Mr.Bean in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | Mr.Bean

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

Mr.Bean

આ નામમાં એવો જાદુ છે કે, નામ કાને પડે ને તરત જ એનો ચહેરો, એ પરાણે હસાવે એવા હાવભાવ આંખ સામે આવી જાય. એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર અભિનય અને ચહેરાના હાવભાવ પર જ લોકોને દરેક ટી,વી, શોમાં સતત હસાવવાની વિશીષ્ટ ક્ષમતા ધરાવનાર આ સુપર્ સક્સેસફુલ કોમેડી લીજેન્ડ Mr.Bean કોઇ જ ઓળખાણના મોહતાજ નથી. અહીં ઉદ્દેશ્ કેટલીક હકીકતો જણાવવાનો છે. આપણને હાસ્યની છોળો ભરેલા મસ્તમજાના મેદાનમા લઈ જનાર આ અદભૂત કલાકાર પોતે કેવા અટપટા અને કાંટાળા રસ્તે ચાલીને અહી પહોંચ્યા છે એ એમની અંગત ડાયરીનાં પાનાં સમાન વાતો બધા સામે મુકવી છે. એ સહજ દેખાતા હાસ્યને ચહેરા સુધી પહોંચાડતા કેટલી પીડા મળી છે એ કહેવું છે.

મુળ નામ Rowan Atkinssa. ડરહામ, ઇંગ્લેન્ડમાં જન્મ, જન્મ તારીખ 06 જાન્યુઆરી 1955. પિતા ખેડુત. ઘરની સ્થિતી મધ્યમ. બાળપણથી જ જીભ થોથવાય, શબ્દો અટકે, તૂટે.. પુરૂ બોલાય નહીં, બોલે એ સમજાય નહીં. આ એક શારીરિક ખામી હતી. ચહેરો પણ થોડો Abnormal. આ બધું ઇશ્વરદત્ત હતું. આપણા સમાજની ખુદની વિચીત્રતા અને વક્રતા એ છે કે આવી કુદરતી abnormality ને વિચીત્ર ગણીને, હાંસીપાત્ર ગણીને એની મજાક ઉડાવે. આ નિર્દોષ બાળક સાથે પણ એ જ બન્યું. સ્કુલમાં બીજા મિત્રો સાથે વાત કરવા જાય. જીભ થોથવાય એટલ છોકરાંઓ એની મજાક ઉડાવે, ચાળા પાડે. શક્ષકો પણ આમાંથી બાકાત નહીં. એ તો ચાલુ ક્લાસે કશુંક પુછે, આ બાળક જવાબ આપવા જાય પણ.. શિક્ષકો સહકાર કે સહાનુભૂતિ ને બદલે ઠપકો આપે. આ તો થઈ બોલવાની વાત અને એની અક્ષમ્ય પ્રતિક્રીયાઓ. ઉપરાંત્, લોકોને એના આ ચહેરા સામે પણ જાણે વાંધો હતો. અલબત્ત, ચહેરો સામાન્ય કરતા જુદો છે.. પણ.. સ્કુલમાં અને સમાજમા એને એલીયન કહેતા. કોઇ નજીક ન જાય એની. વાત ન કરે. એક નાદાન બાળક પર આની ઘેરી અસર થઈ. એ શરમ અને સંકોચથી બધાથી દુર રહેવા લાગ્યો, આખો દિવસ ચુપ જ રહે. એને આ મન:સ્થિતીમાંથી બહાર લાવવા કોઇ મિત્ર પણ આગળ ન આવ્યા. ધીમે ધીમે આ સાવ એકલવાસ દરમિયાન એને લાગ્યુ કે મારામાં એક છુપી તાકાત છે, લોકોને હસાવવાની. હું ચહેરો બનાવી કે વાંકા-ચુકા હાવભાવ લાવીને બીજાને હસાવું... આવા થોડાપ્રયોગો પણ કર્યા એઁણે. જો કે, અણસમજ લોકો તો એમાં પણ એની ખામીની ઠેકડી જ ઉડાવતા.

