Nitu - 21 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 21

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 21



નિતુ : ૨૧ (લગ્નની તૈયારી)

નિતુના ઘરની સામે ગાડી આવીને ઉભી રહી, હરેશે કૃતિની સામે જોયું તો તે બેસાદ્ય હતી.

"કૃતિ! ઘર આવી ગયું."

"હા... થેન્ક્સ." કહી તે ગાડીમાંથી નીચે ઉતરી.

"વેલકમ." કહી તે પોતાના ઘેર તરફ ગયો.

કૃતિ ઘરમાં જઈને પોતાની રૂમમાં બેડપર બેસી ગઈ. તેને આજની દરેક ઘટના યાદ આવી. છેલ્લા બે દિવસથી પોતાની મોટી બહેન સાથે કરેલા વર્તન માટે તેને પશ્ચાતાપ થવા લાગેલો. "પૈસા માટે દીદી કેટલો સંઘર્ષ કરે છે! અને એક હું હતી કે એ વાત જ ના સમજી શકી. મને બસ મારુ જ દેખાયું, મેં એના તરફથી પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજ સુધી કેટલો સ્નેહ વરસાવ્યો છે તેણે મારા પર. નાનકી - નાનકી કરીને મેં જે માંગ્યું એ આપ્યું અને આજે એક નાનકડી વાતે હું એની સાથે ઝઘડી પડી? એક નાનકડું કોમ્પ્રોમાઇઝ તો કરવાનું છે! ક્યાં કશું બીજું કરવાનું છે? કે હું બે દિવસથી એની સાથે વાત પણ ના કરું. કેવું ફીલ થતું હશે દીદીને, કે સાગરે આપેલો ફોન મેં એને બતાવ્યો પણ નહિ? હું એની સાથે એક શબ્દ બોલ્યા વિનાની સીધી ઘરમાં જતી રહી! હવે મને સમજાય છે કે દીદી તે દિવસે સાગર સાથે આટલી મોટી શોપમાં જવાની ના કેમ પાડતી હતી. મારી ખુશી માટે તેણે એની હાલત પણ ના જણાવી. મારે તો એનો સાથ આપવો જોઈએ અને એના બદલે હું એનાથી જ વિખુટા પાડવાની વાત કરતી હતી." થોડીવાર માટે વિચાર કરી અચાનક તેના મનમાં વિચાર આવ્યો, "મેં જ્યારે એના ફોનમાં મેસેજ ચેક કાર્ય ત્યારે જીજુનો મેસેજ પણ હતો. એણે તો હેલ્પ કરવા માટે પૈસા મોકલાવ્યા હતા! તો દીદીએ લીધા કેમ નહિ? ભલે બાદમાં પાછા આપી દેત પણ લોન ઉપાડીને લગ્ન કરવા કરતા તો સારા જ હતા ને!"

કૃતિનું મન આડા - અવળા વિચારોમાં ઘેરાતું રહ્યું અને જાત જાતના વિચાર અને મોટી બહેન પ્રેત્યેના પશ્ચાતાપને કારણે તેને રાત્રે બરાબર ઊંઘ પણ ના આવી. સવાર થયું કે નિતુ અને ધીરુકાકા ડોક્ટરની રાહ જોવા લાગ્યા. વોર્ડની બહાર બંને ઉભા હતા કે સિનિયર ડોકટરે આવી અને અંદર જઈ તપાસ શરુ કરી દીધી. હરેશ કૃતિને લઈને ત્યાં આવી પહોંચ્યો.

"હરેશભાઈ! તમે? અત્યારે ના આવ્યા હોત તો ચાલેત."

"કેવી વાત કરે છે નિતુ? માસી એડમિટ છે અને હું ના આવું એવું બને? પપ્પાએ કહ્યું છે કે જ્યાં સુધી તે ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી હું હાજર રહું. આમેય હું અહીંયા હોઈશ તો કોઈ કામમાં આવીશ."

"હા... હા, ઠીક ભૈ. તું આન્યા રે'." ધીરૂભાઈએ તેને કહ્યું.

કૃતિ બોલી, "ડોક્ટર આવ્યા?"

"હા બેટા એ આવ્યા અને અટાણે તપાસ કરે છે."

થોડીવારમાં ડોક્ટર બહાર આવ્યા એટલે બધા તેને ઘેરીને પૂછવા લાગ્યા, "શું થયું સાહેબ? કેમ છે એને હવે?"

