Mamata - 71-72 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 71 - 72

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

મમતા - ભાગ 71 - 72

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૭૧

💐💐💐💐💐💐💐💐

( પ્રેમ અને પરીનાં દિલમાં પ્રેમનાં અંકુર ફૂટી રહ્યા છે. જરૂર છે માત્ર એકબીજાને કહેવાની.....જાણો આગળ...)


ચોમાસાની ઋતુ હોવાથી વાદળોમાંથી સૂરજ સંતાકૂકડી રમતો હતો. વહેલી સવારમાં ઝરમર વરસાદનાં બૂંદો બહાર બગીચાનાં ફૂલો સાથે બાઝીને પ્રણય માણતાં હતાં.....❤️


રોજની જેમ મંથન અને મોક્ષા ઓફિસ જવા નીકળી ગયા. પરી હજુ સુધી જાગી ન હતી. શારદાબા પૂજા પુરી કરી ભાગવત ગીતા વાંચતા હતા. મંત્ર ગાર્ડનમાં વૉક કરવાં ગયો હતો.


ગાર્ડનમાં મંત્ર અને આરવ વૉક કરી બેન્ચ પર બેઠાં. આરવ બોલ્યો.....

" ઓ... રોમીઓ તારી લવ સ્ટોરી આગળ વધી કે નહી! શું તારી ફટાકડી રોજ ફોન કરે છે કે નહીં?"

મંત્ર : અરે ! મંત્ર મનાવે..... અને ન માને એવું બને !
રોજ કોલ, મેસેજીસ આવે છે. અને અમદાવાદ આવી હતી તો અમે મળ્યા પણ.....

આરવ : યાર, તારી તો ગાડી ચાલી હો... હવે જોઈએ મારૂ શું થાય છે !

મંત્ર : તું પણ એશા સાથે રોજ વાત તો કરે છે !

આરવ : હા, યાર તેનાં મોમને એશા મારા વિશે વાત કરવાની છે.

મંત્ર : આપણે તો જ્યાં સુધી કોલેજ ન પુરી થાય ત્યાં સુધી આ પ્રણયને ભરપૂર માણવો છે. એમ બોલી મંત્ર આરવ સામે આંખ મીંચકારે છે.


મંત્ર ઘરે આવી ફ્રેશ થવા જાય છે. પરી હોલમાં હોય છે. પરીને આજકાલ ક્યાંય ચેન પડતું ન હતું. જલ્દી રજાઓ પુરી થાયને મુંબઈ જઇને પ્રેમને જોવાની તાલાવેલી હતી. વાત તો રોજ કરતાં પણ હજુ સુધી તેનાં દિલની લાગણી જાણી શકી ન હતી. ત્યાંજ પરીનાં ફોનમાં કોલ આવે છે. મંથનનો કોલ હતો.....

મંથન : હેલ્લો, પરી આજે રાત્રે મારો મિત્ર અને તેનું ફેમીલી આપણાં ઘરે ડિનર માટે આવશે. તેને કાઠિયાવાડી દેશી ભાણું જમવું છે. તો શાંતાબેનને જણાવી દેજે. અને તમે પણ રેડી રહેજો. ઓકે....

પરી : ઓકે, ડેડ...

સાંજ થતાં જ મંથન, મોક્ષા અને મહેમાનો ઘરે આવ્યાં. બધા બાને "જય શ્રી કૃષ્ણ" કરે છે. મંથન બધાની ઓળખાણ આપે છે.
"આ છે મારો મિત્ર મિસ્ટર ગોયેંકા... લંડનમાં પોતાનો બિઝનેસ છે. આ તેનાં વાઈફ મીસીસ ગોયેંકા અને તેનો સન સમીર..."

સમીર બોલ્યો..... સેમ. માય નીક નેમ...એમ બોલી સમીરે પરી સામે તિરછી નજરે જોયું.

બધાએ સાથે મળીને કાઠિયાવાડી રીંગણનું ભરથું, રોટલા, કઢી, ખીચડી છાશ, પાપડને ન્યાય આપ્યો.
લંડનમાં રહેવાવાળા મિસ્ટર ગોયેંકા બોલ્યા....
" ઘણાં સમયે આવું દેશી ભાણું જમવા મળ્યું... Tnx મંથન "

મંથન : અરે ! એમાં thanks ન હોય....


બધા જમીને હોલમાં વાતો કરતાં હતાં. અને મિસ્ટર ગોયેંકા બોલ્યા.....

" મંથન તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો હું મારા સમીર માટે તારી પરીનો હાથ માંગી શકું ?
બંને એકબીજાને જાણે, મળે અને યોગ્ય લાગે તો આગળ વધીએ...."
આ સાંભળી પરી ઉભી થઈ ઉપર જતી રહી.....(ક્રમશ:)

(શું પરી સમીરને હા પાડશે ?
મંથન અને મોક્ષા શું કહેશે ?
શું પરી પોતાનાં દિલમાં રહેલી પ્રેમની લાગણીની વાત ઘરમાં કરશે ? તે જાણવા વાંચતા રહો... મમતા ભાગ ૭૨ )


❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા : ૨ ભાગ : ૭૨

💐💐💐💐💐💐💐💐

( મંથનનો મિત્ર અને તેનું ફેમીલી મંથનનાં ઘરે ડિનર માટે આવે છે. અને તે પોતાના દીકરા સમીર માટે પરીનો હાથ માંગે છે. તો શું પરી રાજી થશે ? તે જાણવા વાંચો ભાગ :૭૨ )


વરસેલા વરસાદનાં કારણે ચારેબાજુ ઠંડક હતી. અચાનક આમ મિસ્ટર ગોએન્કાનાં મોઢે પરી વિષે વાત થતાં પરી ઉપર પોતાનાં રૂમમાં જાય છે.

મંથન અને મોક્ષા મિસ્ટર ગોએન્કા અને તેનાં ફેમીલીને બહાર સુધી મુકવા જાય છે. પછી પરી સાથે વાત કરી જણાવશે એમ કહ્યું.

મહેમાનો જતાં જ મોક્ષા સીધી ઉપર પરીનાં રૂમમાં આવે છે. તો પરી પીલૉમાં મોં રાખીને રડતી હતી. મોક્ષાને જોઈ પરી તેને ભેટી રડવા લાગે છે.

મોક્ષા : શું થયું પરી ?
તું ટેન્શન ન લે, તારી હા હશે તો જ આગળ વધીશું અમે....
હમણાં તું ચુપચાપ રહે છે. શું વાત છે મને કહે ?
તો પરી બોલી.....

" મોમ, તમને ડેડ સાથે પ્રેમ થયો તો શું થયું હતું.?"

અચાનક આવું સાંભળી મોક્ષા ચિંતિત થઈ ગઈ.

મોક્ષા : પરી, તું કોઈને પ્રેમ કરે છે ?

પરી : મને કશી ખબર નથી. મોમ, બસ જયારથી હું મુંબઈથી અહીં આવી છું ત્યારથી હું પ્રેમને મીસ કરૂં છું તેનાં વગર મને ગમતું નથી.

મોક્ષા : પ્રેમનું નામ સાંભળીને મોક્ષા ઘડીભર તો વિચારમાં પડી ગઈ. કોણ છે આ પ્રેમ ?
હું જે વિચારૂં છું એ તો નથીને ?

પરી : એ મારી સાથે મારી કોલેજમાં ભણે છે.

મોક્ષા : તેણે તને આ બાબતની વાત કરી છે.?

પરી : ના, મોમ

મોક્ષા : તો તારે પેલાં જાણવું પડશે કે તે પણ તને મીસ કરે છે.

અને મોક્ષા વહાલથી પરીનાં માથા પર હાથ ફેરવે છે. તેને ચૂપ કરી સુવા માટે કહે છે.

અને મોક્ષા તેનાં બેડરૂમમાં આવે છે.

મંથન : પરી, બરાબર તો છે ને ?

મોક્ષા મંથનને કશું કહેતી નથી.
બસ અચાનક આમ તેનાં લગ્ન વિશે સાંભળીને રડવા લાગી.
"It's Ok "

મંથન કહે.....
"મિસ્ટર ગોએન્કા લંડનમાં ખૂબ મોટા બિઝનેસમેન છે. સમીર તેનો એકનો એક દીકરો છે. જો પરીને ગમે તો આપણે વાત આગળ વધારીએ.

મોક્ષા : મને લાગે છે કે આપણે પરીનું સ્ટડી પુરૂ થાય ત્યાં સુધી રાહ જોઈએ. પછી આ બાબતે વિચારીએ......

મંથન : તારી વાત સાચી છે.

મંથન સુઈ જાય છે.
પણ મોક્ષાને નિંદર આવતી નથી. તેનાં મનમાં પ્રેમ વિષે જ વિચારો આવે છે.
" આ એજ પ્રેમ તો નહી હોય ને ?
વિચારોમાં ખોવાયેલી મોક્ષા પણ સુઈ જાય છે.

આ બાજુ પરીને પણ નિંદર આવતી નથી. તેનાં ફોનમાં પ્રેમનો કોલ આવ્યો.....

પ્રેમ : હેલ્લો, પરી .....

પરી : પરી ફોન ઉપાડે છે પણ કંઈ બોલતી નથી.

પ્રેમ : પરી શું થયું ?
કેમ ઉદાસ છે? શું વાત છે? મને કહે....પરી તારા વગર અહીં ગમતું નથી. જલ્દી આવીજા.

આ સાંભળી પરી કહે આપણે કાલે વાત કરીએ.....
પરીને તેનો જવાબ મળી ગયો.અને પ્રેમનાં સપનાં જોતી સુઈ ગઈ.

સમય વિતતા ક્યાં વાર લાગે છે......
મહિનો પુરો થયો અને પરીનું વેકેશન પણ પુરૂ થયું. હવે પરી મુંબઈ જવાની તૈયારી કરવા લાગી. અને વિચારવા લાગી કે ત્યાં જઈને પ્રેમ સાથે આ વાતની ચોખવટ જરૂરથી કરશે......

મંથન પણ મિસ્ટર ગોયેન્કાને હાલ પરી બધું જ ધ્યાન સ્ટડી પર આપવા માંગે છે. એમ જણાવી દીધું. (ક્રમશ: )

( શું પરી મુંબઈ જશે ત્યાં પ્રેમ પાસે પોતાનાં પ્રેમનો એકરાર કરશે ?
શું પ્રેમ પણ પરીને પોતાની લાગણી જણાવશે ?
શું થશે આગળ..... વાંચો હવે પછી નો ભાગ.)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર
મારા પ્રિય વાચકમિત્રો શું આપ પ્રેમ અને પરીને સાથે જોવા માંગો છો ? કૉમેન્ટમા જણાવો.....❤️