આમ ને આમ સ્કુલના દિવસો તો નીકળી ગયા. સદનસીબે આ કોમિક આઇકોનમા એટલી સમજ આવી ગયેલી કે જેને જે બોલવું હોય એ બોલે. જે મજાક ઉડાવવી હોય એ ઉડાવે આપણે ભણવામાં ધ્યાન આપો, શારિરીક ખામી જરૂર હતી પણ, મગજ તેજ હતું. ભણવામાં હોંશિયાર. કોલેજમાં પ્રવેશ માટે ઓક્સફર્ડ યુનિવર્સીટી પસંદ કરી. વિશ્વ કક્ષાની યુનિવર્સીટી કહેવાય આ. Rowan ને સાયન્સ અને એંજીનીયરીંગમાં રસ. એના કોર્સમાં તો અભ્યાસ કરે જ પણ એને એક્ટીંગનો ભારે શોખ હતો. પેલી હ્યુમરની પેશન તો હતી જ. ડરહામ હોય કે ઓક્સફર્ડ માણસની માનસિકતા એક જ સરખી હોય.

Sorry. Rowan but.. You stammer .. we know it’s physical disorder.. Alas ! ambiguity in dialogues won’t work on stage -

Man, your face is awkward ! Actor’s value is in the face.. We afraid you can do it !

ગામમં લોકોએ હાંસીપાત્ર કરીને અસ્વીકાર કર્યો, અહીં ઓક્સફર્ડીયા સ્ટાઇલમાં રીજેક્ટ કર્યા. વિશેષજ્ઞો એની ખામી પાછળ રહેલ ખુબીને પામી ન શક્યા અથવા ઇગ્નોર કરી. અત્યાર સુધીમાં આ Talent Tycoon માં એ પરીપક્વતા આવી ગયેલી કે It's Ok ! હમારા વક્ત ભી આયેગા. એણે આ વક્ત આવે ત્યાં સુધીના વક્તનો ઉપયોગ કર્યો અને ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી લીધી. આ ડીગ્રી કશુંક હાથવગું હોવું જોઇએ એટલા પુરતી લીધેલી. હ્યુમર જ હુનર છે એ ઘેલછા મુખ્ય હતી અને એ માટે એક્ટીંગ સ્કુલમાં કોમેડી વિધામાં વિધીવત તાલીમ લેવાનું શરૂ કર્યું. યોજના તો એ હતી કે આવડતના પ્રમાણને યોગ્ય તાલીમ લઈ આકાર આપવો અને કાબેલિયતના એ પ્રમાણને તરાશી પ્રમાણપત્ર મેળવવું. બધું બરાબર ચાલ્યું પણ, કામ આપવાનું આવ્યું ત્યાં 'કાગડા બધે કાળા !' સ્ટેમરીંગ રોવનને (Mr. Bean) હતું. ખચકાટ કામ આપનારાને હતો.

અહીં સુધીનો ઘટનાક્રમ કોઇ પણ વ્યક્તિ માટે હતાશાજનક બની શકે પણ, જે જાત પર મુસ્તાક હોય, ખુબીને ખુબ સારી રીતે જાણતા હોય, પ્રયત્નો અને મહેનતના ગુણાકાર કરતા હોય, નિરાશાને પરીશ્રમથી ભાગી ને એનો છેદ ઉડાડી દેતા હોય એને તો આફતને અવસર બનાવતા આવડે જ. પહેલો પ્રયોગ એવો કર્યો કે પોતાને છોડી અન્ય પાત્રોની એક્ટીંગ કરવી. જેમ કે, કોઇ ખુબ જાણીતા એક્ટરની મિમીક્રી કરવી કે હિસ્ટોરીકલ પાત્રોના સંવાદો બોલવા. આ પ્રયોગો કરતા-કરતા અચાનક એમણે પોતાનામાં એક ગજબ ફેરફાર જોયો. બીજા પાત્રોના સંવાદો એ કડકડાટ બોલી શકતા.. જીભ કહ્યામાં રહેતી, આ તો સુખદ કૌતુક હતું. તો ભાઇએ આની અજમાયશ ચાલુ કરી દીધી. શો કરવાના શરૂ કર્યા. બહુ જાહેર શો ન થતા . પણ અંતરંગ વર્તુળોમાં થતા અને આંશિક સફળતા મળી. આ બાજુ T.V. Show કે Movie પ્રોડ્યુસર્સ જડ માન્યતામાંથી બહાર ન આવ્યા એટલે મોટા પ્લેટફોર્મ માટે હ્જી ઝ્ઝુમવાનું હતું કે બીજી યુક્તિ કરવાની હતી.

