એક હતો રાજા 
           સોનેરી ચકલી=ભાગ 2
(વહાલા બાળ મિત્રો.સોનેરી ચકલી નો પહેલો ભાગ કેવો લગ્યો? ખાસ અભિપ્રાયો મળ્યા નથી.છતા હવે બીજો ભાગ રજૂ કરુ છુ.વાંચીને જરૂર અભિપ્રાય આપશો.ન ગમે તો પણ નથી બરાબર કહી ને જાણ કરશો.જેથી શુ લખવુ શુ નહી એની મને પણ ગતાગમ થાય.ઓકે.)
        અમિષાએ દાંત કચકચાવીને સોનેરી ચકલીનો પૃથ્વી લોક પર ઘા કર્યો.
       સોનેરી ચકલી ઘણી વેગ પૂર્વક પરિસ્તાન થી પૃથ્વી તરફ ફંગોળાઈ.
પણ પૃથ્વીની નજદીક આવતા સોનેરી ચકલી એ પોતાની જાતને વ્યવસ્થિત કરી લીધી હતી.પણ પરિસ્તાન થી પૃથ્વી લોક સૂધી પોહચતા સોનેરી ચકલીને ત્રણ રાત્રી અને ચાર દિવસ જેટલો સમય લાગ્યો હોવાથી એ ભૂખી અને તરસી તો હતી.સાથે સાથે ખૂબ થાકી પણ ગઈ હતી.અને આથી એ ધીમે ધીમે ઉડતી ઉડતી એક વેરાન વગડા મા નાની એવી કેડી પાસે આવીને એ બેભાન થઈને ઢળી પડી.
      લીલા.નવેક વર્ષની નાની એવી ઢીંગલી જેવી મનુ માળી ની દીકરી હતી. નમણી અને સુંદર.એ ત્રણ વરસની હતી ત્યારે જ એની બા નુ મૃત્યુ થયુ હતુ. 
   મનુ.રાજા ભીમસેન ના બાગ મા માળી તરીકે ફરજ બજાવતો હતો.બાગના મુખ્ય માળી હરી ના હાથ નીચે એ કામ કરતો.
  રોજ સવારે એ બાગ મા ચાલ્યો જતો. અને નાની લીલા એની નાની એવી ઝૂંપડી મા એકલી એકલી યા તો પોતાના થી થાય એવા નાના નાના કામ કરતી અથવા રમ્યા કરતી.સાંજે મનુ ઘરે આવે ત્યારે બજાર માથી ખાવાનુ લેતો આવે ત્યારે બન્ને બાપ દીકરી સાથે બેસીને જમતા.
    આજે લીલા રમી રમીને થાકી એટલે એને તરસ લાગી.ઘરમા નાની એવી મટકી હતી.એણે પાણી પીવા મટકી નુ બુઝારું ખોલ્યુ તો મટકી મા પાણી જ ન મળે.આથી એણે વિચાર્યું.બાપુ કામેથી આવે એ પહેલાં લાવ ને આજે હું જ પાણી ભરીયાવુ.
    અને એ કાંખ મા મટકી રાખીને એની ઝુંપડી થી થોડેક દૂર આવેલી નદીએ રુમઝુમ કરતી ચાલી પાણી ભરવા. પાણી ભરીને એ જ્યારે પાછી વળી ત્યારે.એ પોતાની મસ્તી મા લોક ગીત ગણગણતી ચાલતી હતી.
    "પાણી ગ્યાતા રે 
     બેની અમે તળાવના રે 
      પાળે થી લપટ્યો પગ 
       બેડા મારા નંદ વાણા રે."
 અને બરાબર જ્યા પેલી સોનેરી ચકલી બેભાન થઈને પડી હતી એ કેડી પાસે થી એ ચાલી.અને ચાલતા ચાલતા એનો નાનકડો પગ સોનેરી ચકલી ઉપર પડયો. એના પગની પાની ને જેવો સોનેરી ચકલીનો નરમ નરમ સ્પર્શ થયો.એણે તરત પોતાનો પગ પાછો ખેંચી લીધો.
 "વોય માં!"
