Nitu - 22 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 22

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 22

નિતુ ; ૨૨ (લગ્નની તૈયારી

નિતુની માતાનું ઓપરેશન પૂર્ણ થયું અને બધાં રિપોર્ટ નોર્મલ આવી ગયા. ઘરમાં બધાને હાશકારો થયો. આજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની હતી અને બધા તેને ઘેર લઈ જવા માટે તત્પર હતા. હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ કરી ત્યાંથી ડિસ્ચાર્જની ફાઈલ લઈને નિતુ શારદાના વોર્ડમાં ગઈ જ્યાં પહેલેથી જ બધા હાજર હતા. સાંજ થવા આવેલી અને એવા સમયે બધાના ખુશીથી છલકતા ચેહરા જોઈ નિતુને આનંદ થયો કે અંતે બધું બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવું તેણે વિચારેલું. હરેશે નેણ ઊંચા કરી ઈશારાથી તેને પૂછ્યું કે શું હાલ છે? નિતુએ ક્ષણિક આંખ બંધ કરી મુખ પર મુસ્કાન ભરીને ઈશારાથી તેને જવાબ આપ્યો કે જેવું વિચાર્યું હતું એવું જ બધું કામ થઈ ગયું.

ધીરૂભાઈએ તેને પૂછ્યું, "હુ થયું નિતુ દીકરા? આંય દવાખાનાનું કામ પતી ગયું?"

"હા કાકા, બધું પતી ગયું અને રજા પણ આપી દીધી છે. તમે એક કામ કરો, સાગર આવે છે. તમે એની સાથે જાઓ અને હરેશ મને મારી ઓફિસે છોડીને ઘેર આવતો રહેશે."

"અટાણે હોફિસે? બટા હાંજ થાવા આવી છે. અટાણે હુ કામ છે?"

"કાકા, મેડમનો કોલ આવેલો એટલે હું ત્યાં જતી આવું છું."

"ઠીક તારે."

બહાર સાગર અને તેના પપ્પા જીતુભાઈ આવી પહોંચેલા. અંદર જતા પહેલા સાગરે તેના પપ્પાને રોક્યા. તેનું કારણ પૂછતાં સાગરે જણાવ્યું, "પપ્પા, આપણી વાત થયેલી કે કૃતિની ફેમિલી હાલ થોડા પ્રોબ્લેમમાં છે. જો તમે..."

"હા, મને યાદ છે અને પહેલા તેઓને ઘરે પહોંચી જવા દે. પછી શાંતિથી આપણે તેની સાથે વાત કરીશું. બાકી મને તો એ વાતનો પણ આનંદ થાય છે કે તે અને કૃતિએ નિતુની મદદ કરવાનો જે વિચાર કર્યો છે એના પર મને ગર્વ થાય છે."

"તમારી વાત સાચી છે, જેવું તમને યોગ્ય લાગે એમ. પહેલા એને ઘેર પહોંચી જવા દઈએ અને પછી આપણે નિરાંતે વાત કરીશું."

તેઓ અંદર આવ્યા કે તેને જોઈને હરેશ બોલ્યો, "આ લો, સાગર અને જીતુ અંકલ આવી ગયા. ચાલો આપણે નીકળીએ, નહિ શારદા માસી?"

"હા ભૈ, ચાર દા'ડા થ્યાં આંય, હવે તો ઘર ભેગા થાવી એટલે નિરાંત પડે."

અંતે શારદાનું સ્વાસ્થ સારું થયું એવી ખુશીમાં બધા ઘેર આવવા માટે નીકળી ગયા. બાકીનો બધો સામાન સાગર સાથે મોકલાવી હરેશ નિતુને છોડવા તેની ઓફિસ તરફ ચાલ્યો ગયો અને સાગર કૃતિ અને તેના પરિવારને લઈને કૃતિના ઘર તરફ.

રસ્તામાં હરેશ વારેવારે નિતુની સામે જોતો હતો. તેનો એવો વર્તાવ જોઈને તેણે પૂછ્યું, "શું વિચારે હરેશ?"

"ના. કંઈ નહિ."

"મને ખબર છે. જે મનમાં હોય તે બોલી નાખ."

"તમારા ઘરના મામલામાં હસ્તક્ષેપ કરવાનો મારો કોઈ અધિકાર નથી તો પણ એક વાત કહું?"

