VISH RAMAT - 26 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 26

Featured Books
  • خاموش جزبہ

    میں نے اسکے ساتھ ایسی زندگی تصور کی ہوئی ہے۔۔۔میں نے یہ نہیں...

  • نیا دن

    سچائی زندگی کی حقیقت کو جلد سمجھ لینا چاہیے۔ زندگی کو صحیح ط...

  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

Categories
Share

વિષ રમત - 26

એ દિવસે પ્રથમ વાર અનિકેત અને વિશાખા નો પ્રેમ ચરમસીમા પાર કરી ગયો હતો .. એ દિવસે આવું ત્રણ વાર બન્યું હતું ... અનિકેતે ત્રણ વાર વિશાખા ના શરીર ને પીખ્યું હતું ..વિશાખા એ પણ જીવન ના આ આનંદ ને ભરપૂર રીતે માણ્યો હતો અને પછી બંને એક બીજા ને નગ્ન અવસ્થા માં ચોંટી ને કલાકો સુધી ઊંઘ્યાં હતા .. વિશાખા ની આંખ ખુલી ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા .. વિશાખા એ જોયું તો અનિકેત ઘસઘસાટ ઊંઘતો હતો ..વિશાખા એ અનિકેત ના કપાળે એક ચુંબન કર્યું અને અનિકેત સામે એક નાની સ્માઈલ કરીને બાથરૂમ માં ફ્રેશ થવા ગઈ ..આજે તેનું શરીર ગજબ ની સ્ફૂર્તિ અનુભવતું હતું .. જાણે કેટલાય જન્મો નો પ્રેમ આજે તેને મળ્યો હોય એમ એ એક બાળકી ની જેમ ખીલતી હતી .. આજે અનિકેતે તેના પર જે પ્રેમ વહેવડાવ્યો તેમાં તેના બધા દુઃખ દર્દ એ ભૂલી ગઈ .. એને બોકિવુડ ની ટોચ ની હિરોઈન બનવું હતું એ પણ એ ભૂલી ગઈ ...ગુડ્ડુ શાસ્ત્રી એની જિંદગી નું એક ખુબજ જરૂરી રહસ્ય જણાવવા નો હતો એ પણ એ ભૂલી ગઈ ... અત્યારે વિશાખા ને જાણે એવું લાગતું હતું કે આજે એક નવી વિશાખા નો જન્મ થયો છે .. આજે અનિકેતે તેને આખા શરીરે ટચ કર્યો હતો એટલે તે સ્નાન કરવા પણ માંગતી ન હતી .. તેને ફક્ત મોંઘા ઇટાલિયન ફેસ વશ થી મોઢું ધોયું .અને ત્યાર બાદ મોંઘા કોતરણી વાળા અરીસા માં અને પોતા નો ચહેરો જોયો .. એને એના ચહેરા પર લાલાશ છવાઈ ગઈ .. એ આજે પોતા ના થી જ શરમાતી હતી ..

વિશાખા બાથરૂમ માંથી બહાર આવી ત્યારે અનિકેત બાલ્કની માં ઉભો ઉભો સિગારેટ પી રહ્યો હતો તેને નીચે બ્લેક કલર નું ટ્રેક પહેર્યું હતું તેને ઉપર કશું જ પહેર્યું ન હતું .. સામી સાંજે જુહુ ના દરિયા કિનારેથી બાળકની તરફ ઠંડો પવન આવતો હતો ..વિશાખા એ પોતાના શરીર ઉપર નાઈટ ગૌણ નાખ્યું એ જાણે અનિકેત બાજુ ખેંચાતી હોય એમ રીતસર ની દોડી ને અનિકેત ને ચોંટી ગઈ .. વિશાખા ના બંને હાથ અનિકેત ની છાતી પર હતા ..અનિકેતે સિગારેટ ફેંકી ને તેનો હાથ પોતાના હાથ માં લઇ ને એક કિસ કરી પછી ઊંધા ફરી ને વિશાખા ને પોતાની બાહો માં સામે લીધી ..વિશાખા એ અનિકેત ના ચહેરા પર ચુંબનો નો વરસાદ કરી દીધો જાણે કહેતી હોય ચાલ ને ફરીથી આપડે એક મેક માં સમાઈ જઇયે ..! .
*********
વિશાખા અનિકેત સાથે તેના આલીશાન બેડરૂમ માં ઇશ્ક કરી રહી હતી બરાબર ત્યારેજ હોટેલ તાજ ના ૨૧૦૬ નંબર ના સ્યુટ રૂમ માં વિશાખા ના લગ્ન ની વાત ચાલતી હતી .. હરિવંશ બજાજ અને અંશુમાન બંને કૈક વાત કરી ને મેન રૂમ માં આવ્યા હતા જગત નારાયણ અને સુદીપ ચૌધરી બંને હરિવંશ ના જવાબ ની રાહ જોતા ભારે ઉચાટ સાથે બેઠા હતા .. એમને કોઈ પણ ભોગે હરિવંશ પાસેથી ૪૦૦ કરોડ લેવા હતા ..
હરિ અંશ અને અંશુમાને પેલા જ્યાં બેઠા હતા ત્યાં જ બેઠકો લીધી ..
" ચૌહાણ સાહેબ ..અત્યારે ઇલેકશન નજીક છે .. એટલે આ સમય લગન યોગ્ય નથી .."
હરિવંશ બજાજ આટલું બોલ્યો ત્યાં જ જગતનારાયણ ને ફાળ પડી આ ક્યાંક ના તો નહિ પડે ને ? જો આ ના પડશે તો એક જ દિવસ માં ૪૦૦ કરોડ ની વ્યવસ્થા ક્યાં થી થશે ? આવા વિચારો સાથે એને એક નજર સુદીપ સામે કરી સુદીપ પણ ટેંશન માં બેઠો હતો
" એટલે મારો વિચાર એવો છે કે લગ્ન ની વાત આપડે હમણાં મુલતવી રાખીયે .. અને હું તમને ૪૦૦ કરોડ આપી દઉં .. પણ તમારે સામે મારુ એક કામ કરવું પડશે ". હરિ અંશે આટલું બોલી ને બંને ના ચહેરા સામે જોયું .. બંને ના ચહેરા ચમકતા હતા.
આટલું સાંભળી ને જગતનારાયણ ના જીવ માં જીવ આવ્યો જાણે એને લાગ્યું હોય કે હવે એ મુખ્ય મંત્રી બની ગયો ....!

" બોલો બજાજ સાહેબ મારે ૪૦૦ કરોડ ના બદલા માં તમારું કયું કામ કરવું પડશે ?" જગત નારાયણે સવાલ કર્યો.
" ૪૦૦ કરોડ ના બદલ માં તમારે અમને ઝૂ ની બાજુવાળી જમીન ની એન ઓ સી આપવી પડશે " હરિવંશ ની જગ્યા એ અંશુમાને જવાબ આપ્યો.
" તમારું એ કામ થઇ હશે પણ તમને શરત તો યાદ છે ને કે ત્યાં તમે જે મોલ બનાવના છો એમાં સુદીપ ની પાર્ટનરશીપ રાખવા ની છે " જગત નારાયણે કહ્યું
" હા એનો કરાર પણ બહુ જલ્દી થઇ જશે " હરિવંશએ ખાતરી આપી
" બસ તો પછી તમને ૨૪ કલાક માં ઝૂ ની બાજુ વાળી જગ્યા નું એમ નો સી મળી જશે " જગતનારાયને ખાતરી આપી
" તો તમે કહો કે ૪૦૦ કરોડ ક્યાં ને કેવી રીતે પહોંચાડવા ના છે " હરિવંશ બજાજે કહ્યું
જગત નારાયણે સુદીપ સામે કહ્યું .. આ આખી મિટ્ટઈન્ગ માં સુદીપ અત્યારે સુધી કઈ જ બોલ્યો ન હતો
" હું આજે અમારા અધ્યક્ષ હરકિશન તિવારી જી સાથે વાત કરીશ પછી આપ ને જણાવીશ " સુદીપે કહ્યું
" ઓકે તમે કહો ત્યારે અને તમે કહો એ સમયે તમને ૪૦૦ કરોડ મળી જશે ". હરિવંશએ કોન્ફ્યુડન્સ થી કહ્યું
ચારેવ ઉભા થયા હરિવંશ અને જગત નારાયણે હાથ મિલાવ્યા
" બેસ્ટ ઓફ લાક ફ્યુચર ચીફ મિનિસ્ટર ". હરિવંશએ સ્માઈલ સાથે કહ્યું
" થેન્ક યુ " જગત નારાયણ પણ સ્માઈલ કરી ને હરિ વંશ ને ભેટી પડ્યા
ત્યાં બેઠેલા ચાર માણસો ને એમ જ હતું કે ત્યાં થયેલી વાત ચીત એ ચાર જણા ની વચ્ચે જ હતી ..અને આ વાતની બીજા કોઈ ને ખબર જ ન હતી ..
પણ એ આ ચારેવણી ગલત ફેમી હતી એ ચાર સિવાય પણ એવી એક વ્યક્તિ હતી જે આ ચારેવ વચ્ચે થયેલી વાતચીત સાંભળતી હતી ..
રાજ્ય ની રાજ નીતિ માં ભૂકંપ આવવા નો હતો ...!!!
*********.
ગુડ્ડુ શાસ્ત્રી ના ઘેરથી મળેલી તમામ વસ્તુઓ લઈને સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા પોલીસ સ્ટેધન પહોંચ્યો હતો હરિ શર્મા પોલીસ સ્ટેધન પહોંચ્યો ત્યારે રણજિત સિગારેટ પિતા પિતા ગુડ્ડુ ની બેગ માંથી મળેલી ડાયરી નો કોયડો ઉકેલવા માં મશગુલ હતો . હરિ શર્મા એ ગુડ્ડુ ના ગેરથી મળેલી વસ્તુ નો ની કોથળી ટેબલ પર મૂકી અને સલામ કરી
" સર ગુડ્ડુ ના ઘરે થી આટલી વસ્તુ ઓ મળી છે બીજું કઈ ખાશ નજર માં નથી આવ્યું '. હરિ શર્મા એ રિપોર્ટ આપ્યો
" આ બધી વસ્તુ ઓ લેબિરેટરી માં મોકલી આપો અને ફિંગરપ્રિન્ટ લેવડાવો ". રંજીતે ડાયરી માં જોતા જોતા હુકમ કર્યો.
" યસ સર " એટલું બોલી ને હરિ શર્મા એ બધી વસ્તુ ઓ લઈને ભાર નીકળી ગયો
રણજિત ને પણ ગુડું ની ડાયરી માં લખેલી અટપટી ભાષા થોડી થોડી સમજ માં આવતી હતી