Mamata - 69-70 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 69 - 70

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

મમતા - ભાગ 69 - 70

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૬૯

💐💐💐💐💐💐💐💐

( પરી એશાને મુકવા એરપોર્ટ જાય છે. પરીનાં મનમાં રહી રહીને એક જ સવાલ થાય છે કે મંત્ર સાથે છોકરી કોણ હતી ? હવે આગળ....)

આટલાં દિવસો એશા સાથે રહી પરી ખુશ હતી. પણ આજે એશા જતાં પરી ઉદાસ થઈ ગઈ. તે એરપોર્ટથી સીધી ઓફિસ જવા નીકળી......


" મંત્ર એન્ટર પ્રાઈઝ " આધુનિક ઢબથી સજાવેલી ઓફિસ હતી. પરી સીધી મંથનની કેબિનમાં ગઈ.મંથન તો પરીને જોઈ સરપ્રાઈઝ થઈ ગયો.

મંથન : ઓહ! સરપ્રાઈઝ!

પરી : હા, ડેડ એશાને મુકવા એરપોર્ટ ગઈ હતી. તો થયું તમને મળતી જાવ.

પરી :( પરી વિચારે છે કે મંત્રની વાત ડેડને કરું કે નહી ?)
પછી પોતે જ નક્કી કરે છે કે નહી પહેલા હું જ મંત્ર સાથે વાત કરીશ.
થોડીવાર પછી મોક્ષા પણ આવે છે.મોક્ષા પણ પરીને જોઈ ખુશ થઈ.

મોક્ષા : વેલકમ, ડિયર આજ તું અહી !

પરી : બસ, મોમ એક વર્ષ, પછી પુરી ઓફિસ હું સંભાળીશ. તમે બંને આરામ કરજો.

મંથન : ના, મારી લાડલી ,પહેલા તું તારું સ્ટડી પુરૂં કર.

મોક્ષા : હા, તું અમારી ચિંતા ન કર.તારું કરિયર આગળ વધાર.

પરી :( પરીને મંથન અને મોક્ષા જેવાં માતા-પિતા મળ્યા તે બદલ ગર્વ થાય છે.)
" તમે આવો હું નીકળું છું ઘરે જવા..."

મોક્ષા : ના, મારે કાલનું પ્રેઝન્ટેશન બાકી છે. તું જા બેટા..

પરી : ઓકે, મોમ બાય ડેડ.....
અને પરી ઘરે જવા નીકળે છે.


પરી ઘરે આવે છે. શારદાબા હોલમાં હોય છે.

શારદાબા : એશાને મુકી આવી બેટા...

પરી : હા, બા મંત્ર આવી ગયો?

શારદાબા : હા, હમણાં જ આવ્યો ઉપર છે.
પરી ઉપર જાય છે મંત્રના રૂમમાં...
મંત્ર ફોન પર કોઈ સાથે વાત કરતો હોય છે. પરીને જોઈ તે ફોન કટ કરે છે.

મંત્ર : Hi, Di
એશાને મુકી આવ્યા.

પરી : હા, મંત્ર મારે તારી સાથે વાત કરવી છે.

મંત્ર : બોલને.

પરી : આ બધુ શું ચાલે છે ?

મંત્ર : શું ?

પરી : તું એમ ન સમજતો કે મને કશી ખબર નથી.

મંત્ર : શું પણ....દી.

પરી : આજે બપોરનાં તારી સાથે છોકરી કોણ હતી.?

મંત્ર : ઓહ! એ તો મિષ્ટિ હતી દી. મારી ફ્રેન્ડ...

પરી : પણ આના પહેલા પણ મેં તને તેની સાથે બાઈક પર જોયો હતો.

મંત્ર : અરે ! હા, દી એ મારી સાથે આબુ ટ્રેકિંગમા આવી હતી.અમે ફ્રેન્ડ છે. તે અહીં અમદાવાદ આવી હતી તો મળવાં આવી. જસ્ટ ફ્રેન્ડ બસ.

પરી : Sure.

મંત્ર : હા, દી ( પરીનાં ફોનમાં કોલ આવતાં પરી તેનાં રૂમમાં જાય છે. સ્ક્રિન પર પ્રેમનું નામ આવતાં પરી ફોન ઉપાડે છે.
Hi પ્રેમ હું તને પછી કોલ કરું.Ok bye....

શું કામ હશે પ્રેમને ?
કેમ કોલ કર્યો હશે ?
(ક્રમશ:)

( પ્રેમનો કોલ કેમ આવ્યો ? શું પરી દૂર જતાં પ્રેમને ગમતું નથી કે પછી ....તે જાણવા વાંચો મમતા ભાગ :૭૦ )

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૭૦

💐💐💐💐💐💐💐💐

( પરી અને મંત્ર વચ્ચે અજાણી છોકરી વિશે વાત થાય છે. ત્યાં જ પ્રેમનો કોલ આવે છે. બંને અલગ છે તો લાગણીઓ ઉભરાઈ છે. પણ કોઈ એકબીજાને કહી શકતાં નથી. હવે આગળ.....)


સૂરજ ડુબી રહ્યો છે, પક્ષીઓ કલરવ કરતાં પોતાનાં માળામાં જતાં હતાં. મંથન અને મોક્ષા પણ સાંજ થતાં ઘરે આવ્યા. બધાએ સાથે મળીને ડિનર લીધું. હોલમાં સૌ સાથે મળીને બેઠા હતા. બધા કાલનાં ફંકશનની વાતો કરતાં હતાં. મંથન પરી અને મંત્ર તેમજ તેનાં મિત્રોનાં વખાણ કર્યા.

મંથન : સરસ આયોજન કર્યું હતું તમે....

શારદાબા : સમય ક્યાં જાય છે ખબર જ નથી પડતી. નાની એવી પરી આજે મોટી થઈ ગઈ છે. તમારાં લગ્નને આટલાં વર્ષો થયાં,મંત્ર પણ હવે મોટો થયો.

મોક્ષા : સાચી વાત બા....સમયને કોઈ પકડી શક્યું નથી. સમય તો સમયનું કામ કરે છે. વાતો ચાલતી હતી અને પરીનાં ફોનમાં કોલ આવે છે. સ્ક્રિન પર પ્રેમ નામ હતું તો પરી ફોન લઈને ઉપર પોતાનાં રૂમમાં જાય છે.

પરી : હેલ્લો....કેમ છે ?

પ્રેમ : ફાઈન, આપ તો ભૂલી જ ગયા...

પરી : ના..ના.. એવું નથી તને તો હું રોજ યાદ કરૂ છું. ( કંઈક વધુ બોલાઈ ગયું એવું લાગતા પરી ફરી બોલે છે.)
" અરે! તમને બધાને..."

પરી : એશા આજે સાંજે જ મુંબઈ જવા નીકળી. તું પણ આવ્યો હોત તો મજા પડત.

પ્રેમ : હા, આ રજાઓ હવે પુરી થાય તો સારું....તારા... આઈ મીન્સ તમારા જેવા મિત્રો વગર ગમતું નથી. ( બંને ક્યાંય સુધી વાતો કરે છે. )

પ્રેમ મુંબઈ, પરી અમદાવાદ, બંને હૈયાઓ એકબીજાથી દૂર છે. બંનેને એકબીજા વગર ગમતું નથી. પણ દિલની વાત કહી શકતાં નથી. હવે તો રોજ એક બે વાર પ્રેમ કોઈને કોઈ કામનું બહાનું કરી કોલ કરે છે. બીજીબાજુ પરીને પણ પ્રેમ સાથે વાત ન કરે તો ગમતું નહીં. બંને પ્રેમી હૈયાઓ પ્રેમ જતાવી શકતાં નથી. આ બાજુ પ્રેમને એમ થાય છે કે મારા દિલમાં પરી માટે કંઈક અલગ લાગણી છે.તો પરીને પણ પ્રેમ પાસે જવાની ઉતાવળ છે.


સવાર થતાં જ રોજનાં ક્રમ પ્રમાણે સૌ પોતપોતાનાં કામે ગયાં.મંત્ર પણ વૉક માટે ગયો. પરી ફ્રેશ થઈ નીચે આવી. નાસ્તો કરી ટી.વી. જોવાં લાગી. એક પછી એક ચેનલ બદલ બદલ કરી પણ કંઈ ચેન પડતું ન હતું. અને તેણે હાથમાં ફોન લઇ પ્રેમનો નંબર ડાયલ કર્યો. વળી કંઈક વિચારી કટ કર્યો. પરીનાં દિલમાં કંઇક અલગ જ ઉલઝન હતી. પ્રેમ સારો છોકરો છે. પણ શું મોમ, ડેડ માનશે ? અને હજુ હું પણ પ્રેમ વિશે વધારે કંઈ જાણતી નથી. ... આવાં કેટલાય વિચારો પરીને પરેશાન કરતાં હતાં. ત્યાંજ શારદાબા પૂજા કરી આવે છે. પરી ટી. વી. બંધ કરી બાના ખોળામાં માથું રાખીને સુઈ ગઈ. બા પરીને મુંઝાયેલી જોઈ પોતાનાં હાથ તેનાં માથા પર પ્રેમથી ફેરવવા લાગ્યા.
પરી જયારે પણ ઉદાસ હોય તો આમ જ બાના ખોળામાં માથું મૂકીને સૂતી.....( ક્રમશ: )

( શું પરી પ્રેમ વિષે બાને વાત કરશે ? પ્રેમ અને પરી એકબીજાથી દૂર થતાં જ બંનેને પ્રેમની લાગણી સમજાય છે. તો શું પરી મંથનને કે મોક્ષાને વાત કરશે ? જાણવા વાંચો ભાગ :૭૧ )

વર્ષા ભટ્ટ ( વૃંદા )
અંજાર

મિત્રો આપનાં પ્રતિભાવ મારા માટે ઈનામ થી ઓછા નથી. તો રાહ જોઈશ....🙏