળી ને જોયું 

" ઓ .... મિસ્ટર ભૂતડા , મારું નામ વિધી છે મિસ ભુલક્કડ નહિ " વિધી એ મંદ હાસ્ય સાથે કહ્યું

" હા વિધી ભુલક્કડ બસ " પેલો છોકરો હસ્યો 

" અને હા સાંભળો " વિધી બોલી 

" હા બોલો " પેલો છોકરો બોલ્યો 

" હસતા હોઉં ત્યારે બોવ જ ક્યૂટ લાગો છો ભૂતડું " આમ કહી વિધી બસ માં બેસી ત્યાં તો બસ જતી રહી .......

પેલો છોકરો પણ મંદ હાસ્ય સાથે પોતાની બુલેટ લઈને જતો રહ્યો ........

મહિના માં એક વાર , પખવાડિયા માં એક વાર , અઠવાડિયા માં એક વાર અને હાલ તો રોજ બંને એક બીજા ને મળતા ......

બન્ને સાથે બુલેટ રાઇડ તો ક્યારેક શોપિંગ તો ફરવા  , પિકચર જોવા અને ક્યારેક ક્યારેક તો જમવા માટે પણ જોડે જ જતા

આમ મુલાકાતો નો સિલસિલો વધતો ગયો અને બન્ને એક બીજા ની નજીક આવતાં ગયાં ....

" ભૂતડું ઓ ભૂતડું " વિધી પેલા છોકરા ની મસ્તી કરી હેરાન કરી રહી 

" શું છે ભુલક્કડ વિધી  " પેલો છોકરો બોલ્યો .

" આ તારા વાળ માં કંઇક લાગ્યું છે " વિધિ બોલી 

" ક્યાં લાગ્યું છે સારા તો છે વાળ " પેલો છોકરો વાળ સરખા કરતા કરતા બોલ્યો .

" તો આ શું છે " વિધી વાળ ખેંચતા બોલી 

" ઓય , વિધિડી શું કરે છે વાળ છોડ મારા " પેલો છોકરો વાળ છોડવતા બોલ્યો .

" અરે બાપા વાળ છોડ તું ભૂતડા " પેલા છોકરા એ વિધી ના વાળ પકડ્યા 

" છોડ હવે વિધિડા " પેલો છોકરો બોલ્યો 

પેલા છોકરા વાળ છોડવાના પ્રયાસ સાથે અજાણતા જ વિધી નો હાથ ઝાલ્યો .

વિધી એ આ જોયું તેનાં  શરીરમાં જાણે ઝણઝણાટી ફેલાઈ ગઈ તેણે વાળ છોડ્યા .

" હા એમ , હુ પણ તારા કરતાં ઓછો તોફાની નથી હો વિધીડા ...." પેલો છોકરો વાળ સરખા કરતા બોલ્યો .

" હા .... " વિધી તેને જ નિહાળી રહી ......

" હા ..... એમ શું જોઈ છે વિધી " પેલા છોકરા એ વિધી ના પીઠ પર હળવી ટપલી મારતાં કહ્યું



" કાઈ નઈ " વિધી બોલી 

" અરે બોલને " પેલો છોકરો બોલ્યો 

" કાઈ નઈ , જ્યારે સમય આવશે ત્યારે કહી દઈશ " વિધી બોલી 

" ચાલો તો હવે હું તને ઘરે મૂકી જાવ હા " પેલો છોકરો ઊભો થયો 

" હા ચાલ આમ પણ ઘણું મોડું થઈ ગયું છે " વિધી બોલી .

અને બંને બુલેટ પર બેસી ને વિધી ના ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા .

અહીં જશવંત ભાઈ અને ઘર માં બધા જ લોકો ને વિધી અને આ છોકરા વિશે ખબર હતી મહેશ ભાઈ અને બધા લોકો એ વિધી ને પેલા છોકરા સાથે ઘણી વાર જોઇ હતી .
પણ ક્યારેય વિધી સામે પોતાને બધું ખબર છે એવી જાણ થવા નહોતી દીધી .

વિધી ઘર માં આવી અને સોફા પર બેઠી .

" આ લે પાણી " હર્ષ વિધી ને પાણી આપતા બોલ્યો 

" હા " વિધી પાણી નો ગ્લાસ લેતા બોલી .

" શું વિધી બેટા કેવું ચાલે છે " જશવંત ભાઈ બુક માં કંઇક લખતા બોલ્યાં .

વિધી ને લાગ્યું સામાન્ય રીતે પપ્પા પૂછે છે 

" બસ સારું પપ્પા બધું સારું છે " વિધી પાણી પીતા પીતા બોલી .

" સારું છે ને પેલા છોકરાં ને ? " જશવંત ભાઈ બોલ્યાં 

" કોણ છોકરો પપ્પા " વિધી બોલી 

" એ જ છોકરો જેની સાથે તું આખો દિવસ પોતાનો સમય વિતાવે છે " વનિતા બેન પાણી નો ગ્લાસ લેતા બોલ્યાં 
" એ ........... " વિધી બોલતા અટકી .

" આજે ક્યાં મોટા તળાવે ગયા હતા કે ફરવા ? " મહેશ ભાઈ એ પૂછ્યું .

" ના ..... હા ..... " વિધી થોડી ઘબરાઈ 

" હા તો વનિતા ભાભી પેલો છોકરો જ અત્યારે સોસાયટી ના ગેટ પર મૂકી ગયો ને " શીતલ કાકી એ ઉમેર્યું .

" પપ્પા એ ફક્ત ..... " વિધી બોલી 

" આ બધું શું છે વિધી હવે કઈક બોલીશ ? " વિધી ના મમ્મી વનિતા બેન એ પૂછ્યું 

" મમ્મી ..... એ ..... " વિધી થોડી અચકાતી હતી બોલવામાં 

" એ શુ વિધી " વનિતા બેન ગુસ્સા માં બોલ્યાં 

" મમ્મી , હુ ખોટું નઈ બોલીશ પણ મને એ છોકરો ગમે છે " વિધી બોલી 

" ગમે છે એટલે ..? " વિધી ના કાકી શીતલ બેન એ પૂછ્યું 

" ગમે છે એટલે કાકી હું પ્રેમ કરું છું એને અને એને મન થી વરી ચૂકી છું . પોતાનો માની ચૂકી છું " વિધી બોલી ગઈ ...

"તુ ઓળખે છે એ છોકરા ને કે કાઈ ખબર પણ છે તને એ છોકરા વિશે ? અને કહે છે કે પ્રેમ કરે છે અને મન થી વરી ચૂકી છે ! આ બધું બોલવામાં સારું લાગે ખરી દુનિયા ની વાસ્તવિકતા અલગ છે વિધી .... " વિધી ના મમ્મી બોલી રહ્યા ......

" મમ્મી , મારે એના વિશે કાઈ પણ નથી જાણવું બસ મારા માટે એટલું કાફી છે કે હું એને પ્રેમ કરું છું અને એના વગર નહિ રહી શકું " વિધી રડતા રડતા બોલી .

" વિધી ના પપ્પા આને કઈક કહો " વનિતા બેન બોલ્યાં 

" વિધી .... " જશવંત ભાઈ બોલ્યાં 

" પપ્પા , તમે તો સમજો .….. " વિધી અશ્રુ ભરેલી આંખે પોતાના પપ્પા ને કહી રહી 

" વિધી બસ .......... " જશવંત ભાઈ બોલ્યાં 

"હ .... ' વિધી એક દમ ચોંકી ઉઠી 

" આજ પછી એ છોકરા ને કેજે કે સોસાયટી ના ગેટ પર છોડવા ના આવે બધા લોકો જોવે તો કેવું લાગે કે જશવંત ભાઈ નો થનારો જમાઇ તેની પત્ની ને ગેટ પર જ મૂકવા આવે છે ઘર સુધી ક્યારેય આવતો નથી " જશવંત ભાઈ બોલ્યાં 

" પપ્પા એ આજ પછી ....., " વિધી થોડી અટકી પોતાની ને જોઈ કે પપ્પા શું બોલ્યાં .

પોતે જે સાંભળ્યું તેના પર વિધી ને ભરોસો નહોતો આવી રહ્યો ....

" જમાઇ .... " વિધી પોતાના પપ્પા ને જોઈ રહી 

" હા તો જમાઇ બનશે તો જમાઇ જ કહીશ ને નઈ મહેશ ! " જશવંત ભાઈ બોલ્યાં .

" હાસ્તો જમાઇ જ ને " વિધી ના કાકા હસતા હસતા બોલ્યાં .

" કાકા આ બધું ...... " વિધી ને કાઈ પણ સમજ માં નહોતું આવી રહ્યું .

" હાં બેટા તારા પપ્પા અને મને તો બધું ક્યારનું ખબર છે " મહેશ ભાઈ બોલ્યાં .

" અને ફક્ત એમને જ નહિ પણ મને , તારા કાકી , બા અને આ તારા ભાઈ બહેનો બધા ને જ આ વાત ની ક્યારની જાણ છે " વનિતા બેન બોલ્યાં 

" તો કયારેય કીધુ કેમ નહિ " વિધી આંસુ લૂછતાં લૂછતાં બોલી 

" અમને એવું હતું કે તું કોઈક સારો અવસર જોઈને કહી દઈશ પણ તે તો આટલો સમય વીતવા છતાં પણ કાઈ કહ્યું નહિ તો અમને એમ લાગ્યું કે અમે જ તારી સાથે થોડી મસ્તી કરી લઈએ એ બહાને તુ પોતે બધું કહી પણ દે  " મહેશ ભાઈ બોલ્યાં 

" હા ...... તમે બધા એ મળી ને મારી સાથે આવી મસ્તી કરી હે પપ્પા " વિધી એ થોડું ગુસ્સા મા પોતાના પપ્પા તરફ જોયું 

" મે નઈ હા બેટા આ બધો પ્લાન આ તારી કાકી નો હતો " જશવંત ભાઈ એ શીતલ બેન તરફ ઈશારો કરતા કહ્યું

" હા અને અમે તો તારા કાકી એ કહ્યું તેમ જ કર્યું " વનિતા બેન એ સાથ દીધો 

" કાકી તમે .... " વિધી એ કાકી ને જોયા 

" અરે ...... મે ક્યારે કીધું આવું ..... હે ...મહેશ " શીતલ બેન બોલ્યાં .

" હા તે જ તો કીધુ હતું કે વિધી આપણા બધા સાથે મસ્તી કરે છે તો આપણે પણ વિધી સાથે થોડી મસ્તી કરી લઈએ " મહેશ ભાઈ બોલ્યાં 

" હે ભગવાન ...... તમે બધા એક થઈને મને ફસાવો છો ... વિધી બેટા મે કાઈ એવું નથી કહ્યું હો ..... " શીતલ કાકી વિધી ને મનાવતા મનાવતા બોલ્યાં . 

