Kanta the Cleaner - 38 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 38

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 38

38.

કાંતા  તણાવમાં હોઈ ઝડપી ચાલે ચાલતી સોળ મિનિટમાં જ ઓલિવ રેસ્ટોરન્ટ પહોંચી ગઈ. આજે તેણે એમનું ખૂણાનું ટેબલ લેવાને બદલે વચ્ચેનું ટેબલ પસંદ કર્યું. 

થોડી વાર આમ તેમ જુએ ત્યાં તો વાવાઝોડાંની ઝડપે રાઘવ દાખલ થયો અને કાંતાને ગોતવા આજુબાજુ જોવા લાગ્યો. તેના કપાળ પર તંગ રેખાઓ ખેંચાયેલી હતી. તેના વાળ અસ્તવ્યસ્ત હતા. શર્ટનાં ઉપલાં બટન ખુલ્લાં હતાં જેમાંથી તેની વાળ વગરની છાતી દેખાતી હતી. કાંતાને સામે પડેલો ફોર્ક ઉપાડી તેમાં ઘુસાડી દેવાની ઈચ્છા થઈ.

"એઈ, હું અહીં છું." કાંતા મધમીઠા અવાજે બોલી અને રાઘવ એક અણગમા ભરી દૃષ્ટિ ફેંકતો તેની સામે બેસી ગયો. આજે એ ફ્લર્ટ કરતી નજર ગુમ હતી.

"હું ચાલુ કામે, ઉતાવળમાં આવ્યો છું. છતાં તારે જે કહેવું હોય એ તરત કહી દે. તેં તો ભારે કરી.  એ લોકો તો પૂછે, બધું ઓકી નાખવાની ભૂલ કરાય, ગાંડી? હા, તો હવે જલ્દીથી મને કહે કે તેં પોલીસને શું કહી દીધું."

"જે કહ્યું એ માટે મને પણ ટેન્શન છે. એટલે તો તને બોલાવ્યો. તું તો મારી સાથે જ હો છો ને?" કાંતાએ એમ કહેતાં વેઇટર સામે જોયું. વેઇટરે રાઘવ સામે.

"અમે આજે ઉતાવળમાં છીએ. આમ તો ખાલી ડ્રીંક લેશું. એમ કરો, મારે માટે એક લસ્સી." કહી તે  બે હાથ પર હડપચી રાખી વાત શરૂ કરે ત્યાં કાંતાએ કહ્યું "અને મારે માટે એક મસાલા પાપડ, બે વચ્ચે એક સ્ટાર્ટર, એમ કરો, પનીર ચીલી અને પછી એક સ્મોલ માર્ગારેટ પીઝા." 

આટલો બધો ઓર્ડર શેનાં માનમાં? રાઘવ ને પૂછવાનું મન થયું પણ રાઘવ વધુ બોલે ત્યાં વેઇટર ઝૂકીને સલામ કરતો બીજે ટેબલે જતો રહ્યો. એ સમયમાં તેમને ખાવા સેલાડ આપી ગયો.

"તું આવ્યો એથી મને બહુ સારું લાગ્યું. જે પણ અંગત વાત હોય તે તું મને પૂછી જ લે છે. મને તારી જરૂર હશે એમ લાગે ત્યારે તું ગમે ત્યાંથી આવી જાય છે. કેવો સારો અને  ભરોસાપાત્ર  માણસ છે તું?" કહેતાં કાંતાએ કટાક્ષમાં મોં મચકોડ્યું. રાઘવને તે જોવાની ફુરસદ ન હતી.

"તારે શું કહેવું હતું? જલ્દી કહી દે ને!" રાઘવ ઉતાવળમાં હતો.

કાંતાએ ધ્રૂજતા હાથ ટેબલ નીચે દબાવી હિંમત એકઠી કરી કહ્યું "મને ઇન્સ્પેકટર ગીતા જાડેજાએ કહ્યું કે અગ્રવાલને ઘેનની દવા આપી,  ગૂંગળાવીને મારી નખાયો છે."

