Shrapit Prem in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 5

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 5

" નામ શું છે તારું અને શું કામ કર્યું છે તે તારે અહીંયા આવવું પડ્યું?"
રાધા તેના ભૂતકાળ વિશે પોતાની યાદ તાજા કરી રહી હતી ત્યારે આ અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. તેને તો ખબર જ ન પડી કે તે ક્યારનીય અહીંયા જ બેઠી છે. રાધાએ સામે જોયું તો તેની સામે એક 35 વર્ષથી સ્ત્રી બેઠી હતી અને તેની સાથે બીજી એક સ્ત્રી હતી જે કદાચ 30 થી 32 વર્ષની દેખાતી હતી.
" મારું મોઢું શું જોવે છે? જવાબ આપ શું નામ છે તારું."
" રાધા, મારું નામ રાધા ત્રિવેદી છે."
જે સ્ત્રી પાત્રીસ વરસની આસપાસની દેખાતી હતી તેને બાજુમાં બેઠેલી બીજી સ્ત્રીના તરફ જોઈને કંઈક ઈશારો કર્યો એટલે બીજી સ્ત્રીએ તરત જ કહ્યું.
" આમનું નામ ચંદા છે ચંદા સોનગરા અને મારું નામ કિંજલ બારોટ."
એની પહેલા કે કિંજલ પોતાની વાત આગળ બોલતી ચંદા એ વચ્ચે જ કહ્યું.
" કંઈ કામ હોય ને તો અમને નહીં કહેવાનું હાથે કરી લેવાનું. અમે કોઈના નોકર નથી. જમવાનું થોડી વારમાં થઈ જશે એટલે પહોંચી જવાનું કારણ કે એકવાર જમવાનું ખતમ થયા બાદ બીજી વાર કોઈને મળતું નથી."
રાધાએ ધીરેથી પોતાની ડોક હલાવી. કિંજલ એ રાધા ને ધ્યાનથી જોઈ અને પૂછ્યું.
" તને જોઈને તો તું મને ભણેલી ગણેલી લાગે છે અને અહીંયા શું કરે છે?"
ચંદાએ કિંજલ ના માથામાં હાથ મારીને કહ્યું.
" શું કરે છે એટલે શું અહીંયા કોઈ ફરવા માટે થોડી આવે? કર્યું હશે કંઈક આણે."
રાધા એ કંઈ જવાબ ન આપ્યો? ત્યાં જ થોડીવારમાં એક ઘંટ વગાડવામાં આવ્યો જે સાંભળીને ચંદા અને કિંજલ ઉભા થયા અને કિંજલ એ રાધા ને તરફ જોઈને કહ્યું.
" જમવાનો સમય થઈ ગયો છે ચાલ જલ્દી."
રાધા નું મન કંઈ પણ ખાવા માટે તૈયાર ન હતું પણ પેટ ક્યારેક ક્યારેક મનની વાત માનતો જ નથી. મને ન હોવા છતાં પણ રાધા જમવા માટે ગઈ અને તેની સામે ખીચડી રાખી દેવામાં આવી. તેને પોતાના આજુબાજુ જોયું તો બધા લોકો આરામથી તેને જમી રહ્યા હતા.
હજી તો મુશ્કેલથી 6:30 વાગ્યા હશે કારણ કે જેટલું અંધારું થયું ન હતું અને રાધા ને આ સમયે જમવાની આદત ન હતી. છતાં પણ રાધા એ પોતાનો જમવાનું શરૂ કરી દીધું. ખીચડી દેખાવમાં થોડી ખરાબ લાગતી હતી પણ સ્વાદ એટલો બધો ખરાબ ન હતો.
થોડીવારમાં જ તે લોકોને તે લોકોના રૂમ એટલે કે તેના જેલમાં જવા માટે કહ્યું. રાધા ત્યાંથી આગળ જવાની હતી પરંતુ એક કોન્સ્ટેબલે તેને આવીને કહ્યું.
" રાધા તને જેલર મેડમ તેમના ઓફિસમાં બોલાવી રહ્યા છે."