એના મુખ માથી ઍક આછી ચીસ નીકળી ગઈ.એ બે ડગલા પાછી સરકી. અને એણે જોયુ તો એ આશ્ચર્ય થી જોતી જ રહી ગઈ.
 એણે ચકલીયુ તો ઘણીએ જોઈ હતી. પણ આવી સોનેરી ચકલી એ પહેલી વખત જોઈ રહી હતી.એણે મટકી બાજુએ મુકી.અને સોનેરી ચકલીને ધારી ધારીને જોવા લાગી.
   સોનેરી ચકલી તો હજુ બેભાનવસ્થા મા જ હતી.આથી લીલાએ ફરી થી મટકી કાંખ મા મૂકી.અને પોતાની નાજુક હથેળી મા સોનેરી ચકલી ને લઈને એ પોતાની ઝૂંપડીએ આવી.એણે શરીર લૂછવા ના ટુવાલને ચોગુણો કરીને બિછાવ્યો.અને એની ઉપર સોનેરી ચકલીને રાખી.
  પછી ધીમેકથી પાણીની છાલક એણે સોનેરી ચકલી પર મારી.ઠંડા પાણી ની છાલક ચેહરા ઉપર પડતા.ચકલીબાઈ ભાન મા આવ્યા.હળવેકથી એણે પોતાની આંખો ખોલી તો સામે પરી થીએ સુંદર નાની એવી લીલાને એણે જોઈ.અને આશ્ચર્ય થી બોલી.
 "શુ..શુ.. હુ પછી પરીસ્તાન મા આવી ગઈ?"
 સોનેરી ચકલીને બોલતા સાંભળી ને લીલા નવાઈ પામતા બોલી.
 "અરે! તુ તો અમારી જેમ બોલે છો!"
 "હા.હા.પણ હુ છુ ક્યા?"
સોનેરી ચકલીએ ફરીથી પૂછ્યુ.
 "તુ મારી ઝૂંપડી મા છો.અને હમણા તે કંઈ પરીસ્તાન કહ્યુ હતુ? ક્યા છે પરીસ્તાન?"
 "તો તુ પરી નથી?"
 લીલા ની સુંદરતા જોઈને સોનેરી ચકલી એને પરી સમજી બેઠી હતી.
 "ના.હુ તો મનુષ્ય છુ.પરીયોની વાર્તા મે સાંભળી છે ખરી.પણ શુ ખરેખર પરીઓ હોય છે?"
 લીલાના પ્રશ્નનો ઉત્તર દેતા સોનેરી ચકલીએ પોતાની આખી આપ વીતી લીલાને કહી સંભળાવી.કે એ તો ઈન્દ્ર લોકની ચકલી છે.અને પરિસ્તાન મા અજાણતા આવીને પડી.ત્યા અમિષા અને રુપશા નામની પરી બહેનોએ એની મદદ કરી.અને પોતાની જ એ ભુલ હતી કે એણે એ બહેનોએ મંગલ લોક માથી લાવેલા કિંમતી આંબાને એમને પૂછ્યા વિના ખાઈ લીધો.આથી ગુસ્સામા અમિષાએ એનો પૃથ્વી પર ઘા કર્યો.
   લીલા આશ્ચર્ય પૂર્વક સોનેરી ચકલીની વાત સાંભળી રહી.એને તો બધુ સ્વપ્ન જેવુ લગતુ હતુ.
સોનેરી ચકલી.પરી.પરિસ્તાન.ઈન્દ્રલોક. મંગલ લોક.કિંમતી કેરી.
  લીલા બેઠા બેઠા જ કોઈ અનોખી દુનિયામા વિહરવા લાગી.લીલાને વિચારોમાં ખોવાયેલી જોઈને સોનેરી ચકલી બોલી.
 "શુ વિચારે ચડી ગઈ તુ? તને ખબર છે? પરિસ્તાન થી આ પૃથ્વી ઉપર પડતા મને ત્રણ રાત અને ચાર દિવસ જેટલો સમય લાગ્યો છે.અને આ દરમિયાન ન તો મને કંઈ ખાવા મળ્યુ.કે ન કંઈ પીવા."
