Swami Satchidananda in Gujarati Biography by Tr. Mrs. Snehal Jani books and stories PDF | સ્વામી સચ્ચિદાનંદ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સ્વામી સચ્ચિદાનંદ

ધારાવાહિક - આપણાં મહાનુભાવો
ભાગ:- 35
મહાનુભાવ:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

સંતોની ભૂમિ એવા ભારતદેશમાં અનેક સંતો અને મહાત્માઓ થઈ ગયા અને હજુ પણ થઈ રહ્યા છે. આવા જ એક સંત પરમ પૂજ્ય મહર્ષિ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી વિશે થોડી માહિતિ રજૂ કરું છું.

પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસને ઈ. સ. 2022માં ભારત સરકારનાં પદ્મભૂષણશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

* જન્મ તારીખ:- 22 એપ્રિલ 1932
( ચૈત્ર વદ બીજ)
* જન્મ સ્થળ:- મોટી ચંદુર.જિ.પાટણ. (મોસાળ)
* વતન:- મુંજપુર.
* મૂળનામ:- શ્રી ન્હાનાલાલ ત્રિવેદી
* પિતાજી:- સ્વ.મોતીલાલ ત્રિવેદી
* માતાજી:- સ્વ.વહાલીબેન
* ભાઈ: 1. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી
2. સ્વ. ચિમનલાલ એમ.ત્રિવેદી

* પૂર્વાશ્રમ:- રાધનપુર અને બીલીમોરા નોકરી કરતા હતા.

* ઈ. સ. 1953:- 21 વર્ષની ઉંમરે બીલીમોરાથી પગપાળા ગૃહત્યાગ.( પુસ્તક :- મારા અનુભવો )
પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ. સંન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી.

* ઈ. સ. 1954:- ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા : પ્રયાગરાજના કુંભમેળામાં.

* ઈ. સ. 1955:- વૃંદાવનમાં 'લઘુકૌમુદી' નો અભ્યાસ. કાશીમા 12 વર્ષ સુધી અભ્યાસ.

* ઈ. સ. 1956:- પંજાબનાં ફીરોજપુર શહેરમાં સ્વામી શ્રીમુકતાનંદજી પાસે સંન્યાસદીક્ષા.

* ઈ. સ. 1966:- 'વેદાન્તાચાર્ય' (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે) ની પદવી.યુનિવર્સિટીમા પ્રથમ: સુવર્ણચંદ્રક વિજેતા (કાશી/બનારસ)

* અમરનાથ યાત્રા ત્રણ વાર.

* કાશીને વિદાય.

* ગુજરાતમાં સ્થાયી થયા.

* ઈ. સ. 1968:- સંપૂર્ણ ભારતયાત્રા.

* ઈ. સ. 1969:-દંતાલી(પેટલાદ)માં શ્રી ભકતિ નિકેતન આશ્રમની સ્થાપના.

* ઈ. સ. 1970:- પૂર્વ આફ્રિકાનો પ્રવાસ.

* ઈ. સ. 1973:- સુઈગામ (બનાસકાંઠા)માં દુષ્કાળ રાહત કાર્ય, અને 'મહર્ષિ કણાદ ગુરુકુળ' માધ્યમિક શાળા અને છાત્રાલયની સ્થાપના.

* નડેશ્વરી માતાજી મંદિર (નડાબેટ-ભારત-પાકીસ્તાન સરહદ)નો સંપૂર્ણ વિકાસ અને બારેમાસ સદાવ્રતની સેવા. દર રામનવમીએ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ.

* રાજસ્થાનથી કચ્છ સુધીની ભારત - પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતાં આપણા BSF ના વીર જવાનોને સાયકલ, વોટર કૂલર અને વારંવાર મિઠાઈ તથા જરૂરી વસ્તુઓનું વિતરણ, તથા હાલમાં નડાબેટ પર જે પ્રવાસનની સુવિધાઓ થઈ છે તેમાં સક્રિય રહીને સંપૂર્ણ સહયોગથી પ્રવાસન ઉદ્યોગને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા અદા કરી.

* ઈ. સ. 1974:- દંતાલી-પેટલાદના શ્રી ભક્તિ નિકેતન આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં આવી.