રાધા એ માથું હલાવીએ અને તેમની સાથે સાથે એક જગ્યાએ ચાલી ગઈ. તે એક ઓફિસ હતી. ઓફિસના દરવાજા ઉપર નેમ પ્લેટ હતી જેમાં અલ્કા પરમાર લખેલું હતું. રાધા તેના અંદર ચાલી ગઈ તો ત્યાં એક સુંદર દેખાવા વાળી સ્ત્રી ટેબલ ખુરશીમાં બેસીને કંઈક લખી રહી હતી.
રાધા એ જોયું તો તે કેવી મીડિયમ સાઇઝનું હતું અને તેમાં સુંદર ચિત્રો પણ લગાડવામાં આવ્યા હતા.‌ તેણે એવું સાંભળ્યું હતું કે જેલર ખૂબ જ કડક હોય છે અને તેમને આવા ચિત્રો અને બાકી બધી ચીજો ગમતી નથી પણ આજે દેખાવમાં ખૂબ જ માયાળુ લાગી રહી હતી.
" રાધા મયંક ત્રિવેદી, આ જ નામ છે ને તારું? બેસ મારે થોડી વાતો કરવી છે."
જેલર એ રાધા ના તરફ જોયા વિના જ કહ્યું. રાધા ચુપચાપ સામેની ખુરશીમાં જઈને બેસી ગઈ. થોડીવાર બાદ તે જેલર એ રાધા ના તરફ ધ્યાનથી જોયું અને કહ્યું.
" મારું નામ અલ્કા છે નામ તો વાંચી લીધું હશે ને? ચાલો આપણે હવે એ નામ નામ નથી રમવું અને આપણે સીધા મુદ્દા ઉપર આવીએ તો તારે થોડા પેપરમાં સાઇન કરવાના છે તે કરી લે."
એમ કહીને તેમણે ત્રણ-ચાર પેપર રાધાના તરફ સરકાવી દીધા. રાધાએ તેને ધ્યાનથી જોયું તો તેમાં લખ્યું હતું કે રાધા પોતાનો ગુનો કબુલ કરે છે એટલે તેને અહીંયા લાવવામાં આવી છે. રાધાએ અલ્કાના તરફ જોયું અને કહ્યું.
" મેડમ મેં મારો ગુનો હજુ સુધી કબુલ નથી કર્યો એટલે હું આમાં સાઇન ન કરી શકું."
અલ્કા એ શાંતિથી કહ્યું.
" પરંતુ તારો ગુનો તો સાબિત થઈ ચૂક્યો છે અને તને સજા પણ મળી છે. એટલા માટે જ તો તું અહીંયા આવી છે ને?"
રાધાએ અલ્કાના તરફ જવું અને કહ્યું.
" મેડમ, ગુનો સાબિત થઈ ગયો છે એનો મતલબ એ નહીં કે હું ગુનેગાર છું. મેં કોર્ટમાં પણ કહ્યું હતું કે હું ગુનેગાર નથી અને મારા ઉપર જે આરોપ લગાડવામાં આવ્યા છે તે બધા જુઠ્ઠા છે."
અલ્કા એ રાધા ને તરફ જોયું અને તેના હોઠ ઉપર હલકી હસી દેખાઈ. તેણે તે પેપર પોતાના તરફ લીધા અને કહ્યું.
" તારી ઈચ્છા હોય તો તો હાઇકોર્ટમાં જઈ શકે છે. હું તને તે બધા પેપર આપી દઉં?"
રાધા એ એક લાંબો શ્વાસ લીધો અને પછી કહ્યું.
" અહીંયા મારી મદદ કરવા માટે તો કોઈ તૈયાર નથી એટલે વકીલ કરવું અને એ બધું હું બહાર જઈને તો ન જ કરી શકું."
અલ્કા એ રાધા ના ચેહરાના તરફ ધ્યાનથી જોયું અને થોડો વિચાર કર્યા બાદ પૂછ્યું.
" તારા મા બાપ તો જીવતા જ છે અને તારો વર પણ તો છે તે લોકો તારી મદદ નહીં કરે?"
રાધાએ પોતાની ડોક ના માં હલાવી અને પછી કહ્યું.
" તે લોકો તો કોર્ટમાં પણ આવ્યા ન હતા."
" તો પછી તારી ઈચ્છા શું છે બતાવી દે મેડમ."
અલ્કા નો સ્વર હવે થોડો ગંભીર થઈ રહ્યો હતો. રાધાએ અલ્કાના તરફ જોયું અને કહ્યું.
" મેડમ હું લો નું ભણતર કરું છું અને બે વર્ષ થઈ ગયા છે અને અત્યારે હું ત્રીજા વર્ષમાં છું. હજી બે વર્ષ પૂરા કર્યા બાદ હું પોતે એક વકીલ બની જઈશ અને ત્યારે જ હું હાઇકોર્ટમાં કેસ નાખીશ."
અલ્કા એ રાધાના તરફ આખો ઝીણી કરીને જોયું. અલ્કા એક જેલર હતી અને તેના જેલમાં ઘણા એવા લોકો આવતા હતા જેમાંથી ઘણા બધા ક્રિમિનલ હતા તો ઘણા બધા એવા પણ હતા જેનો કોઈ ગુનો ન હતો છતાં પણ તે લોકો અહીંયા સજા ભોગવી રહ્યા હતા.
તેની સમજમાં આવી ગયું હતું કે તેની સામે જે છોકરી બેઠી છે ને તે કોઈ ગુનેગાર નથી. જેલર નું કામ બસ સજા ભોગવા આવેલા લોકોને ધ્યાન રાખવાનું અને તેમની સજા‌ પૂરી કરવા માટે તેમનો સહકાર આપવાનું હોય છે અને એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે તે લોકો અહીંયા થી બહાર જાય તો સારા વ્યક્તિ બનીને જાય.
" તો તારે તારું ભણતર ચાલુ રાખવું છે?"
રાધા એ પોતાની ડોક હલાવીને હા પાડી. અલ્કા એ બધા પેપરને પાછા ડ્રોવરમાં રાખી દીધા અને એક બીજું પેપર કર્યું અને તેમાં કંઈક સુધારો વધારો કરીને રાધા ના તરફ સરકાવી દીધું. રાધા એ જોયું તો તેમાં લખ્યું હતું કે રાધા પોતાનું ભણતર ચાલુ રાખવા માંગે છે અને તેના માટે સરકારની પરમિશન માંગે છે.
તેમાં એ પણ લખ્યું હતું કે રાધાનું ભણતર અડધું થઈ ગયું છે અને બાકીનું જે બચ્યું છે તેને તે પૂરું કરવા માંગે છે. તેના માટે તે જેલમાં બેસીને ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરી શકે છે અને સાથે થોડા પુસ્તકોની પણ માંગ કરવામાં આવી હતી.
" શું અહીંયા હું ઓનલાઇન ક્લાસ પણ લઈ શકું છું?"
રાધા એ પેપરના તરફ જોઈને પૂછ્યું.
" કોરોના ના બાદ તો આ બધું નોર્મલ થઈ ગયું છે. અહીંયા એક કમ્પ્યુટર રૂમ છે જેમાં જઈને તું ઓનલાઈન ક્લાસ લઈ શકે છે અને સરકાર આમાં પૂરો સાથ પણ આપી રહી છે. જો, સરકારને પણ ખબર હોય છે કે જેલમાં આવેલા બધા કેદીઓ ક્રિમિનલ નથી હોતા. ઘણા નિર્દોષ લોકો જેલમાં આવીને ક્રિમિનલ બની જતા હોય છે અને એવું ન થાય એટલા માટે સરકાર તે લોકોને પૂરી મદદ કરે છે."
પાછલા આઠ દિવસ ના બાદ આજે રાધા ના ચહેરા પર હરવી સ્માઈલ આવી અને તેને તરત જ તેમાં પોતાની સાઇન કરી દીધી. સાઇન કરતી વખતે રાધા ના ચહેરા પરથી તે સ્માઈલ જઈ જ રહી ન હતી. તે બસ હવે ક્લાસની અને પુસ્તકોની રાહ જોઈ રહી હતી.
રાધા ના લગ્ન થઈ રહ્યા હતા તેનું શું થયું? શું ખરેખર રાધા ખુદને બચાવી શકે છે?