The Buckingham Murders in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ધ બકિંઘમ મર્ડર્સ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

ધ બકિંઘમ મર્ડર્સ

ધ બકિંઘમ મર્ડર્સ

- રાકેશ ઠક્કર

        ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’ ને સમીક્ષકોએ થોડી વખાણી છે. કરીનાની 23 વર્ષની કારકિર્દીમાં નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ જોવા થિયેટર સુધી દર્શકો આવ્યા નહીં તેનું મુખ્ય કારણ આ એક વિદેશી બેકગ્રાઉન્ડ ધરાવતી ‘હિંગ્લીશ’ ફિલ્મ છે. મોટાભાગના સંવાદ અંગ્રેજીમાં હોવાથી હિન્દી દર્શકો માટે મુશ્કેલી ઊભી કરે છે. અલબત્ત હિન્દીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી છે.

        કરીના અભિનેત્રી તરીકે પહેલી વખત એકદમ ઈમોશનલ ભૂમિકામાં દરેક શેડમાં સફળ રહી છે. પાત્રનું દર્દ એના ચહેરા પર જોઈ શકાય એવો જીવંત અભિનય છે. તે હોલિવૂડની કોઈ અભિનેત્રી જેવું કામ કરી ગઈ છે. કરીનાના અભિનયને બહુ વખાણવામાં આવ્યો છે. ઉંમર વધવાની સાથે તેના અભિનયમાં નિખાર આવી રહ્યો છે. તેણે ફિલ્મમાં પોતાની ઉંમર છુપાવવાની કોશિશ કરી ન હોવાથી વધુ જીવંત લાગી રહી છે. તે હવે અલગ પ્રકારની ફિલ્મો પસંદ કરી રહી છે. અને પોતાની ભૂમિકા માટે યોગ્ય હોવાનું સાબિત કરી જાય છે. કરીનાની કારકિર્દીની વાત કરવામાં આવે તો મુખ્ય વ્યાવસાયિક સિનેમા અને મહિલાપ્રધાન ફિલ્મો વચ્ચે સારું સંતુલન બનાવી રાખવામાં સફળ જ રહી છે.

       એક વાતની નોંધ લેવા જેવી છે કે છેલ્લી ત્રણ ફિલ્મોમાં કરીના સામે રોમેન્ટિક હીરો તરીકે કોઈ ન હતું. ‘ધ બકિંઘમ મર્ડર્સ’ માં કરીનાએ એક માતાની ભૂમિકા ભજવી છે. એ તેની ઉંમર પ્રમાણે માની ભૂમિકામાં વધુ સારું કામ કરી શકી છે.

       એક ફિલ્મ તરીકે ‘ધ બકિંઘમ મર્ડર્સ’ ને ખરેખર તો દર્શકો તરફથી પ્રોત્સાહન મળવું જોઈતું હતું. દર્શકો મનોરંજક ફિલ્મો વધુ પસંદ કરી રહ્યા હોવાથી આવી ફિલ્મોએ સહન કરવું પડે છે. બીજી ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ ફિલ્મમાં ત્રણ અલગ ઝોનરના વ્યક્તિઓ ભેગા મળ્યા છે. જેમની કામ કરવાની રીત અલગ છે. છતાં સારી કહી શકાય એવી ફિલ્મ આપી શક્યા છે. કરીના હંમેશા વ્યાવસાયિક ફિલ્મોની હીરોઈન રહી છે. નિર્માત્રી એકતા કપૂર ડ્રામા ફિલ્મો માટે જાણીતી છે. જ્યારે શાહિદ, અલીગઢ જેવી ફિલ્મો અને ‘સ્કેમ’ ના નિર્દેશક હંસલ મહેતા મસાલા ફિલ્મોનો મોહ છોડીને હંમેશા યથાર્થવાદી ફિલ્મો આપતા રહ્યા છે. એમને ગંભીર ફિલ્મો માટે એવોર્ડ મળી ચૂક્યા છે.

       પહેલી વખત એમને ‘એ’ ગ્રેડની હીરોઈન કરીનાનો સાથ મળ્યો છે. અલબત્ત આ વખતે ફિલ્મ સામાન્ય લાગી રહી છે. એમણે ફિલ્મમાં સાઇકોલોજી, ધાર્મિક કટ્ટરતા, ડ્રગ્સ કલ્ચર, ઘરેલૂ હિંસા, મહિલાઓમાં ડિપ્રેસન વગેરે અનેક વિષયો આવરી લીધા છે. એને પ્રાસંગિક બનાવવાનો વધારે પ્રયત્ન કર્યો છે.

