Kanta the Cleaner - 49 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 49

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 49

49.

કાંતા હોટેલ ટુરિસ્ટ હેવન પર ગઈ. તેને તો નોકરી પર રાખી લેવામાં આવેલી. હજી જીવણનું ઠેકાણું પડ્યું ન હતું. જો કે તેનાં પેપર્સ ચારુની મદદથી ભાર્ગવ એસોસીએટ દ્વારા નવેસરથી મૂકવામાં આવેલાં.  એ છતાં જીવણ કાંતા સાથે ગયો.

તરત વ્રજલાલ અગાઉથી કહ્યા મુજબ તેમને રાધાક્રિષ્નનની ચેમ્બરમાં લઇ ગયા.

"આવી ગઈ કાંતા? તો મહત્વની કડી આપણે પોલીસને બતાવવાની છે એ છે, અગ્રવાલનું ગળું ઘોંટી હત્યા કોણે કરી. હું તારી એડવોકેટ ચારુ બંસલ, આપણા વ્રજલાલની દીકરીને બોલાવું છું. તું  એની સામે એક એક વિગત કહેતી જા."  તેમણે કાંતા અને જીવણને આવકાર્યાં અને તરત કહ્યું .

ચારુ ત્યારે કોઈ કોર્ટ કેસમાં હતી. થોડી વારમાં તે આવી પહોંચી. એ દરમ્યાન કાંતા અને જીવણ બહાર સોફા પર બેસી રહ્યાં.

જીવણે  જે કહ્યું હતું કે હું  રાઘવ અગ્રવાલની હત્યા શા માટે કરે તે કહી શકીશ તે તેણે કહ્યું. 

તેણે સહુ સાથે પોતાને છેલ્લે રાખવામાં આવેલો તે રૂમમાં જવાની રજા માંગી. સહુ એ રીતે ગયાં. તેણે પોતે જ્યાં એ રાત્રે રહેલો તે કહ્યું.  રાઘવ એ રૂમમાં આવ્યો ન હતો પણ તેને  બહાર લોબીમાં ઊભી એ જ રીતે ફોન પર હાથ રાખી વાત કરતો જોયેલો એ કહ્યું. એ વખતે  ફોનમાં સામેથી સ્ત્રીનો અવાજ હતો એમ લાગેલું  પણ  કદાચ સામે સ્ત્રી નહીં, પુરુષ હતો. સ્ત્રી નો અવાજ લોબીમાં કે સામેથી એની શંકા હતી તે કહ્યું.

હવે કડીઓ મળવા લાગી. કાંતાએ કહ્યું કે તેને નાઈટ ડ્યુટી સોંપવામાં આવી કે તરત તેને પહેલાં સરિતાએ બોલાવેલી. તેને એ કહેવું જરૂરી નહોતું લાગ્યું કે પોતે એ વખતે ગઈ ત્યારે અગ્રવાલે ડોર ખોલેલું  અને લગભગ પોતાની સાથે અથડાયેલા. અગ્રવાલ ત્યારે જીવતા હતા, બરાબર હતા. પછી તેમણે પેલી સેફ ખોલીને એક કાગળ લીધું. પોતે  એ વખતે એ કપલ માટે લંચ આવેલું તે સાફ કરી લઈ જતી હતી ત્યારે તેમની વચ્ચે આવા સંવાદો સાંભળેલા કે "હવે તો તને શાંતિ ને? "  અગ્રવાલ સહેજ ગુસ્સામાં મોં ચડાવી સરિતાને કહેતા હતા.

"તે આ થઈ જાય એ સારું પણ એટલું  બસ નથી. હું કહું છું, બધાં સમજીને બેસીએ. એ છોકરી.." અને અગ્રવાલે તેને શટ અપ કહી બરાડો પાડેલો. પોતે રૂમમાંથી બહાર નીકળી ત્યારે કસમયે  રાઘવ લિફ્ટ પાસે  ક્લીનિંગ ટ્રોલી લઈ ઊભેલો. કાંતાને જોતાં તે સ્મિત આપી બીજી લીફટમાં  જતો રહેલો.

કાંતાએ કહ્યું કે પોતે તેને બોલાવ્યો પણ ખરો, તેણે ધ્યાન ન આપ્યું.

જીવણે કહ્યું કે તે એક ઓશીકું ગુમ હતું તે પોતે જોયું છે. જે દેખીતું છે તે કોઈને દેખાતું નથી. તે સહુને સ્યૂટ 712માં લઈ ગયો. અહી તેણે રૂમની બાથરૂમ બતાવી જેમાં સિંક નીચે એક નાની શેલ્ફ હોય છે. તે આ રૂમમાં ન હતી.

