Talash 3 - 11 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 11

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

તલાશ 3 - ભાગ 11

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

 

"ડોક્ટર કઈ ખતરા જેવું નથી ને?" રાજીવ ડોક્ટરને પૂછી રહ્યો હતો એ જયારે વિક્રમના બંગલે પહોંચ્યો ત્યારે વોચમેન બંગલા બહાર એકદમ એલર્ટ હતા. અને કાયમી નોકરો પોતપોતાના ક્વાર્ટરમાં કેજે બંગલાના પ્રાંગણમાં જ હતા ત્યાં આરામ કરતા હતા 3 માળના બંગલામાં ત્રીજો માળે જ્યાં વિક્રમનો બેડરૂમ હતો એ સિવાય માત્ર પેસેજની નાની લાઈટો જ હતી. બંગલામાં કોઈ ચહલપહલ ન હતી રાજીવ વિક્રમના બેડરૂમ સુધી પહોંચ્યો અને જોયું તો શેરા પોતાની ઇઝી ચેરમાં ઘસઘસાટ ઊંઘતો હતો. એણે શેરાને જગાડવા માટે 2-3 બૂમો પડી પણ એ હલ્યો પણ નહિ..એની બૂમો નોકરોએ સાંભળી અને બહાર ઊભેલા વોચમેને પણ સાંભળી. એક વોચમેન દોડી આવ્યો અને સાથે જ પરચુરણ કામ કરનાર છોકરો એક ડ્રાઈવર માળી રસોયણ બાઇ વિગેરે બધા ભેગા થઇ ગયા હતાં.

"ખાસ કંઈ ચિંતા જેવું નથી. પણ તમારે લોકો એ સાવચેત રહેવાની જરૂર છે. આ શેરાને અને વિક્રમને કોઈએ ઊંઘની ગોળીનો હેવી ડોઝ આપી દીધો છે. થોડો વધારે ડોઝ એ બન્નેની મોતનું કારણ બની શકે એમ હતો. કાંઈ નહિ મેં એન્ટી ડોઝના ઇન્જેક્શન આપ્યા છે. હવે સવાર સુધી એ બન્નેને સુવા દો સવારે સ્વસ્થ થઇ જશે. આમેય આ બંને ને આરામની જરૂર છે".

"થેન્ક્યુ ડોક્ટર, સોરી આમ આટલા મોડા તમને હેરાનગતિ થઈ.' રાજીવે વિવેક કરતા કહ્યું 

"રાજીવ તારી જવાબદારી બહુ વધી ગઈ છે સાવચેત રહેજે. બને તો થોડા દિવસ ઓફિસનું કામ પપ્પાને સોપીને વિક્રમ ની સાથે જ રહે જે. ડોકટરે જતા જતા કહ્યું.

xxx 

મંગલશીના કહેવાથી રુપશી સુરેન્દ્ર સિંહને પોતાના ગામ થી હાઇવે સુધી પોતાની બાઇકમાં મૂકી ગયો હતો. મંગલશીનો બોસ દેવરાજ ફ્રીલાન્સ ખબરી તરીકે કામ કરતો હતો અને સુરેન્દ્રસિંહે બે એક વાર પોતાના પ્રાઇવેટ ડિટેક્ટિવ ના કામ માં એની મદદ થી ખબર મેળવી હતી અને એને માતબર મહેનતાણું પણ આપેલું. વળી જયારે એને સુરેન્દ્રસિંહને કિડનેપ કરવાનું કામ મળેલું ત્યારે એ જાણતો ન હતો કે સુરેન્દ્રસિંહને કિડનેપ કરવાના છે વળી સોપારી આપનારે છેલ્લે એને સૂચના આપી કે 24 કલાક પછી કંઈક બહાનું કરીને એમને મુક્ત કરી દેવાના છે. પૈસા પણ પુરા મળ્યા હતા અને સુરેન્દ્રસિંહને એ ઓળખતો હોવાથી એણે સુરેન્દ્રસિંહને આગ્રહ કરીને જમાડ્યા પછી રુપશીને  ગામના હાઇવે સુધી પહોંચાડવા માટે મોકલ્યો હતો.

 "કાકા કહેતા હો તો શ્રી નાથદ્વારા સુધી મૂકી જાઉં"

"ના અહિયાંથી મને કોઈ કારમાં કે અન્ય વાહનમાં લીફ્ટ મળી જશે."

