Jim Carrey in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | જીમ કેરી

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જીમ કેરી

"આજે મારે નામે 10 મીલીયન ડોલરનો ચેક લખી રાખું છું. આ રકમ મારા એકાઉન્ટમાં ખરેખરે જમા થાય એ માટે આકાશ-પાતાળ એક કરી દઈશ. લોકોને ખડખડાટ હસાવું છું , એક સ્માઇલ મારે પણ કરવુ છે...."

Teen Age માં 8 મહીના એવા ગયા કે દિવસ-રાત ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક થયેલી કેમ્પર વાનમાં વિતાવવા પડ્યા.. રહેવા માટે ઘર પણ ન હતું એટલી ગરીબી હતી.

..........   ..........   ..........

કેનેડા કે અમેરીકા જેવા વિકસીત દેશોમાં જન્મ હોય, કેટલીક ખાસ કળા આવડતી હોય એવા દરેકના ભાગ્યમાં ગુલાબની પાંદડીઓ પર ચાલવા જેવું મસ્ત અને મોહક જીવન નથી હોતું. ડગલે ને પગલે કાંટા ભોંકાતા હોય એવી પીડા પણ ભોગવવી પડે.

સ્ટેજ પર ઉભા રહી ઓડીયન્સને 1 - 1,5 કલાક હસતા રાખવા માટે અનેક નુસખા-ખેલ-જોક્સ રજુ કરનારા, સ્ટેન્ડ અપ કોમેડીથી કે હ્યુમર ફોર હ્યુમન્સથી કારકીર્દીની શરૂઆત કરનારા, આજના હોલીવડના ફિલ્મ સ્ટાર્સમાં ટોપર્સના લિસ્ટમાં છે. કોમીક રોલના બાદશાહ ગણાય છે, એ જીમ કેરીની ત્યાં સુધી પહોંચવાની સફરમાં એણે બહુ જ Suffer કર્યુ છે.

ઓન્ટારીઓ, કેનેડામાં 17 જાન્યુઆરી 1962 ના દિવસે જન્મ થયો. કુટુંબની સ્થિતી સાવ સામાન્ય. પિતા મજુરી કરે અને રોજીંદુ કમાય. રોજ નવી તકલીફો આવે. બે છેડા ભેગા કરતા નાકે દમ આવી જતો. જીમ કેરી સ્કુલમાં ભણવા જાય પણ ભણતરમાં ધ્યાન રહેતું નહીં અને પ્રમાણમાં નબળા વિદ્યાર્થીની કક્ષામાં આવે. બાપ મજુરી કરે. છોકરો ભણે નહીં હાલત વધારે ગંભીર થઇ.

આ રોજબરોજની મુશ્કેલીઓ વધતી જ જતી હતી એવા સમયમાં જીમ કેરીના પિતાને માલિકોએ ફેક્ટરી સાઇટ પર જવા કહ્યું. આખા કુટુંબે ત્યાં જઈ કામ કરવાનું. અહીં ઓન્ટારીઓમાં ન્યુ માર્કેટમાં નાનુ અમથુ ઘર હતું એ પણ છોદીને જતા રહ્યા દુર. જીમ કેરી અને એના બે ભાંડુઓ સ્કુલમાં જતા. માતા-પિતાને મજુરીએ જવાનુ હતું., અચાનક માતા બિમાર પડી. પથારીવશ થઈ ગઈ. હવે જીમને માથે મજુરીનું કામ પણ આવ્યું. સ્કુલેથી છુટીને શીફ્ટ ડ્યુટીમાં 8 કલાક કાળી મજુરી કરવાની. સ્કુલમા તો આમ પણ મન નહોતું. એ સમયે આ સુપર-ડુપર હીટ કોમેડીયન સાવ શાંત સ્વભાવ્ના તે કોઇ ખાસ મિત્રો ન હતા.

પોતાના અંધારમય વર્તમાનને સ્વીકારવાનો તો હતો જ પણ, એનાથી હારીને બેસવાનું જીમ કેરીને યોગ્ય ન લાગ્યું. એણે શોધ આદરી પોતાની અંદર. ચકમકના પથ્થર ઘસીએ અને જેટ્લો પ્રકાશ થાય એટલો પ્રકાશ થયો. "મને એક કળા આવડે છે.. મારામાં સેન્સ ઓફ હ્યુમર છે. વાત-વાતમાથી રમુજ ઉભી કરતા મને ફાવે.. આ કામ કરી જોવાય" - ને એણે સ્કુલમાં, મહોલ્લામાં નાને પાયે આ 'કોમેડીયન' નો કીમીયો ચાલુ કર્યો. ઘરે મા બિમાર હતી તો એને પશુ-પક્ષીના અવાજ કાઢીને ખુશ રાખવા પ્રયત્ન કરતો. 'વન લાઇનર' માં એવું કહેવાય અંદરનું - અંતરનું દુ:ખ દુર ફેંકવા, બહાર હાસ્યના ધોધ રેલાવતો. હ્જી આ મનોરંજક ઉપાયની શરૂઆત થઈ ત્યાં સમય્નો એક મોટો સપાટો આવ્યો. પિતાજીને આટલે દુર, રાત્રે ભેંકાર થઈ જતી જગ્યએ કામ કરવું ફાવતું ન હતું એ કંટાળી ગયા હતા. કામકાજ છોડી બધા પાછા કેનેડા આવતા રહ્યા. અહીં તો ન કામ હતું, ન ઘર હતું. માથે છત કે આશારા જેવી જ્ગ્યા પણ નહીં.

