એક હતો રાજા
             સોનેરી ચકલી=3
 (વહાલા બાળ મિત્રો.મનુ માળી ને પોતાની ગરીબાઈ નુ દુઃખ હતુ.પોતાની લાડકી દીકરી ને એ સારુ ભોજન.સારા વસ્ત્રો.અને સારુ રહેઠાણ આપવા ઈચ્છતો હતો અને આથી એ સોનેરી ચકલીને મહારાજ ને સોંપીને ઈનામ મેળવવાના મનોરથ સેવતો હતો.)
  "સોનેરી ચકલી તો સોનાના પિંજરામાં જ શોભે.હુ અત્યારે જ એને મહારાજ ને આપી આવુ છુ."
 આમ કહીને મનુ માળી પોતાની જગ્યાએથી ઉભો થયો.તો લીલાએ તરત એના પગ પકડી લીધા અને કરગરતા સ્વરે બોલી.
 "પણ બાપુ પછી એની આઝાદી નુ શુ? પિંજરામાં એ કેવી રીતે ઉડી શકશે?"
 "એનાથી આપણે શુ મારી વહાલી દીકરી?આપણને તો આ સોનેરી ચકલી ના બદલે મહારાજ ઈનામ આપશે.અને આપણુ દારિદ્રય દુર થઈ જશે.તુ નવા નવા રેશમી કપડાઓ પહેરી શકીશ લીલા."
 મનુએ લીલાને સમજાવતા અને સાથો સાથ લલચાવતા કહ્યુ.
 પણ લીલા ના મનમા લાલચ નુ લેશ માત્ર નામો નિશાન ન હતુ.એણે કહ્યુ.
 "ના બાપુ મારે આ બિચારીને પાંજરે નાખીને નવા રેશમી કપડાઓ નથી જોતા.મારે તો એની સાથે રમવુ છે. મારી કોઈ સખી નથી.હુ કોઈની સાથે વાત પણ નથી કરી શકતી.હુ આની સાથે ખુબ વાતો કરીને રાજી થઈશ. બાપુ.શુ તમે નથી ઈચ્છતા કે તમારી દીકરી રાજી રહે.ખુશ રહે?"
 લીલા ની દલીલ સાંભળીને મનુ ઢીલો પડ્યો.
 "તુ ખુશ રહે એનાથી વધારે મારે શુ જોઈએ લીલા? આ સોનેરી ચકલી ભલે એ.ધારે ત્યા સુધી આપણી સાથે જ રહે બસ?હુ તો તને હમેશા ખુશ જ જોવા ઈચ્છું છુ."
 "મારા વહાલા બાપૂ."
કહીને લીલા મનુને ભેટી પડી.
 "હવે હુ એના માટે કેસરના ફુલ લઈ આવુ."
આમ કહેતાક ને મનુ બાગમાં કેસરના ફૂલ લેવા રવાના થયો.
જેવો મનુ ઝુંપડી માથી બાહર નિકળ્યો કે તરત સોનેરી ચકલી ઉડીને લીલાના ખોળામા આવીને બેસી ગઈ.અને  રુંધાયેલા અવાજે બોલી.
 "લીલા તે મારા ખાતર કેટલો મોટો ત્યાગ કર્યો."
લીલાને ચકલીની વાત સમજાણી નહી.
 "ત્યાગ?મે શુ ત્યાગ કર્યો?"
એણે પૂછ્યુ.
"બાપુ મને તમારા રાજાને સોંપીને ઈનામ મેળવવા માંગતા હતા ને?અને એ ઈનામ થી એમને સારુ મકાન બનાવવુ હતુ. તારા માટે સારા રેશમી વસ્ત્રો લાવવા હતા.પણ તે એની પરવા ન કરી.તે મારો વિચાર કર્યો લીલા.તારો આ ઉપકાર હુ કદી નહીં ભુલુ."
સોનેરી ચકલી ગદગદિત થતા બોલી.તો લીલાએ જવાબ આપતા કહ્યું.
"આ મારો ત્યાગ નહી પણ મારો સ્વાર્થ છે ચકલી બેના.મને તુ ગમે છો.મને તારી સાથે વાતો કરવી ગમે છે.તારી સાથે રમવુ મને ગમે છે."
"હુ તો બાપૂની વાત સાંભળીને ખૂબ ડરી ગઈ હતી.બાપુ તારી વાત ન માન્યા હોત અને મને રાજાને સોંપી દીધી હોત તો મારુ શુ યે થાત?હુ તો પાંજરામાં મરી જ જાત લીલા."