"ભલે તો હું જાઉં. જય શ્રી નાથજી" કહી ને એ વિદાય થયો. સુરેન્દ્ર સિંહ ઝાડ નીચે બેઠક જમાવી એમની કારનો તો ડુચ્ચો નીકળી ગયો હતો લગ્ન માટે ખરીદેલ સાડીઓ અને પોતાનું પાઉચ વિગેરે 2 સુટકેશ એમની પાસે હતી. રત્ન 10 વાગ્યા હતા. એક પછી એક વાહનો પસાર થઇ રહ્યા હતા. સુરેન્દ્રસિંહ એ વાહનોને રોકવાની કોશિશમાં હતા. છેવટે એક કાર ઉભી રોકાઈ. એટલે કે લગભગ 20 ફૂટ આગળ ગઈ અને પછી બ્રેક મારી પાછળની સાઈડ બેઠેલા એક યુવાને બારી માંથી ડોકું કાઢીને સુરેન્દ્ર સિંહને પૂછ્યું. "બોલો કાકા ક્યાં સુધી જવું છે તમારે."

"શ્રીનાથદ્વારા, મને ગામ બહાર ઉતારી દેશો તોય ચાલશે."

"ગામ બહાર શું કામ છેક ધર્મશાળા સુધી એટલે કે કાર જ્યાં સુધી જશે ત્યાં સુધી ઉતારી દેશું આમેય અમે પણ ત્યાં જ જઈએ છીએ." કહીને એણે પાછળનું બારણું ખોલ્યું. સુરેન્દ્ર સિંહે અંદર ડોકિયું કર્યું. અને સહેજ અચકાયા ચહેરે જોઈ રહ્યા. પાછળ બેઠેલો યુવાન એમની દ્વિધા સમજ્યો અને એને આગળ ડ્રાઈવ કરી રહેલા યુવાનને કહ્યું "સાહિલ, ડીકી ખોલ, અંકલની બેગ રાખી દઉં." જવાબમાં ડ્રાઈવરે સહેજ મુશ્કુરાઈને ડેકીનું લોક ખોલ્યું સુરેન્દ્રસિંહે બન્ને બેગ એમાં મૂકી અને પછી પાછળની સીટ પર ગોઠવાયા અને કહ્યું "થેંક્યુ."

"અરે નો પ્રોબ્લેમ અંકલ, અમે પણ ત્યાં જ જઈએ છીએ. આલી એક જ તકલીફ છે કે અમને લોકોને ભૂખ લાગી છે. આગળ 3 કિમિ પછી એક સરસ ધાબો છે ત્યાં જમશું એટલે 20-25 મિનિટ હોલ્ટ કરવો પડશે પછી તમને છેક તમારી ધર્મશાળામાં રમ સુધી હું સામાન મૂકી જઈશ ચાલશેને." 

"પણ એકલા આપણે જ શું કામ? અંકલ પણ આપણી સાથે જમશે" ડ્રાઇવરની બાજુમાં બેઠેલી આકર્ષક પણ સાલિન દેખતી યુવતીએ કહ્યું. 

"ના હું જમીને જ નીકળ્યો છું. ઈનફેક્ટ મારા એક મિત્ર હાઇવેથી થોડા અંદર રહે છે હું એમના ઘરે જ હતો મારું નામ સુરેન્દ્રસિંહ છે મુંબઈ રહું છું અને કાપડના બિઝનેસમાં છું."

"હું અજય, આ ડ્રાઈવે કરે છે એ મારો ભાઈ સાહિલ, અને આ એમની પત્ની નીના" સહેજ કટાણું મોં કરીને પાછળ બેઠેલા અજય ઉર્ફે અઝહરે કહ્યું. અને ડ્રાઈવ કરી રહેલા સાહિલ ઉર્ફે શાહિદ અને નીના ઉર્ફે નાઝનીન હસી પડ્યા.

xxx  

"પૂજા રાજીવ બોલું છું. હ એક મોટી ગરબડ થઈ છે. વિક્રમ અને શેરા ને કોઈએ ઊંઘની ગોળીનો હેવી ડોઝ આપી દીધો છે. એ બંને લગભગ બેહોશ છે. મેં મહેતા અંકલને બોલાવ્યા હતા એમને એન્ટી ડોઝ આપ્યો છે પણ સવાર પહેલા એ ઉઠશે નહિ તારે અર્જન્ટ શું કામ હતું એ કહે."

"અહીં આન્ટીની તબિયત અચાનક ખરાબ થઇ છે અને દુબઈમાં એક હોસ્પિટલમાં 24 કલાક ઓબ્ઝર્વેશન માટે રાખ્યા છે. વિક્રમ અહીં આવ્યો હોત તો સારું પડત."

"તું કહેતી  હો તો હું સવારે આવી જાઉં. કેમ છે હવે એમને?"

"સારું છે એક ઇન્ડિયન મળી ગયો હતો. એણે ડોક્ટર અને હોસ્પિટલના એરેન્જમેન્ટ માં ખુબ હેલ્પ કરી."  