"અત્યારે અમારી આર્થિક હાલત બહુ ખરાબ છે. છુટક કામ કરી ગુજરાન ચલાવવાનું છે. રહેવા નાની ઝુંપડી પણ નથી. અમારૂં પાંચ જણાનું કુટુંબ છે. આપની કેમ્પર વાન પાર્કીંગમાં પડી રહેતી હોય છે એમાં રહેવા દેશો ?" - વિષમ સંજોગોથી લાચાર જીમ કેરીના પિતાએ કેમ્પર વાનના માલિકને આજીજી કરી. - ઉદારદિલ હશે તો માની ગયો. - જીમ કેરીનું કુટુંબ એક-બે દિવસ નહીં પુરા 8 મહીના આવા લગભગ ખુલ્લા અને જાહેર રર્હેઠાણમાં રહ્યું.

જીમ કેરીને આ સ્થિતી જોઇને એવું લાગ્યું કે 'કુછ તો કરના પડેગા !' એણે હ્યુમર-લાફ્ટર તરફ જરા પધ્ધતિસર જવાનું નક્કી કર્યું. થોડા લોકોને ભેગા કરે ને જોક્સ-મીમીક્રી-હ્યુમર સ્ટોરીઝથી સ્ટેન્ડઅપ કોમેડીયન તરીકે કામ ચાલુ કર્યું. પ્રતિસાદ નબળો હતો. લોકોને આ Stand Up Comedy, Understanding માં બેસતી ન હતી. નિરાશા-હતાશા જેવા શબ્દો આ હસાવતી હ્સ્તીના શબ્દકોશમાં ન હતા. થોડી મુંઝવણ હતી અને સામાન્ય કંટાળો હતો. બાકી આત્મવિશ્વાસ અડગ હતો. આખરી ધ્યેય તરફ જવાની તૈયારી હતી અને વિચાર મક્કમ હતો.

આ તબક્કે જીમ કેરીએ એક નિર્ણય લીધો. હાલત બદલાશે નહીં. ધ્યેય બદલવું નથી.. દેશ-શહેર બદલી શકાય. 1986માં લોસ એન્જલસ શીફ્ટ થઈ ગયા. અમેરીકા જેવા વિકસીત દેશનુ આ વિશ્વ પ્રસિધ્ધ શહેર.બીઝનેસ હબ કહેવાય. જીમ કેરીએ સ્ટેન્ડ અપ કોમેદીને જ આ શહેરી માહોલમાં પ્રસ્તુત કરવાનું શરૂ કર્યુ. લોકોને હાસ્યરસમાં લઈ જવાના બધા જ દાવ કરત. ટેલેન્ટ તો હતી જ, નસીબ બે ડગલાં આગળ હતું. દર વખતે ઓડીયન્સ સરખું ન મળતું. ક્યારેક લોકો ચાલુ શોમાં હુરીયો બોલાવે (હુટીંગ કરે).. એની જોક્સ પર હસવાને બદલે એના પર હસે. શહેર મોટું એટલે ટીકાકારો પણ મોટા અને વધુ પેદા થયા. આટલી બધી નિષ્ફળતાઓ આ નક્કર ઇરાદાના માણસને ડગાવી કે હરાવી ન શકી. આ ભાઇએ હાસ્યના ફુવારા ઉડાડવા માટે પોતાનું પાણીદાર કન્ટેન્ટ બનાવ્યે રાખ્યું. ધીરે-ધીરે એની રમુજ, ખડખડાટી કિસ્સાઓ, મોઢાના મસ્તીખોર હાવભાવ,ટીપીકલ અવાજો કાઢવાની સ્કિલ આ બધુ ક્યાંક તો નોંધાવા લાગ્યું. આ સંઘર્ષ દરમિયાન આ અનહદ આશાવાદી કલાકારે પોતાના નામે એક ચેક લખ્યો પુરા 10 મીલીયન ડોલરનો. !!! ..પોતે જ પોતાનો ચેક કેવી રીતે વટાવે ? . જીમ કેરીએ નિર્ધાર કર્યો કે આટલી રકમ ખાતામાં જમા કરાવવા બધુ જ વટાવી દેવું.. આ રીત હતી વટાવવાની.