"જુઓ આમ તો બધું નોર્મલ છે અને સાંજે મળેલી ટ્રીટમેન્ટના કારણે મૂંઝાવાની કોઈ વાત નથી. મેં રિપોર્ટ સ્ટડી કર્યા છે. એવું લાગે છે કે કોઈ ટ્રેસના લીધે એના બ્લડ પ્રેશર પર અસર પડી છે અને તેને આ હાર્ટ અટેક આવ્યું છે."

નિતુએ પૂછ્યું, "સાંજે પેલા સાહેબ કહેતા હતા કે કોઈ સર્જરી કરવી પડશે."

"હા. આ એટેકના લીધે તેના હૃદય પર અસર તો પડી છે. એક વેસેલ બ્લોક થઈ ગઈ છે જે અત્યારે માત્ર મેડિસિનથી ચાલે છે. એના માટે તમારે કોરોનરી આર્ટરીની સર્જરી કરવી પડશે. આ બાયપાસ સર્જરી છે જેનાથી બ્લોક થયેલી વેસેલને બાયપાસ કરી શકાય અને હું જણાવી દઉં કે આ ઈમ્પોર્ટન્ટ છે. જો પુરી રીતે વેસેલ બ્લોક થઈ જશે તો... કદાચ!"

નિતુએ તરત જ જવાબ આપ્યો, "ના - ના સાહેબ. તમે તૈય્યારી કરો, જો જરૂરી હોય તો સર્જરી કરવી જ પડશેને!"

"ઠીક છે. હું થોડા સમયમાં તમને અપડેટ આપી દઈશ. મારી સલાહ છે કે તમારામાંથી કોઈ એક વ્યક્તિ અત્યારે તેની પાસે જાય." ડોક્ટર તેઓને સલાહ આપી ઓપરેશનની તૈય્યારી કરવા જતા રહ્યા.

"નિતુ પેલા તુ અંદર જા બેટા." કહી ધીરુભાઈએ નિતુને અંદર જવા માટે ઈશારો કર્યો. તે કશું બોલ્યા વિના પોતાની માને મળવા અંદર ગઈ. એક નર્સ તેની દવાઓ અને તેની તબિયત ના રિપોર્ટ લખી રહી હતી. શારદાએ તેની સામે જોતા ઉભા થવાનો પ્રયત્ન કર્યો.

"શું કરો છો મે'મ? તમે ખાલી આરામ કરો. ઉભા થવાની જરુર નથી." કહી તે નર્સે તેને પાછી સુવરાવી દીધી અને પોતાના પેન પેપર લઈને જવા લાગી. જતા જતા નિતુના કાનમાં કહ્યું, "કોઈ ટેંશનવાળી વાત ના કરતા."

નિતુનું ધ્યાન પોતાની મા તરફ હતું અને શારદાએ તેને આવતા જોઈ એક મીઠું સ્મિત વેર્યું.

"નિતુ!..."

નિતુ તેની બાજુમાં બેડ પર બેસી ગઈ અને તેનો એક હાથ પોતાના હાથમાં પકડીને બોલી, "તને પણ મારા ઓફિસ જવામાં બાધા નાખવાનું મન થાય છે?"

"મેં તારું કામ વધારી દીધુંને?"

"ના મમ્મી. તારા માટે મારુ કામ કોઈ દિવસ વધે ખરું?"

"હું કેટલા દિ'એ ભાનમાં આવી?"

"શું મમ્મી?! બસ એક રાત જ કાઢી છે. ખોટી ડરાવવાની વાત ના કર. ડોકટરે કહ્યું છે કે એવો કોઈ મેજર પ્રોબ્લેમ નથી. તું પણ ના ડર અને મને પણ ના ડરાવ."

"ઓપરેસન કરવું જોહેને?"

" શું મમ્મી? તું મુંજાય છે?"

"ના રે ના."

"મને દેખાય છે. તને ડર લાગે છે. એક નાનકડું જ તો છે, બસ હમણાં ઓપરેશન પતી જશે અને પછી આપડે આપડા ઘેર."

"હું હૂ કાંય નાની કીકલી છું તે મને હમજાવે છો. કૃતિએ તારી હારે વાત કરી?"

"હજુ સુધી તો મને કઈ કહ્યું નથી. પણ તું એ બધી ચિંતા ના કર, એકવાર સાજી થઈ જા પછી આપણે નિરાંતે બેસીને બધી વાત કરીએ."

શારદા તેની સામે મંદ મંદ હાસ્ય વેરી રહી હતી અને તે પોતાના હાથમાં માનો હાથ પકડીને બેઠી હતી. એક પરિચારિકા ત્યાં આવી અને તેને કહ્યું, "મિસ નીતિકા! ડોક્ટર આપને બોલાવી રહ્યા છે."