"હા. બોલ."

"નિતુ મને જાણ થઈ કે તું લોન ઉપાડીને પૈસા લાવેલી. એ પણ લગ્ન માટે અને હવે એમાંથી અડધા તો હોસ્પિટલમાં ખર્ચાય ગયા. તને..."

"હરેશ પ્લીઝ એ મારી મેટર છે."

"ઓકે. પણ કૃતિને આ વાતની જાણ છે."

"શું? એટલે એને જાણ છે કે મેં મારી જ્વેલરી ગીરવે મૂકી અને..."

"હા પણ આ વાત મેં તને કહી છે એ એને ના જણાવતી પ્લીઝ."

"એને ખબર છે એ તને કેમ ખબર?"

"મેં તેની અને સાગરની વાત સાંભળેલી અને તેઓએ  એમ પણ નક્કી કર્યું છે કે લગ્નમાં જેમ બને એમ ઓછો ખર્ચ કરશે. તે જે સસ્તા કપડાં સિલેક્ટ કારેલાને, કૃતિએ એના માટે સાગરને હા કહી દીધી છે."

"ઓહ ગોડ, આ છોકરી પણ સાવ છેને! મારી સાથે છેલ્લા ચાર- પાંચ દિવસથી વાત પણ નથી કરતી અને સાગર સાથે આવી વાત કરી દીધી! હજુ એક અઠવાડિયું થયું છે તેની એન્ગેજમેન્ટને અને ... એને બિચારાને કેવું લાગતું હશે? એક તો નવા સંબંધી છે અને આવી પૈસા બાબતની વાત!"

"હમ... એટલે જ મને થયું કે તારી સાથે આ વાત કરવી જરૂરી છે."

"હું હમણાં જ કાકાને ફોન કરું છું અને કૃતિને સમજાવવા કહું છું." તેણે પોતાના પર્સમાંથી ફોન કાઢ્યો તો તેને રોકતા હારશે કહ્યું, "રહેવા દે."

"કેમ?"

"તેઓ માસીને લઈને સાગર સાથે જ ગયા છે. સાગર અને જીતુ અંકલ બંને સાથે જ હશે. તું એક કામ કર, તારું ઓફિસનું કામ પતાવ એટલામાં હું મારું કામ પતાવીને તને પાછો લેતો જઈશ."

"ઓલરાઈટ."

શારદાનો હાથ પકડી કૃતિએ તેને ઘરમાં પ્રવેશ કરાવ્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ શારદા બોલી, "ઘર ઈ ઘર. ચાર દા'ડા કાઢ્યા પણ મારુ મન જાણે છે કેમ કરીને કાઢ્યા ઈ!"

"અરે મમ્મી, એ ચાર દિવસેય થાય કે અઠવાડિયું થાય. જે જરૂરી હોય એ તો કરાવવું પડેને?"

"કૃતિ! પેલા એક ઘૂંટડો પાણી પા."

"હા, કૃતિ! તું જા અને બધા માટે પાણી લઈને આવ. હું મમ્મીનો હાથ પકડું છું." કહી સાગરે તેનો હાથ પકડ્યો અને તે બધા માટે પાણી લેવા અંદર ગઈ. શારદાને બેસાડી અને તેને પાણી પાયું અને થોડીવાર વાતો કરી મોકો જોતા જીતુભાઈ સાગરની કરેલી વાત તેઓ સામે રાખતા કહ્યું, "ધીરુભાઈ, શારદાબેન. મારે તમારા લોકો સાથે એક અગત્યની વાત કરવી છે."

"હા હા બોલોને જીતુભાઈ. જે કે'વું હોય એ કયો તમ- તમારે."

"ધીરુભાઈ! હું તમારા ઘરની પરિસ્થિતિને સારી રીતે જાણું છું. એક તો આપણે આમ અચાનક લગ્ન નક્કી કર્યા અને ઉપરથી આ શારદાબેનનો હોસ્પિટલનો ખર્ચ આવી ગયો. મારા વતી હું આપની જે સેવા કરી શકું એ મને જણાવો."

"અરે કેવી વાત કરો છો જીતુભાઈ?"

"ધીરુભાઈ, આ તો મારે કરવું જ ખપે. તમે અમને દિકરી આપી છે અને તમારા માટે હું જે કરી શકું એ ઓછું જ કહેવાય. આપણે આંગણે આવો પ્રસંગ આવતો હોય અને એક ખાલી પૈસા બાબતે જો ઘર મુંજાય તો કેમ પોસાય?"

ધીરૂભાઈએ કહ્યું, "જીતુભાઈ તમને અમારા માટે આવી લાગણી છે એમાં જ અમારા માટે બધું આવી ગયું. હવે તમે વધારે કાંય ના બોલતા."

"ધીરુભાઈ મારો કહેવાનો આશય એટલો કે આપણે મળીને કામ કરીયે."

શારદાએ તેને ઇન્કાર કરતા કહ્યું, "ઈ મારી નિતુ હમ્ભાળી લેહે જીતુભાઈ. તમારી પાંહેથી અમારે કાંય ના જોવે."

"શારદાબેન તમે સમજવાનો પ્રયત્ન કરો. ચાલો ઠીક છે. પૈસા બાબતે નહિ તો એક કામ કરો, લગ્નનું આયોજન હું કરીશ."

તેણે ફરીથી કહ્યું, "તમને હુ લાગે છે જીતુભાઈ? મારી સ્વાભિમાની નિતુ તમારી મદદ લેહે? ઈ કોઈની હામે હાથ લાંબો નય કરે. તમી રે'વા દ્યો. તમી ચિંત્યા કરી ઈ જ અમારા માટે આવી ગયું. બસ તમે ખાલી ધામ ધુમથી જાન લઈને માંડવે પોગી જાજો. બાકીનું મારી નિતુ હંભાળશે."

"ઠીક છે, હવે તમને જો એ યોગ્ય લાગે છે તો મારે બીજું શું બોલવું? પણ ગમે ત્યારે, કોઈ પણ જરૂર લાગે તમે મને ફોન કરી દેજો."

એટલું કહીને તેણે ધીરુભાઈ અને શારદાને બે હાથ જોડી જવા માટેની રજા લીધી. બહાર જઈને તે ગાડીમાં બેસી ગયા અને સાગર દરવાજે ઉભો રહ્યો. કૃતિ બહાર આવી અને તેની સામે સાગરે કહ્યું, "કૃતિ, મને ખબર છે તમને લોકોને કેવી હાલાકી થતી હશે? મેં પપ્પાને કહ્યું એટલે તેણે મમ્મી અને કાકાને વાત કરી પણ તે સાંભળ્યુંને કે તેઓએ મદદ માટે ચોખ્ખી ના પાડી દીધી."

"તેમને દીદી પર વિશ્વાસ છે. દીદી સંઘર્ષ કરી રહી છે અને આટલું બધું કર્યું છે. મમ્મીને અને કાકાને તેના પર વિશ્વાસ છે તો એ લગ્ન માટે પણ કંઈક કરી જ લેશે. તમે ચિંતા ના કરો."

"ઓકે... ચાલ બાય." કહી તેણે કૃતિની નજીક જઈને તેના ગાલ પર વ્હાલ ભર્યો હાથ મુક્યો અને આંગળીઓ સરકાવી નીચે ગરદન તરફ લઈ ગયો. કૃતિ પણ તેની સામે મોટી આંખો કરીને પ્રેમથી જોવા લાગી અને તેની નજીક જઈને ધીમેથી તેના કાનમાં કહ્યું, "પાછળ ગાડીમાં બેસીને પપ્પા જોઈ રહ્યા છે."

તેના શબ્દો સાંભળી તે અચાનક એક ડગલું પાછળ હટી ગયો અને ખોંખારો ખાતા "બાય" કહી ગાડીમાં બેસી ગયો. હાથ હલાવી બંને કૃતિને "બાય" કહી જતા રહ્યા. ચેહરા પર મુસ્કાન ભરી તેણે તેને માન આપ્યું અને જેવી તેની ગાડી થોડે દૂર પહોંચી કે તેની મુસ્કાન ભાંગી ગઈ. તેના મનમાં ખટકી રહેલા મયંકના મેસેજ અને મોકલેલી મદદ પ્રત્યે નિતુની અવહેલના અંગે સવાલો હતા. તેને આ સમય યોગ્ય લાગ્યો કે તે જઈને પોતાની મા શારદા અને કાકા સાથે વાત કરે.