" તમે બધા આવું જ કરો છો મારી સાથે " વિધી પોતાના રૂમ તરફ દોડતા બોલી 

" મારા જમાઇ ને કેજે કે મને મળી લે લગ્ન ની વાત કરવી છે હવે તારા હાથ પણ પીળા કરી દઈએ જલ્દી થી " જશવંત ભાઈ રમૂજ કરતા બોલ્યાં .

" પપ્પા તમે પણ ..... તમે બધાં મને હેરાન કરો છો " વિધી શરમાતા શરમાતા પોતાના રૂમ માં ગઈ અને પોતાના લગ્ન પોતે જેને પ્રેમ કરે છે તેની સાથે થશે તેના વિચાર માત્ર થી શરમાઈ ને લાલ થઈ ગઈ .

બીજા દિવસે વિધી સાંજ ના સમયમા જલ્દી તૈયાર થઈ ગઈ કેમ કે આજ તેને પેલા છોકરા ને મળવાનું હતું .

વિધી પોતાનો પર્સ લઈને જઈ રહી હતી 

" મમ્મી , હુ જાવ છું હો " વિધી પર્સ માં બધું ચેક કરતા બોલી 

" હા બેટા , મારા જમાઇ લેવા આવી ગયા લાગે છે સોસાયટી ના ગેટ પર નઈ ! " વનિતા બેન બોલ્યાં 

" હાસ્તો વનિતા   " મહેશ ભાઈ હસ્યા .

" પપ્પા તમે પણ .... " વિધી શરમાઈ ગઈ 

" હા , જશવંત દીકરી હવે મોટી થઈ ગઈ ... "  વનિતા બેન સોફા પર ઓશિકા સરખા કરતા બોલ્યાં .

" હવે તો એને બીજા ઘરે જવું પડશે પોતાનું ઘર અને પરિવાર છોડી ને ...... બીજા પરિવાર ને પોતાનો પરિવાર સમજી ને અપનાવવો પણ પડશે .... હવે એ જ ઘર એનું હશે અને આ ઘર પારકું " પોતાની દીકરી પારકી થવાની છે એના વિચાર થી વનિતા બેન ની આંખો માં થોડી ભિનાશ આવી ગઈ .

" મમ્મી ....... " વિધી પણ આ સાંભળી થોડી રડવા જેવી થઈ ગઈ 

" બેટા ...... "વનિતા બેન બોલ્યાં 

" નઈ મમ્મી આવું જ હોઈ તો હું તમને કે પરિવાર ને મૂકી ને ક્યાંય નહિ જાઉં , માટે લગ્ન નથી કરવાં " વિધી રડતા રડતા બોલી .

શીતલ બેન અને મહેશ ભાઈ પોતાની વહાલસોયી દીકરી વિધી ને જોઈ રહ્યા .

“ દીકરીઓ જલ્દી મોટી થઈ જાય છે , નઈ મહેશ ! ”

આમ બોલતા શીતલ બેન ની આંખો માંથી પણ અશ્રુઓ ની ધારા વહેવા માંડી .

" ના હો બેટા , દીકરી તો પારકી થાપણ કેહવાય એને ઘર માં થોડી હંમેશા માટે રખાય . અહિયાં તો તું ફક્ત દીકરી હતી ત્યાં તુ લગ્ન કરીને ને જઈશ તો તારે પત્ની , ભાભી અને માટે કેટ કેટલા રૂપ માં બધા ની સેવા કરવાની છે . હા બેટા હંમેશા યાદ રાખજે કે એ પણ તારો જ પરિવાર છે સાસુ સસરા ને માં બાપ અને નણંદ દિયર ને પોતાના ભાઈ બહેન સમજી ને હંમેશા સાચવજે અને પોતાના માં બાપ ની ઈજ્જત વઘાર જે . " જશવંત ભાઈ વિધી ને પોતાની પાસે બેસાડી ને સમજાવી રહ્યા 


" વાંધો નઈ પપ્પા હું તમારી અને મમ્મી નું નામ ઉજ્જવળ કરીશ હુ ત્યાં જઈ બધા ની સેવા કરીશ  " વિધી આંસુ લૂછતાં બોલી 

" મારી દીકરી .. " જશવંત ભાઈ પોતાની દીકરી ને ભેટી ને બોલ્યાં .

" ચાલો હવે બાપ દીકરી નો ભરત મિલાપ થઈ ગયો હોઈ તો જશવંત જવા દયો એને પેલો છોકરો ક્યારનો રાહ જોતો હસે " 
વનિતા બેન બોલ્યાં 

" હા એ તો હું ભૂલી જ ગયો કે જમાઇ રાહ જોતા હસે નઈ વિધી " જશવંત ભાઈ વિધી ને ચીડવતા બોલ્યાં 

" હા હો પપ્પા તમારા જમાઇ રાહ જોતા હસે , ચાલો હું જાવ આમ પણ મારે મોડું થઈ ગયું છે " વિધી પર્સ લેતા બોલી 

" આવજો બેટા " જશવંત ભાઈ બોલ્યાં 

" હા પપ્પા " વિધી દોડતી દોડતી ચાલ્યી ગઈ 

" દીકરીઓ કેટલી જલ્દી મોટી થઈ જાય છે નઈ વનિતા " જશવંત ભાઈ પોતાની લાડકી દીકરી ને જતા જોઇ રહ્યા 

" હાં એ તો છે જશવંત " વનિતા બેન બોલ્યાં 

બંને પોતાની દીકરી ને જોઈ રહ્યા એને તેમના માનસપટલ પર નાની વિધી ની છબી છવાઈ ગઈ કે નાની હતી ત્યારે કેટલી જિદ્દી હતી આખાય ઘર માં દોડાદોડી કરીને આખા ઘરને માથા પર લઈ લેતી આજ આટલી મોટી થઈ ગઈ કે આખાય ઘર ની જવાબદારી સંભાળી શકે .

અહીં પેલો છોકરો ક્યારનોય વિધી ની રાહ જોઈ રહ્યો હતો સોસાયટી ના ગેટ પર 

વિધી આવી પાછળ થી તેના ખંભા પર ટપલી મારી 

" ઓય ભૂતડું કોની રાહ જુવે છે " વિધી બોલી 

પેલા છોકરા એ પાછળ વળી ને જોયું અને વિધી ના પીઠ પર જોર થી માર્યું 

" ઓય મા આટલું તે જોર થી કોઈ મારતું હશે " વિધી પીઠ પર હાથ રાખતા બોલી

" આટલી વાર હોઈ તે કાઈ , ક્યાર નો રાહ જોવ છું તારી " પેલો છોકરો બોલ્યો 

" માફ કરી દે બાબા ઘરના બધા હતા એટલે મોડું થઈ ગયું " વિધી કાન પકડતા બોલી 

" વાંધો નઈ ચાલ બેસ હવે રેસ્ટોરન્ટ જવા માટે મોડું થઈ રહ્યું છે અને ટેબલ પણ મે બુક કરી દીધું છે " પેલો છોકરો બુલેટ સ્ટાર્ટ કરતા કરતા બોલ્યો 

" ના આજે રેસ્ટોરન્ટ નહિ જવું " વિધી પાછળ બેસતા બોલી 

" તો ક્યાં જવું છે મેડમ સાહિબા ને " પેલો છોકરો બોલ્યો 

" ચાલ હું તને મારી સૌથી મનપસંદ જગ્યા પર લઈ જાવ છું જ્યાં હુ બહુ ખુશ હોઉં ત્યારે જાવ છું " 

" અચ્છા એવું તો જઈએ ચાલો " પેલો છોકરો બુલેટ લઈને જાય છે 

વિધી પાછળ બેસી ને રસ્તો બતાવે છે 

" અહિયાં નઈ બુધ્ધુ સીધું જવા દે અને ચોક ની આગળ થી જમણે લેજે ભૂતડું " વિધી બોલી રહી

" હા બાબા ચલાવું છું " પેલો છોકરો બુલેટ હંકારતા બોલ્યો 

" હા બસ અહી જ " વિધી બોલી 

" અહિયાં ... " પેલો છોકરો બુલેટ પાર્ક કરતા બોલ્યો 

" હા અહિયાં જ " વિધી બોલી 

" ઓહો તો આ છે અમારા મેડમ સાહિબા ની સૌથી મનપસંદ જગ્યા " પેલો છોકરો બોલ્યો 

" હાસ્તો આજ છે એ જગ્યા " વિધી બોલી 

" ઓહો બહુ જ સુંદર જગ્યા છે " પેલો છોકરો આજુ બાજુ માં નિરીક્ષણ કરતા બોલ્યો 

એક સરસ મજા નો દરિયોકાંઠો હતો સામે લેહરો ના ઉછાળો મારતો ભરપુર દરિયો હતો . અહિયાં રેતી થી ભરેલ બીચ હતું ઠંડા ઠંડા પવન ના ઝોકાઓ પણ વાતાવરણ ને ઠંડક આપી રહ્યા હતા અને સામે સૂર્યદેવ હવે ધીરે ધીરે દરિયા માં આથમવાં ની તૈયારી માં હતા આહલાદક નઝારો હતો .




" ઑય ભૂત બેસ અહિયાં " વિધી એ પેલા છોકરા ને બોલાવ્યો 

" હા ભુલ્લકક્કડ " પેલો છોકરો વિધી ની બાજુ માં બેઠો .

બંને જણા આ અદ્ભુત નજારો માણી રહ્યા ...

" કેટલો આહલાદક વાતાવરણ છે નઈ વિધી " પેલો છોકરો બોલ્યો 

" હા " વિધી એ હામી ભરી 

" તો મેડમ સાહિબા હવે ક્યો કે ક્યારેય નહિ ને આજે કેમ લઈને આવ્યા અહી તમે મને , તે કહ્યું કે તું જ્યારે બહુ જ ખુશ હોઈ ત્યારે અહી આવે છે તો હવે તો એ ખુશી નો રાઝ કે .... " 

વિધી પેલા છોકરા ને જ જોઈ રહી .

" શું થયું કેમ આમ જુવે છે ઓહ હુ ભૂલી ગયો કે તું તો નહિ કહીશ મે પેલા પણ તને આવો જ સવાલ કર્યો હતો અને તે કીધુ હતું કે સમય આવશે ત્યારે કહીશ . ખબર નઈ એ સમય ક્યારે આવશે ...... " પેલો છોકરો હસતા હસતા બોલી રહ્યો .

અચાનક આજે સામે થી પેહલી વાર વિધી એ પેલા છોકરા નો હાથ પકડ્યો .

“ આજ એ સમય આવી ગયો છે ”  વિધી ની આંખો માં કંઇક અજીબ જ લાગણીઓ નો પ્રવાહ હતો .

“ હા તો બોલ ” પેલો છોકરો બોલ્યો .

“ તને હંમેશા એ પ્રશ્ન રહે છે ને કે હું તને હંમેશા આમ કેમ જોવ છું ” વિધી બોલી

“ હા ” પેલો છોકરો બોલ્યો .

“ સત્ય તો એ છે કે હુ તારા માં મારો કોઈ સામાન્ય મિત્ર નહિ પણ એક પતિ જોઉં છું . મે તને ક્યારેય મિત્ર ની નજરથી જોયો જ નથી હુ તો તને હંમેશા એક પ્રેમિકા ના દૃષ્ટિએ જોઉં છું .”

પેલો છોકરો વિધી ને જ એક્ટસ જોઈ રહ્યો ..........

“ હા હુ  તમને પ્રેમ કરું છુ અને આજકાલ થી નહિ પણ જ્યારે આપણી પેહલી મુલાકાત થઈ ત્યાર થી જ હુ તમને મારું સર્વસ્વ માની બેઠી છુ . મારા ઘરે પણ બધા લોકો ને આપણા વિશે બધું જ ખબર છે એમણે જ મને કહ્યું છે કે તમે મારા ઘરે આવીને રીતરિવાજ સાથે એક વાર મારો હાથ માંગી જાઓ .

મે તમારા સિવાય કોઈ પરપુરુષ ને જોયો પણ નથી ફક્ત તમને જ  મારા પતિ માન્યા છે હવે મે મારા પ્રેમ નો ઈઝહાર કરી દીધો છે ફેંસલો તમારા હાથ માં છે ” .

વિધી એ નીચું મોઢું કરી દીધું અને વિધી એ પેલા છોકરા નો હાથ છોડતી હતી ત્યાં પેલા છોકરા એ વિધી નો હાથ પકડ્યો .

“ વિધી પ્રેમ હુ પણ તને કરું છું પણ તારા ઘરના નહિ માને ” પેલો છોકરો બોલ્યો .

“  હુ મનાવિશ ને કેમ નહિ માને ” વિધી આંખો માં આંસુ સાથે બોલી . 

“ કેમ કે હું ...... ” પેલો છોકરો અચકાતા બોલ્યો .

“  હુ શુ ......... ” વિધી એ પૂછ્યું .

“ કેમ કે હું અનાથ છું મારી આગળ પાછળ કોઈ નથી અને એવા છોકરા ની સાથે કોણ બાપ પોતાની એક ની એક દીકરી ના લગ્ન કરાવે તું જ કે ” પેલો છોકરો બોલ્યો .

“ તમે અનાથ છો !!!!! ”વિધી એ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું .

“  હા , પ્રેમ હુ પણ તને કરતો હતો પણ ક્યારેય કહેવાની હિંમત ના ચાલી કેમ કે હું મારી વાસ્તવિકતા જાણતો હતો કે મારા જેવા અનાથ ........ ” પેલો છોકરો બોલી રહ્યો .

ત્યાં જ વિધી એ તેને વચ્ચે અટકાવ્યો .

“ શું બોલ્યાં તમે !!!!! તમે કાઈ અનાથ નથી હુ છું તમારાં માટે અને આજ થી તમે મારા બસ અને  પપ્પા ને હુ મનાવિશ અને જો તે ના માન્યા તો હું આખી જિંદગી કુંવારી રહી જઈશ પણ બીજા ના નામનો ચૂડલો તો ક્યારેય નહીં પેહરુ ” વિધી રડતા રડતા બોલી .

“ મારી મિસ ભુલ્લલકડ મને આટલો પ્રેમ કરે છે મને તો ખબર જ નહોતી ”  પેલો છોકરો વિધી ને ભેટી શાંત કરાવી રહ્યો .

“  અને આજ પછી ક્યારેય પોતાને અનાથ કહ્યું છે તો જોઈ લેજો ” વિધી પેલા છોકરા નો હાથ જોર થી પકડી ને બોલી .

“ નઈ બાબા આજ પછી ક્યારેય નહી બોલીશ બસ ” પેલો છોકરો બોલ્યો .

“ હા બસ એમ ”  વિધી એ તેને પકડ્યો જ હતો .

“ અને હા હું પણ ફક્ત તારો જ છે અને હંમેશા ફક્ત તારો જ  રહીશ ” પેલો છોકરો બોલ્યો .

સૂર્ય દેવ ધીરે ધીરે દરિયા માં સમાઈ રહ્યા હતા અને પોતાનો સોનેરી પ્રકાશ ફેલાવી રહ્યા હતા . આવા પ્રેમમયી વાતાવરણ મા વિધી અને બંને એક બીજા ની ખુબ જ નજીક આવી ગયા હતા .

“ હુ બહુ જ ખુશ છું આજ મને મારું સર્વસ્વ અહી મળી ગયું ” વિધી બોલી રહી ....

“ હુ પણ ” પેલો છોકરો બોલ્યો .

“  બસ હવે એક જ ઈચ્છા બાકી રહી ગઈ છે જે તમે જ પૂરી કરી શકો છો ” વિધી બોલી .

“  કંઈ ઈચ્છા બોલ તારી ઍક નહિ દરેક ઈચ્છા હુ પૂરી કરીશ તું ખાલી હુકુમ કર ” પેલો છોકરો બોલ્યો .

વિધી પેલા છોકરા ની નજીક ગઈ અને તેનો હાથ પોતાના હાથ માં લઈને બોલી .

“ હવે જલ્દી થી જાડેરી જાન જોડી ઘરે આવો અને મને તમારી બનાવી ને હંમેશા માટે લઈ જાઓ ”  વિધી ની આંખો માં ઘણી બધી અભિલાષાઓ હતી .

“ જલ્દી આવીશ અને તને મારી બનાવી ને હંમેશા માટે લઈ જઈશ ” પેલો છોકરો બોલ્યો .

“ સાચે ” વિધી ખુશ થતા બોલી .

“ હા સાચે , હવે તૈયાર થઈ જા મારા નામનું પાનેતર અને ચૂડલો પહેરવા માટે ” પેલો છોકરો વિધી ની ખૂબ નજીક આવી ગયો .

વિધી શરમાઈ ગઈ .

“ પછી તો તારા સેથા માં મારા નામ નું સિંદૂર પુરાશે અને આ ગળા માં મારા નામ નું મંગળસૂત્ર ...... અને હા મારા નામ નું પાનેતર અને મારા નામ ની ચુંદડી પણ ..... ”

વિધી પૂરી શરમાઈ ને લાલચોળ થઇ ગઈ અને પેલા છોકરા ના છાતી પર પોતાનું માથું ઢાળી દીધું .

“ અરે અત્યાર થી આમ કરીશ તો આગળ તો હજુ ....... ” પેલો છોકરો બોલ્યો ત્યાં વિધી એ તેના મો પર હાથ મૂકી દીધો .

“ શું તમે પણ સાવ ગાંડા છો હો , કેવું બોલું છો તમે પણ ”  વિધી શરમાતા શરમાતા બોલી .

સૂર્ય આથમી જ ગયો હતો અને રાતરાણી પોતાના આગમન ની તૈયારી માં જ હતી 

ત્યાં અચાનક જ પેલા છોકરાં એ વિધી ને પોતાની તરફ ખેંચી 

" શું કરો છો " વિધી શરમાતા શરમાતા બોલી 

" કાઈ નઈ મારી વિધી ને મારી બનાવું છું " પેલો છોકરો વિધી ની આંખો માં આંખો પરોવતા બોલ્યો 

" હા હો આટલો પ્રેમ કરો છો તમારી વિધી ને કે એના વિશે બધુ જાણી લીધું અને આજ સુધી પોતાનું એક નામ પણ નથી કહ્યું " વિધી શરમાતા બોલી 

" કેમ નામ જાણી ને શું કરીશ ? કહીશ તો તું મને ભૂતડું જ ને  " પેલો છોકરો મસ્તી કરતા બોલ્યો .

" ના હવે " વિધી બોલી 

" તો કેમ જાણવું છે " પેલો છોકરો બોલ્યો

" જેને પ્રેમ કરું એનું નામ તો ખબર હોવી જોઈએ ને મારા હૈયા પર કંડારવા માટે " વિધી એ શરમાઈ ને લાલ થઈ ગઈ 

પેલા છોકરા એ વિધી ને પોતાની તરફ ખેંચી બંને ખૂબ જ નજીક આવી ગયા વચ્ચે થી હવા ને પણ પસાર થવા માટે જગ્યા નહોતી 

વિધી ની આંખો માં જ જાણે ડૂબી ગયો હોઈ તેમ પેલો છોકરા એ વિધી ની ગરદન પકડી નજીક લાવી અને પોતાની તરફ વિધી નું મો નજીક લાવી બોલ્યો 

' મારું નામ ........... " 

અચાનક જ ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની વ્હિસ્ટલ વાગી અને વિધી ઝબકી ને જાગી . વિધી એ આજુ બાજુ નજર ફેરવી .

" એ ક્યાં ગયા !! અને હું અહી ક્યાં થી હુ તો તેની સાથે દરિયાકાંઠે ....... " વિધી બેબાકળી થઈ આજુબાજુ બધે જોવા માંડી .

વિધી થોડી શાંત થઈ અને તે સમજી ગઈ કે તે બધું એક સપનું હતું વાસ્તવિકતા નહિ .

તેને યાદ આવ્યું કે પોતે પોતાની બેન જ્યોતિ ને અહી લેવા આવી હતી અને ટ્રેન ની રાહ જોતા જોતાં પોતે બાંકડા પર જ સૂઈ ગયેલી 

તેણે જોયું કે જ્યોતિ ની ટ્રેન થોડી મોડી પડી લાગે છે .
વિધી એ સામે જોયું ત્યાં તો સામેથી જ્યોતિ આવી રહી હતી .

" વિધી મારી બેન ! " આમ કહી જ્યોતિ પોતાની બહેન ને ભેટી .

" હા " વિધી પણ પોતાની બહેન ને ભેટી પણ તેના મન માં પેલા સપના વિશે જ બધું ચાલી રહ્યું હતું .

" આટલા સમય પછી મારી બેન ને હુ મળી હુ આજે બહુ જ ખુશ છું ચાલ હવે ઘરે બધા રાહ જોતા હસે ને નઈ " જ્યોતિ ખુશ થતા બોલી .