"હા..." "મમ્મી! હું હમણાં પાછી આવું છું." તે તેનો હાથ છોડીને ડોક્ટર પાસે ગઈ.

નિતુ ડોકટરની કેબિનમાં આવી કે તેને જોઈ ડોક્ટર બોલ્યા, "નીતિકાજી, આવો બેસો."

"શું થયું સાહેબ?"

"સર્જરીની બધી તૈય્યારીઓ થઈ ગઈ છે. અગિયાર વાગ્યે અમે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જશું. પણ એ પહેલા તમારે ઓપરેશનના દોઢ લાખ રૂપિયા અને ફોર્મ કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે."

"ઠીક છે સર. હું એ કરાવી આપું છું."

નિતુ પૈસાની વ્યવસ્થા કરવા ત્યાંથી નીકળી ગઈ. બધા સાથે બેઠા હતા અને એકાબીજી સાથે વાતો કરતા હતા. એવામાં હરેશના ફોન પર મેસેજ આવ્યો. તેણે જોયું તો નિતુનો મેસેજ હતો, "હું હોસ્પિટલની બહાર જાઉં છું. કોઈ ને જણાવ્યા વિના બહાર આવજે." મેસેજ જોઈ તેણે ધીરુભાઈને કહ્યું, "કાકા હું જરા આવ્યો."

"હા."

તે ત્યાંથી ચુપચાપ નીકળી ગયો. બહાર પાર્કિંગમાં આવી તેણે નિતુને પૂછ્યું, "આ રીતે કેમ બોલાવ્યો?"

"હરેશ ઘેર જવું પડશે. ઓપરેશન માટે પૈસા ભરવાના છે. મારી સાથે ચાલ, આપણે જઈને લઈ આવીયે અને હા, આ વાત તું બીજા કોઈને નહિ કરતો."

"કેમ?!"

"હરેશ, સાગર અને જીતુકાકા બંને પણ અહીં જ છે. તેઓની સામે પૈસા બાબતે વાત કરવાનું મને યોગ્ય નથી લાગતું."

"ઠીક છે. હું ગાડી લઈને આવું છું."

એક બાજુ કૃતિ અને સાગર સાથે મળીને તેણે નિતુને મદદ કરવાનો નિર્ણય લીધેલો તો બીજી બાજુ નિતુએ પણ તેની પાસેથી મદદ માંગી. હરેશ તેને સારી રીતે જાણતો હતો અને માટે તે કશું બોલ્યા વિના તેની સાથે નીકળી ગયો. લગ્નના ખર્ચ માટે ઉપાડેલી લોન હવે નિતુએ હોસ્પિટલમાં ભરી દીધી. એ પણ કોઈને જાણ ન થાય એ રીતે. તે ડોક્ટરને ઇન્ફોર્મ કર્યું અને ડોકટરે ઓપરેશન હાથ ધર્યું. શારદાને ઓપરેશન માટે અંદર લઈ જવાય. દરેક તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. નિતુને મનમાં નવા નવા વિચાર જન્મ્યા કે હવે શું થશે? ઓપરેશન અને તે સિવાય બે દિવસનો હોસ્પિટલનો ખર્ચ! તેના માટે દુઃખના દા'ડામાં અધિક માસ જેવું સાબિત થયું. અંતે થાકી તેણે પોતાનો ફોન હાથમાં લીધો, વિદ્યાનો નંબર કાઢ્યો અને મેસેજ લખ્યો, "મેડમ આઈ એક્સેપટ યોર ઓફર." અને ધ્રુજતા હાથે હિંમત કરી તેણે સેન્ડ પર ક્લિક કરી દીધું.

-----

આખરે શું હતી વિદ્યાની ઓફર? કે જેના માટે આજ સુધી તે મનાઈ કરતી રહી અને અંતે તેને માનવી પડી. એવી ઓફર કે જેના સંદર્ભમાં તે કોઈ સાથે વાત પણ નહોતી કરી શકતી. શું ઓફર માનીને તે સંકટમાં ઘેરાશે? પોતાના પરિવાર માટે શું જાણી જોઈને તેણે કોઈ અવળું પગલું તો નથી ભર્યુંને? તેના જીવનમાં આ ઓફરથી કોઈ વળાંક આવશે? કે થોડા પૈસા માટે તે વિદ્યાથી વધારે મુસિબત પાલવશે? લાંબી ડગર છે તેના જીવનની. હજુ ઘણું જોવાનું બાકી છે. જોડાયેલા રહો મારી વાર્તાના આગળના ભાગોમાં, વિદ્યાની ઓફરના પરિણામ માટે.