    મનુએ બાગમાં આવીને કેસરના છોડ પરથી કેસરના આઠ દસ ફુલ તોડ્યા અને જેવો એ પાછો ફરવા ગયો કે રાજ બાગના વડા માળી હરીએ એનો રસ્તો આંત્ર્યો.
 "કેમ ભાઈ?તારી તો છુટ્ટી થઈ ગઈ હતી ને?કેમ પાછો આવ્યો?"
મનુએ વિચાર્યું કે જો તે સોનેરી ચકલીની વાત હરિને કરશે તો.તો ચોક્કસ આ હરીયો મહારાજ ને કહી દેશે અને એ સોનેરી ચકલી મારે મહારાજને આપવી પડશે.આથી એણે જૂઠ્ઠાણું ઉપજાવી કાઢ્યુ.
 "એ.હા.હા.મારી દીકરી છેને લીલા એને તાવ આવ્યો છે.તો વૈધે એને કેસરના ફૂલનો રસ પાવા નુ કહ્યુ છે."
 "તો આ શુ તારા બાપાનો બગીચો છે કે આમ તોડીને ચાલતા થવાનુ?પૂછ્યા વિના ફુલ તોડવા એ અપરાધ છે.અને આની તને આકરી સજા થશે.ઉભો રહે હુ હમણા સિપાહીઓને બોલાવુ છુ."
 હરિની આડોડાઈ થી મનુ બિચારો ખુબ ખૂબ ગભરાઈ ગયો.એ હાથ જોડીને બોલ્યો.
 "મારી ભુલ થઈ ગઈ કે મેં તમને પહેલા ના પૂછ્યુ.પણ જતા જતા હુ તમને જાણ કરવાનો જ હતો."
 "હુ તમને જાણ કરવાનો જ હતો."
 હરિએ મનુ ના ચાળા પાડ્યા.અને પછી કહ્યુ.
 "તારે ખરેખર ફુલની જરૂર છે?"
 "હા.ખુબજ."
 "અને તારે કૈદખાના મા પણ નથી જવુ."
 "ના.ના હરિ ભાઈ."
"તો ઠીક છે.મને એક સિક્કો આપ અને લઈ જા ફુલો."
લાલચુ હરિએ કહ્યુ.
બિચારા મનુએ એને એક સિક્કો આપ્યો 
એટલે હરિએ એ સિક્કો લેતા કહ્યુ.
  "જયારે તારે ફૂલ જોતા હોય ત્યારે મને એક સિક્કો આપજે અને ફૂલ લઈ જજે સમજ્યો."
મનુ કેસરના ફૂલ લઈને ઝૂંપડીએ આવ્યો
મનુને જોતા જ સોનેરી ચકલી લીલાના ખોળા માથી ઉડીને.નીચી ગરદન ઢાળીને 
પાછી ટુવાલ પર આવીને બેસી ગઈ.
સોનેરી ચકલીને સંબોધતા મનુ બોલ્યો.
"લીલા તો કહેતી હતી કે ચક્કી રાણી આપણી જેમ બોલે પણ છે.પણ મેતો હજુ સુધી તને બોલતા સાંભળી નહી."
સોનેરી ચકલીએ ડોકી ઉંચી કરીને મનુ સામે બે ઘડી જોયુ.અને પાછી પોતાની ચાંચ નીચે ઝુકાવી દીધી.આથી મનુએ લીલાને પૂછ્યુ.
 "કેમ લીલા.તુ તો કહેતી હતી કે તારી આ સખી બોલે છે.તો કેમ અત્યારે કંઈ બોલતી નથી?"
 "એ તમારા થી બીવે છે બાપુ."
લીલાએ ખુલાસો કર્યો.
 "કાં?"
 મનુ ને લીલાની વાત સાંભળી ને નવાઈ લાગી.
 "તમે એને મહારાજ ને આપી દેવાની વાત કરી હતી ને એટલે."
 "અરે ચક્કી બેન.થોડીક ક્ષણો માટે મારા મનમા મહારાજ પાસે થી ઈનામ લેવાની લાલચ ઉત્પન્ન જરુર થઈ હતી. પણ મારા માટે મારી લીલા જ સર્વસ્વ છે.એને નારાજ કરીને જો આખી દુનિયાની સંપતિ મને મળતી હોય તો હુ એને પણ ઠોકરે મારુ."
 મનુની વાત સાંભળીને સોનેરી ચકલીએ
હવે મનુ તરફ જોયુ.તો મનુએ સાથે લાવેલા કેસરના ફૂલનો એની સમક્ષ ઢગલો કર્યો.
 "જો હુ તારા માટે તાજા કેસરના ફૂલ લઈ આવ્યો છુ."