"ઓકે. તો હવે?"

કઈ નહિ તું સવારે વિક્રમને કહેજે મને ફોન કરે."

xxx 

"અંકલ ખાલી દાળ ચાવલ જ લીધા. એકાદ રોટી અને સબ્જી પણ લઇ લો" નીના આગ્રહ કરતી હતી. 

"ના બેટા મારું પેટ ભરેલું છે. અને હવે વધારે ખાઈએ તો પછી એસીડીટી ની તકલીફ થાય."

"અરે એમ કેમ એસીડીટી થાય? 2 આઈસ્ક્રીમ ખાઈ લેવાની એટલે પૂરું. અરે અજય, આ સાહિલ ક્યાં ગયો. આઈસ્ક્રીમ તો મંગાવ્યો જ નથી. જ જરા આપણા બધા માટે સરસ 2 જાતના ફેમિલી પેક લઈ આવ" 

"ભાઈ તો ગાડીમાં આગળના વહીલમાં થોડી હવા ઓછી લાગી એટલે હવા પુરાવે છે. હું આઈસ્ક્રીમ લઈને આવું ત્યાં આવી જશે. કહી અઝહર ટેબલ પરથી ઉભો થઇ કાઉન્ટર તરફ ગયો.

"તમારા ઘરમાં કોણ કોણ છે?"  અચાનક નીનાએ પૂછ્યું.

"હું ને મારી દીકરી, હવે થોડા દિવસમાં એના લગ્ન છે." સુરેન્દ્રસિંહે કહ્યું 

"વાહ મારા લગ્ન પણ હમણાં 2-3 મહિના પહેલા જ થયા છે. મારે સાસુ સસરા નથી એક દેર છે જે બહુ રમતિયાળ છે. સહેજ હસતા નીનાએ કહ્યું.

"મારી દીકરીનું સાસરું જોધપુરમાં છે."

"અરે વાહ હું જેસલમેરની છું. અત્યારે અમે બાડમેર માં રહીયે છીએ. આમતો મારા પપ્પા નો લંડન અને સાઉથઆફ્રિકામાં બિઝનેસ છે. તમે જેસલમેરમાં ઓળખતા હો તો ગુલાબચંદ ગુપ્તાની હું ભત્રીજી થાઉં. આતો તમારો બિઝનેસ ફરવાનો છે ને એટલે પૂછ્યું." નીના ગુપ્તા ઉર્ફે નાઝનીન બોલતી હતી અને સુરેન્દ્રસિંહના મનમાં કંઈક વિસ્ફોટ થયો આ ગુલાબચંદ ગુપ્તા નામ એમને થોડા દિવસ પહેલા જ સાંભળ્યું હતું. અરે એના વિશે ઘણી વાતો થઇ હતી પણ ગઈકાલથી થયેલ હેરાનગતિનો કારણે એમને અત્યારે યાદ આવતું ન હતું. 

xxx 

સોનલની નજર સામે યુરોપના કોઈ અજાણ્યા શહેરમાં પૃથ્વી ભાગી રહ્યો હતો એ ઠેકઠેકાણે ઘવાયેલ હતો એના શર્ટના લિરા ઉડી ગયા હતા. પગમાં બુટ પણ ન હતા. એની પાછળ 4-6 લોકો હાથમાં ગન લઈને દોડતા હતા સોનલે આ જોયું એને મન થયું કે એ પૃથ્વીને સદ્ પાડીને અહીં ઘરમાં બોલાવી લે એણે બુમ પાડવાનો પ્રયાસ કર્યો પણ અવાજ એના ગળામાંથી નીકળ્યો નહિ અચાનક પૃથ્વી ભાગતા ભાગતા પડી ગયો એણે દયામણી નજરે સોનલ સામે જોયું. જાણે પોતાનો જાણ બચાવવાની ભીખ માંગતો હોય. એનો પીછો કરનારા એની નજીક આવ્યા.ને પૃથ્વીને ઘેરી લીધો હવે એ ભાગવાની કોશિશ કરતો ન હતો માત્ર સોનલ સામે જોતો હતો એનો પીછો કરનારાઓએ પોતપોતાની ગન પૃથ્વી તરફ તાકી પૃથ્વી એ છેલ્લી વાર સોનલ સામે જોયું એની આંખોમાં કરુણા હતી. એક સાથે બધાની ગન ગરજી ઉઠી અને 'ધાય ધાય' ના અવાજની સાથે જ પૃથ્વી મરણ ચીસથી સોનલના કાન ફાટી ગયા. એના ગળાના અટવાયેલા ચીસ બહાર સરી પડી "બચાવો, બચાવો" 

"શું થયું સોનુ" કહેતા મોહિની એ એને ઢંઢોળી. એની આખો ખુલી ગઈ અને હમણાં જ જોયેલા બિહામણા સપનાને કારણે એના આખા શરીરમાં પરસેવો ફૂટી નીકળ્યો હતો. ગઈકાલ રાતથી અત્યાર સુધી આખો દિવસ મનને જે હિંમત આપી હતી એ ભાંગી પડી હતી. એ ડુસકા ભરવા લાગી. એ જ વખતે એના ફોનમાં ઘટાડી વાગી મોહિની એ સોનલનો ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર નજર પડતાંજ એના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. એણે  સોનલને કહ્યું કે 'પૃથ્વીજીનો કોલ છે. પણ તારે સ્પીકર ચાલુ રાખવું પડશે.' આનંદને કારણે સોનલના ડુસકા અટક્યા એણે મોહિનીના હાથમાંથી ફોન છીનવી લીધો અને બેડરૂમની ગેલેરીમાં જઈને બારણું બહારથી બંધ કરી દીધું. મોહિની એની સામે જોઈને હસતી રહી. 

xxx 

"મિસ્ટર જીતુભા, એક મિનિટ, કોઈ અવાજ કર્યા વગર ચુપચાપ અમારી સાથે આવો અને આ સામે ઉભેલી કારમાં બેસી જાઓ." 

"કોણ છો તમે લોકો?"

"એલસીબી, એટલે કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ હવે ચુપચાપ અમને કોઓપરેટ કરો નહીતો." કહી જીતુભનું બાવડું પકડવા ગયો એટલે જીતુભા એ કહ્યું હું આવું છું તમારી સાથે કૈક ગેરસમજ છે હું કંપનીના કામે અહીં આવ્યો છું."

"જે કઈ કહેવું હોય એ અમારા સાહેબને કહેજો" કહી એ માણસ જીતુભાને પાછળની સીટ પર બેસાડીને એની બાજુમાં બેસી ગયો. પાછળની સીટ પર એક માણસ પહેલેથી જ બેઠેલો હતો ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી એરપોર્ટની લાઈટો પુરી થઇ અને સુમસામ રસ્તો આવી ગયો લગભગ 8-7 કિલોમીટર પછી ઉદયપુર શહેરહતો ડ્રાઈવર અને પાછળ જીતુભાની આજુબાજુ બેઠેલા બંને મનમાં મુશ્કુરાતા હતી અચાનક ડ્રાઈવરનું ધ્યાન આગળ પડ્યું એમની કાર થી લગભગ 200 ફૂટ દૂર આગળ જતો સુમો અચાનક અટક્યો હતો અને એ રોડ ઉપર એવી રીતે ઉભો હતો કે એને ક્રોસ કરવો કે ઓવરટેક કરવો અઘરો હતો "સા .." ગંદી ગાળો બોલતા ડ્રાઈવરે કારની સ્પીડ ઘટાડી. કાર 40 ફૂટ જેટલી દૂર રહી કે, સુમોની પાછળથી એક માણસ બહાર આવ્યો. 6 ફૂટની ઉંચાઈ, માથે ચંદન અને કંકુનું તિલક, સુરમો આંજેલી આંખ, અને જાણે ટ્રેડમાર્ક હોય એવી રીતે મોમાં રહેલું પાન. એણે પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો કાર 25 ડગલા કેટલી દૂર હતી કાર ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક મારી એજ વખતે સુમો પાછળથી નીકળેલ યુવાનનો હાથ ઉંચો થયો એમાં દેશી તમંચો હતો એણે ડ્રાઈવરનું નિશાન લઈને તમંચો ચલાવ્યો. વિન્ડ સ્ક્રીનનાં ફુરચા ઉડી ગયા. અને ડ્રાઈવરના ખભાને ઘસીને ગોળી ડ્રાઈવર સીટમાં અટકી એ સાથેજ ફટાફટ ડ્રાઈવર અને પાછળ બેઠેલા બંને પોત પોતાનો દરવાજો ખોલીને અંધારામાં ગાયબ થઇ ગયા. જીતુભા આ અપ્રત્યાશિત ઘટનાનું મનમાં આકલન કરી રહ્યો હતો. સુમો વાળો યુવાન કારની નજીક આવ્યો એના હાથમાં હાજી તમંચો લહેરાતો હતો કર્ણ પાછળના દરવાજા પાસે આવીને એણે કહ્યું. "જીતુભા સર,વેલકમ ટુ ઉદયપુર" એ ગિરધારી હતો.

 

ક્રમશ: 

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.