 "ઓહ્.હું તો ભુલી જ ગઈ."
કહીને લીલા ઉઠી અને એક એક મુઠ્ઠી જુવાર.બાજરી.ચોખાનો લાવીને સોનેરી ચકલી ની સમક્ષ ઢગલો કર્યો.
 "લો ચક્કી બેન મંડો ખાવા."
 "હું આવુ નથી ખાતી બેન."
 સોનેરી ચકલીએ બીજી વાર લીલાને બહેન તરીકે નુ સંબોધન કર્યું.એટલે લીલા નારાજગી ભર્યા સુરે બોલી.
 "હું કેટલી બધી નાની છુ.ફ્કત નવ વરસની.એટલે તુ મને બેન.બેન ના કહીશ.મારુ નામ લીલા છે હો.અને હા આ બધુ નથી ખાતી તો શુ ખાઈશ તુ?"
 "લીલા!વાહ કેટલુ સરસ નામ છે.અને હુ છે ને ફ્કત કેસરના ફુલ જ ખાવ છુ. કેસરના ફૂલ અહી ક્યાય મળશે?કે મારે ભૂખ્યા જ રહેવુ પડશે."
 ચિંતાતુર સ્વરે સોનેરી ચકલીએ પૂછ્યુ.
 "એતો હવે બાપુ આવે તો ખબર પડે કે કેસરના ફુલ મળશે કે નહિ મળે ચાલ ત્યા સુધી પાણી તો પી."
લીલાએ એક વાટકીમાં સોનેરી ચકલીને પાણી લાવી આપ્યુ.સોનેરી ચકલીએ થોડુક પાણી પીધુ.અને પછી એણે લીલાને કહ્યુ.
 "લીલા.હુ બહુ થાકી ગઈ છુ.માટે હું થોડી વાર ઉંઘી જાવ છુ.બાપુ આવે ત્યારે મને જગાડજે."
કહી ને સોનેરી ચકલી લીલાએ પાથરી આપેલા ટુવાલ પર સુઈ ગઈ.
    સોનેરી ચકલી સૂતી.એટલે લીલા ઝૂંપડીની બાહર આવીને પાંચીકે રમવા લાગી.અને થોડી જ વારમાં લીલાના બાપૂ મનુ માળી ઘરે આવ્યો.બાપુને જોતા વેંત લીલા ખુશખુશાલ ચેહરે ઉછળતી કુદતી પહેલાં તો બાપુને વીંટળાઈ ગઈ.લીલાને રોજ કરતા બાપુએ આજ વધુ ખુશ જોતા પૂછ્યુ.
   "શુ વાત છે મારી લીલુડી? આજ તો બહુજ ખુશ દેખા છો."
 "હા બાપુ.ખબર છે તમને કેમ?"
 "મને કયાંથી ખબર હોય મારી ઢીંગલી? તુ વાત કર તો ખબર પડે ને?"
 "બાપુ.હુ રોજ એકલા એકલા ઝૂંપડીમાં કંટાળી જતી હતી.હવે મને એક સખી મળી ગઈ છે."
 લીલા ઉત્સાહ ભેર બોલી.
 "એમ!શુ વાત કરે છે?કોણ છે એ?અને ક્યા રહે છે એ?"
 મનુએ હરખાતા હરખાતા પૂછ્યુ.
 "એ એક ચકલી છે બાપુ.અને હવે એ આપણી સાથે જ રહેશે."
 "ચકલી?ચકલી તો કેમ કોઈની સખી બની શકે?"
 મનુએ નવાઈ પામતાં પૂછ્યુ.
 "ચાલો હું તમને દેખાડું બાપુ."
મનુ માળી નો હાથ ઝાલીને લીલા એને ઝૂંપડીમાં લઈ આવતા બોલી.
  "અને બાપુ તમે નહી માનો.આ ચકલી તો આપણી જેમ બોલે પણ છે."
 "શુ ગાંડા જેવી વાત કરે છે?ચકલી તો ચીં.ચીં કરે.કંઈ બોલતી હશે?"
 "મે કહ્યુ ને કે તમે નહી માનો."