એક ઝ્બકારો થયો આ કલાકાર, સર્જકના દિમાગમાં. સ્મસ્યા મારા બોલવા સાથે છે અને કહેવાતા વિચિત્ર ચહેરા સાથે છે. .. એક જોરદાર ઉપાય છે આનો. .. બોલવાનુન બંધ કરી દઊં. Just mime ! (મૂક અભિનય‌) ને જનાબ ! આવો interesting ચહેરો કોની પાસે હોય ? .. એને જ પ્રોજેક્ટ કરો !.. મૂક અભિનય અને વાંકાચુંકા મોઢા કરીને એક મિનીટમાં અનેક એક્સ્પ્રેશન્સ આપવાનું શરૂ કર્યું - પોતે જ એક કેરેક્ટર સર્જ્યું - એ જ .. હા એ જ Mr.Bean !!! .. ખામીઓ સદંતર ભૂંસાઇ જાય એવી રીતે એને વિશેષ યોગ્યતામાં ફેરવી દીધી ને એક સ્પ્લાસ્ટીક કોમેડીયનનો ઉદય થયો વિશ્વમાં. ફિલ્મોના ઇતિહાસમાં મુક ફિલ્મો - મૂક કોમેડી ફિલ્મોના અજરામર પાત્રો છે જ ચાર્લી ચેપ્લીન ટોચ પર છે. એ પછી લોરેલ-હાર્ડી આવ્યા, પછી ટેરેન્સ હીલ - બડ સ્પેન્સર આવ્યા. તફાવત એટલો જ કે એમના સમયમાં મૂક ફિલ્મો જ બનતી. આ માણસે અધુનિક સમયમાં બધી જ ટેકનોલોજી વચ્ચે અદાયગીનું અમર આઇકોનિક પાત્ર ઉભું કર્યુ અને આજે સમગ્ર વિશ્વમા એ સૌથી લોક્પ્રિય અને સફળ કોમેડિયન છે. ખાસ વાત તો એ કે એ genre (Mime & gestures‌) માં એ એકલા જ છે, દુર-દુર સુધી કોઇ જ નથી એની સાથે કે સામે. એવું કહેવાય છે કે 'હાસ્ય રસ' એ સૌથી લોકપ્રિય અને સ્વીકાર્ય પ્રકાર છે એ સાથે જોડાયેલ સત્ય એ છે કે 'હાસ્ય રસ' સર્જવો સૌથી અઘરો છે અને એમાં આ તો એક પણ શબ્દ બોલ્યા વિના લોકોને મનોરંજન આપવાનું. Mr.Bean ઇલક્ટ્રીકલ એન્જીનિયરીંગ કરીને ઇલેક્ટ્રીફાઇંગ કોમેડીનિ આખો યુગ ઉભો કર્યો.

આજે તો ધ મોસ્ટ પોપ્યુલર કોમેડિયન છે જ મી, બીન, સંખ્યાબંધ ટી.વી. શોઝની હારમાળા છે. 30 થી વધુ ફિલ્મો પણ કરી એમણે. આ સફળતાના શેમ્પઈન ઊડાડતા પહેલા હાંસીના, રીજેક્શનના, અસ્વીકારના કેટલાય કડવા ઘુંટ પીધાં. આ વિકટ સફરના અવરોધોને ઓળંગૂ શક્યા એના કારણોમાં સૌ પ્રથમ તો એ પોતે જ, સેલ્ફ એસ્ટીમ કરતા સેલ્ફ બીલીફ પર વધારે કામ કર્યુ. સતત પરીવર્તન અને પ્રયોગો કર્યા. એક અડીખમ આઇડેન્ટીટી ઉભી કરી. હોલીવુડ પર આધાર રાખ્યા વગર પોતે જ પોતાની સ્ટ્રીમ વિકસાવી. આ હળવાફુલ હાસ્યના બેતાજ બાદશાહ પાસે આજે 160 મીલીયન ડોલર જેટલી વજનદાર નેટ્વર્થ છે.

 

Mr. Bean has been completely Self Made Comic Icon across globe.

જુઓ આપણે આટલું બ્ધુ કહ્યું, એ કંઇ બોલે છે ?.. ન જ બોલે ને ..એ તો એની ખસિયત છે .. એની ઓળખ છે... ચાલો, ગુગલ કે યુ ટ્યુબ પર સર્ચ કરો Mr. Bean અને સામે આવેલા હજ્જારો વિડીયોઝમાંથી કોઇપણ જોવાનું શરૂ કરો... એક થી વધારે વિડીયો જોવા જ પડશે.. આ તાકાત છે એની.. સલામ છે એને..!