" આમ શું જોઈ છે હુ જ્યોતિ જ છું તારી બેન " જ્યોતિ સમાન લેતા બોલી 

" હા , એવું લાગ્યું જાણે કે તું આજે નઈ પણ ક્યારની ઘરે મારી સાથે હતી " વિધી બોલી.

" હવે તો ઘરે જ રહીશ ને " જ્યોતિ સમાન મૂકતા બોલી .

વિધી એ જ વિચારી રહી હતી કે કેવું સપનું હતું એ એક દમ જાણે પોતે સાચે જ એ બધુ જ જીવ્યું હોઈ એવી અનુભૂતિ તેને થઈ રહી .....

એક દિવસ જ્યોતિ પોતાના પાળતૂ ગલૂડિયાં સાથે રમી રહી હતી ત્યાં જ .......

" વિધી એ મારૂ ગલુડિયું છે " જ્યોતિ વિધી ની પાછળ દોડતા દોડતા બોલી

" ના , ના જ્યોતિ એ હવે થી મારો છે " વિધી સોફા ઉપર કુદતા કુદતા બોલી રહી .

" છીનવવા થી મારું છે તે તારું નઈ થઈ જશે કાઈ " જ્યોતિ પોતાનું ગલુડિયું લેતા બોલી .

" સાચી વાત છે બેટા વિધી જ્યોતિ ની કે છીનવવા થી એ તારું નઈ થઈ જશે જેના પર જ્યોતિ નો અધિકાર છે જ્યોતિ અને તે નાના ગલૂડિયાં ને એક બીજા સાથે લાગણી નો સબંધ છે જો તું ગલૂડિયાં ને છીનવી તો લઈશ પણ એ લાગણી નો સબંધ તારી સાથે ક્યારેય નઈ બંધાઈ જે જ્યોતિ સાથે છે  માટે જે જ્યોતિ નું છે તે તેનું જ રહેશે તે ક્યારેય તારું નઈ થાય કેમ કે તે જ્યોતિ માટે જ બન્યું છે અને તેના પર ફક્ત જ્યોતિ નો જ અધિકાર છે " વનિતા બેન રોટલી વણતા વણતા વિધી ને સમજાવી રહ્યા .

" હા રે મમ્મી સમજી ગઈ બાબા નથી જોઈતું મારે કાઈ જ્યોતિ નું ગલુડિયું . હવે ભૂખ લાગી છે તો કૃપયા આપ જમવાનું આપશો " વિધી મજાક કરતા કરતા બોલી રહી .

" એ હાં હો બનાવું છુ " વનિતા બેન બોલી રહ્યા 

" શું થયું " જશવંત ભાઈ એ ઘર માં આવતા જ પૂછ્યું

"  આ વિધી એ જ્યોતિ નું ગલુડિયું તેનાથી છીનવી લીધું હતું એટલે જ્યોતિ બિચારી રડે છે કે તેનું ગલુડિયું છીનવ્યું એમ " વનિતા બેન રોટલી કરતા કરતા બોલ્યાં .

" પપ્પા હું તો ફક્ત ...... " વિધી વાક્ય પૂરું કરે ત્યાં તો જશવંત ભાઇ એ આંખો મોટી કરી 

" વિધી જ્યોતિ તારી બેન છે એનો મતલબ એમ નહિ કે તું તેની વસ્તુઓ છીનવી લે , તને મે કીધું હતું કે તારે ગલુડિયું જોઈએ ત્યારે તે શું કીધુ હતું કે ના મારે નથી જોતું આ બધું કોણ પાળે અને અત્યારે ... " જશવંત ભાઈ બોલ્યાં

" પપ્પા .... "  વિધી નીચું મો કરી ગઈ 

"  બીજી વાર આવું ના થવું જોઈએ "જશવંત ભાઈ બોલ્યાં

આમ સમય પસાર થતો રહ્યો પેલો છોકરો વિધી ને દેખાતો રહેતો

પણ હાલ થોડા સમય થી તે પણ નહોતો દેખાતો .
વિધી વિચારી રહી કે આ છોકરો હાલ કેમ નહિ દેખાતો .

તે રાત્રે ઉપર થી કપડાં લેવા અગાસી પર ગઈ ત્યાં તેણે નીચે જોયું તો પેલો છોકરો બુલેટ સાઇડ માં પાર્ક કરી તેના પર બેઠો હતો .

તેણે થોડું જ્યોતિ ના ઘર તરફ જોઈ મોટી સ્માઈલ કરી અને જતો રહ્યો ..

વિધી એ પણ સ્માઈલ કરી ........

વિધી ખુશી ખુશી નીચે આવી .

આમ પેલો છોકરો ઘણી વાર ત્યાં જ વિધી ના ઘર તરફ બુલેટ પર બેસેલો જોવા મળતો વિધી ના ઘર તરફ વિધી જ્યારે અગાસી પર હોઈ ત્યારે એક મોટી સ્માઈલ કરી જતો રહેતો .

વિધી ની રોજ આવી હરકતો જોઈ વનિતા બેન વિચારી રહ્યા કે આ વિધી કેમ આવું કરે છે

વનિતા બેન એ આ વાત વિશે જશવંત ભાઇ ને કહ્યું

જશવંત ભાઈ એ વિધી ને બૂમ પાડી

"  વિધી ......... " 

" હા પપ્પા આવી " વિધી નીચે આવી 

"  આ તારા મમ્મી શું કેઇ છે આ બધું કે તું રોજ અગાસી પર બેસી ને બહાર કોઈક છોકરા સાથે ઈશારા કરે છે " જશવંત ભાઈ બોલ્યાં .

" પપ્પા " વિધી ડરતા ડરતા બોલી

" શું પપ્પા ? શું છે આ બધું . તું મારી સોસાયટી માં ઈજ્જત ઉતારવા બેઠી છે કે શું " જશવંત ભાઈ એ વિધી ને એક સટાકાભેર તમાચો ચોડી દીધો .

વિધી ત્યાં જ જમીન પર પડી ગઈ 

" જશવંત શું કરો છો દીકરી છે " વનિતા બેન બોલ્યાં

"  તું ચૂપ રે તારી જ ભૂલ છે તું ઍક દીકરી સંભાળી નથી શકતી તો તું કરે છે શું કે આની જેમ તે પણ બહાર ..... " જશવંત ભાઈ બોલતા અટક્યા

વનિતા બેન ગુસ્સા માં વિધી ને જોઈ રહ્યા

"  મમ્મી મારી વાત તો ... " વિધી બોલી રહી ત્યાં તો વનિતા બેને પણ ૨ તમાચા વિધી ને ઝીંકી દીધા .

" તને આટલી છૂટ દીધી આ દિવસ જોવા માટે કે મારે તારા બાપ નું આ બધુ સાંભળવું પડે " વનિતા બેન બોલ્યાં

" હવે વધારે છૂટ દેવાની થતી જ નથી જશવંત, તમે આના માટે કાલ ને કાલ છોકરો શોધો અને જલ્દી આના હાથ પીળા કરાવી ઘર માંથી વિદા કરી દયો ... " વનિતા બેન બોલી રહ્યા

" હા , ઍક બે છોકરા મારી ધ્યાન માં જ છે હુ જલ્દી થી આના લગ્ન નક્કી કરું છું "  જશવંત ભાઈ બોલ્યાં .

" પપ્પા હું આ લગ્ન નહિ કરીશ અને તમે જબરદસ્તી કરી તો હું આત્મહત્યા કરી લઈશ " વિધી બોલી

" અત્યારે જ કરી લે એટલે પાછળ અમારે કરવાના દિવસો ના આવે . આ તો સારું છે કે મહેશ શીતલ કે જ્યોતિ ઘરે નથી બાકી મારી એની સામે પણ શું ઈજ્જત રહી જાત . " જશવંત ભાઈ બોલ્યાં .

જ્યોતિ અચાનક થી આવી

"  શું થયું મોટા પપ્પા " જ્યોતિ એ થોડો માહોલ અજીબ લાગતા પૂછ્યું

" કાઈ નઈ બેટા , તું આવી ગઈ મારી દીકરી " જશવંત ભાઈ બોલ્યાં

" હા મોટા પપ્પા " જ્યોતિ બોલી

ત્યાં સુધી માં વનિતા બેન વિધી ને લઈને રૂમ માં જતા રહ્યા અને રૂમ માં બહુ કડકાઈ પૂર્વક વિધી ને બધું સમજાવી દીધું .

"  સમજી ગઈ ને " વનિતા બેન બોલ્યાં

" હા મમ્મી " વિધી બોલી

વિધી ના મમ્મી જતા રહ્યા અને વિધી બેડ પર બેસી ને રડી રહી હતી .

થોડા દિવસો પસાર થયા અને જશવંત ભાઇ એ વિધી ના સીધા જ લગ્ન નક્કી કરી દીધા પોતાના જ જાણીતા સાથે જે સાવ સીધો અને સાવ સરળ સ્વભાવ નો હતો કેમ કે જશવંત ભાઇ જાણતાં હતાં કે પોતાની દીકરી યુવાવસ્થા માં છે અને આવી અવસ્થા માં સંતાનો પોતાની નાદાની માં કેવડી મોટી ભૂલ કરી શકે છે અને મુશ્કેલી માં મુકાઈ શકે છે. જશવંત ભાઈ ને  ખાતરી હતી કે આ છોકરો મારી દીકરી ની સારી રીતે સંભાળ લેશે અને મારી દીકરી ને મારા થી પણ વધુ ખુશ રાખશે . 

" વિધી બેટા આગલા અઠવાડિયે તારા લગ્ન નક્કી કરી નાખ્યાં છે " જશવંત ભાઈ બોલ્યાં 

" પપ્પા ..... " વિધી બોલી 

" બસ એક વાર કહી દીધું ને " જશવંત ભાઈ બોલ્યાં

" હા પપ્પા " વિધી એ નીચું મો કરી દીધું 

" વિધી આ લે તારું પાનેતર અને હલ્દી ના બધા કપડા અને ઘરેણાં મે અને તારા પપ્પાએ પોતે જઈને તારા માટે પસંદ કર્યા છે . આમ મારી દીકરી ઍક દમ ઢીંગલી જેવી લાગશે " વનિતા બેન વિધી ને કપડા બતાવતા બોલ્યાં .