નસીબ પણ ક્યા સુધી આ કોમેડીયન પર હસ્યા કરે... એઁણે જ પહેલો પરચો બતાવ્યો 1994 માં.. કોઇપણ કલાકારનું ઉચ્ચતમ સ્વપ્ન તો ફિલ્મ હોય ને! .. અહીં તો હોલીવુડ જેવી વિશ્વની સૌથી સશક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી,, ત્યાંથી જીમ કેરીને ઓફર આવી કે - હોલીવુડમાં આવો, હાસ્યના હીલ્લોળ કરાવો- આ પહેલા નાની-મોટી ભુમિકા કરી હશે પણ... 1994 માં પહેલી ભારે સફળ ફિલ્મ જોવા મળી.- Ace Ventura - જીમભાઇ એમા એક ડીટેક્ટીવનો રોલ કરે... સ્ટોરી પ્રમાણે કઈસીસ ઉકેલીને રહસ્યો શોધ્યા હશે પણ...પ્રેક્ષકોને તો ચિક્કાર હાસ્ય જડ્યું. સતત સ્ટ્રગલ કરતા સ્ટેન્ડ અપ કોમેડીઅને, સિલ્વર સ્ક્રીન ઉપર ડીટેક્ટીવ થઈને પોતાનું નસીબ શોધી લીધું. આ ધમાકેદાર રોલમા જીમ કેરીએ Gestures અને Postures થી અને અવાજના વેરીએશનથી લોકોને પેટ પકડીને હસાવ્યા.આ ફિલ્મે જીમ કેરીની બંધ કિસ્મતનું તાળું ખોલી નાખ્યુ,, તરત જ એવી જ એક સુપરફાસ્ટ કોમેડી પ્રધાન ફિલ્મ આવી Dumb and Dumber .. જીમ કેરીનો આ રોલ રોલીંગ લફ્ટર - હસતા હસતા આળોટવા લાગવું - લઈને આવી.. અને આ જ એ ફિલ્મ કે જેણે પ્રેક્ષકોને તો હસાવ્યા ,,જીમ ની આંખમાં હર્ષનાં આંસું લાવી દીધા ! ..

વર્ષો પહેલા એક લક્ષ્ય તરીકે લખી રાખેલો 10 મીલીયન ડોલરનો ચેક ક્લીઅર થયો... આ ફિલ્મની એક્ટર ફીઝ ના રૂપમાં...

ધોમધખતા તાપ સહન કર્યા પછી ધોધમાર વરસાદ પડે અને જે હળવાશ મળે.. નાચતા-કુદતા ભાગવાની મજા પડે ..એવું થયું જીમ કેરી સાથે... કુટુંબની દયનીય સ્થિતી, ભણતર ચડ્યું નહીં, સ્ટેન્ડ અપ કોમેડીયન તરીકે ઘોર નિષ્ફળતા જેવા તાપ પછી હોલીવુડમાં હાઉસફુલ ફિલ્મોનો વરસાદ મળ્યો અને ફળ્યો.. જો કે પેલા તાપ દરમિયાન જીમ કેરી ક્યારેય કોઇ છાપરા નીચે ભરાઇ ગયા કે છાંયો ગોતીને બેસી ગયા એવું ન હતું.. એણે તાપ સહન કર્યો.. ચાલવાનું ચાલુ રાખ્યું. એને સૂરજ દેખાતો હતો પણ, ધ્યેય સફળતાના સૂરજનું હતું ત્યા સુધી પહોંચી ગયા.

આ પછી તો અનેક ફિલ્મો કરી 'The Truman Show' 'Man on moon' વગેરે. 'The Mask' - આ ફિલ્મમાં જીમ કેરી દરેક એક્ટીંગ સ્કિલ્સમા છવાઇ ગયા.. સ્વભાવે સાવ નમ્ર, સાધારણ બેંક ક્લાર્કનો રોલ. એ માણસના હાથમા એક વિશીષ્ટ માસ્ક આવે છે ,,ને જે ધમાલ સર્જાય છે.. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર 350+ મીલીયન ડોલરનો બીઝ્નેસ કર્યો..

એક સમય એવો હતો જ્યારે મિલીગ્રામ અનાજ માટે ફાંફા મારવા પડતા.. એ જ જીમ કેરી હવે મીલીયન્સમા રમે છે.. એકમાત્ર કારણ.. દ્ર્ઢનિશ્ચય. જીમ કેરીએ હંમેશા વર્તમાનનો જ સ્વીકાર કર્યો ભૂતકાળને ભૂલી ગયા અને ભવિષ્યને મહેનત પર છોડ્યું. આ અંગેનું એનુ ક્વોટ એની આખી જીવનશૈલી અને પ્રેરણાત્મક અભિગમ સુચવે છે.

"If you aren’t in the Moment then you are either looking forward to uncrtainty or back tp pain and regret."

ચાલો, આપણે પણ હાથમા છે એ વર્તમાનને માણીએ અને જીમ કેરીને સલામ કરી એની ફિલ્મ જોઈ ખડખડાટ હસીએ..