Talash 3 - 3 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 3

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

તલાશ 3 - ભાગ 3

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"... મારા કોઈ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો કાનૂનનો ભંગ નહિ થાય એની હું ખાતરી આપું છું. 2દિવસ પછી મારી ટીમ અહીં આવી પહોંચશે. તો અમને હવા મહેલ પહોંચાડવાની વ્યવસ્થા કઈ રીતે..?
"એ થઇ જશે, ગુપ્તાજી આ તમે હમણાં 18 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ બપોર સુધીમાં જમા કરાવી દો. અને પછી પરમ દિવસે તમારી ટીમને લઈને અહીં સવારે બને એટલા વહેલા પહોંચી જજો. અહીંથી અમારી ગાડી હવા મહેલ જવાની જ છે. એ તમને ત્યાં પહોંચાડી દેશે. જંગલનો રસ્તો છે એટલે આમ તો માંડ 40-50 કિ મી નો રસ્તો છે પણ સહેજે અઢીથી ત્રણ કલાક થશે."
"એ તો સારી વાત છે. પણ શું તમારી ગાડી દર બે ત્રણ દિવસે હવા મહેલ જતી હોય છે?"
" નારે સાહેબ અઠવાડિયે 10 દિવસે અમુક અનાજ ને સાબુ તેલ એવી પરચુરણ વસ્તુઓ જે ત્યાં જંગલમાં મળવા મુશ્કેલ છે એ પહોંચાડવા માટે ત્યાંનો કુક ફોન કરે તો અમારે પહોંચાડવી પડે. આમ તો કાલે જ જવાનું છે. પણ તમે પરમ દિવસે આવશો ને એટલે પરમ દિવસ પહોચાડશું. " શિવપાલ સિંહ સામે બેઠેલા પ્રભાવશાળી ગુપ્તાને વગર માગ્યે એને જોઈતી માહિતી આપી રહ્યો હતો. અને ગુપ્તાનું મગજ એ માહિતીને પ્રોસેસ કરી રહ્યું હતું. છેવટે એણે કહ્યું.
"પણ, મારે કોઈક વસ્તુની તાત્કાલિક જરૂર હોય તો..."
"એની વ્યવસ્થા થઈ જશે પણ એમાં ખર્ચ." કહીને શિવપાલ સિંહ જરા હસ્યો.  
"ખર્ચની ચિંતા નથી. મારી સરકારે મને ખુબ રૂપિયા આપ્યા છે. મારો પ્યુન બાજુની બેંકમાંથી ડ્રાફ્ટ લાવે એટલે તમને આપી દઉં. અને હવા મહેલમાં મને કઈ જરૂર પડશે તો હું તમારો કોન્ટેક્ટ કરીશ મારી જરૂરિયાતની વસ્તુ મને પહોંચાડવાની જવાબદારી તમારી. અને હા આ દિલ્હીની થોડી ફેમસ મીઠાઈ છે. આ અલગ પેકેટ છે એ તમારું છે અને આ તમારા સ્ટાફ માટે. કહીને ગુપ્તાએ એની બાજુમાં ઉભેલા એના પ્યુનના હાથમાંથી 2 એન્વેલપ લઇને શિવપસિંહના હાથમાં આપ્યા, એન્વેલપ સહેજ ખુલ્લા હતા અને એની અંદર પાંચસો રૂપિયાની નોટના બંડલ હતા.
xxxx
બેલ્જીયમના એક ભવ્ય એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર પાસે ટેક્સીમાંથી ઉતરતા ઉતરતા ક્રિસ્ટોફર વિચારી રહ્યો હતો કે પૃથ્વીને એવું તો શું અચાનક કામ પડ્યું કે એને ઇન્ડિયા જવું છે. લગભગ સવા પાંચ વાગ્યે એને પૃથ્વીનો ફોન આવ્યો કે "મારે અરજન્ટ ઇન્ડિયા જવું છે. અને હાલમાં ઓફિસના જે બાકી એસાઇન્મેન્ટ છે એના વિશે તને સમજાવી દઉં. એટલે હું 11.30ની ફ્લાઇટ પકડીને નીકળી જઈશ." હળવે પગલે એણે બિલ્ડિંગના પ્રિમાઈસીસમાં પ્રવેશ કર્યો અને પૃથ્વીની વિંગ પાસે પહોંચ્યો. ક્રિસ્ટોફર વારંવાર અહીં આવતો હતો એટલે રિસેપ્શન પર બેસતો જ્યોર્જ એને ઓળખતો હતો. એણે સહેજ સ્મિત કર્યું અને કહ્યું. "સર, આજે શું ધમાલ છે? મી.પૃથ્વી બે એક વાર નીચે આવ્યા. અને બિલ્ડીંગ કીપિંગ સ્ટાફ પાસે કંઈક વસ્તુ મંગાવી. ઉપરાંત કોઈ 2 અજાણ્યા માણસો પણ પૃથ્વીને મળવા આવેલા એમના વિષે પૂછ્યું પણ મળવા ઉપર ન ગયા."
"શું કહ્યું અજાણ્યા માણસો? કેવા દેખાતા હતા? ક્યારે આવેલા?"
"હમણાં પાંચેક મિનિટ પહેલા એમણે સાહેબનું નામ પૂછ્યું અને કહ્યું કે એ અહીં રહે છે? એમના હાથમાં પૃથ્વી સાહેબનો ફોટો હતો. મેં હા કહી અને એમના ફ્લેટ નંબર આપતા પૂછ્યું કે "શું કામ છે." તો એમના એક જણાએ એક બિઝનેસ કાર્ડ આપ્યું અને કહ્યું કે ઓફિસ સિક્યુરિટી અને સ્ટાફ ટ્રેનિંગ માટે એમને મળવું છે. મેં એમને કહ્યું કે ઉપર જાઓ એ પાંચમે માળે રહે છે તો કહે કે અમારા બોસ હમણાં આવશે પછી સાથે જ જઈએ. પણ નવાઈની વાત એ છે કે બીજો જે સાથે હતો એણે મારા હાથમાંથી બિઝનેસ કાર્ડ ઝૂંટવી લીધું અને બન્ને અહીંથી નીકળી ગયા."
"એ લોકો કઈ બાજુ ગયા?" સહેજ ચિંતિત અવાજે ક્રિસ્ટોફરે પૂછ્યું. આજ પહેલા એવું કદી બન્યું ન હતું. બિઝનેસ મિટિંગ હંમેશા ઓફિસમાં થતી ઓફિસ લગભગ 2 કિમિ દૂર હતી. અચાનક કોઈ કંપની પોતાની સિક્યુરિટી અને સ્ટાફ ટ્રેનીંગ માટે અહીં નાસાના ઇન્ચાર્જ પૃથ્વીના ઘરે આવે એની પૂછપરછ કરે અને મળ્યા વગર નીકળી જાય એ થોડું વિચિત્ર હતું. હશે કહેતા એણે લિફ્ટમાં પ્રવેશ કર્યો અને પાંચમા માળનું બટન દબાવ્યું લિફ્ટ ઉપડી એ જ વખતે 3 નકાબપોશ લોકો રીશેપ્શન પાસે પહોંચ્યા.
xxx
ઘરમાં શોકનો માહોલ હતો. જીતુભાએ કાળજું કઠણ કરીને ખડકસિંહ સાથે વાત કરી હતી. અને સુરેન્દ્રસિંહના કિડનેપિંગ વિશે જણાવ્યું હતું અને કહ્યું કે મજબૂરીમાં મારે જાહેરાત એવી પડી. પ્રદીપભાઈએ પણ ખડકસિંહ સાથે વાત કરી અને સુરેન્દ્રસિંહની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી.હતી. ખડકસિંહે તેને સાંત્વન આપ્યું હતું. અને અનોપચંદની મદદ લેવા જણાવ્યું હતું. પછી માં સાહેબે ફોન કરીને જયાબા અને સોનલ સાથે વાત કરી હતી, દરમિયાનમાં હેમા બહેન અને મોહિની કંઈક જમવાનું બનાવી રહ્યા હતા. અને જમીને પછી જીતુભા અને પ્રદીપભાઈ અનોપચંદને મળવા એના બંગલે જવાના હતા. એ વખતે સોનલ માટે કુરિયર આવ્યું હતું. સોનલે પોતાની કોલેજનું આઈડી બતાવીને કુરિયર લીધું,
xxx
મોહનલાલ સાથે વાત પૂરી થયા પછી અનોપચંદ વિચારે ચડ્યો હતો અર્ધો કલાક પહેલા ખડકસિંહનો ફોન આવ્યો હતો અને સુરેન્દ્રસિહને શોધવામાં જીતુભાને મદદ કરવા કહ્યું હતું અનોપચંદે એમને કહ્યું કે મારી રીતે તપાસ ચાલુ કરી દીધી છે અને હમણાં જ સુમિત અને સ્નેહા જીતુભાને મળવા એના ઘરે જવા નીકળ્યા છે. આનાથી ખડક સિંહને રાહત થઇ હતી. એમનો ફોન મુક્યો પછી તરત મોહનલાલનો ફોન આવ્યો હતો અને એના ફોનથી અનોપચંદને સુરેન્દ્રસિંહના અપહરણ પાછળ કોણ છે એના વિશે કંઈક સમજાયું હતું અને એ મુંઝવણમાં મુકાયા હતા.
xxx

પાંચમા માળે પહોંચી ક્રિસ્ટોફર લિફ્ટમાંથી બહાર આવ્યો અને ડાબી બાજુ દશેક ડગલાં ચાલી પૃથ્વીના ફ્લેટની ડોરબેલ દબાવી. એની અપેક્ષા થી વિપરીત બારણું ખોલવા માં લગભગ 2 મિનિટનો વિલંબ થયો. છેવટે પૃથ્વીએ બારણું ખોલ્યું.