       ‘ધ બકિંઘમ મર્ડર્સ’ ને જોવા માટેના કારણો ઓછા નથી. ફિલ્મની વાર્તા એનો અસલી હીરો છે. કરીના મુખ્ય ભૂમિકામાં છે પણ એના અંગત જીવન વિશે વાત થતી નથી. ફિલ્મ ભાવનાઓમાં વહી જવાને બદલે કરીનાના કાતિલને પકડવાના મુદ્દા પર કેન્દ્રિત રહે છે. વાર્તા પોતાના ટ્રેક પરથી ક્યાંય ભટકતી નથી. આ એક મર્ડર મિસ્ટ્રી છે અને છેલ્લે સુધી સીટ સાથે જકડી રાખે છે. એક પછી એક ચોંકાવનારા દ્રશ્યો આવે છે.

       જસમીત ભામરા (કરીના) બ્રિટનમાં એક જાસૂસ તરીકે કાર્યરત હોય છે. તે એક ઘટનામાં પોતાનો પુત્ર ગુમાવી દે છે. એ દર્દથી દુ:ખી રહે છે. પુત્રના કાતિલને સજા આપાવી જસમીત બકિંઘમશાયરમાં બદલી લઈ લે છે. ત્યાં એક કિશોર વયનું બાળક ગૂમ થયાનો કેસ એને સોંપાય છે. એ પહેલાં કેસ લેવાની ના પાડે છે પણ બોસ એને સોંપે જ છે. તપાસ બાદ ગૂમ બાળક મૃત્યુ પામેલો મળે છે. એ કેવી રીત મૃત્યુ પામ્યો અને કાતિલ કોણ છે એ જસમીત શોધે છે. એ દરમ્યાન એવી બાબતો એને જાણવા મળે છે કે એના હોશ ઊડી જાય છે.

       માત્ર બે કલાકની જ ફિલ્મ હોવાથી ક્યાંય કંટાળો આપતી નથી. બધી રીતે હોલિવૂડની તર્જ ઉપર બનાવી હોવાનું લાગે છે. એવું લાગે છે કે ભારતીય કલાકારોની વિદેશી ફિલ્મ જોઈ રહ્યા છે. ખુદ કરીનાએ એક હોલિવૂડની ફિલ્મથી પ્રેરિત હોવાનું કહ્યું હતું. દર્શકો વિચારે છે એ ખૂની હોતો નથી. આ એની વિશેષતા છે. ઇન્ટરવલ પણ ચોંકાવી દે છે. આમપણ કશું ચોંકાવનારું ના હોય તો ફિલ્મ જોવાની મજા આવતી નથી.

       ફિલ્મનું ગીત-સંગીત નિરાશ કરે છે. છેલ્લું ગીત એના દ્રશ્યોને કારણે દર્શકને એની જગ્યાએ સ્થિર કરી દે છે. કાતિલ પકડાઈ ગયો હોય છે. કશું બાકી હોતું નથી છતાં અંતમાં ઈમોશનલ ગીત અને દ્રશ્યો નિર્દેશકનો કમાલ બતાવે છે. કરીનાએ તો પોતાને પાત્રમાં ઢાળી જ દીધી છે. સાથે દેશી- વિદેશી કલાકારો પણ પોતાનું શ્રેષ્ઠ આપી જાય છે. ‘ધ બકિંઘમ મર્ડર્સ’ માં શેફ તરીકે જાણીતા રણવીર બ્રાર પોતાના અભિનયથી ચોંકાવી જાય છે. રણવીરનું શેફ જેટલું જ ઉજળું ભવિષ્ય અભિનયમાં છે. તેથી કહેવાયું છે કે શેફ રણવીરે ઘણા અભિનેતાના જખમ પર નમક નાખવાનું કામ કર્યું છે! 

       ઝડપથી ચાલતી ફિલ્મની ખામીઓમાં એની લંબાઈ વધારે રાખવી જોઈતી હતી એમ થશે. કેમકે જરૂર કરતાં વધારે ઝડપથી વાર્તાને બતાવવામાં આવી છે. ફિલ્મને ટૂંકી રાખવામાં નિર્દેશક કેટલીક બાબતો ચૂકી ગયા છે. એક વર્ષ પહેલાં ફિલ્મ ફેસ્ટિવલમાં એ રજૂ થઈ ચૂકી હતી. અનેક દેશોમાં એના પ્રિમિયર થયા છે ત્યારે ભારતમાં ખાસ માર્કેટિંગ વગર રજૂ થઈ છે. એને સસ્પેન્સ ફિલ્મોના શોખીનો જરૂર પસંદ કરશે. પરંતુ ‘એ’ સર્ટિફિકેટ હોવાથી બાળકો સાથે જોઈ શકાય એવી નથી.