Talash 3 - 9 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 9

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

તલાશ 3 - ભાગ 9

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.'
કંઈક આવીજ હાલત અત્યારે પોતાની બિલ્ડીંગની નીચે કારમાંથી ઉતરેલા જીતુભાની હતી. માત્ર કલાક દોઢ કલાક પહેલા એને આ ધરતી પર એક અનોપચંદ જ લાગતો હતો કે જે એને આ મુસીબત થી બહાર કાઢી શકશે, પણ અનોપચંદને મળીને એને લાગ્યું હતું કે નોકરી પકડીને એણે જીવનની મોટી ભૂલ કરી છે. પણ અત્યારે ગિરધારીના આ ફોનથી એને પસ્તાવો થતો હતો કે અનોપચંદને પરખવામાં એણે ભુલ કરી હતી. હવે ઉદયપુર જઈને મામાને શોધવા ફ્લાઇટ પકડવાની હતી 9.30ની ફ્લાઇટ હતી ઘરે જઈ ફ્રેશ થવા માટે એના પાસે માંડ અર્ધો કલાક હતો. એ બિલ્ડિંગના દાદરે પહોંચ્યો એ વખતે બીજે માળે રહેતા શાહ અંકલની પૌત્રી કે જે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રમતી હતી એણે બુમ પાડી "ભાણુભા, એ ભાણુભા, ઉભા રહો"
"શું છે સોનમ બેટા શું કામ છે?" કહી જીતુભા દાદરા પાસે અટક્યો.
"હમણાં ઓલા બાજુના બિલ્ડિંગમાં રહે છે ને, એ પંકજ અંકલ આ કવર તમારા માટે આપી ગયા હતા. મેં વિચાર્યું થોડી વાર અહીં રમીને પછી તમારા ઘરે આપી દઈશ ત્યાં તો તમે દેખાયા." કહેતા એણે પોતાની ટ્યુશન બેગમાંથી એક એન્વેલપ કાઢીને જીતુભાને આપ્યું.
"થેંક્યુ બેટા, તારા માટે ચોકલેટ રાખી હતી એ સોનુ દીદીએ તને આપી કે નહિ?" જીતુભા એ પૂછ્યું.
"હા તમે લંડનને દુબઇથી લાવેલા એ ચોકલેટ તો મળી ગઈ હવે નવી ક્યાંથી લાવવાના છો?' બાળસહજ ચંચળતાથી અધિકારપૂર્વક નાનકડી સોનમે જીતુભાને પૂછ્યું.
"હવે તો જોઈએ આ વખતે જ્યાં પણ જઈશ ત્યાંથી તારા માટે એક સરસ ગિફ્ટ લઇ આવીશ બસ."
"થેંક્યુ ભાણુભા," કહેતી એ પછી રમવા ભાગી દાદરો ચડતાં ચડતા જીતુભા એ એના હાથમાં રહેલું એન્વેલપમાં જોયું તો એમાં ઉદયપુરની સાડા નવ વાગ્યાની ફ્લાઇટ અને એક ચિઢ્ઢી હતા જેમાં લખ્યું હતું કે "મૂંઝાશો નહિ સુરેન્દ્રસિંહનું એક્ઝેટ લોકેશન તને ઉદયપુર ઉતરીશ એટલે ફોનમાં જાણવી દઈશ, અને રૂપિયાની વાતે મૂંઝાતો નહિ કંપની તારી સાથે છે.
xxx
જીતુભા સહેજ રાહત અનુભવતા ઘરમાં પહોંચ્યો અને ફટાફટ પોતાની ટ્રાવેલ બેગ તૈયાર કરવા લાગ્યો સોનલ એની પાસે આવીને ઉભી રહી. "હાલ થોડી હેલ્પ કરાવ, મારે ફ્લાઇટ પકડવી છે" જીતુભાએ એને કહ્યું.
"શું થયું? ક્યાં જવું છે તારે? અનોપચંદજી એ તને કઈ હેલ્પ કરી?"
"હું એના ઘરે ગયો ત્યારે એ વિક્રમનો કાકો ત્યાં હાજર હતો. અને એની સામે લગભગ મને કાઢી મુક્યો છે" જીતુભા એ ક્યુ અને ઉમેર્યું "હા થોડા રૂપિયા આપ્યા છે અને આ તારા અને મોહિની માટે સ્નેહા અને નીતા ભાભીએ ગિફ્ટ આપી છે." કહી જીતુભા એ પોતાના પાઉચમાંથી રૂપિયા અને સ્નેહાએ આપેલ બોક્સ બહાર કાઢ્યા,
"અત્યરે ગિફ્ટ કરતા એમના મોરલ સપોર્ટની વધારે જરૂર હતી" સોનલે એ બન્ને બોક્સ પલંગ પર મુકતા સહેજ ઉદાસીનતાથી કહ્યું.
"મને પણ એ જ થયું કે આ મારવાડી શેઠ મદદ કરવાથી ઇનકાર કરે છે પણ આવ એવું નથી" કહીને જીતુભા એ એને ગિરધારીના ફોન વિશે કહ્યું. અને પંકજ ટ્રાવેલર્સ વાળાની ચિઢ્ઢી પણ બતાડી. અને ઉમેર્યું કે આ ગિફ્ટ જ્યાં સુધી હું સમજુ છું, એ પણ મામૂલી નહીં જ હોય સ્નેહા ભાભી આવા સંજોગોમાં મામૂલી ગિફ્ટ આપે એ અશક્ય છે. કહી સોનલને પલંગ પર બેસીને એ ગિફ્ટ પેક ખોલવા કહ્યું.
"સોનલે બન્ને પેકેટ ઉપાડ્યા એના પર નામ પણ લખ્યા હતા સોનલ અને મોહિની. એણે પોતાના નામવાળું બોક્સ ચીવટથી ગિફ્ટ રેપર દૂર કરીને ખોલ્યું જોયું તો એમાં એક આકર્ષક વીટી હતી. 2ઇંચનો મોંઘો સ્ટોન જડેલી એ સોનાની વીંટી બહુ આકર્ષક હતી અને એમાંયે સ્ટોનના નીચેના છેડે અલગથી એક નાનકડો પિન્ક કલરનો ડાયમંડ જડેલો હતો "ઓ બાપરે જીતુડા, આ તો બહુ મોંઘી વીટી લાગે છે. એકાદ લાખની તો હશે જ, આવું આકર્ષક આભૂષણ જોઈને સ્ત્રી સુલભ ઉત્સુકતાથી સોનલે બુમ પાડી 

"એમાં જે સ્ટોન જડેલો છે એ લગભગ 3 લાખનો હશે. અને છેડે જે ડાયમંડ છે એ 2 લાખનો હશે. પણ આ વીટી ખાલી કિંમતી નથી એનો એક બીજો પણ ઉપયોગ છે. આ છેડે રહેલા ડાયમંડને દબાવવાથી તારી સામે રહેલો માણસ માત્ર 30 સેકન્ડમાં ખતમ" એકવાર નીતા ભાભીએ મને દેખાડ્યું હતું, (વાંચો તલાશ 2)  જીતુભાએ વીટીનું રહસ્ય સમજાવતા કહ્યું. સોનલ આશ્ચર્યથી આ વાત સાંભળી રહી. કોઈને ખતમ કરવાની વાતથી એને થોડી ગભરામણ થવા લાગી હતી. પણ અત્યારના સંજોગોમાં એની પોતાની સલામતી પણ જરૂરી હતી. વિક્રમની વાતો જે રીતે સાચી પડી હતી પૃથ્વી પર હુમલાની અને જીતુભાને કામ પરથી કાઢી મુકવાની) હવે વિક્રમ થી સાવચેત રહેવું જરૂરી હતું, 

"તો આ લાખોની જણસ હવે મારી આંગળીએ શોભશે બરાબર?" સહેજ મુશ્કુરાઈને સોનલે કહ્યું. ત્યાં ડોરબેલ વાગી. હોલમાં બેઠેલા જયાબાએ બારણું ખોલ્યું. પ્રદીપભાઈ હેમા બહેન અને મોહિનીએ ઘરમાં પ્રવેશ કર્યો. સોનલ અને જીતુભા જીતુભાનાં બેડરૂમમાં બેગ પેક કરતા હતા. મોહિની ત્યાં આવી સોનલે એને દૂરથીજ જોઈ ને વીટી દેખાડી. એ પણ સ્ત્રી સુલભ ઉત્સુકતાથી તરત જ વીંટીને ધ્યાનથી જોવા લાગી, 

"આ જો પૃથ્વીજીના અને જીતુભાનાં સ્નેહા અને નીતા ભાભીએ તારા અને મારા લગ્નની ભેટ મોકલી છે. આ તારા માટે. કહી સોનલે મોહિનીને એના નામનું બોક્સ આપ્યું. એને પણ તરત જ એ બોક્સમાંથી વીંટી કાઢીને પોતાની આંગળીમાં પહેરી લીધી બન્ને વીંટી સરખી હતી.

"અરે જીતુ, આ તો બહુ મોંઘી વીટી છે." મોહિનીએ કહ્યું. 

"હા, મોંઘી પણ છે અને તમારી બન્નેની રક્ષક પણ છે કહી જીતુભાઇ મોહિનીને વીંટીનું રહસ્ય સમજાવ્યું અને સોનલને કહ્યું જલ્દી મારી થાળી કર, મને એરપોર્ટનું લેટ થાય છે."

"ચાલ સોનુ, આપણે રસોડામાં જઈએ. હું તને મદદ કરું," કહેતા મોહિની ઉભી થઇ પણ સોનલે એને રોકી, અને કહ્યું "માંડ 4-5 મિનિટ છે તમારા બન્ને પાસે ફટાફટ એક મેકને દિલની વાત કરી લો. જીતુડો હવે પાછો ક્યારે આવશે એ નક્કી નથી." કહીને એ બેડરૂમમાંથી નીકળી તરતજ મોહિની ઉભી થઇ અને જીતુભાને વળગી પડી . જીતુભાએ પણ એને એકદમ પોતાનાથી ચિપકાવી લીધી બન્નેના ગરમાગરમ ઉચ્છ્વાસ ભટકાયા. જીતુભાએ પોતાના જમણા હાથથી મોહિનીની ઠોડી પકડી સહેજ ઉંચી કરી અને એક હળવું ચુંબન એના ગાલ પર કર્યું અને કહ્યું. "મોહિની, સોનકીમાં હજી છોકરમત છે પણ તું બને એટલો વખત એની સાથે રહેજે.હું ચાર છ દિવસમાં પાછો આવી જઈશ."

"પણ તને ખબર છે એ હલકટ કોણ છે? જેણે સુરેન્દ્ર અંકલ ને કિડનેપ કર્યા છે"

"હા થોડું સોનલે કહ્યું, થોડું અનોપચંદે, મને સમજાયું છે કે આ આખું કાવતરું કોનું છે. એ હરામખોર વિક્રમને તો હું છોડીશ નહિ, એણે પૃથ્વી પર પણ હુમલો કરાવ્યો છે ત્યાં બેલ્જિયમમાં. નસીબથી એ ત્યાંથી નીકળી ગયો હતો પણ મારો એક બીજો મિત્ર બહુ ઘવાયો છે. હોસ્પિટલમાં જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે." કહેતા જીતુભાએ મોહિનીને પોતાના બહુપાશમાંથી મુક્ત કરી. બન્નેએ પોત પોતાના કપડાં સહેજ ઠીક કર્યા અને બહાર આવ્યા. જીતુભાને ખરેખર ફ્લાઇટ પકડવાનું મોડું થતું હતું. ફટાફટ બધા જમવા બેઠા. પ્રદીપ ભાઈએ કહ્યું કે 'હું એરપોર્ટ પર મૂકી જાવ' પણ જીતુભાએ એમને નમ્રતાથી ના કહી. મોહિનીને અહીં સોનલ પાસે રોકવા દેવાની વાત કહી. પછી જીતુભા એ પોતાની ટ્રાવેલ બેગ અને સોલ્ડર પાઉચ ઉપાડ્યું અને બિલ્ડીંગના કમ્પાઉન્ડની બહારથી ટેક્સી પકડીને એરપોર્ટ જવા રવાના થયો. અર્ધો કલાક બેસીને પ્રદીપભાઈ અને હેમા બહેન પણ પોતાના ઘરે જવા નીકળ્યા. 

xxx 

"મોહનલાલ આ વખતે આજે તમે બહુ અઘરું કામ આપ્યું છે" ભરાવદાર અવાજ વાળો કહી રહ્યો હતો.

"એના રૂપિયા પણ એટલા જ મળશે. શા માટે નાહક ની ચિંતા કરે છે, તે આવા અનેક કામ કર્યા છે."

"એક વાત પૂછું?"

"આમ તો આ સવાલનો જવાબ ના જ હોય તને ખબર છે છતાં પૂછ. જો યોગ્ય લાગે તો જવાબ આપીશ."

"આ કિસ્સામાં બિઝનેસ એથિક્સ...."

"મારે જવાબ આપવાની જરૂર નથી. તને ના ફાવે તો મારી પાસે કામ કરનારાઓની કમી નથી."

મેં ક્યારે કહ્યું કે હું કામ નહિ કરું. પણ એમાં સમય લાગશે"

"કેટલો?"

"15-18 દિવસ" 

"વધુમાં વધુ 6 દિવસ અને ન થાય એમ હોય તો સવારે 6 વાગ્યે ફોનથી કહી દેજે. નહીં તો હું માનીશ કે તું કામ કરવાનો છો" કહી મોહનલાલે ફોન કટ કર્યો. 

xxx 

"થેંક્યું મિસ્ટર, આમ અજાણ્યા દેશમાં અમને મદદ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર," એક અત્યંત આકર્ષક અને અતિ ધનવાન છતાં સાલીન દેખાતી યુવતી દુબઈના એરપોર્ટના એક કાફેટેરિયામાં સામે બેઠેલા પૃથ્વીને કહી રહી હતી.

"અરે એમાં થેંક્યુ શું.એક મહિલા અને એમાંય ભારતીય ગમે ત્યા મુસીબતમાં હોય, તો કોઈપણ ભારતીય એને મદદ કરે જ."

"પણ આમ સાવ અજાણ્યા મુલ્કમાં અચાનક આન્ટીની તબિયત લથડી. કનેક્ટિંગ ફ્લાઇટ 4 કલાક પછીની, અને હું અસમંજસમાં હતી કે હોસ્પિટલ લઇ જાઉં કે પછી ઇન્ડિયા પહોંચવાની રાહ જોઉં. આ તમને સમજાયું કે કૈક મુસીબત છે એટલે તમે તરત જ તમારા કોઈ મિત્રને બોલાવ્યા અને એણે બેસ્ટ ડોક્ટરની સાથે આવીને સરસ ટ્રીટમેન્ટ આપી."

"એનું નામ ઝાહેદ છે, શેખ ઝાહેદ. અહીંના રાજઘરાનાના અનેક વારસદાર માંથી એક છે.

"અને તમારું નામ? બાય ધ વે હું પૂજા, પૂજા રાઠોડ અને જેમની સારવાર તમારા મિત્રએ કરાવી, એ મારા આંટી સુમતિ ચૌહાણ."  

"પૃથ્વી, પૃથ્વી સિંહ પરમાર"

"તમે એન્ટવર્પથી આવ્યા ને? બિઝનેસ કે પછી જોબ?

"મારો ઇમ્પૉર્ટેક્સપોર્ટનો નાનકડો બિઝનેસ છે તમે?"

"મારેય ભગવાનની દયાથી 5-7 ફેક્ટરી છે. 800-1000 માણસ એમાં કામ કરે છે. અને પોતાનું ઘર ચલાવતા મારી વિદેશ યાત્રા રખડવાના મોજશોખ ઉપરાંત મારા મેકઅપને અન્ય ખર્ચ જેટલું મને કમાવી આપે છે?” સહેજ હસતા પૂજાએ કહ્યું પછી ધીરેથી ઉમેર્યું "આ મારી આંટી જેટલી હું ધનવાન નથી. તમે વી.સી.એન્ટરપ્રાઇઝ નું નામ સાંભળ્યું હશે જ એના હાલના ચેરમેન મિસ્ટર વિક્રમ ચૌહાણના મોમ છે આ સુમતિ આંટી"

 xxx 

"રાજીવ, મેં તને કહ્યું હતું કે મને કોઈ ગરબડ ન જોઈએ. છતાં. હવે મુકેશ અને ગણપતિનું શું કરવાનું છે? વિક્રમ ગુસ્સામાં પૂછી રહ્યો હતો.

"બોસ એમાં મારો વાંક ન હતો. પરફેક્ટ પ્લાનિંગ હતું. એ બન્નેનો ઓવર કોન્ફિડન્સ એમને ભારે પડ્યો. સવારે બાઈક ઉડાવ્યા પછી ફરીથી એ જ બન્ને ત્યાં ગયા એમાં."

"પણ તારે એને બદલે કોઈ બીજાને મોકલવા જોઈએ."

"મેં એમને ના પાડેલી અને બીજા 2 જણાને ગોઠવેલા પણ રૂપિયાની લાલચમાં મુકેશે એ બન્નેને બદલે ગણપત સાથે પોતે જ ત્યાં પહોંચી ગયો.પેલા બન્નેને ના પડી દીધી."

"હવે એનું શું સ્ટેટ્સ છે?"

"સોલિસિટર મુલચંદાનીનો આસિસ્ટન્ટ પોલીસ ચોકીમાં હમણાં પહોંચશે. એ બન્ને બાઈક એક્સીડન્ટ કબૂલશે. ભવિષ્યમાં સારા વર્તન ની ખાતરી આપશે. પેલા બન્નેને હોસ્પિટલનો ખર્ચ અને બાઈક રીપેરીંગના રૂપિયા મળશે એટલે મુકેશ અને ગણપત બંને છુટ્ટા."

"ઠીક છે" કંઈક વિચારીને વિક્રમે કહ્યું પણ જેવા એ બંને છૂટા થાય એટલે તરત એમને મહારાષ્ટ્રની બહાર ક્યાંક મોકલી દેજે જરૂરી લાગે તો ... સમજી ગયો?"

 હા વિક્રમ એ બંને ક્યારેય કોઈને કંઈ નહિ કહે બસ."

"વેરી ગુડ. અને મારી ડ્રિમ ગર્લ ની શું હાલત છે?"

"એ એના ઘરે જ છે એનો ભાઈ હમણાં ઉદયપુર જવા રવાના થયો છે 20 મિનિટમાં એરપોર્ટ પહોંચશે:"

"તને નથી લાગતું કે મારો થનારો સાળો ખોટી દોડધામ કરે છે.  એની હાઉ એને રોકવો જોઈએ?" 

"હવે એણે ટિકિટના રૂપિયા નાખ્યા છે તો ભલે ઉદયપુર જાય. ત્યાં એનું જોરદાર સ્વાગત કરવાની બધી વ્યવસ્થા કરી નાખી છે," કહી રાજીવે ફોન કટ કર્યો અને બીજા કોઈને ફોન જોડ્યો.

 

ક્રમશ:  

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.