"કેમ આટલી વાર?" ક્રિસ્ટોફર કહેવા જતો હતો પણ પૃથ્વીએ પોતાના નાક પર આંગળી રાખીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. જમાનાનો ખાધેલ ક્રિસ્ટોફર તરત જ સમજી ગયો કે કૈક ગરબડ છે. બારણું ડબ્બલ લોક કરીને પૃથ્વીએ હોલમાંથી બેડરૂમમાં પ્રવેશ કર્યો. પલંગ પર એની બ્રીફકેસ પડી હતી અને એના ઉપર એની માનીતી માઉઝર લોડેડ પડી હતી. 

"કોઈ મને ખતમ કરવા માંગે છે." પણ હું એને ઓળખતો નથી. અને અત્યારે મારી પાસે એટલો સમય નથી. છેલ્લી 10 મિનિટ થી બારી માંથી હું જોઉં છું 2-3 જણા વારે વારે આપણી વિંગ પાસે આવ જા કરે છે હમણાં એ લોકો એ નકાબ પહેરીને રિસેપ્શન પર ગયા." પૃથ્વીએ એક શ્વાસમાં બધી વાત કહી.

"કેટલા લોકો કહ્યું તે?" કહેતા ક્રિસ્ટોફરે પોતાની ગન ખિસ્સામાંથી કાઢી. 

"3 ને મેં જોયા કદાચ બીજા પણ છુપાયા હોય આપણે 6-7 ની ગણતરી રાખવી પડે. અને મેં તને ખરેખર મારે જવું હતું એટલે જ બોલાવ્યો છે." 

"ખબર છે મને પૃથ્વી, મોતની બીકથી તું મને ન જ બોલાવે. હવે તું નીકળ એ લોકોને હું જોઈ લઈશ પાછળની સાઇડ ફાયર સેફટી દાદરા છે તારા નસીબ ખરાબ હશે તો કદાચ ત્યાં એકાદ બે જણા હશે. અહીં આવનાર માટે હું કાફી છું." 

"નસીબ તો એ લોકોના ખરાબ હશે જો એ ફાયર સેફટી દાદરા પાસે ઉભા હશે તો મારે અત્યારે પોલીસના ઝમેલામાં નથી પડવું. સોફા પર તારી ગન માટેની એક્સ્ટ્રા કારતુસ રાખી છે. ફરી જલ્દી મળીશું. ગુડબાય." કહેતા પૃથ્વીએ બેડરૂમ જઈને બારી ખોલી એજ વખતે ડોરબેલ વાગી. ક્રિસ્ટોફરે જોયું કે પૃથ્વીએ પોતાની બ્રીફકેસનો ઘા કર્યો અને એક નાનકડો અવાજ આવ્યો. પૃથ્વી લગભગ અડધી મિનિટ ઉભો થયો નીચે કોઈ હલચલ ન સાંભળતા એને કહ્યું "ક્રિસ્ટોફર તારો આ અહેસાન મારા પર ઉધાર રહ્યો અને રાજપુત કદી પણ પોતાના પર કોઈ અહેસાન કરે એ ભૂલતા નથી."

"હું ઈચ્છું છું કે તારે જે કામ માટે આટલી જલ્દી ઇન્ડિયા જવું પડે છે એ કામ સફળ થાય અલવિદા. જલ્દી મળીયે" ક્રિસ્ટોફરે કહ્યું અને પૃથ્વી એ બિલ્ડિંગમાં અચાનક આગ લાગે તો બચાવ માટેના બેડરૂમમાં આપેલા એક દરવાજાને ધકેલીને ત્યાં રહેલી લોખંડની સીડી પર ડગલાં મંડ્યા. ક્રિસ્ટોફરે એ બારણું પાછું બંધ કર્યું અને પોતાની ગન મજબૂતીથી પકડીને સોફાની પાછળ ભરાયો. માંડ એકાદ મિનિટ થઈ અને એને એક ફાયરનો અવાજ સંભળાયો અને હત્યારાઓએ પૃથ્વીના ફ્લેટમાં પ્રવેશ કર્યો. 

xxx 

મનને મક્કમ કરીને અનોપચંદે મોહનલાલને ફોન લગાવીને કહ્યું "સાંજે 6 વાગ્યાની મિટિંગ ગોઠવો."

"શેઠ જી સુરેન્દ્ર સિંહનું લોકેશન પકડાયું છે એવો હમણાં જ મેસેજ મળ્યો છે." ભાગ્યે જ અનોપચંદને શેઠજી કહેનાર મોહનલાલે એને શેઠજીનું સંબોધન કર્યું હતું એ અનોપચંદને તરત સમજાયું પણ એ વાતને ગણકાર્યા સિવાય એણે કહ્યું "સાંજે છ વાગ્યે મળીએ." કહી ને તરત ફોન કટ કરીને સુમિતને ફોન લગાવ્યો. સુમિત ડ્રાઈવિંગ કરતો હતો એટલે સ્નેહાએ ફોનના આન્સરનું બટન દબાવીને સ્પીકર ઓન કર્યું. કારમાં અનોપચંદનો અવાજ ગુંજી ઉઠ્યો. "સુમિત સ્નેહા પછા ઘરે આવો જલ્દી. જીતુભાને મળવા જવાની જરૂર નથી"  

xxx   

સોનલના હાથમાંનું પાર્સલ જીતુભાએ ઝૂંટવી લીધું. અને ફટાફટ ખોલવા માંડ્યો. પ્રદીપભાઈ અને હેમા બહેન જ્યાં બા સાથે બેડરૂમમાં હતા. બહાર હોલમાં જીતુભા,મોહિની અને સોનલ જ હતા.પ્લાસ્ટિકની થેલીમાં અંદર એક ગિફ્ટ પેક હતું. જીતુભાએ એનું રેપર દૂર કર્યું. તો અંદરથી એક વ્હાઈટ લેડીઝ શર્ટ અને નેવી બ્લુ કલરનું સ્કર્ટ નીકળ્યું જીતુભાએ આ શું છે એ જોવા શર્ટ ઉંચુ કર્યું એ વખતે એની વચ્ચે રહેલી એક ચિઢ્ઢી નીચે પડી. સોનલે એ તરત ઊંચકી લીધી અને વાંચવા માંડી. ચિઢ્ઢી પુરી થતાં માંએ પરસેવે ભીંજાઈ ગઈ. એણે મોહિનીની સામે જોયું. મોહિની એ પણ સોનલના હાથમાં રહેલી ચિઢ્ઢી વાંચી હતી. 

"આ શું છે સોનલ? શું લખ્યું છે એ ચિઢ્ઢી માં?" સોનલને બોલવાની સ્થિતિમાં ન હતી. એ ધમમ કરતી બેસી પડી જીતુભાએ એના હાથમાંથી ચિઢ્ઢી ખેંચી લીધી અને વાંચવા માંડી. સફેદ કાગળમાં ટાઈપ કરેલ આ ચિઢ્ઢી માં લખ્યું હતું કે. "પ્રિય સોનલ, આ ગિફ્ટ જોઈને તને સમજાઈ ગયું હશે કે હું કોણ છું. તને બારમા ધોરણનો છેલ્લો દિવસ તો યાદ હશે જ. હું આજે તને એ જ સ્કૂલ ડ્રેસ માં જોવા માંગું છું. જો તારા પપ્પાને પાછા જોવા હોય તો તો ફટાફટ આ ડ્રેસ પહેરીને તારા ઘરની નીચે પહોંચી જા. ડોન્ટ વરી, તને હું કિડનેપ નહિ કરું. તારા લગ્ન તારા પપ્પાએ નક્કી કરેલી તારીખે જ થશે.પણ મારી સાથે.અને ત્યાં સુધી હું તને હાથ પણ નહિ લગાડું. એટલે મનમાં બીક રાખ્યા વગર મારો ડ્રાઇવર બ્લેક મર્સીડીસ લઈને તારી રાહ જોતો ઉભો છે એમાં બેસી જા. આજે સાથે સેન્ચ્યુરી બાઝારના લક્ષ્મી રેસ્ટોરાંમાં લંચ કરીએ. અને તારા ભાઈને કહેજે કે આપણા મામલાથી દૂર રહે. નહીં તો... "  

 ક્રમશ:

કોણ છે એ લોકો જે પૃથ્વીને ખતમ કરવા છેક બેલ્જીયમ સુધી પહોંચ્યા છે? શું પૃથ્વી સલામત નીકળી શકશે? ક્રિસ્ટોફર હત્યારાઓને પહોંચી વળશે? મોહનલાલે એવું તો શું કહ્યું કે અનોપચંદે સુમિત સ્નેહાને જીતુભાને મળ્યા વગર પાછા બોલાવી લીધા. સોનલનો એવો કોણ ચાહક છે જે એને સ્કૂલ ડ્રેસમાં લંચ માટે બોલાવે છે? જાણવા માટે વાંચતા રહો તલાશ-3 ના આગળના પ્રકરણો. 

આ વાર્તા તમને કેવી લાગી એના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.