 મનુ ની નજર જેવી સોનેરી ચકલી પર પડી તો બસ એતો એને જોતો જ રહ્યો.
જાણે ચાંચ થી લઈને પગના પંજા સુદ્ધા સોનાના બનાવેલા હોય એવુ એને લાગ્યુ "આ તો સોનાની મૂર્તિ લાગે છે ચકલી ની."
 મનુ ના મોઢા માથી હળવેથી આ ઉદ્દગાર નિકળ્યો.
 "આ કોઈ મૂર્તિ નથી બાપુ.બોલતી ચાલતી સાક્ષાત ચકલી છે.અને ખુબ દુરથી આવી છે એટલે થાકીને સુઈ ગઈ છે.એને આપણે સુવા દઈએ બાપૂ.પણ તમારે એક કામ કરવાનુ છે બાપૂ."
 ચકલીને જોતા જ મનુ માળી તો કોઈ બીજાં જ વિચારે ચડી ગયો.અને વિચારો મા ખોવાયેલા રહી ને જ એણે પૂછયું.
  "કેવુ કામ લીલા?"
 "બાપુ.આને છેને બહુ ભુખ લાગી છે.મે એને દાણા દીધા તો એણે ખાધા નહી. અને એમ કહ્યુ કે હું ફ્કત કેસરના ફૂલ જ ખાવ છુ.તો બાપુ મહારાજના બાગ મા કેસરના ફુલ હોય તો આના માટે લઈ આવોને."
"મારી વાલી ઢીંગલી.તુ મારી વાત ધ્યાન થી સંભાળ.આ સોનેરી ચકલીને આપણું દારિદ્રય ભાંગવા ઈશ્વરે મોકલી હોય એવુ મને લાગે છે."
 "એટલે?"
 ભોળી અને માસૂમ લીલાને સમજાયુ નહી કે એના બાપુના મગજમાં શુ ચાલી રહ્યું છે.પણ એના બાપુએ જ ફોડ પાડ્યો.ભવિષ્યના સુંદર સ્વપ્ન જોતા હોય એ રીતે બાપુ ધીમે થી ગણગણ્યા.
 "આપણે આ ચકલી મહારાજ ને આપી દઈએ તો બદલામા મહારાજ આપણ ને ખુશ થઈને પુષ્કળ ધન આપશે.આપણી ગરીબી દુર થઈ જશે.આપણે ઝૂંપડી ની જગ્યાએ સારુ પાકુ મકાન બનાવીશું. અને મારી લાડકીને આવા થીગડા વાળા ફરાક નહી પેરવા પડે રેશમી પહેરવેશ હશે મારી રાજકુમારી નો."
 બાપૂની વાત સાંભળીને લીલા તો હેબતાઈ જ ગઈ.અને એજ વખતે સોનેરી ચકલી ની પણ આંખ ખૂલી ગઈ હતી.એ પણ મનુ માળી ના વિચારો જાણીને થર થરી ગઈ.
   "હે પ્રભુ.શુ પાંજરે પુરાવુ પડશે?"
 અને એના ડરનો લીલાએ પડઘો પાડયો
 "ના હો બાપુ. મહારાજ તો આ બીચારી ની આઝાદી છીનવી લેશે.એને પાંજરે પૂરશે."
 "પણ દીકરી એ પાંજરું સોનાનુ હશે. એક સોનેરી ચકલી તો સોનાના પાંજરે જ શોભે.અને એને ત્યા એનુ મન ગમતું ભોજન પણ મળશે.હુ અત્યારે જ એને મહારાજ ને આપી આવુ છુ."
(વહાલા બાળ મિત્રો.પિંજરું લોખંડનું હોય કે સોનાનુ.પિંજરું તો પિંજરું જ હોય છે.ખરુને?કોઈ પણ નિર્દોષ જીવને પાંજરામાં પૂરવાનો આપણ ને કોઈ અધિકાર નથી.તો હવે સોનેરી ચકલી નુ શુ થશે?શુ એને પાંજરે પુરાવુ પડશે? આ જાણવા ત્રીજા ભાગ ની થોડીક એવી પ્રતિક્ષા કરો.)