* ઈ. સ. 1974:- દંતાલી-પેટલાદના શ્રી ભક્તિ નિકેતન આશ્રમનું ટ્રસ્ટ કર્યું, તથા વાલમ (તા.વીસનગર)માં બ્રહ્મસુત્ર અને 'ભારતીય દર્શનો' વિશે વ્યાખ્યાનો આપ્યાં ‌જે એમના પ્રથમ પુસ્તક "ભારતીય દર્શનો" રૂપે પ્રકાશિત થયાં.

* કુલ 85 થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરીને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યાં.

* ઈ. સ. 1985:- 'સંસાર રામાયણ' અને' શ્રી કૃષ્ણલીલા રહસ્ય' બંને પુસ્તકોને શ્રીઅરવિંદ સુવર્ણ ચંદ્રક(ગુજરાતી સાહીત્ય પરિષદ.)

* ઈ. સ. 1986:- 'મારા અનુભવો' પુસ્તકને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક. (ગુજરાતી સાહિત્ય પરિષદ.) તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત.

* પુસ્તક 'વેદાન્ત સમીક્ષા' ગુજરાતી સાહિત્ય દ્વારા પુરસ્કૃત.

* ઈ. સ. 1987:-'ચાલો, અભિગમ બદલીએ' તથા 'નવા વિચારો' અને 'પૃથ્વી પ્રદિક્ષણા' (1990-91) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત.

* 150 થી વધું પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકોનો હીન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયાં છે.( સંકલન સાથે તેનાથી વધુ પુસ્તકો.).

* 6000 થી વધુ પ્રવચનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યા છે.

* ઈ. સ. 1988 - 89: દધીચિ એવોર્ડ:- ('હેલ્પિગ હેન્ડ'-અમદાવાદ).

* આનર્ત એવોર્ડ: મહેસાણા- (ઉ‌.ગુજરાત)

* શ્રી ગોન્ધિયા એવોર્ડ: રાજકોટ: ધર્મમય માનવસેવા માટે દિવાળીબહેન મહેતા ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા એવોર્ડ.

* ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા 'લોકસાગરને તીરે તીરે' (સંદેશ) માં ચિંતનલક્ષી કટારલેખન માટે એવોર્ડ.

* ઈ. સ. 1994:-વિદેશયાત્રા. દક્ષિણ અમેરિકા અને અન્ય દેશો.

* ઈ. સ. 1998 - 2000:- દ.આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા.

* ઈ. સ. 2006:- આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકાનો પ્રવાસ.

* ઈ. સ. 2001:- કચ્છનાં ભૂકંપમાં રાપરમાં રાહત કેમ્પ અને સૌનાં માટે રસોડું તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્વારા પાણીની સેવા સાથેનો સેવાયજ્ઞ કર્યો.

* સરદાર સરોવર (નર્મદા બંધ)ના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ, અને બંધની ઊંચાઈ વધારવા માટે તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સદ્દભાવના ઉપવાસ આંદોલનમાં સક્રીય રહીને સફળતા અપાવી.

* સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવે તે પ્રોજેક્ટના પ્રણેતા, અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' [ SOU ] ની ભવ્ય સફળતામાં તન, મન અને ધનથી સમર્પિત રહ્યાં.

* જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતનાં અનેક તળાવોને ઊંડા કરાવી આપ્યાં.

* ચેકડેમ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ.

* અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપ્યા.

* વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં લગભગ રુ.300000000 ( ત્રીસ કરોડ રુપિયા ) થી વધુનું દાન અર્પણ કર્યું છે.

* દંતાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો તથા સેવાકીય પ્રવૃત્તિઓ.

* તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો.

* સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ.

* મૂલ્યનિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ ને રૂપિયા 300000 (ત્રણ લાખ)નું દાન.

* લોહીની જરૂરીયાત ને પૂરી પાડવા માટે અનેકવાર રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રક્ત બ્લડ બેન્કોને અર્પણ.

* " ક્રાંતિચક્ર" એવોર્ડ રૂ.1,51,00,000 (રૂપિયા એક કરોડ એકાવન લાખ)નું સૌરાષ્ટ્રમાં ચેકડેમ બાંધવા માટે દાન આપ્યું.

આ ઉપરાંત...
* ફેસબુક પેજ:- " ગુરુ નહીં માર્ગદર્શક "

* ફેસબુક ગૃપ:- " મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ"

https://www.facebook.com/groups/652422362330934/?ref=share_group_link

* વોટ્સએપ ગૃપ:-" વીરતા પરમો ધર્મ "

https://chat.whatsapp.com/Bw4cgCKmsLe0jQgMY1LAQr

* યુ ટ્યુબ ચેનલ:- સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ.

https://youtube.com/@swamisachchidanandji6564

* ફ્રી વેબસાઇટ:- www.sachhidanji.org

* Telegram Group:-"એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ."

https://t.me/S220432
તથા

* વીરતા પરમો ધર્મ વૉટ્સએપ ચેનલ...

https://whatsapp.com/channel/0029Va57tq11NCrUsvOuIa3n

જેવી અસંખ્ય સોશ્યલ મીડિયા સાઈટ, પૂ.સ્વામીજીના આશિર્વાદથી ફોલોવર્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે, અને જાગૃતિ લાવવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે.

🌧️ પૂજ્ય સ્વામીજીનાં શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી - પેટલાદ દ્વારા દર વર્ષે આશ્રમ આજુબાજુનાં સમગ્ર વિસ્તારમાં ચોમાસામાં જરૂરતમંદ પરિવારોને સારી ક્વોલિટીની તાડપત્રીનું વિતરણ કરવામાં આવે છે. ફક્ત વિતરણ જ નહિ, પરંતુ દંતાલીનાં યુવાનો દ્વારા તાડપત્રી લગાવી પણ આપવામાં આવે છે...🌧️

👉 તા.23/12/2021 ને ગુરુવારે હજારો ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 તા.12/12/2021 ને રવિવારે સાડીઓ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 તા. 05/12/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે સતત ત્રીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 તા. 02/12/21 ને ગુરુવારે પ.પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી પરમહંસના ઊંઝાના આશ્રમ પરથી ધાબાળાનું વિતરણ કરવામા આવ્યું.
👉 તા. 28/11/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે બીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 તા. 14/11/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુ પહેલાં જ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 આ ઉપરાંત તા.06/06/2021 ને રવિવારે પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણો ને અનાજ અને રોકડ રકમ આપવામાં આવી હતી.અને પેટલાદ નાં ઘોડાગાડી (બગી) વાળાને પણ રોકડ રકમ આપીને સહાય કરવામાં આવી હતી.

* પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ના ભક્તિ નિકેતન આશ્રમ (દંતાલી) થી લૉકડાઉન ના કપરાં સમય દરમિયાન અને ત્યારબાદ પણ જરૂરિયાતમંદ હજારો પરિવારોને સંપૂર્ણ રાશનકીટ નું વિતરણ અને ત્યારબાદ વારંવાર અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજારો-હજારો ધાબળાનું પણ વિતરણ કરાયું.

પરંતુ કૉવિડ-19 નાં બીજા વેવમાં પહેલાં કરતાં પણ ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ અને બિમાર માણસોને પડતી વિવિધ મુશ્કેલીઓ જોઈને અને તેમાં પણ ઓક્સીજનની અછત જોઈને પુજ્ય સ્વામીજીનું હ્રદય કકળી ઉઠ્યું એટલે તેઓએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવે તે માટે રૂપિયા 3500000 (પાંત્રીસ લાખ પુરા ) આપીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું.

પૂજ્ય સ્વામીજીના "ભક્તિ નિકેતન આશ્રમ " દ્વારા ત્રણ વૃદ્ધાશ્રમ, રાહતનાં દવાખાના, સદાવ્રત, છાસ કેન્દ્ર, ચા સેન્ટર, શિષ્યવૃત્તિ, વિધવા સહાય, મેડીકલ સહાય, કપડાનું દાન, ધાબળાનું દાન, ગરીબ પરિવારોને રોકડ સહાય, વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ અને માત્ર 1 રુપિયામાં ( જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના ) સ્મશાનમાં લાકડાંની સહાય, સેવાભાવી સંસ્થાઓને લાખો/કરોડો રુપિયાનું (ત્રીસ કરોડ રૂપિયાથી વધુ)નું દાન આપીને દરેક સમાજ, સાધુ સંસ્થાઓ, સંપ્રદાયો, પરિવારો, પંથો અને મંડળોને,

1) "માનવતાથી મોટો કોઈ ધર્મ નથી" અને

2) " સંપ્રદાય મૂક્ત ધાર્મિકતા. " તથા

3) "એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. " સુત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યાં છે. અને દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આપતાં એકમાત્ર યુગપ્રવર્તક, સંત, ઋષિ એવાં પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ (પદ્મભૂષણશ્રી) ના ચરણોમાં સહ્યદય કોટી કોટી પ્રણામ.

( તા.ક. પૂજય સ્વામીજી હાલમાં 92 વર્ષની ઉંમરે પણ તન,મન અને ધનથી સતત સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. પોતાની અંગત જરૂરિયાત માટે AC તો દુરની વાત છે, પરંતુ પંખો પણ ચલાવતાં નથી અને તેઓ સાદી લાકડાંની પાટ પર જ આરામ કરી લે છે. )

પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ (પદ્મભૂષણશ્રી) ના ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંકલિત પુસ્તકો ની યાદી નીચે મુજબ છે:-

કૌસમાં છાપેલી કિંમત લખવામાં આવેલી છે. જો નવી આવૃત્તિ/પ્રિન્ટ હોય તો તે કિંમતમાં ફેરફાર હોઈ શકે છે. તથા આશ્રમ પર ઉપલબ્ધ હશે તે પુસ્તકો મળશે.

ઉપરાંત,

( 1 )💻 32GB પેનડ્રાઈવ A કીંમત ₹.250 ( સળંગ વિષયો પરનાં સ્વાધ્યાય પ્રવચનો. )

( 2 )💻 32GB પેનડ્રાઈવ B કીંમત ₹.250 ( અલગ-અલગ વિષયો પરનાં પ્રવચનો )

ખાસ નોંધ:-

@ ( H ) પુસ્તકોનો હીન્દી અનુવાદ પ્રાપ્ત છે.
@ ( E ) પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ પ્રાપ્ત છે.
@ ( * ) આ પુસ્તકો પુરુસ્કૃત થયેલાં છે.

(1) ભારતીય દર્શનો (150)
(2) શિવતત્ત્વનિર્દેશ (100)
(3) પ્રવચનમંગલ (180)
(4) આપણે અને સમાજ (150)
(5) સંસાર-રામાયણ (E) (750)
(6) શ્રીકૃષ્ણલીલારહસ્ય (250)
(7) વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (H) (170)
(8) વેદાન્ત-સમીક્ષા (175)
(9) મારા અનુભવો (H)(E)(225)
(10) ધર્મ (135)
(11) ચાલો, અભિગમ બદલીએ (170)
(12) ગીતા અને આપણા પ્રશ્નો (H)(E)(180)
(13) અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા.(H)(E)(260)
(14) શું ઇશ્વર અવતાર લે છે? (75)
(15) નવા વિચારો (160)
(16) નવી દ્રષ્ટી (150)
(17) પૃથ્વી-પ્રદક્ષિણા (180)
(18) ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ (300)
(19) નવી આશા (140)
(20) હવે તો જાગીએ (160)
(21) હિમાલયના હીંડોળે (H)(100)
(22) નવી દિશા (H)(E)(150)
(23) આપણે અને પશ્ચિમ (400)
(24) ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો (170)
(25) પ્રશ્નોના મૂળમાં (180)
(26) ઇજિપ્ત-ઇસ્ત્રાઇલની ઝાંખી (140)
(27) ટાન્ઝાનિયામાં 17 દિવસ (150)
(28) મારી બાયપાસ સર્જરી (30)
(29) યુરોપની અટારીએથી (90)
(30) દક્ષિણ આફ્રિકાની ઊડતી મુલાકાત (125)
(31) રાષ્ટ્રના સળગતા પ્રશ્નો (150)
(32) ચીન-મારી નજરે (200)
(33) ઉપસંહાર (100)
(34) અગવડોમાં આરાધના (45)
(35) પશ્ચિમ થઈને રશિયા(250)
(36) યુદ્ધ અને યુદ્ધનેતા (H)(150)
(37) નર-નારીના સંબંધો, લગ્નસંસ્થા તથા આવેગો અને લાગણીઓ (200)
(38) મારા ઉપકારકો (160)
(39) પૂર્વમાં નવું પશ્ચિમ (220)
(40) આફ્રિકા-પ્રવાસનાં સંસ્મરણો (70)
(41) આપણી દુર્બળતાઓ (130)
(42) શ્રીલંકાની સફરે (130)
(43) દક્ષિણ-પૂર્વનો પ્રવાસ (125)
(44) માનવ-સંબંધો (130)
(45) રાષ્ટ્રીય તીર્થ આંદામાન (125)
(46) ટર્કી અને ઇજિપ્ત (150)
(47) સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન (180)
(48) ફરી પાછા પૂર્વમાં (100)
(49) સિક્કિમ અને ભુતાનનો પ્રવાસ (100)
(50) ભર્તૃહરિનાં બે શતકો (300)
(51) પૂર્વ-યુરોપનો પ્રવાસ (200)
(52) મોરેશિયસ અને દુબઇનો પ્રવાસ (100)
(53) ચાણક્યની રાજનીતિ (500)
(54) મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો (90)
(55) લેહ, લદાખ, કારગિલ, કાશ્મીર (80)
(56) હિમાલયના ચાર ધામ(80)
(57) વાસ્તવિકતા (E)(180)
(58) કાન્હડદેપ્રબંધ-સાર (70)
(59) બોધગયામાં નેત્રશ્રાદ્ધ (75)
(60) મહાભારતની જીવનકથાઓ (280)
(61) તામિલનાડુની યાત્રા (100)
(62) પૌરાણિક કથાઓ (240)
(63) જુનાગઢનો આઝાદીજંગ (50)
(64) 'મહાભારત 'નું ચિંતન (350)
(65) 'રામાયણ 'નું ચિંતન (270)
(66) સિખ(શિખ)ધર્મના પક્ષમાં (110)
(67) શિવાજીની શૌર્યગાથા (250)
(68) શહીદોની ક્રાંતિગાથાઓ (260)
(69) મહર્ષિ દયાનંદ સરસ્વતી (160)
(70) ગીતાજીનું ચિંતન: સંયુકત આવૃત્તિ(800)
(71) અમરકંટક અને મધ્યપ્રદેશનો મહિમા (120)
(72) સંતચરિત્રો અને ચિંતન (400)
(73) ભાગવતનું ચિંતન (140)
(74) પૂર્વની સાત બહેનો (110)
(75) મહાન મહિલાઓ (150)
(76) ત્યાગ-અહિંસા-આતંકવાદ (170)
(77) સાચા મહાપુરુષો (180)
(78) ઉપનિષદોની કથાઓ અને ચિંતન (160)
(79) બુદ્ધ-જાતક-ચિંતન:1(300)
(80) બુદ્ધ-જાતક-ચિંતન:2 (300)
(81) સરદારસાહેબ: મારી નજરે (50)
(82) સૌરાષ્ટ્રનો મધપૂડો (160)
(83) ફાંસીના વરરાજાઓ (150)
(84) કાલાપાની (80)
(85) ક્રાંતિકથાઓ (160)
(86) કચ્છી કથાઓ (140)
(87) વિષ્ણુસહસ્ત્રનામ(ભાગ-1)(250)
(88) વિષ્ણુસહસ્ત્રનામ (ભાગ-2)(350)
(89) પ્રશ્ન એ જ ઉત્તર (80)
(90) મહાભારત-સાર(250)
(91) જો સરદાર સાહેબ વડાપ્રધાન બન્યા હોત તો?(20)
(92) વિદુર નિતિ (300)
(93) વાલ્મીકી-રામાયણ-સાર(325)
(94) ચાણક્યની વ્યવહારનિતિ (180)
(95) મુનશી પ્રેમચંદજીનો પુનરાવતાર (150)
(96) સૌરાષ્ટ્રનું શૂરાતન (150)
(97) વસ્તુપાળ અને તેજપાળ(150)
(98) બુદ્ધ ચરિત્ર ચિંતન (120)
(99) શ્રી હનુમાન ચાલીસા (70)
(100) હમ્પી, વેલુર અને હળેબીડુ પ્રવાસ (50)
(101) શ્રી કબીરજીનું ચિંતન (150)
(102) લક્ષદ્વિપ-પ્રવાસ (65)
(103) કોલંબસ અને વાસ્કો દ ગામા ભારતમાં કેમ ન પાક્યાં?((80)
(104) સિકંદર અને નેપોલિયન (125)
(105) મહાન લિંકન (140)
(106) કૌસાની, રાણીખેત અને નૈનિતાલ ઊડતો પ્રવાસ (45)
(107) ગોંડલ-બાપુ મહારાજા ભગવતસિંહજી (125)
(108) તનોટમાતા અને લોંગોવાલનું યુદ્ધ (60)
(109) મહાદેવી અહલ્યાબાઇ હોળકર (90)
(110) આદિ સુધારક રાજા રામમોહન રાય (70)
(111) કડવામીઠા અનુભવો (120)
(112) બીજાપુરથી નાંદેડ(60)
(113) આંદામાનનો પ્રવાસ. સાધ્વી સમર્પણાદેવી તથા લાભુભાઇ લખાણી સાથે (70)
(114) ગંગાસતીની અમર વાણી (300)
(115) ગોવાપ્રવાસ (40)
(116) ઋષિવર શ્રી પ્રભાશંકર પટ્ટણી (90)
(117) નેપાળ-યાત્રા (75)
(118) ખોટા ઉપદેશોનાં ખોટાં પરિણામ (70)
(119) હરિદ્વારની યાત્રા (60)
(120) અબળામાંથી પ્રબળા સિંધુતાઇ સપકાળ(90)
(121) આંદામાનનો ત્રીજો પ્રવાસ (50)
(122) વીરતા પરમો ધર્મ: (150)
(123) કાશ્મીરનો ટૂંકો ઇતિહાસ (130)
(124) આપણી બોધકથાઓ (225)
(125) અમારી અધૂરી નર્મદા-પરિક્રમા (100)
(126) વિચારોનો ગુલદસ્તો ( 100 )
127) મોગલોનો આંતરિક હિંસા કલહ ( 250 )
(128) ઇઝરાયલનાં ચમત્કારિક પરાક્રમો (50)
(129) છેડતીથી બરબાદી (70)
(130). વીરાંગના મલાલા યુસુફજઇ ( 60 )
(131) પટના અને પન્ના (60)
(132) અમારા વૃદ્ધાશ્રમોના કડવા અનુભવો (90)
(133) કાશી-અયોધ્યા યાત્રા (100)
(134) માનસ મંગલાચરણ મંથન (125)
(135) માનસ મધપૂડો (140 )
(136) રામાનુજ પ્રતિમા દર્શન (55)
(137) પત્નીઓથી થતી પીડા (70)
(138) પશ્ચિમ બંગાળ મારી નજરે.( 130)
(139) કબૂતરો, આંખો ઉઘાડો ! (130)

📚 139 પુસ્તકોનાં આખાં સેટની કિંમત રુપિયા 22090 છે. જે પચાસ ટકા ડિસ્કાઉન્ટથી રુપિયા 11053 માં મળશે.

કુરિયર ચાર્જ અલગથી થશે. કુરિયર ચાર્જ વજન અને ડીસ્ટન્સ પર થતો હોવાથી પહેલાંથી કહી શકાય નહીં.

🙏 ( આ કિંમત ફેબ્રુઆરી 2023ની છે. નવી આવૃત્તિ/પ્રિન્ટ હોય તો કિંમતમાં માં ફેરફાર હોય શકે છે.)

👉 *સંપાદન-સંકલન*

1) પરિવર્તનને પંથે (અપ્રાપ્ય)
2) પ્રશ્ન એ જ ઉત્તર (ભાગ-1)(80)
3) ચિંતનકણિકાઓ (100)
4) ગુરુ નહિ, માર્ગદર્શક (06)

👉 *અંગ્રેજી પુસ્તકો*

1) Geeta and Our Problems(250)
2) My Experiences (225)
3) The Epic of Life (400)
4) New Apporoach (100)
5) Caste System (150)
6) Reality (180)
7) Had Sardar been the prime Minister (10)
8) मराठी :- नवे विचार (२००)

👉 *હિન્દી પુસ્તકો*

1) गीता और हमारे प्रश्न (200)
2) मेरे अनुभव (400)
3) विदेशयात्रा के प्रेरक प्रसंग (225)
4) नयी आशा (125)
5) अध:पात की जड वर्णव्यवस्था (200)
6) हिमालय के प्रांगण में (50)
7) संपूर्ण अहिंसा संभव नहीं (20)
8) युद्ध और युद्धनेता (70)
9) यदी सरदार साहब प्रधानमंत्री बनते 'तो'(10)
10) सिख धर्म के पक्ष में (135)

@ બાબા આમ્ટેને ઉત્તર, આ છેલ્લી ટ્રેન છે, રાષ્ટ્રને બચાવો, કચ્છના ભૂકંપમાં રાપર, આતંકવાદનાં ઊંડા મૂળ - આ પુસ્તકો રદ કરેલ છે.

@ ચાણક્યની રાજનીતિમાં ચાણક્ય-સુધાસારનો સમાવેશ થઇ જાય છે.