પણ વિધી ઊભી થઈ ને અચાનક થી અંદર જઈ રહી

" બેટા , ગમે તેવો હોઈ પણ હુ બાપ છે તારો . તારું ક્યારેય ખરાબ નહિ ઇચ્છુ . મે તને છોકરા નો ફોટો પણ નથી બતાવ્યો કેમ કે મને ભરોસો છે કે આ છોકરો જ તારા માટે યોગ્ય છે . આનાથી સારો મુરતિયો તો હું આખાય જગ માં દીવો લઈને ગોતિશ તો પણ મને નહિ મળે એટલી ખાતરી છે મને " 

" અને છોકરો પણ સારો છે વિધી બેટા , ઘર પરિવાર કોઈ જ નથી . તેના કાકા અને કાકી છે અને એમણે આ સંબંધ કરાવ્યો છે . તેના કાકા કાકી પણ અલગ રહે છે . તારે ત્યાં કોઈનું કાઈ કરવા જેવું નથી તું ત્યાં રાજ કરીશ રાજ . " વનિતા બેન બોલ્યાં .

" હમ " વિધી રૂમ માં જતી રહી .

વિધી ને થયું કે આ બધા માં તેની કાકી જ તેની મદદ કરી શકે તેમ છે .

વિધી પોતાના રૂમ માં બેઠી હતી ત્યાં શીતલ બેન બાર ગામડે ગયા હતા તેમને ઘેરે આવી ને વાવડ મળ્યા કે તેમની દીકરી વિધી ના લગ્ન નક્કી કરો દીધા છે .

તે સીધા જ વિધી ના રૂમ માં આવ્યા અને પોતાની દીકરી ને ભેટ્યા .

" અભિનંદન બેટા , મારી દીકરી ના લગ્ન થવાના છે નઈ . હુ અને તારા કાકા તો ગામડે ગયા હતા . અમે અત્યારે આવ્યા ત્યારે તારા મમ્મી એ અમને આ શુભ સમાચાર દીધા . આ જો હું તારા માટે શું શું લાવી છુ આ બંગડીઓ..... આ વીંટીઓ ... આ ચૂડલો જો ને કેટલો સરસ છે .... " શીતલ બેને બધું બતાવતા બતાવતા વિધી ની સામે જોયું .

વિધી ની આંખો માં આંસુ હતા .

" અરે શું થયું મારી દીકરી ને આવા શુભ અવસર પર કેમ રદ્દ છે મારી દીકરી " શીતલ બેને આંસુ લૂછતાં લૂછતાં પૂછ્યું .

" કાકી માં આ બધું જ મારી મરજી વિરુદ્ધ થાય છે " વિધી રડતા રડતા બોલી .

" એટલે " શીતલ બેને પૂછ્યું .

વિધી એ માંડી ને બધી વાત કરી .

શીતલ બેન પણ વિધી ના લગ્ન જેની સાથે થયા તે છોકરા ને ઓળખતા હતા . તેમને ખબર હતી કે વિધી ને આનાથી સારો છોકરો ક્યાંય નહિ મળે .

" વિધી બેટા , અહી જો તારા માતા પીતા ની પસંદ મે જોઈ છે અને મે આજ સુધી માં તને મારી સગી દીકરી જ્યોતિ કરતા પણ વધુ રાખી છે ને આ તારી કાકી માં ની એક વાત માનીશ દીકરી ? લગ્ન માટે ખુશી ખુશી હા કરી દે દીકરી " શીતલ બેન બોલ્યાં .

" કાકી માં " વિધી પોતાની કાકી ને જોઈ રહી .

" બેટા , એક વાર ફોટો તો જોઈ લે શી ખબર કે તને છોકરો ગમી જાય " શીતલ બેન ફોટો કાઢતા બોલ્યાં .

" પણ કાકી માં " વિધી બોલી .

" બેટા , માં ની આટલી વાત નહિ માનીશ " શીતલ બેન બોલ્યાં .

" હા " વિધી એ આંસુ લૂછ્યા .

" આ જો આ છે તારા મમ્મી પપ્પા ની પસંદ . આના જ નામનો ચૂડલો અને પાનેતર પહેરીશ તું " શીતલ બેને ફોટો બતાવ્યો .

" આ ........ આ મારા થનાર પતિ છે કાકી માં ? .... આ ..... સાચે ... " વિધી ફોટા ને. જ જોઈ રહી .

તે ફોટો બીજા કોઈનો નહિ પણ પેલા છોકરા નો જ હતો જે વિધી ના સપના માં આવ્યો હતો અને આજ થોડા દિવસો માં જેના નામ ની ચૂંદડી વિધી ઓઢવાની હતી .

" હાં આ જ છે તારો થનાર પતિ " જશવંત ભાઈ બોલ્યાં .

તે રૂમ ના દરવાજે ઉભા ઉભા ક્યારના આ બધો સંવાદ સાંભળતા હતા .

" સાચે જ આ ..... " વિધી એ પોતાના પપ્પા ને જોયા થોડી અટકી .

" હા બેટા હા આ જ છે . પણ જો તારે લગ્ન ના કરવા હોઈ તો હું તેને ના પાડી ... " જશવંત ભાઈ બોલ્યાં .

" ના પપ્પા મને લગ્ન મંજૂર છે તમે ના નહિ પાડતા હુ રાજી છું આ લગ્ન માટે " વિધી ખુશી ખુશી બોલી ગઈ .

" ના બેટા હું ના પાડી દઉં છું " જશવંત ભાઈ બોલ્યાં .

" ના પપ્પા કીધુ ને કે પાનેતર તો હું આમના નામનું જ પેહરિશ " વિધી બોલી ગઈ .

" હા પણ બેટા , કાલ સુધી તો રડતી હતી અને આજ આમ અચાનક ખુશ ખુશાલ કેમ " જશવંત ભાઈ એ પૂછ્યું . 

" બસ એમ જ મને મારા મન નું મળી ગયું " વિધી બોલી .

" મતલબ " જશવંત ભાઈ એ પૂછ્યું .

" મતલબ કાઈ નહિ " વિધી જઈ રહી ..

જશવંત ભાઈ એ હાથ પકડી ને બેસાડી .

" શું થયું દિકરા , તારા પપ્પા ને નહિ કહીશ " જશવંત ભાઈ બોલ્યાં .

" પપ્પા આ એ જ છે જેની સાથે મારે લગ્ન કરવા હતા ... " વિધી એ માંડી ને વાત કરી .

" ચાલો તો તો કાઈ જ વાંધો નઈ મારી દીકરી ને એનું મન નું મળી ગયું " વનિતા બેન બોલ્યાં .

" હા તો પસંદ કોની છે "  જશવંત ભાઈ કોલર ઊંચો કરતા બોલ્યાં .

" મારા પપ્પા ની " વિધી પોતાના પપ્પા ને ભેટી .

થોડા દિવસો પસાર થયા અને વિધી ના લગ્ન લીધા . વિધી ખુબ જ ખુશ હતી .

સાંજે મહેંદી નો કાર્યક્રમ હતો . મેહંદીવાળી વિધી ના હાથ માં મહેંદી લગાડી રહી હતી .

" બેન તમારા પતિ નું નામ શું છે ક્યો તો હાથ માં લખી દઉં મહેંદી ની વચ્ચે " મેહંદીવાળી બોલી .

" મને તો નામ જ નહિ ખબર એમનું " વિધી બોલી .

" થનાર પતિ નું નામ નહિ ખબર કે નામ લેતા શરમાવ છો વિધી બેન " મેહંદીવાળી એ મજાક કરો .

બધી બાઈ ઓ હસી રહી .

" એય કેમ મારી ફૂલ જેવી દીકરી ને હેરાન કરો છો " શીતલ બેન બોલ્યાં .

" આ તમારી ફૂલ જેવી દીકરી ને તેના પતિ નું નામ નહિ ખબર " એક બાઈ બોલી .

" તો એમાં મારી દીકરી ને આમ હેરાન કરવાની " શીતલ બેન બોલ્યાં .

" તમે નામ ક્યો તો હું મહેંદી માં લખું " મેહંદીવાળી બોલી .

" સ્વપ્નિલ " વનિતા બેન બોલ્યાં .

" શું " મેહંદીવાળી એ પૂછ્યું .

" સ્વપ્નિલ નામ છે અમારા જમાઇ નું અને વિધી ના થનાર પતિ નું  " વનિતા બેન બોલ્યાં .

" તો હું લખી નાખું છું સ્વપ્નિલ મહેંદી માં " મેહંદીવાળી નામ લખતાં બોલી .

" હા લખી નાખો તમતમારે " વનિતા બેન હસતા હસતા બોલ્યાં .

" નામ બહુ સરસ છે જમાઇ નું પણ સ્વપ્નિલ નામ નો અર્થ શું થાય " કોઈ બાઇ એ પૂછ્યું .

" સ્વપ્નિલ નો અર્થ ...….. " મેહંદીવાળી માથું ખંજવાળી રહી .

" ડફોળચંદ ... તું ખાલી મહેંદી લગાડવામાં ધ્યાન દે " વનિતા બેન મેહંદીવાળી માથે ટપલી મારતા બોલ્યાં .

" સ્વપ્નિલ નો અર્થ સ્વપ્ન માં જોયેલ એક કામણગારી યુવાન " વનિતા બેન બોલ્યાં .

" હા તો વિધી નો થનાર પતિ કોઈ કામદેવ થી ઓછો છે હે વિધી " એક બાઈ બોલી .

" ના ના બહુ જ રૂપાળો છે સ્વપ્નિલ તો " બીજી બાઈ બોલી .

" અરે એ તો લગ્ન ની પેહલી રાતે સ્વપ્નિલ ભાઈ પોતાનું નામ શોધશે ને વિધી બેન ની મહેંદી માં " મેહંદીવાળી બોલી  .

" અરે સુહાગરાતે નામ કોણ શોધે એ તો લગ્ન ની પેહલી રાત હોઈ ત્યારે તો ..... " બધી બાયું બોલી રહી .

આમ બધી બાઈઓ મળી ને વિધી ને સ્વપ્નિલ ના નામે હેરાન કરવા માંડી 

" ચાલો બસ બહું થયું હવે મારી દીકરી ને વધુ હેરાન ના કરો તમે બધા " શીતલ બેન બોલ્યાં .

વિધી ના હાથ માં સ્વપ્નિલ ના નામ ની મહેંદી લાગી .

વિધી પોતાના રૂમ માં પોતાના બેડ પર સૂતા સૂતા પોતાની મહેંદી જોઈ ને મનોમન વિચારી રહી ....

" સ્વપ્નિલ , સાચી જ વ્યાખ્યા છે તમારા નામ ની સ્વપ્ન માં જોયેલ એક કામણગારી યુવાન " વિધી શરમાઈ ગઈ .

બીજા દિવસે વિધી ની હલ્દી નો અવસર હતો .

" આ લ્યો સ્વપ્નિલભાઈ ના નામ ની હલ્દી " એક ભાઈ હલ્દી દઈને ચાલ્યો ગયો .

" હા ચાલો હવે જલ્દી લગાડો વિધી બેન ને સ્વપ્નિલ ના નામ ની હલ્દી " હર્ષ રમૂજ કરતા બોલ્યો .

વિધી શરમ ના લીધે પૂરી પાણી પાણી થઇ ગઈ .

જશવંત ભાઈ અને બધા લોકો વારાફરતી વિધી ને હલ્દી લગાડી રહ્યા . 

રાત પડી ત્યાં ડીજે ગરબા નાઈટ નો કાર્યક્રમ હતો બધા લોકો ખુશી ખુશી ગરબા કરી રહ્યા હતા .

" ચાલ ને વિધી , તારા જ લગ્ન ના ગરબા છે અને તું અહી બેઠી છે . ચાલ ગરબા રમવા ... " હર્ષ પોતાની બહેન પાસે આવ્યો .

" અરે પણ .... " વિધી બોલી 

" પણ વણ કાઈ નહિ ચાલ આજ ની રાત જ છે આ ઘર માં અમારી સાથે " હર્ષ પોતાની બહેન ને ખેંચી ને લઇ ગયો .

વિધી પણ ગરબા રમી રહી . વિધી નો પૂરો પરિવાર ખુબ ખુશ હતો .

" દીકરી કાલે હંમેશા માટે પારકી થઈ જશે વનિતા " જશવંત ભાઈ આંખો માં આંસુ સાથે બોલ્યાં .

" દુનિયા ની આ જ પ્રથા છે જશવંત , દીકરી પારકી થાપણ કેહવાય એને તો એક દિવસ બીજા ના ઘરે જવું જ પડે " વનિતા બેને જશવંત ભાઈ ને સંભાળ્યા .

આજ ની રાત વિધી સૂઈ જ ના શકી એ જ વિચારો માં કે કાલ પોતે સ્વપ્નિલ પોતાનો થઈ જશે એ પણ હંમેશા માટે .

લગ્ન ના દિવસ નો સૂરજ ઊગ્યો અને સાથે નવી ખુશીયો નો ખજાનો લાવ્યો .

" અરે અહિયાં લાઈટ લગાડ હર્ષ " જશવંત ભાઈ બોલ્યાં 

" અરે હા મોટા ભાઈ આમ કેમ બેબાકળા થાવ છો હજુ જાન સાંજે આવશે " મહેશભાઈ આવ્યા

" મહેશ દીકરી ના લગ્ન માં સૌથી વધારે ચિંતા અને ભાર બાપ ના શિરે જ હોઇ છે " જશવંત ભાઈ બોલ્યાં .

" અરે પેલું પાનેતર તો સ્વપ્નિલ ના ઘરે મોકલાવી દીધું કે જેમાં ચુંદડી માં સ્વપ્નિલ ના હાથ ની છાપ પાડવાની હતી " અહી વનિતા બેન બોલ્યાં 

" હા એ તો કાલે જ હલ્દી પછી મોકલાવી દીધું હતું ને " શીતલ બેન બોલ્યાં 

" તો હજુ સુધી આવ્યું કેમ નહિ " વનિતા બેન બોલ્યાં 

" એક કામ કરો વનિતા ભાભી તમે વિધી નો મેકઅપ ને એ તો કરાવો ત્યાં પાનેતર આવી જશે . " શીતલ બેન બોલ્યાં 

" હા એ બરાબર છે " વનિતા બેન બોલ્યાં 

" વિધી ચાલ બેટા તૈયાર થઈ જા " વનિતા બેન બોલ્યાં 

" મમ્મી પાનેતર .... " વિધી બોલી 

" બેટા પાનેતર હજુ આવ્યું નથી , આવી જશે હો ત્યાં સુધી તું મેકઅપ તો કરાવી લે " શીતલ બેન બોલ્યાં 

" હા " વિધી મેકઅપ કરાવવા બેઠી 

મેકઅપ વાળી મેકઅપ કરી રહી 

" બેન , મારી દીકરી ને એક દમ એવી તૈયાર કરજો કે બધા જોતા જ રહી જાય " વનિતા બેન બોલ્યાં .

" હા તમે જોવ ને એવો મેકઅપ કરું કે બધા એક્ટસ જોતાં જ રહેશે " મેકઅપ વાળી બોલી .

" હા અમારા સ્વપ્નિલ ભાઈ પણ જોતા જ રહી જાય એવો મેકઅપ હો " કોઈ બાઈ બોલી .

વિધી શરમાઈ ગઈ .

" નઈ પણ વનિતા બેન તમે છોકરો એક દમ સરસ પસંદ કર્યો છે આવો તો તમે આખી દુનિયા માં ફાનસ લઈને શોધવા જાત તો પણ ના મળત " બીજી બાઈ બોલી . 

" હા તો મારી દીકરી ના ભાગ્ય જ એવા પ્રબળ છે તો " શીતલ બેન બોલ્યાં .

" હા હો , મારી દીકરી ને સાસરા પક્ષ માં પણ સાસુ સસરા કે નણંદ દેર કાઈ પળોજણ નહિ . છોકરા ના કાકા કાકી પણ અલગ રહે છે . અને મારી દીકરી અને જમાઇ પણ અલગ રહે છે મારી દીકરી એક જ છે ઘર માં . સ્વપ્નીલ અને તેના ઘર પર રાજ કરશે મારી દીકરી રાજ " વનિતા બેન ગર્વસભેર બોલ્યાં .

" હા મારા સ્વપ્નિલ અને તેની બધી જ વસ્તુઓ પર રાજ તો ફક્ત હુ જ કરીશ " વિધી ઘરેણાં પહેરતા પહેરતા બોલી .

સાંજ પડી પણ સ્વપ્નિલ ના નામનું પાનેતર ના આવ્યું .

" શું થયું પપ્પા પાનેતર કેમ ના આવ્યું " વિધી બોલી .

" બેટા લાગે છે કઈક સમસ્યા થઈ લાગે છે " જશવંત ભાઈ બોલ્યાં .

" તો હવે જશવંત " વનિતા બેન બોલ્યાં .

" એક કામ કરો વનિતા અને શીતલ તમે બન્ને બજાર માં જઈ જલ્દી થી બીજું સારા માં સારું પાનેતર લઈને આવો " જશવંત ભાઈ બોલ્યાં .

" પણ પપ્પા હુ બીજું પાનેતર નહિ પેહરિશ મને મારા સ્વપ્નિલ ના નામ નું જ પાનેતર જોઈએ છે " વિધી બોલી .

" વિધી બેટા સમજ લાગે છે કોઈક સમસ્યા આવી ગઈ છે એટલે પાનેતર નથી આવ્યું . અને ટાઈમ જો જાન માંડવે આવવામાં અડધો જ કલાક બચ્યો છે . " જશવંત ભાઈ બોલ્યાં .

" પણ પપ્પા " વિધી બોલી .

" અરે મારી દીકરી અત્યારે પરિસ્થિતિ સમજ આપણી પાસે સમય નથી . અને સ્વપ્નિલ્ ના પાનેતર નું કહે છે તું અરે હમણાં જો મારી દીકરી ના લગ્ન થઈ જશે અને સ્વપ્નિલ પુરે પુરો જ તારો થઈ જશે એ પણ હંમેશા માટે " જશવંત ભાઈ સમજાવી રહ્યા .

" ઓકે પપ્પા " વિધી માની ગઈ .

" મારી ડાહી દીકરી " જશવંત ભાઈ એ માથે હાથ ફેરવ્યો .

અહીં વનિતા બેન અને શીતલ બેન બજાર માંથી નવું પાનેતર લઈને આવ્યા .

" ચાલ વિધી પેહરી લે " વનિતા બેન વિધી ને પાનેતર દેતા બોલ્યાં .

" હા મમ્મી " વિધી એ પાનેતર પેહર્યું .

જશવંત ભાઈ અને બધા બહાર વિધી ની રાહ જોઈ રહ્યા હતા . 

પાનેતર પેહરી અને પૂર્ણરૂપે તૈયાર થઈ ને વિધી દુલ્હન બની બહાર આવી .

" મમ્મી પપ્પા હું કેવી લાગી રહી છું " વિધી બોલી .

જશવંત ભાઈ અને વનિતા બહેને પોતાની દીકરી ને આમ દુલ્હન બનેલી જોઈ રહ્યા .

તેમને વિધી નાની હતી ત્યારે આમ જ વનિતા બેન નું ઘરચોળું પેરતી અને પોતાના મમ્મી પપ્પા ને બતાવતી કે પોતે મોટી થઈ ને દુલ્હન બનશે ત્યારે આવી જ લાગશે . આજ વિધી ને આમ જોઈ તેના બાળપણ ની સ્મૃતિઓ તાજી થઈ ગઈ .

" એક દમ સરસ બેટા , મારી દીકરી થી સુંદર કોઈ લાગતું હશે વળી " જશવંત ભાઈ રડતા રડતા બોલ્યાં 

" પપ્પા તમે આમ રડશો તો હુ કેમ કરીને જઈશ " વિધી પોતાના બાપ ના આંસું લૂછતાં બોલી .

જશવંત ભાઈ થોડા શાંત થયા દીકરી ના માથે હાથ મૂક્યો.

જાન ને આવતા વાર થઈ ગઈ હતી મુહુર્ત ના ચૂકાઈ અને બધું સમયસર થઈ જાય એટલે બધી સ્ત્રીઓ વિધી ને લઈને માંડવા માં બેઠી કે એક પણ લગ્નવિધી માં વાર ના લાગે . 

બહુ વાર થઈ ગઈ પણ જાન માંડવે આવી નહોતી .

બધા લોકો ચિંતા માં હતા એક તો જવાન દીકરી ના લગ્ન અને લગ્ન ના દિવસે જ આવા બધા વિઘ્ન.....

" મોટાભાઈ વેવાઈ ને ફોન તો કરો કે ક્યારે આવો છો જાન લઈને અહી બધા મેહમાન રાહ જુવે છે " મહેશ ભાઈ બોલ્યાં .

વિધી પણ સ્વપ્નિલની રાહ જોઈ રહી હતી .

જશવંત ભાઈ એ ફોન કરવા ગયા ત્યાં તો સામેથી જાન આવતી દેખાઈ .

" મહેશ જાન આવી ગઈ " જશવંત ભાઈ બોલ્યાં .

" ચાલો બધી બાયું જાન નું સ્વાગત કરવા " વનિતા બેન અને શીતલ બેન ઊંભા થયા .