 સોનેરી ચકલી પહેલી વાર મનુની સામે બોલી પણ ટુંકમાં.
 "તમારો આભાર."
આટલુ બોલીને એ ચાર દિવસની પોતાની ભુખ ભાંગવા કેસરના ફૂલો ઉપર તુટી પડી.
 બીજે દિવસે પણ મનુએ એક સિક્કો હરી ને આપીને સોનેરી ચકલી માટે કેસરના ફૂલ લઈ આવ્યો.આમ ચાર દિવસ સુધી એ રોજ હરીને એક સિક્કો આપતો અને કેસરના ફૂલ લઈ આવતો.
પણ હવે એની પાસે સિક્કાઓ ખલાસ થઈ ગયા.આથી એણે ઉદાસ સ્વરે સોનેરી ચકલી ન સાંભળે એમ લીલાને કહ્યુ.
 "બેટા લીલા.એક ધર્મસંકટ ઉભુ થયુ છે."
 "શુ થયુ બાપુ."
લીલાએ ચિંતિત થતા પૂછ્યુ.
 "હુ રોજ બાગ માથી જે ફુલો લાવતો હતો ને.એ ફૂલો માટે વડા માળીને મારે એક સિક્કો આપવો પડતો હતો.પણ હવે મારી પાસે સિક્કા ખલાસ થઈ ગયા છે.તો મુઝવણ એ છે કે કાલે સોનેરી ચકલી માટે કેસરના ફૂલ હુ લાવી નહી શકુ.શુ કરીશુ હવે."
   "બસ આટલી વાતમા મૂંઝાઈ ગયા બાપૂ?"
 આમ કહીને લીલાએ પોતાના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી કાઢીને મનુના હાથમા મુકી.
 "આ લ્યો બાપૂ. આના તો ઘણા બધા સિક્કાઓ આવશે હેને?"
 સોનેરી ચકલી છુપાઈને કયારની બન્ને બાપ દીકરી ની વાતો સાંભળતી હતી. એણે જ્યારે લીલાને મનુના હાથમા કાનની બુટ્ટી મુકતા જોઈ એટલે હવે એ સામે આવી અને બોલી.
 "બાપૂ.તમે તમારી મૂંઝવણની વાત લીલાને કહી.તેમ મને પણ કહી શકતા હતા ને?"
 "ના હો.તને બાપુ કઈ રીતે કહે?"
લીલા મનુના બચાવ મા બોલી.
  "કઈ રીતે એટલે?જેમ તને કહ્યુ એ રીતે"
     "અને તુ એનુ સમાધાન કઈ રીતે કાઢતે?"
 "એકદમ સહેલાઇ થી."
 સોનેરી ચકલીએ ઠાવકાઈથી કહ્યુ.
 "સહેલાઈથી?એ કેવી રીતે?"
  "હવે હુ ઠીક છુ.અને જાતે ઉડીને બાગ મા જઈ શકુ છુ.એટલે આવતી કાલથી હુ મારી મેળે બાગ માથી ફુલો જમી લઈશ.બસ બાપૂ એક્વાર મને બાગનો રસ્તો ચીંધી દેજો."
 બીજા દિવસથી સોનેરી ચકલી જાતે રાજ બાગમાં જઈને.જ્યારે તેને ભુખ લાગતી ત્યારે કેસરના ફુલ ખાય લેતી.
     એક દિવસ એ સવાર સવારમા ઝૂંપડીએ થી ઉડી ત્યા એની નજર આકાશ તરફ ગઈ.તો પરિસ્તાન ની બન્ને પરી બહેનો અમિષા અને રુપશાને એણે પૃથ્વી તરફ આવતા જોઈ.
   સોનેરી ચકલીને એ બન્ને બહેનો ને પૃથ્વી તરફ આવતા જોઈને નવાઈ લાગી.એટલે એ.એ બન્ને બહેનોને ખબર ના પડે એમ એમનો પીછો કરવા લાગી.
 અમિષા અને રુપશા એક સૂમસામ જગ્યાએ ઉતરી.
  "આ જગ્યા બરાબર લાગે છે."
 અમિષા બોલી.
"હા મને પણ લાગે છે અહી કોઈ આવતુ જતુ નહી હોય."
 અને અમિષા ત્યા જમીનમા ખાડો ખોદવા લાગે છે.
 (બાળ મિત્રો.અમિષા અને રુપશા પરી બહેનો પરિસ્તાન મુકીને પૃથ્વી પર શા માટે આવી હશે?શા માટે પૃથ્વી પર ખાડો ખોદી રહી હશે?વાંચજો ચોથા ભાગમા)
 
 "