chalte chalte yu hi koi mil Gaya - 6 in Gujarati Classic Stories by raval uma shbad syahi books and stories PDF | ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 6

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 6

ભાગ-- ૬ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...

(આગળ આપણે જોયું કે માધવભાઈ લોહીની વ્યવસ્થા કરી દે છે. આઇસીયુમાં દેવિકાનું ઑપરેશન ચાલે છે.આ બાજું રતન અને એનાં બાળકો ખાધાં પીધાં વિના બેસી રહ્યાં છે. હવે આગળ......)
---------------------------------------------
રતન સ્નેહા હાર્દિક અને હર્ષને સમજાવીને જમાડીને સૂવડાવી દે છે.

આ બાજુ....

માધવભાઈ આઇસીયુની આગળ આંટાફેરા મારે છે.આખરે આઇસીયુની લાલ લાઇટ બંધ થાય છે.બે કલાકની જહેમત પછી ડોકટર ઑપરેશન કરી બહાર આવે છે.
ડોક્ટરને જોતાં જ માધવભાઈ તરત જ...

"ડૉક્ટર સાહેબ કેવું સે હવે મારી દેવુંને. હવે એ જલદી હાજી થઈ જાહેને?"

" જુઓ ભાઈ... મેં ઑપરેશન કરી દીધું છે.પણ....."
"પણ શું"????? માધવે અધ્ધર જીવે પૂછ્યું.

"પણ.... વાત જાણે એમ છે કે તમારી દીકરીનું લોહી ખૂબ વહી ગયું છે. વળી એને અહીં  લઈ આવવામાં પણ તમે ઘણાં ખરાં મોડાં પડ્યાં છો. પગ પણ ફેકચર છે..દશ ટાંકા આવ્યાં છે. અમે અમારાથી બનતી બધી કોશિશો કરી છે.બાકી હવે બધું ઇશ્વરનાં હાથ માં છે."

નાનજી માસ્તર : "એટલે તમે શું કહેવા માંગો છો સાહેબ...??"

શિવરામભાઈ : "હા સાહેબ તમે આમ ગોળ ગોળ વાત નાં ફેરવો..જે હોય ઈ સીધે સીધું ક્યો.દેવું હાજી થઈ જાશે ને?"

"હા થઈ જશે જો આગળનાં ૭૨ કલાક  વીતે એ પહેલાં એ ભાનમાં આવી જાય. નહીતો પછી કેસ બગડી શકે છે". ડોકટરે વાસ્તવિક સ્થિતિ સમજાવતાં કહ્યું.

(માધવભાઈ ડોકટરનો કોલર પકડીને) "કેસ બગડી જશે એટલે હું? તમે ડોક્ટર સો... ડોકટર તો ભગવાન કેવાય સે ને?" 
"તમે કો એટલાં રૂપિયા ઢગલો કરી દઈશ સાહેબ પણ મારી દેવુંને બચાવી લો."
(હાથ જોડી... કરગરતા...જમીન પર ફસડાઈ પડે છે...)

" માફ કરજો સાહેબ.. એની દીકરી એને ખૂબ વ્હાલી છે.એટલે એને આવી હાલતમાં જોઈને એ ભાન શાન ખોઈ બેઠાં છે." નાનજી માસ્તરે વાતને સંભાળતા કહ્યું.

ડોક્ટર : "કંઈ વાંધો નહીં. હું સમજું છું.અમે તો રોજ આવી પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ.
અમે પણ માણસ છીએ.સારી રીતે સમજી શકું છું એમની મનોદશા.
બસ તમે ભગવાનને પ્રાથના કરો કે ૭૨ કલાકમાં તમારી દીકરી ભાનમાં આવી જાય."

ડોક્ટર જાય છે...


શિવરામ અને  નાનજી માસ્તર માધવભાઈને દિલાસો તો આપે છે પણ હકીકતમાં તો એ બંને પણ આવી પરસ્થિતિમાં શું કરવું શું ના કરવું એવી અવઢવમાં છે.

રાત્રીનાં લગભગ ત્રણ વાગી ગયાં છે.હજી ૭૨ કલાક સુધી આમ જ અધ્ધરજીવે વિતાવવાનાં છે. શું થશે? શું નહીં થાય ? એવી અવઢવમાં સમય કાઢવાનો છે.બધાંનાં હોઠ સિવાઈ ગયાં છે.

માધવભાઈ આઇસીયુની બહાર ઊભા રહી અંદર સુતેલી દેવિકાને જોતાં જ રડી પડે છે.હાથ માં સોય...નાક પર ઓક્સિજન માસ્ક.. આખા  માથા પર પાટો...પગ પર પણ પ્લાસ્ટર કરી પાટો બાંધવામાં આવ્યો છે.ને ખિલખિલાટ કરતી દીકરી આમ બેશુધ્ધ થઈને પડી છે.


"જો ને કેવાં લાડ લડાવતી
આવી પાછળથી મને બીવડાવતી
ઢીંગલી છે તું સૌની પ્યારી
જો ને રાત દિન થાય ચિંતા તારી."
            
માધવભાઈ દોડીને દેવું પાસે જવાં માગે છે ત્યાં તો...

"અરે...અરે..ભાઈ તમે આમ કયાં અંદર ચાલ્યાં જાઓ છો? અંદર પેશન્ટનું હાલ ઑપરેશન થયુ છે. કોઈને પણ અંદર જવાની મનાઈ છે." નર્સે માધવભાઈને રોકતાં કહ્યું.

"બુન એકવાર મારી દેવું જોડે જવા દયો.. એ આટલી પીડામાં સે ને મું આંય ઊભો ઊભો જોઈ રઉં?"

" પણ ભાઈ હાલ અંદર નાં જવાય. પેશન્ટને ઇન્ફેક્શન લાગવાનો ભય રહે. સમજાવોને ભાઈ આમને."( શિવરામ અને નાનજી માસ્તર સામે જોતાં)

શિવરામ નાનજી માસ્તર માધવભાઈને પકડીને પાસે પડેલી બેંચ પર બેસાડે છે.અને આશ્વાસન આપે છે.

નાનજી માસ્તર :" શું ભલાં માણસ તમે પણ આમ સાવ ઢીલાં પડી જાઓ છો? તમે આમ કરશો તો પછી કેમ ચાલશે? "

શિવરામ :" હા... મોટાંભઈ તમે ઢીલાં પડસો તો ચમ કરી ચાલસે?"

માધવભાઈ : "હે ભોળાનાથ ! જાણથી હમજણ આઈ તારથી તારી ભક્તિ કરું સુ.કદી કંઈ માગ્યું નહીં.. વણમાગ્યે તું બધું આપે સે. આજ પેલીવાર માગું સુ  શંભુ  જોવે તો મારો જીવ લઈ લે... પણ મારી દેવુંને હાજી કરી દે..મારી આટલી અરજ હાંભળી લે મારા ભોળાંનાથ..."🙏

નાનજી માસ્તર :" માધવભાઈ તમે ધીરજ રાખો સહું સારાં વાનાં થઈ જશે.પણ આપડે તો અહીં રોકાવું પડશે તો નરેશભાઈને આપડે ઘરે મોકલી દઈએ? એમને હવે ક્યાં સુધી બેસાડી રાખવાં?"

માધવભાઈ : (સ્વસ્થ થવાની કોશિષ કરતાં)
"હા... હા..તમારી વાત હાવ હાચી સે.ને તમે ને શિવરામ પણ ઘેર જાઓ.તમારે સવાર નેહાર જઉં પડશે ને નાનજી ભઈ..ને તુંય જા શિવરામ ઘેર છોકરાને વહું એકલાં સે.ને તું. ઘેર જાય પસ કાલ સોંજ સુધી પાસો આવજે ને પૈસા લેતો આવજે. મું તો જે હાથમાં આયાં એટલાં લઈને આઈ જ્યો તો."

" નાં નાં માધવભાઈ હું તો અહીં જ રહીશ. નિશાળ તો રજા મૂકી દઈશ.નોકરી પછી આપણી ભાઈબંધી પહેલાં.અને દેવિકાને ઘરે લઈ ને જ જવાનું છે.આખરે એને પણ મારી જ વિદ્યાર્થિની બનવાનું છે."મિત્ર ભાવે કહ્યું.

શિવરામ ભાઈ:" ને મોટા ભઈ મારે ય નહીં જઉં ઘેર.દેવું એકવારની હાજી થઈ જાય પસે જશું હારે બધાં."

માધવ ભાઈ :" નાં નાં શિવરામ તું જા ભઈ ઘેર. કાલ બપોર પસી આવજે. એક પા આંટો મારતો આય ઘરે. છોકરા રોઈ રોઈને અડધા થઈ જ્યાં હસે.ને તારી ભાભી ને આ વાત નું કંઈ કેતો નહીં. નકર ખોટો વલોપાત કરસે."

" હારું તાણ.. મું જઉં સુ..કાલે બપોરનાં આયે.તમે ચિંત્યાં નાં કરસો દેવું ઝટ ભાનમાં આઈ જશે."

(શિવરામ નરેશ ભાઈની સાથે ઘરે જવાં નીકળે છે
નાનજી માસ્તરને માધવ ભાઈ બંને આઇસીયુ આગળ બેઠાં છે.)

આમ ને આમ બીજાં ૩/૪ કલાક વીત્યાં.હજી માધવ ભાઈ એકીટસે દેવુંને ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યાં છે.

"માધવ ભાઈ તમે મોઢું ધોઈ આવો.સવાર પડી.હું બહાર જઈને ચા લેતો આવું."નાનજી માસ્તરે કહ્યું.

"નાં નાનજી ભઈ આજ દિન હુદી કદી નાયા વના મે ચા કે અન્ન નો દાણો મોઢામાં મેલ્યો નહીં.ને આજ તો મારી દેવું મોતનાં મોંઢામાં ઉભી સે.પાણીનો ઘુંટ પણ ગળા હેઠળ નહીં ઉતરે. તમ તમારે તમે જાઓને ચા પીતા આવો.લ્યો આ પૈસા લેતાં જાઓ."

"અલ્યા ભલાં માણસ તમે કેવી વાત કરો છો? હું કંઈ તમારાં જોડેથી પૈસા લઈશ?તમે તો મારી ભાઈબંધી પર સવાલ ઉઠાવ્યો."

"નાં નાં..એવું નથી ભઈ..આ તો મારી ફરજ સે. મારા લીધે તમે આટલી તકલીફ લ્યો ને હું તમને ચાનું પાણીય નાં પુસું ?"

" ચાલો ચાલો હવે... એ તો ઘરે લઈને જઈએ દેવિકાને  ત્યારે ભાભીનાં હાથની ચા પીવડાવજો. હાલ રહેવા દયો બધું."

" તમારો આભાર સાહેબ આ દુઃખની ઘડીમાં તમે હારોહાર ઉભા સો."

(આમ કહેતાં  માધવ ભાઈ ગળગળા થઈ જાય છે.
અને નાનજી માસ્તરને ભેટીને રડી પડે છે.)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#########ભાગ-- ૬ પૂર્ણ######
શબ્દ સમજ= ઈ - એ, જાણ થી- જ્યારથી,હમજ -, આઈ - આવી તાણ થી- ત્યારથી , હાજી - સાજી , જહે - જશે, હાલ - અત્યારે , હુદી - સુધી ,નાંયા વના ,- નાહ્યા વીના
_______________________________________
આગળ શું થશે?
✓દેવિકા ૭૨કલાકની અંદર ભાનમાં આવી જશે?
✓શિવરામ ઘરે દેવિકાની અસલી હાલત વિષે કહી દેશે?
✓રતન કેવી રીતે આખી પરિસ્થિતિ સાચવશે?

જાણવા માટે વાંચતાં રહો ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં નો  આગળ નો ભાગ-- ૭

સ્વસ્થ રહો , સલામત રહો.


                         લેખિકા
                     યોગી ઉમા 'શબ્દ સ્યાહી' ✍️