ત્યાં તો સામેની કાર માંથી ખાલી એક વેવાઈ આવ્યા .

" અરે વેવાઇ , મારા જમાઇ ક્યાં છે ? " જશવંત ભાઈ એ પૂછ્યું .

" જશવંત ભાઈ , તમે અહી આવો મારે કાંઇક જરૂરી વાત કરવી છે " વેવાઈ બોલ્યાં .

" શું થયું વેવાઈ " જશવંત ભાઈ એ પૂછ્યું .

જશવંત ભાઈ અને મહેશ ભાઈ વેવાઈ સાથે વાત કરી રહ્યા .

" તો આમ છે હવે તમે જ ક્યો શું કરવું " વેવાઈ બોલ્યાં .

" મોટા ભાઈ પોતાને સંભાળો " મહેશ ભાઈ એ પોતાના ભાઈ ને કહ્યું .

" આ શું થઈ ગયું મહેશ ..... આ બધું ......." જશવંત ભાઈ થોડા આઘાત સાથે બોલ્યાં .

વેવાઈ અને મહેશ ભાઈ એ જશવંત ભાઈ ને સંભાળ્યા .

જશવંત ભાઈ મક્કમ થયા અને મહેશભાઈ ને કહ્યું " જાન તો માંડવે આવશે જ મહેશ  " .

અહીં બધા મેહમાન અને ઘર ની સ્ત્રીઓ દૂર થી આ બધું જોઈ રહી .

" વિધી બેટા કાઈ નહિ થયું હો " વનિતા બેન એ પોતાની દીકરી ને કહ્યું 

" હા " વિધી બોલી 

આમ જાન અંદર આવી અને એક પછી એક ગાડીઓ આવી રહી હતી .

બધા બહાર ઉતર્યા અને સૌથી આગળ ની ગાડી માંથી સ્વપ્નિલ પણ વરરાજા ના પરિધાન માં સજ્જ બહાર ઉતર્યો 

બધી સ્ત્રીઓ અને છોકરીઓ તો સ્વપ્નિલ ને જ જોઈ રહી 

" ઓહો .... જો તો ખરી કેવો રૂપાળો લાગે છે " બધી સ્ત્રીઓ એક બીજા સાથે વાત કરી રહી

અહીં વિધી એ પણ ઘુંઘટો ઉપર કરીને પોતાના થનાર પતિ ને જોયો અને જોતી જ રહી ગઈ .

" આજે આ હંમેશ માટે મારા થઈ જશે " વિધી મન માં વિચારી રહી .

પોખણાં કરવાનો સમય આવ્યો બધી સ્ત્રીઓ પોંખવા માટે આવી .

" વનિતા તું રેહવા દે , શીતલ બેન તું પોંખી લે જમાઇ ને " જશવંત ભાઈ બોલ્યાં .

" કાઈ વાંધો નહિ " વનિતા બેને થાળી શીતલ બેન ને આપી કેમ કે તેમને ખબર હતી કે શીતલ બેને વિધી ને પોતાની સગી દીકરી ની જેમ જ ઉછેરી ને મોટી કરી છે .

પોખણાં થયા અને જમાઇ અંદર આવ્યા .

લગ્નવિધી ચાલી રહી ......

" કન્યા પધરાવો સાવધાન " વિધી ઊભી થવા ગઈ .

" વિધી તું નહિ " જશવંત ભાઈ બોલ્યાં .

વિધી થોડી અટકી .

" જશવંત , શું કરો છો તમે એ સ્વપ્નિલની થનાર પત્ની છે તો એ જ ઊભી થશે ને " વનિતા બેન બોલ્યાં .

" એ થનાર પત્ની હતી ..... હવે નથી " જશવંત ભાઈ બોલ્યાં .

" મતલબ પપ્પા .... " વિધી થોડી રડવા જેવી થઈ ગઈ .

" મતલબ એ કે જે સ્વપ્નિલ ના નામનું પાનેતર પેહરી તેની પત્ની બની તેના અને તેના ઘર પર રાજ કરવાના સપના જોતી હતી એ સ્વપ્નિલ એ એ જ પાનેતર માં બીજી કોઈક સાથે આજે જ લગ્ન કરી ને પોતાની પત્ની બનાવી લીધી છે " જશવંત ભાઈ બોલી ગયા .

" હે ...... " વિધી પોતાના પપ્પા ને જોઈ રહી .

" હા આ જ વાસ્તવિકતા છે વિધી " જશવંત ભાઈ બોલ્યાં .

" તો તમે જાન અહિયાં આ માંડવે કેમ લીધી જશવંત " વનિતા બેન રડતા રડતા બોલ્યાં .

" કેમ કે મને મારી અને મારા ઘર ની ઈજ્જત વહાલી છે " જશવંત ભાઈ બોલ્યાં .

" મતલબ " વનિતા બેન કાઈ સમજી ના શક્યા .

" પપ્પા જાન અહી થી પાછી વાળો " વિધી રડતા રડતા બોલી .

" બેટા સ્વપ્નિલ ના લગ્ન આ જ માંડવે થશે અને જાન પાછી નહિ જાઈ "  જશવંત ભાઈ બોલ્યાં .

" તો હું મારા થનાર પતિ ના લગ્ન અહી જ્યાં મારી સાથે થવાના હતા ત્યાં બીજા સાથે થતા જોવ " વિધી દુલ્હન ના રૂપ માં સજ્જ રડતા રડતા બોલી .

" જોવા પડશે " જશવંત ભાઈ બોલ્યાં

" પણ કેમ " વિધી એ ભર મંડપ મા પેહલી વાર ત્રાડ પાડી .

" કેમ કે એને લગ્ન આજ ઘર ની દીકરી અને તારી પોતાની બહેન જ્યોતિ સાથે કરી લીધા છે " જશવંત ભાઈ રાડ પાડી બોલ્યાં .

" હે ............. " વિધી એ પોતાના કાકા અને કાકી ને જોયા .

" હા બેટા એ જ જ્યોતિ સાથે જેની સાથે તું મોટી થઈ છે. લગ્ન  કરી લીધા છે એને હવે તું કે જાન કેમ પાછી ઠેલું " જશવંત ભાઈ બોલ્યાં .

" વનિતા , શીતલ જાઓ જ્યોતિ ને લઈને આવો લગ્ન નું મુહુર્ત નો સમય થઈ ગયો છે " જશવંત ભાઈ બોલ્યાં

" પણ જ્યોતિ તો બહાર હતી એ અહિયાં " વનિતા બેન બોલ્યાં .

" એ તૈયાર જ છે સ્વપ્નિલ ના નામના પાનેતર માં પેલા રૂમ માં હશે તેને લઈ આવો " .

શીતલ બેન પોતાની દીકરી જ્યોતિ ને લઇ આવ્યા 

જ્યોતિ સ્વપ્નિલ ના નામ ના પાનેતર થી સજ્જ તેમજ માથા પર સ્વપ્નિલ ના નામ ની ચૂંદડી શોભતી હતી . ચાલતી આવતી હતી તો એક દમ જાણે સ્વર્ગ ની અપ્સરા ચાલી આવતી હોઈ તેવું લાગી રહ્યું હતું ....

શીતલ બેન પોતાની લાડકી દીકરી ને મંડપ તરફ લઈ ને આવ્યા .

વિધી પોતાની બહેન ને આવતા જોઇ રહી પોતાના જ પ્રેમ ના પાનેતર માં સજ્જ .

જ્યોતિ મંડપ તરફ જઈ રહી .

વિધી થી શાંત ના રેહવાતા તે જ્યોતિ તરફ આવી અને જ્યોતિ ને જોર થી ધક્કો માર્યો .

" વિધી આ શું કરે છે બેન છે તારી એ " શીતલ બહેને જ્યોતિ ને થોડી પકડી .

" કાકી માં આ તમે કહો છો ! આ ..... આ તમારી જ્યોતિ એ મારી ઝીંદગી બગાડી નાખી . મારા થી મારૂ બધુ જ છીનવી લીધું . આજે મારા લગ્ન મારા સ્વપ્નિલ સાથે આ મંડપ માં થવાના હતા ત્યાં સ્વપ્નિલ ની બાજુ માં મારે બેસવાનું હતું મારે તેની પત્ની બનવાનું હતું . આ ........ આ તમારી જ્યોતિ એ ...... મારા થી મારો પ્રેમ છીનવી લીધો . મારું બધું જ છીનવી લીધું " વિધી રડતા રડતા બોલી રહી .

વનિતા બેન અને જશવંત ભાઇ પોતાની દીકરી ને આવી દયનીય હાલત જોઈ રહ્યા .

વિધી ને અચાનક થી ગુસ્સો ચડ્યો અને જ્યોતિ ને મારવા માટે ભર લગ્ન પ્રાંગણ માં હાથ ઉગામ્યો ત્યાં .....

સ્વપ્નિલે સનન કરતા બે તમાચા વિધી ના ગાલ પર ચોડી દીધા .

વિધી જમીન પર પડી ગઈ વિધી એ થોડું ઉપર જોયું ત્યાં 

" સ્વપ્નિલ ....... " વિધી ચોંકી ગઈ .
સ્વપ્નિલે હજૂ બે તમાચા વિધી ને ઝીંકી દીધા .

" અંકલ સમજાવી દયો આ તમારી દીકરી ને " સ્વપ્નિલે જશવંત ભાઈ ને કહ્યું .

" વિધી બેટા ... " જશવંત ભાઈ વિધી ને ઊભા કરતા કરતા બોલ્યાં 

" બીજી વાર મારી પત્ની ને હાથ લગાડ્યો છે તો આ તારા બાપ સામે જ તને કહું છું આ તારા બંને હાથ ભાંગી નાખતા મને વાર નઈ લાગશે " સ્વપ્નિલ પૂરા અધિકાર સાથે બોલ્યો 

" ના બાબા કાઈ નથી થયું મારી ઢીંગલી ને " સ્વપ્નિલ જ્યોતિ ના માથા પર હાથ ફેરવતા ફેરવતા પોતાની પત્ની ને શાંત કરી રહ્યો .

સ્વપ્નિલ એ જ્યોતિ ને નજીક ખેંચી અને છાતી  સરસી  ચાંપી લીધી .