"તે એમાં નવું શું છે? તું મને અગાઉ આ કહી ચૂકી છો. હા, એ ગુનો  તારી ઉપર આવી ગયો છે. રૂમમાં  વિખરાયેલી ગોળી મળેલી તે! વેરી સેડ." રાઘવે આરામથી કાંતાનો હાથ સ્પર્શ કરી પંપાળતાં કહ્યું. માર્ગારેટ પીઝાનો ઓર્ડર કાઈંક તો વસુલવો ને!

"ના, એમ નહીં.  એ લોકોને હવે બીજા કોઈ પર શંકા ગઈ છે." કહેતાં તે રાઘવનાં ગળાંમાં હલચલ સ્પષ્ટ જોઈ શકી.

વેઇટર બ્રેડ, સલાડ, લસ્સી લઈને આવ્યો. કાંતાએ ગાર્લિક બ્રેડ ખાઈ ઉપર ઠંડું પાણી પીધું અને રાઘવનો ગ્લાસ ભરી તેને આપ્યો.

"પોલીસને હવે શક છે કે અગ્રવાલનાં  વીલ ને કારણે કોઈએ તેની હત્યા કરી કે કરાવી છે. એણે મરતા પહેલાં વીલ ની વાત કોને કહેલી? બધું એકદમ ખાનગી હતું, તને ખબર છે. સરિતા માટે એ સાલો એક ફૂટી કોડી નથી છોડી ગયો. બિચારી રસ્તા પર આવી ગઈ છે." કાંતાએ દરેક શબ્દ ભાર મૂકીને કહ્યો.

"આવે  ખરી રસ્તા પર? હજી તો માલ હાથમાં છે. પણ આવું તને કોણે કહ્યું?" રાઘવે કાંતા તરફ ડોક ઝુકાવી પૂછ્યું.

"ખુદ ઇન્સ્પેકટર જાડેજા મેડમે." કાંતા આરામથી લસ્સીનો ઘૂંટ ભરતી કહી રહી.

"શુંઉંઉં..?  ઇન્સ્પેકટર જાડેજાએ તને કહ્યું? બને જ નહીં. કોઈ કારણે મને ખબર છે કે આ બની જ ન શકે." રાઘવ બોલ્યો તો ખરો, એનાં મોં પરથી હવા નીકળી ગઈ.

"તને શું ખબર પડે? સરિતાને તું ઓળખે કે હું?  મને એ દીદી કહેવરાવતી. અને તેં જ કહેલું કે તું તો એને ઓળખતો નથી."

"હા, તે હજી કહું છું, હું એને ખાસ જાણતો નથી." એસી માં પણ રાઘવને પરસેવો વળી ગયો. 

"પણ હું એવા લોકોને જાણું છું જે તેને નજીકથી ઓળખે છે.  તો પણ આ નવું જાણ્યું. વીલનું." રાઘવે કહ્યું.

તેણે ઉતાવળમાં  લસ્સીનો ઘૂંટડો પીધો જે ઓનાળે જતાં ઉધરસ ખાધી. એ ગુસ્સે થયો અને  ટેબલ પર હાથ પછાડ્યો.

"આ ન સારું લાગે, રાઘવ!" કાંતા બોલી.

"મૂળ વાત પર આવીએ, કાંતા, તે સાવ રસ્તા પર નથી આવી ગઈ. ઝગડો કરીને પણ એણે દરિયા કાંઠે એક વિલા પોતાને નામ કરાવી લીધી છે.  બધું પોલીસ થોડી જાણતી હોય?" રાઘવ વળી  રૂઆબ પાડવા ટટ્ટાર થયો.

"હંઅંઅં .. " કહેતાં કાંતા નેપકીન હાથમાં રમાડતાં બોલી "મને એ વિલા બિલા નો ખ્યાલ નથી. મેં ઇન્સ્પેકટરને કહેતાં સાંભળ્યાં કે  અગ્રવાલની બધી મિલકત હવે આગલી પત્નિ અને બાળકોને મળે છે."

"પોલીસ તને આ બધું કહે ને! મુરખ ન બનાવ." રાઘવે કહ્યું.

"ના. હું મૂર્ખ નથી બનાવતી. તો સાંભળ મને કેવી રીતે ખબર પડી." કાંતાએ કહ્યું. રાઘવ ડોક બે હાથ પર રાખી સાંભળી રહ્યો.

ક્રમશ: