A - Purnata - 35 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 35

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 35

વિકીના ચિત્રમાં દિલવાળા ટુકડામાં લાઈટ થઈ અને તેમાં પોતાનો ફોટો જોઈ રેના અચંબિત થઈ ગઈ. પોતાની સામે ઘુટણ પર બેઠેલા વિકીને અને ચિત્રને તે વારા ફરતી જોઈ રહી.
આ બાજુ મિશાએ વિકી અને રેનાને આગળ પાછળ જ બહાર નીકળતા જોયાં. જો કે મિશાને લાગ્યું કે રેના વોશરૂમ ગઈ હશે પણ ઘણી વાર થવા છતાંય રેના પાછી ન આવી એટલે તે રેનાને શોધવા નીકળી. શોધતાં શોધતાં તે ગાર્ડન સુધી પહોંચી ગઈ પણ અહી આવીને જે નજારો તેણે જોયો એ તેની કલ્પના બહાર હતો. વિકી રેના સામે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો હતો આ જોઈ મિશાનું હદય ટુકડે ટુકડાં થઈ ગયું. તેની આંખોમાંથી અનરાધાર આંસુ વહી નીકળ્યાં. પોતે આજે વિકીને પ્રપોઝ કરવાની હતી તેના બદલે વિકી તો અત્યારે....તેની નજર સામે રેનાએ વિકીના હાથમાં પોતાનો હાથ મૂક્યો. આ જોઈ મિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું રેના પણ વિકીને પ્રેમ કરે છે? આ ગુસ્સામાં અને દુઃખમાં તે ઝડપથી ત્યાંથી નીકળી ગઈ.
મિશા વોશરૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. "કેમ વિકી કેમ? રેના જ કેમ? મારામાં શું ખામી હતી? હું રેના જેટલી સુંદર નથી પણ કઈ કમ પણ નથી એનાથી. તો હું કેમ નહિ?"
પોતે જેને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ કોઈ બીજાને પ્રેમ કરે છે એ જાણવા મળે ત્યારે જાણે જિંદગીમાં ભૂકંપ આવી ગયો હોય એમ લાગે. ઘણીવાર તે ત્યાં બેસીને રડતી રહી. કોઈ આવીને પૂછશે તો એ બીકે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ અને હોલમાં ગઈ. હવે તેનો મૂડ પાર્ટીમાં મજા કરવાનો રહ્યો ન હતો. આથી તે હેપ્પી અને પરમને એમ કહીને નીકળી ગઈ કે ઘરે થોડું અર્જન્ટ કામ આવી ગયું છે. ત્યાં રહીને કદાચ તે અત્યારે પોતાની જાતને સંભાળી શકે એમ ન હતી. ક્યારેક એકલતા પણ જરૂરી હોય છે જાત સાથે ડીલ કરવા માટે.
આ બાજુ રેનાએ વિકીના હાથમાં પોતાનો હાથ મૂક્યો. આ જોઈ વિકી ખુશ થઈ ગયો. હજુ કઈ વિકી બોલે એ પહેલા જ રેનાએ વિકીનો હાથ પકડી તેને ઊભા થઈ જવા ઈશારો કર્યો.
વિકીનો હાથ પોતાના હાથમાં પકડી રેના બોલી, "વિકી, મે હમેશાથી તારી આંખમાં મારા માટે પ્રેમ જોયો છે. તું મારો ખૂબ સારો દોસ્ત છે. જો હું તને સાચું કહું તો મારા દિલની લાગણી હું ખુદ નથી સમજી શકતી. આ પ્રેમ નામની વાતથી મને હમેશા ડર લાગ્યો છે. આજ સુધી પરમ સિવાય હું કોઈ છોકરા સાથે આટલી ફ્રેન્ડલી નથી રહી, કેમકે પરમ તો મારો કઝીન છે. મારા પરિવારમાં થયેલા અમુક કડવા અનુભવોએ મને આ બધી વસ્તુથી દૂર જ રહેતા શીખવ્યું છે. તારી લાગણીની હું દિલથી કદર કરું છું. તું ખરેખર ખૂબ સારો છે પણ જ્યાં સુધી હું પોતે મારી લાગણીને ન સમજુ અને હું સમજીને પણ જ્યાં સુધી મારી ફેમિલીને ન સમજાવી શકું ત્યાં સુધી હું તને કોઈ જ ભ્રમમાં રાખવા નથી માંગતી. હું નથી ઈચ્છતી કે આગળ જતાં આપણી વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થાય. આપણો સંબંધ આગળ વધે કે ન વધે પણ આપણી દોસ્તી અતૂટ રહેવી જોઈએ. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું એ?"
વિકી માટે રેનાનો આવા પ્રકારનો જવાબ અનપેક્ષિત હતો. રેના ન તો હા પાડી રહી હતી કે ન તો ના. એક પળ માટે વિકી નિરાશ થઈ ગયો પણ બીજી જ પળે જાણે એની નિરાશા ખુશીમાં ફેરવાઈ ગઈ. તેના પોતાના જ દીલે દલીલ કરી કે હા નથી પાડી પણ ના પણ ક્યાં પાડી છે!!
વિકીએ રેનાનો હાથ પોતાની બે હથેળી વચ્ચે લઇ દબાવ્યો. "રેના, પ્રેમ ક્યારેય એકતરફી ન હોવો જોઈએ પણ પ્રેમ પરાણે પણ ન કરી શકાય. તું તો જ મારી સાથે આગળ ચાલજે જો તારા મનમાં પણ મારા માટે એ જ લાગણી હોય. તારે જેટલો ટાઈમ લેવો હોય લઈ શકે છે. હું હમેશા તારી રાહ જોઇશ. તને કોઈ ફોર્સ નહિ કરું. આગળ જતાં પણ જો તે આપણા સંબંધ માટે ના પાડીને તો પણ આપણી આ દોસ્તી અતૂટ રહેશે. તે જ તો કહ્યું હતું ને કે પ્રેમ હમેશા પામી લેવો જરૂરી નથી હોતો. તું ખુશ હોઈશ તો હું પણ ખુશ રહીશ. મારા માટે તારી ખુશી વધુ મહત્વની છે."
"વિકી, તુ મારી વાત સમજ્યો એ જ મારા માટે મોટી વાત છે. કોઈ પણ સંબંધમાં એકલો પ્રેમ કામ નથી આવતો. સમજણશક્તિની પણ એટલી જ જરૂર હોય છે. એક વાત કહું હું તને? માનીશ તું?"
"હા, બોલને રેના. તારી દરેક ઈચ્છા હું પૂરી કરીશ."
"આ પઝલવાળું તારું ચિત્ર તું સાંભળીને રાખજે પણ એમાં જે તારા દિલનો ટુકડો કે જેમાં મારો ફોટો છે એ મને આપી દે. જે દિવસે પણ મને આપણો સંબંધ દોસ્તીથી આગળ વધી શકે એમ છે એવું લાગ્યું તે દિવસે હું ખુદ મારો એ ફોટો તારા આ ચિત્ર અને દિલ બન્નેમાં ફીટ કરી દઈશ."
વિકીએ આંખોથી જ હા પાડી અને ચિત્રમાંથી એ ટુકડો ઉઠાવીને રેનાને આપ્યો.
"રેના, સાચવીને રાખજે. મારું દિલ તને આપ્યું છે. હું રાહ જોઇશ મારી અ - પૂર્ણતા, ક્યારે પૂર્ણતામાં ફેરવાય છે એની."
રેનાએ ટુકડો સાચવીને પોતાની મુઠ્ઠીમાં લીધો અને સ્મિત કરીને ત્યાંથી જવા લાગી. વિકીએ પાછળથી તેનો હાથ પકડી લીધો.
"રેના, એક વાત મે તારી માની. હવે, એક વાત મારી પણ તારે માનવી પડશે."
રેનાએ આંખો મોટી કરી એ જોઈ વિકી બોલ્યો, "વિશ્વાસ રાખ રેના, કોઈ જ ખોટી માંગણી તારી પાસે નહિ કરું."
રેનાના ચહેરા પર સ્મિત આવી ગયું.
"રેના, હું તને એક હગ કરી શકું? તારા જવાબની રાહ જોવા માટેની ધીરજ અને હૂંફ જ આપી દે મને."
રેનાએ હકારમાં જ માથું હલાવ્યું અને વિકી રેનાની નજીક આવી તેને ભેટી પડ્યો. એટલી ઉત્કંઠાથી તે રેનાને ભેટ્યો જાણે ફરી ક્યારેય રેના તેને આ રીતે હગ કરવાની ન હોય. વિકીએ એ જ સ્થિતિમાં એક નજર પોતાની પઝલ ફ્રેમ પર કરી જે અત્યારે અપૂર્ણ હતી. ખબર નહિ કેમ પણ તેના દિલમાં ક્યાંક એવી લાગણી ઉઠી કે કદાચ રેનાનો જવાબ હા નહિ આવે. જાણે આ એક આલિંગનમાં જ તે આખી જિંદગી જીવી શકાય એટલી હૂંફ મેળવી લેવા માંગતો હતો. તેની આંખમાંથી એક આંસુ ક્યારે સરીને તેના ગાલ પર આવી ગયું તેને ખબર પણ ન પડી. છતાંય આશા અમર છે એમ માની તેણે રાહ જોવાનું જ ઠીક સમજ્યું.
તે આંખનું આંસુ લૂછી રેનાથી અળગો થયો. "આ હગ હું જીંદગીમાં ક્યારેય નહી ભૂલું."
વિકીની આંખમાં રહેલી ભીનાશ રેનાથી છાની ન રહી. છતાંય તેણે દિલને સમજાવ્યું.
"ઉપર જઈએ? બધા આપણી રાહ જોતા હશે." આમ કહી રેના ચાલવા લાગી પણ વિકી ત્યાં જ ઉભો રહ્યો અને જતી રેનાને જોઈ રહ્યો જાણે કે આજ પછી રેના પાછી જ ન આવવાની હોય. અચાનક જ રેનાએ પાછળ ફરીને જોયું અને એક મધ મીઠી સ્માઇલ આપી અને જાણે વિકીને હોઠોથી જ આશ્વાસન આપ્યું કે હું જરૂર આવીશ ફરી તારી લાઈફમાં.
રેનાના આ સ્મિતથી વિકી ફરી એકવાર ઘાયલ થઈ ગયો. મનોમન જ વિચાર્યું કે હું શું એવું કરું કે જેથી રેના પણ મને પ્રેમ કરે.
( ક્રમશઃ)
શું રેના પોતાના દિલની લાગણી સમજી શકશે?
શું હજુ પણ વિકી પ્રયત્નો કરશે કે રેના તેને પ્રેમ કરે?
મિશા આ પરિસ્થિતિનો સામનો કરી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.