" શું કહ્યું તે કે જ્યોતિ એ તારી જિંદગી બગાડી !! કઈ રીતે સમજાવ તો મને જરા . પેલી વાત તો એ કે હું તારો નથી એનો છે . હુ ખાલી એને પ્રેમ કરું છું અને રહી વાત આ લગ્ન મંડપ માં તારી સાથે લગ્ન કરી અને તને મારી પત્ની બનાવવાની તો તારા પપ્પા એ મારા કાકા ને તારા અને મારા લગ્ન સબંધ ની વાત કરી હતી પણ ત્યારે જ મે આ સંબંધ માટે ચોખ્ખી ના પાડી હતી મારા કાકા ને . હવે તું મને એમ કહીશ કે તારે મારા પપ્પા સાથે વાત કરવી હતી ને તો સાંભળ વિધી મે તારા પપ્પા ને રૂબરૂ મળી ને ચોખવટ સાથે કહ્યું હતું કે મારે તમારી દીકરી સાથે લગ્ન નથી કરવાં . તને હું ખોટો લાગતો હોઇ તો પૂછ તારા આ બાપ ને " સ્વપ્નિલે જશવંત ભાઈ તરફ ઈશારો કરતા વિધી ને તેમની તરફ ધક્કો માર્યો .

" પપ્પા ..... આ સાચું કહે છે ?  " વિધી એ પોતાના પપ્પા ને પૂછ્યું 

જશવંત ભાઈ એ મોઢું નીચું કરી દિધું 

" અરે આ શું કહેશે હુ કહું છું મારા કાકા અને પોતાના બિઝનેસ ના સંબંધ ને પારિવારિક સંબંધ માં ફેરવવા માંગતા હતા આ લોકો પોતાની આ ....... વિધી સાથે મારા લગ્ન કરાવી ને . તમને લોકો ને શું લાગ્યું કે હું અનાથ છું એટલે તમે પોતાની મનમાની કરી લેશો . નહિ હા એ તો ક્યારેય નહિ થાય " સ્વપ્નિલ ગુસ્સા માં પોતાના કાકા અને જશવંત ભાઈ ને જોતા જોતા બોલ્યો 

" સ્વપ્નિલ બેટા બસ " કાકી બોલ્યાં 

" એક મિનિટ હજુ વિધી ના આક્ષેપો ના જવાબ આપવાના તો બાકી છે " સ્વપ્નિલ બોલ્યો 

" હા , તો વિધી હુ ફક્ત જ્યોતિ ને જ પ્રેમ કરું છું અને એ પણ આજ કાલ થી નહિ પણ જ્યાર ની મે એને ટ્રેન સ્ટેશન પર જોઈ હતી ત્યાર નો મારા મન માં ફક્ત જ્યોતિ ના જ વિચારો રહે છે . સ્ટેશન પરથી અમારો પ્રેમ પાંગર્યો અને ધીરે ધીરે અમે મળવા લાગ્યા . હુ જ્યોતિ ને એટલો પ્રેમ કરું છું કે તે જ્યાં જતી ત્યાં તેની પાછળ પાછળ પોતાની બુલેટ લઈને જતો બસ તેના માટે અને રોજ તમારા ઘર તરફ બુલેટ પર આવતો અને કલાકો બેસી રહેતો ખાલી તેને એક પળ નિહાળવા માટે . " સ્વપ્નિલ બોલી રહ્યો 

વિધી ને હવે ધીરે ધીરે સમજ આવી રહ્યું હતું કે સ્વપ્નિલ બુલેટ પર બજાર અને બધી જગ્યાઓ પર તેના માટે નહિ પણ જ્યોતિ નો પીછો કરતો આવતો અને સ્વપ્નિલ પોતાને જોવા માટે નહિ પણ જ્યોતિ ને જોવા માટે તેના ઘર તરફ આવી ને રોજ બેસતો .

વિધી જ્યોતિ ને જ જોઇ રહી .

મંડપ માં સૌ મહેમાનો અને જાનૈયાઓ શાંત થઈ ગયા હતા .

" અને વિધી રહી વાત પ્રેમ ની તો મે કયારેય તને કીધુ છે કે મને તારાથી કોઈ પણ જાત ની લાગણી છે કે ને ક્યારેય પણ તારી સાથે વાત પણ કરી છે ? જે તું એમ કે છે જ્યોતિ એ મારો પ્રેમ છીનવી લીધો છે અને મારું બધુ છીનવી લીધું છે ? જવાબ આપ " સ્વપ્નિલે ત્રાડ પાડી 

" ના " વિધી એ સામે જવાબ આપ્યો 

" તું મને જ્યોતિ થી છીનનવવા માંગતી હતી પણ એ યાદ રાખજે કે જો આ લગ્ન થઈ પણ ગયા હોત તો પણ હું ફક્ત જ્યોતિ નો જ હતો . મારા પર ફક્ત મારી જ્યોતિ નો જ અધિકાર છે . તું ક્યારેય મને પોતાનો ના બનાવી શકત " સ્વપ્નિલ બોલી ગયો .


" જો બેટા વિધી જ્યોતી  કે છીનવવા થી એ તારું નઈ થઈ જશે જેના પર જ્યોતિ નો અધિકાર છે જ્યોતિ અને તે નાના ગલૂડિયાં ને એક બીજા સાથે લાગણી નો સબંધ છે જો તું ગલૂડિયાં ને છીનવી તો લઈશ પણ એ લાગણી નો સબંધ તારી સાથે ક્યારેય નઈ બંધાઈ જે જ્યોતિ સાથે છે માટે જે જ્યોતિ નું છે તે તેનું જ રહેશે તે ક્યારેય તારું નઈ થાય કેમ કે તે જ્યોતિ માટે જ બન્યું છે અને તેના પર ફક્ત જ્યોતિ નો જ અધિકાર છે " વિધી ના મનમાં પોતાની માં ની ભૂતકાળ માં કહેલી વાતો ના પડઘા ગુંજી રહ્યા .

" સ્વપ્નિલ બસ હવે થઈ ગયું તારા લગ્ન કરાવીએ છે ને જ્યોતિ સાથે તો બસ પછી " વનિતા બેન બોલ્યાં 

" શીતલ આ તારી દીકરી ને લઈ લે મંડપ માં " વનિતા બેન ગુસ્સા માં બોલ્યાં

" મારી પત્ની છે હવે એ કોઈ ની દીકરી નથી હવે થી એની બધી જ જવાબદારી મારી છે એમ એના પર અધિકાર પણ ફક્ત મારો જ છે અને રહેશે " સ્વપ્નિલે જ્યોતિ નો ચૂડલા વાળો હાથ પકડ્યો અને મંડપ તરફ લઈ ગયો .

વિધી આ બધું સ્તબ્ધ થઈ ને જોઈ રહી પોતે કાઈ પણ દલીલ કરી શકે તેમ જ નહોતી કેમ કે પોતે જાણતી હતી કે સ્વપ્નિલ એ જે કહ્યું તેમાં થી એક પણ શબ્દ ખોટો નથી . 

“ વર કન્યા ચાલો મંડપ માં બેસી જાઓ લગ્ન ની વિધી નો પ્રારંભ કરવાનો છે ” ગોર દાદા બોલ્યાં .

ધીરે ધીરે લગ્ન ની એક પછી એક વિધી સંપન્ન થતી ગઈ અને ફેરા ચાલુ થઈ ગયા .

“ વર અને વધુ બન્ને ફેરા માટે ઉભા થઇ જાઓ ” ગોર દાદા એ સૂચન કર્યું .

“ ચાલો જ્યોતિ બેટા ઉભા થઇ જાઓ ” શીતલ બેન જ્યોતિ ને ઉભા કરતા કરતા બોલ્યાં .

“ તમે રહેવા દયો મારી જ્યોતિ ને હુ ચાલવા સુધ્ધા ની તકલીફ નઈ આપીશ ”

આમ કહી ફેરા વખતે સ્વપ્નિલે જ્યોતિ ને ખોળા માં ઉઠાવી ને એક પછી એક એમ બધા ફેરા પૂરા કર્યા .

સિંદૂર અને મંગળસૂત્ર પેહરવવા નો સમય આવ્યો .

“ વર કન્યા ના સેંથા માં સિંદૂર ભરી અને કન્યા ને મંગળસૂત્ર પેહરાવી દયો ” ગોર દાદા એ સૂચન કર્યું .

" આ લે બેટા આ સિંદૂર અને સેથો પૂરી દે  " શીતલ બેન બોલ્યાં 

સ્વપ્નિલે સેંથો સિંદૂર થી ભર્યો 

" બંને એક બીજા ના ભાગ્ય માંથી પેહલે થી લખાઈ ને આવ્યાં છે નઈ બાકી આ વિધી આ છોકરા ને પામવાની પાછળ આટલી મથી રહી પણ કોઇ પણ પ્રયત્ન વગર જ્યોતિ નું ભાગ્ય છેલ્લે છેલ્લે આ છોકરા ને તેના તરફ ખેંચી લાવ્યું .ભગવાન એ આ બેઉ ને એક બીજા માટે જ બનાવ્યા લાગે છે બંને સાથે કેટલાં ખુશ લાગે છે "  અચાનક મહેમાનો માંથી કોઈક બોલ્યું 

વિધી એ આ મહેમાનો ની વાત સાંભળી .

" જે તમારા ભાગ્ય માં હશે એ પોતે તમને શોધી લેશે , તમારે તેને શોધવા માટે મથવાની જરૂર નથી અને જે ભાગ્ય માં નથી તે તમારી પાસે હોવા છતાં એક દિવસ તમારાથી છીનવાઈ જશે "

વિધી ના માનસપટલ પર મહંત સ્વામીએ સત્સંગ માં કહેલી વાત ના પડઘા પડી રહ્યા ...

" વિધી બેટા તું કાઈ ચિંતા ના કરતી હો હુ આનાથી પણ સારો એવો છોકરો શોધીશ મારી દીકરી માટે " વનિતા બેને વિધી ના ખંભે હાથ રાખતા કહ્યું

" ના મમ્મી , જે  મારા ભાગ્ય માં હશે તે મને પોતે શોધી લેશે . હવે મારે કોઈને શોધવા માટે નથી મથવું   " વિધી બોલી 

વનિતા બેન પોતાની દીકરી ને જોઈ રહ્યા .

" આ લે બેટા , આ મંગળસૂત્ર પેહરાવી દે " શીતલ બેન બોલ્યાં .

સ્વપ્નિલે મંગળસૂત્ર લીધું અને જ્યોતિ ને જોઈ 

" આજ થી તું હંમેશા માટે મારી અને હુ આજ થી હંમેશા માટે તારો " સ્વપ્નિલ મંગળસૂત્ર પેહરાવતા બોલ્યો .

લગ્ન મંડપ માં બધા લોકો એ હર્ષોલ્લાસ સાથે વર - કન્યા પર ફૂલો ની વર્ષા કરી .

વિધી ત્યાં જ સામે ઊભી ને નિસ્તેજ બની આ બધું જોઈ રહી .