Premni Rutu - Anamika ane Avinash - 13 in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 13

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 13












ભાગ - ૧૩



ભાગ - ૧૨ ક્રમશ: ......



મીનાબહેન અનુનો ઉદાસ ચહેરો ઉપરની રૂમમાં બારી પાસે બેઠાં બેઠાં જોઈ રહ્યાં હતાં . એ સમજી ગયા હતાં મેરીક હજુ સાથે છે એટલે એ છોકરા સાથે કોઈ મુલાકાત નહીં થઈ હોય . તે ઉતાવળા પગલે નીચે આવી દરવાજો ખોલે છે .

અનુ થોડી સ્માઈલ આપી કશું બોલ્યાં વગર અંદર આવે છે . અને ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે .

મીનાબેન દરવાજો બંધ કરી અનુ અને મેરીક માટે લંચ તૈયાર કરતા કરતા : " શું થયું દિકા ,,, કેમ આમ ઉદાસ થઈ ગઈ ???? એ છોકરો મળી જશે ઉપાડી ન કર . "

અનુ મીનાબેન સામે જોઈ : " સવાલ એનો નથી મોમ . "

મીનાબેન : " અચ્છા તો શું વાત છે આખી મને જણાવ . આમ ઉદાસ ન થઈ રહે . "

અનુ કશું બોલવાં જાય એ પહેલાં દરવાજા પર બેલ વાગે છે ....

મીનાબેન , " અત્યારે કોણ હશે ??? "

બબડતાં બબડતાં તે દરવાજો ખોલે છે . સામે એક યંગ છોકરો , એક કપલ , એક કોર્ટ પહેરેલી પ્રોફેશનલ ઓફિસર અને એનો એક કર્મચારી ઊભા હતાં .

અનુની નજર ત્યાં પડે છે અને એ છોકરાને જોઈ તેની આંખ પહોળી થઈ જાય છે .

" એ કપલ .... એ સ્ત્રી ,,, અરે .... !!! આ તો આજ જ મેં જોઈ હતી આ મિસિસને . અને આ છોકરો .... સોરી શું નામ હતું ??? અવિ હા .... આ બધાં અહીં .... ???? !!!!! " - વિચારમાં ને વિચારમાં થોડી વાર માટે અનુના શ્વાસ મિનિટ ભુલી જાય છે .

મીનાબેન ચોંકીને : " અ ... તમે કોણ ??? અહીં કોનું કામ છે ???? "

એ બ્લેઝર પહેરેલી ઓફિસર કડક અદા સાથે : " અમે પ્રાણીઓની રેસ્ક્યુ ઓફિસથી આવ્યાં છીએ . "

મીનાબેન અનુને સાદ કરે છે . પણ અનુ જાણે સામે આવવાં માંગતી જ ન હતી . તેને ખુબ શરમ આવતી હતી તેનાં કરેલાં પર . તે જૂઠ બોલી ???

શું વિચારશે હવે એ લોકો ????

કઈ નજરે જોશે હવે તે અનુ સામે ???

મીનાબેનના કેટલાં બધાં સાદ બાદ પણ અનુ બહાર આવતી નથી . એટલે મીનાબેન બધાંને અંદર લઈ આવે છે અને બેઠક પર બેસવા કહે છે .

મીનાબેન સગડી ચાલુ કરે છે અને અનુને બોલાવવા જાય છે .

સગડીનાં તાપથી બધાને થોડી હુંફ મળી . અવિનાશ ચારે બાજુ નજર કરી આખા ઘરને નોટ કરતો હોય છે .

ઘરનું બાંધકામ પુરા પ્લાનિંગ સાથે થયુ હતું . કદાચ બધું વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી , વિચારીને મકાનની ડિઝાઈન બનાવવામાં આવી હશે .

અવિનાશની નજર એકાએક દિવાલ પર લટકતા એક ફોટો ફ્રેમ પર પડે છે .

તેનાં મોંઢા માંથી નીકળી પડે છે , " ઓહ્ નો ..... "

બધાંની નજર અને ધ્યાન અવિનાશ તરફ ખેંચાઈને સ્થિર થાય છે .

ટીના અવિને ચોંકેલો જોઈ : " શું થયુ અવિ ??? કેમ આમ ચોંકીને ચોંટી ગયો છો ... ???? "

અવિ એ ફોટો ફ્રેમ તરફ આંગળી ચીંધતા : " આ છોકરી .... અને તો મેં જોઈ છે ... "

બધાંની નજર હવે અવિ પરથી હટીને એ દિવાલ પર લટકતા ફોટો ફ્રેમ પર હતી .

ટીનાની આંખો પણ અવાક રહી જાય છે ... તે ઊભી થઈ બોલી ઊઠે છે , " તો તું હમણાં મને આ છોકરીની વાત કરતો હતો . માર્કેટમાં મળી હતી એ ... ???? "

અવિ હસીને ટીનાની વાત સાથે સહમત થતાં : " હા જ તો , આ કેટલો મોટો કોઈનસિડેન્સ છે યાર ... "

પણ ટીનાનાં ચહેરાનાં ભાવ બદલાઈ ગયાં હતાં . તેનાં ચહેરાં પર સ્મિત નહીં પણ ગુસ્સો હતો .

ટીના કડક શબ્દોમાં : " હા , બહુ મોટો કોઈનસિડેન્સ ..... "

ટીનાનાં બદલાયેલા અવાજ પર મિહિર અને અવિની નજર પડે છે . તે એકીટસે એ છોકરી સામે જોઈ રહી હતી .

મિહિર ટીનાને જોઈ : " શું થયું તને ??? કેમ આમ બોલે છે !!!!! ????? "



********



ક્રમશઃ ......