@ ત્યાગ-અહિંસા-આતંકવાદ માં 'સંપૂર્ણ અહિંસા શકય નથી' અને 'ત્યાગ સમીક્ષા' સમાવી લીધેલ છે.

નોંધ:- પૂજ્ય સ્વામીજીના બધાં આશ્રમ પરથી છાપેલી કિંમતના પચાસ ટકા ડિસ્કાઉન્ટથી પુસ્તકો મળશે.

પૂજ્ય સ્વામીજીનાં આશ્રમો :

1. ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી - પેટલાદ.
2. સાધના આશ્રમ, કોબા સર્કલ પાસે. ગાંધીનગર.
3. વૃદ્ધાશ્રમ. પાટણ રોડ. ઊંઝા.

આ આશ્રમો માત્ર સેવા-સગવડતા માટે છે, બિઝનેસ નથી.

પૂજ્ય સ્વામીજીનાં વિચારો:-

(1) સાધુસંસ્થા પરાવલંબી છે : કોઈને દીક્ષા આપી નથી.
(2) અખંડ બ્રહ્મચર્ય અકુદરતી છે.
(3) મોક્ષ એ માત્ર કલ્પના છે.
(4) ઉઘરાણું નહિ : સહજ દાનનો માનવતાનાં કાર્યોમાં વિનિયોગ થવો જોઈએ.
(5) પોતાનો અલગ સંપ્રદાય-પંથ-પરિવાર સ્થાપ્યો નથી.
(6) વ્યકિતપૂજાનો વિરોધ કરી પરમેશ્વર-પૂજાનો આગ્રહ.
(7) સંપ્રદાયમુક્ત ધાર્મિકતાથી વિશાળતા આવે છે.
(8) વર્ણવ્યવસ્થાથી આપણી અધોગતિ થઇ છે.
(9) હરિજન-દલિતને પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું છે.
(10) ખુલ્લા મને વિશ્વભ્રમણ કરીને લખેલા ગ્રંથો.
(11) નીડરતાથી સહન પણ કરવું પડ્યું છે.
(12) કુંડલિની-શક્તિપાત-સાક્ષાત્કારમાં માનતા નથી.
(13) પુનર્જન્મ કે ચોરાશી લાખ યોનિભ્રમણની વાત એમને યોગ્ય લાગતી નથી.
(14) પ્રારબ્ધવાદ-કર્મસિદ્ધાંતને માનતા નથી.
(15) એકેશ્વરવાદી છે : એક જ પરમાત્માની વિવિધરૂપમાં ઉપાસના કરી શકાય.
(16) સામગ્રી વિનાની પ્રાર્થના-ઉપાસના હિતાવહ છે.
(17) અહિંસાવાદથી હાનિ : પોતે હિંસાવાદી નથી પણ વાસ્તવવાદી છે.
(18) ચુસ્ત શાકાહારી, પણ માંસાહાર કરવા માત્રથી દુષ્ટ થવાતું નથી.
(19) ડુંગળી-લસણ ઉત્તમ ઔષધિઓ છે.
(20) માનવ-એક્તાના હિમાયતી : હિન્દુ-એકતાનાં વિભાજક પરિબળો દૂર કરવા જરૂરી છે.
(21) મંદિરોનું વ્યાપારીકરણ ન હોવું જોઇએ : મંદિરોમાં સૌ માટે સમાનતા હોય, એમાં ઇષ્ટદેવની મૂર્તિ હોય, વ્યક્તિની નહિ.
(22) મુક્ત અને ખાનગી મૂડી રોકાણવાળું અર્થતંત્ર હોવું જોઇએ.
(23) અહિંસાવાદથી આક્રમકતાની મનોવૃત્તિ ઢીલી રહી છે અને પલાયનવાદી અધ્યાત્મથી જવાબદારીઓમાંથી ભાગી છૂટવાની વૃત્તિ વધી છે.
(24) પરમેશ્વરનો કોઈ અવતાર થતો નથી.
(25) બ્રહ્મ અને જગત બંને સત્ય છે.
(26) માનવતા જ શ્રેષ્ઠ ધર્મ છે.



ઉપરોક્ત લેખની માહિતિ માટે મદદ કરનાર શ્રી અશ્વિનભાઈ રાવલનો ખૂબ ખૂબ આભાર.🙏


આભાર.

સ્નેહલ જાની