Premni Rutu - Anamika ane Avinash - 12 in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 12

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 12







ભાગ - ૧૨



ભાગ - ૧૧ ક્રમશ: .....



મેરીકની આંખ પણ એ સ્ત્રી સાથે સ્થિર થઈ ચમકી રહી હતી .

તે મહિલા : " અ .. હેય , લોકિંગ સો પ્રિટી ડોગ ... આ તમારું ડોગ છે ??? "

અનુ પુરા આત્મવિશ્વાસ સાથે : " હા , કોઈ શક ??? "

તે મહિલા : " અરે ના ... ના ... મારા ભાઈ પાસે પણ સેમ આ જ ડોગ હતું એટલે . "

અનુ ચોંકીને : " હતું મતલબ ???? અત્યારે .... "

અનુની વાતને વચ્ચે જ અધુરી મુકતા એ સ્ત્રી બોલી ઊઠે છે , " હા ... અમે અહીં ફરવા આવ્યાં છીએ તો અવિનું ડોગ ભુલથી ગુમ થઈ ગયુ છે . ગુમ નથી થયુ બિચારું રસ્તો ભટકી ગયું . એમાં મારા ભાઈનો પણ કોઈ વાંક ન હતો . એ અંકલ રસ્તામાં આવ્યાં એમાં બધું થઈ ગયું .

બહુ શોધ્યું પણ મળ્યું નથી હજુ સુધી . બિચારો બહુ દુઃખી છે . "

અનુ થોડી ડર સાથે ઢીલા પડતાં : " તો એ છોકરાનું નામ અવિ છે એમને !! ??? "

અડધા સાંભળેલા શબ્દો પર તે સ્ત્રી બોલી ઊઠે છે , " કોણ છોકરો ,,, મારા ભાઈનું નામ અવિ છે . "

અનુ : " હા , કોઈ નહીં મળી જશે તમને તમારું ડોગ . તમે કઈ હોટેલ પર આવ્યાં છો અહીં ... ??? "

તે સ્ત્રી : " બસ અહીં જ નજીક પેલી પ્લાઝીઓ રિસોર્ટ છે ને ત્યાં જ . "

અનુ વાત ટૂંકાવવા : " હા સારું , જરૂર મળી જશે તમારા ભાઈને એનું ડોગ . શું નામ હતું એનાં ડોગનું ??? "

તે સ્ત્રી : " ટોમી ,, ટોમી નામ હતું . એ ડોગ મેં અને મારા હસબન્ડે અવિને ગીફ્ટ કર્યું હતું . એને એનિમલસ પહેલેથી જ એટલાં ગમે છે . "

અનુ થોડી સ્માઈલ આપી : " અચ્છા , ચાલો હવે હું જાઉં . મોડું થઈ ગયું છે ઘણું . મળીએ પછી કયારેક ... જીંદગી આગળ જતાં મળવશે તો ઠીક છે . સીયુ ... "

તે સ્ત્રી : " હા , જરૂર . નાઈસ ટુ મીટ યુ ... "

અનુ : " સેમ ટુ યુ ... "

તે સ્ત્રી પણ અનુને બાય કહી ત્યાંથી જતી રહે છે .

અનુનું મગજ હજુ પણ સ્થિર નથી થયુ . વિચારોના વમળમાં તે ગૂંચવાઈ જાય છે , આ મેં શું બોલ્યું ... હું ઈચ્છત તો એ મેરીક ને હું આ સ્ત્રીને સોંપી શકતી હતી . મેં એવું કેમ ન કર્યુ . કદાચ એ સ્ત્રી ખોટું બોલી રહી હતી ????

ના ના ... એ સ્ત્રી સાચું જ કહેતી હતી . બાકી આટલી ચોખ્ખી વાત કોણ કરી શકે . અને એમ પણ મને આ મેરીક મળ્યો જ છે મારો ક્યાં છે .. !!!!

ઉપરથી એ સ્ત્રીએ જે કહ્યું એ જ પેલાં છોકરાએ ... ઓહ્ હવે તો એનું નામ યાદ છે કદાચ મને .... અ ... શું કહેતાં હતા એ અકી .... અજી ... હા ,, અવિ ... અવિ જ કહેતાં હતાં .

એને પણ આ ડોગને ટોમી નામથી જ ઉચ્ચાર્યું હતું . અને આ સ્ત્રી પણ ટોમીની જ વાત કરતી હતી .

કોઈ નહીં હવે તો મેં એડ્રેસ લઈ લીધું છે એમનું . હું દઈ આવીશ ...

પણ .....

જો મારે દેવું જ હતું તો અત્યારે કેમ હું ખોટું બોલી ગઈ ??? ઓહ્ ગોડ , આ મેં શું કર્યું . ભગવાન ક્યારેય મને માફ નહીં કરે .

મેરીક તારા માટે આ બીજી વાર હું જુઠુ બોલી યાર . કેટલાં હેરાન થાય છે એ લોકો . બંને દુઃખી જ લાગતા હતાં . મારે આ નહતું કરવું જોઇતું . પણ ખબર નહીં કેમ ખોટું બોલી ગઈ હું એનાંથી .

હું સ્વાર્થી તો નથી બની ગઈ ને ??? !!!!

નહીં , મારે સ્વાર્થી નથી બનવું . હું , હું પાછી એ છોકરાની ઓફ ગોડ ,,, એ અવિની રાહ જોઈશ . ભલે મારે ભૂખ્યુ તરસ્યું તડકામાં બેસવુ પડે .

અને મેરીક તને પણ યાદ આવે છે ને અવિની ??? તારા માલિકની ????

મને ખબર છે તું એને મિસ કરતો જ હશે . પણ મને કહી નથી શકતો . અને હું સ્વાર્થી ,,,, કશું જોઈ ન શકી . મને બહુ દુઃખ થાય છે ખરેખર . અને ગુસ્સો પણ એટલો જ આવે છે મારા પર . "

એકલાં એકલાં બબડતા અનુ મેરીકને લઈ ઉદાસ ચહેરે ઘરે આવે છે ....


*********



ક્રમશઃ .....