તેણે પોતે પુરાયેલો તે રૂમની બાથરૂમ બતાવી. અહીં વોશ બેઝીન નીચેથી જતા પાઇપના વળાંક સાથે કાઈંક બાંધેલું તે મોબાઈલની ટોર્ચ કરી બતાવ્યું. તે આ શેલ્ફ પર પડેલું અને પાઇપના વળાંક સાથે  બાંધેલું. સિંકના સ્ટોન નીચે દેખાય તેમ ન હતું. તે એને અડ્યો નહીં. ઇન્સ્પેકટર જાડેજાએ આ પાઇપ નીચેની વસ્તુ કઢાવી. તે ડબલ વાળીને  પ્લાસ્ટિકની પાતળી દોરીથી બાંધેલું ઓશીકું  હતું. તેનું સફેદ કવર ગુમ હતું.

હવે કાંતાએ કહ્યું કે તેને યાદ આવે છે કે જ્યારે સરિતા નહાતી હતી અને કપડાંનો ગંદો ડૂચો બહાર પડેલો ત્યારે તેને લાગેલું કે આ સ્યુટ, જેમાં આગળ ડ્રોઈંગરૂમ, એક બેડરૂમ અને તેને અડીને બાલ્કની છે, તે ખૂણે કોઈ હોય એવું લાગેલું. 

"તને  કેમ એવું લાગ્યું?" ઇન્સ્પેકટર ગીતાબાએ પૂછ્યું.

"બેડ સામેના અરીસામાં  સામેથી લાઈટ આવતી હતી તેમાં એક ખૂણે કોઈ હોય અને બાલ્કની તરફ જતું હોય એવું લાગેલું. પડછાયો હોઈ શકે. એક ક્ષણ પોતે ડરી ગયેલી પણ આજુબાજુ જોતાં કોઈ ન હતું એટલે મને ભ્રમ થયો હશે એવું મને લાગેલું. એ વખતે સરિતા મેડમ ક્યાં છે તે મેં જોયું, તેઓ નહાવા જતાં રહેલાં કે બાથરૂમ અને બેડરૂમ વચ્ચેના પેસેજમાં હતાં એ કહી શકું એમ નથી. આ પડછાયો ચોક્કસ બાલ્કની પાસેનાં સ્લાઇડિંગ ડોર પાસે હતો અને ડ્રેસિંગ ટેબલના અરીસામાં બિલકુલ તેની જમણી બાજુએ રાખેલા ટેબલ લેમ્પ થી  પ્રકાશ પડે એટલે શક ગયેલો. 

તો બાલ્કનીમાં કાઈંક હોવું જ જોઈએ. મને  અગ્રવાલજી મૃત્યુ પામ્યા પછી રૂમ સીલ મારી સાફ કરવા બોલાવી ત્યારે બાલ્કનીમાં જવા દેવાએલી ન હતી. મોનાનું કામ તો ઉડઝૂડિયું.  એ બાલ્કનીમાં  સાફ કરવા ગઈ જ ન હોય."   કાંતાએ કહ્યું.

તેઓ બધાં બાલ્કનીમાં ગયાં જ્યાં થોડી વાર બેસવા એક નેતરની ખુરશી પડી રહી હતી. તેની જગ્યા, કાંતાના કહેવા મુજબ ભીંતને અડીને, બાલ્કની અને રૂમને જુદો પાડતાં કાચનાં સ્લાઇડિંગ ડોર પાસે હોય તે સીધી નહીં, થોડી ત્રાંસી અને દૂર હતી  ખુરશી ઉપર  બેસવા માટે ગાદી પડેલી.

"અહીં તો કદાચ  અમારું પોલીસનું કોઈ આવ્યું જ ન હતું. કાંતા, ગાદી ઉપાડ." ઇન્સ્પેકટર ગીતાબાએ આદેશ આપ્યો. કાંતાએ ગાદી ઉપાડવા સહેજ ઊંચી કરી અને તે બોલી ઉઠી "મેડમ, સાચે, આંખ સામે હોય તે દેખાતું નથી હોતું. આ સફેદ કપડું ઉલટાવો. પાછલી તરફ હોટેલનું નામ કોતરેલું હશે." ઇન્સ્પેકટરે મોજાં પહેરેલાં હોઈ તે ઉપાડ્યું. 

"આ કપડું આપણે જે ઓશીકું સિંક નીચે શેલ્ફ અને પાઇપ સાથે બાંધેલું જોયેલું તેનું જ છે. એના માપનું જ છે."  કાંતા  ઉત્સાહથી કહી રહી.

"તો આ એક મિસિંગ ઓશીકાંનું રહસ્ય મળી ગયું. બલ્કે ઓશીકું એ જ હોઈ શકે જે હત્યામાં વપરાયેલું હોય." કહેતાં ગીતાબાએ તે કવર ઉપડાવ્યું. હોટેલનાં નામ નજીક માણસના કફ કે થુંક જેવો ડાઘ હતો અને ઉપર બીજા ડાઘા જેમાં એક બે લોહીનાં હોય એવાં ટપકાં પણ હતાં.

સહુ અવાક્ થઈને જોઈ રહ્યાં.

ક્રમશ: