A - Purnata in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 20

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 20

હેપ્પી અને વિકી વચ્ચે ટોમ એન્ડ જેરીની રમત ચાલતી હતી.
"મારે આ ગ્રુપ જ છોડી દેવું છે"
આ સાંભળી બન્ને ચૂપ થઈ ગયા. વિકીએ ડરતાં ડરતાં પૂછ્યું, "પણ...કેમ? મારા લીધેને? તો હું જ નીકળી જાવ બસ. પણ તું તો જાન છે આ ગ્રુપની. પ્લીઝ તું..."
"અરે, તમે બન્ને જો રોજ આમ જ કચકચ કરવાનાં હો તો તમે બે જ રયો આ ગ્રુપમાં એમ કહું છું. કોઈ એકના લીધે નથી કહેતી." રેના ગુસ્સા સાથે બોલી.
પરમે વાત સંભાળતા કહ્યું, "હા, એ છે બન્ને કૂતરા બિલાડી જેવા પણ મને તો મજા આવે છે. હેપ્પીનું મગજ ખાઈ શકે એવું કોઈક તો છે." આમ કહી પરમે હેપ્પી સામે આંખ મીચકારી.
"પરમ, આ વિકીના રવાડે ચડવાનું રહેવા દેજે હો. બાકી તને મારાથી કોઈ બચાવી નહિ શકે." હેપ્પીએ રોષ સાથે કહ્યું.
"હવે ઘરે જવાનું શું લેવાનું છે હેપ્પી?" રેના ખિજાઈ ગઈ.
"એક આઈસક્રીમ." આટલું હેપ્પીએ કહ્યું ત્યાં તો રેનાએ ચાલતી જ પકડી.
"અરે, ઊભી રે મારી મા...નહિ ખાવ આઈસક્રીમ બસ. તું જો આમ એકલી જઈશ ને તો રસ્તામાં કોઈક ભૂત ઉપાડી જશે તને." આમ કહેતી હેપ્પી રેનાની પાછળ દોડી.
વિકી મનોમન જ બબડ્યો, "અરે, ભૂત શું કામ, મારું ચાલે તો હું જ ઉપાડી જાઉં રેનાને."
રેના ઝડપથી ચાલતા બોલી, "હેપ્પી, તું છે ત્યાં સુધી ભૂત નજીક આવવાની હિંમત કરે ખરું? તને જોઇને તો ભૂત પણ ભાગી જાય." આમ કહી રેના ઝડપથી દોડી.
હેપ્પી પણ રેનાની વાત સાંભળી હસી પડી. બંને પોતાની ગાડી લઈ નીકળી ગયાં. મિશા કાર લઈને નીકળી અને વિકી અને પરમ બન્ને પરમની બાઈક પર જતાં રહ્યાં.
વિકી ઘરે પહોચ્યો તો ખૂબ જ ખુશ લાગતો હતો. તે ધીમે ધીમે ગણગણતો ઘરમાં ગયો, "વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ..." એને આમ ગાતો જોઈ વિકીના મમ્મી વીણાબેન પૂછ્યા વિના ન રહી શક્યા, "કોનાં ઢોલ વગાડીને આવ્યો ભાઈ આજે?"
આ સાંભળી વિકી હસી પડ્યો અને એની મમ્મીને વીંટળાઇને બોલ્યો, "મારો જ ઢોલ વગાડ્યો મે આજે."
વીણા બેન હસ્યાં, "આ તો નવું સાંભળ્યું હો કે કોઈ પોતાના જ ઢોલ વગાડીને આવે."
વિકીએ તરત જ પોતે આજે કેવી રીતે કોલેજમાં ગીત ગાયું એ કહ્યું, બસ રેનાની વાત ન કીધી.
"અરે વાહ, તું તો કોલેજમાં જતાં જ સ્ટાર બની ગયો ને કંઇ."
"હા તો, તારો દીકરો હીરો જેવો જ છે ને." આમ કહી વિકીએ પોતાના કોલર ઊંચા કર્યા.
"જા હવે હીરો, ફ્રેશ થઈને સૂઈ જા. મોડું થઈ ગયું છે. સપનામાં કોક હિરોઈન આવે તો મને કહેજે."
હિરોઈનનું નામ આવતાં જ વિકીને રેના યાદ આવી ગઈ અને તેના ચહેરા પર એક મસ્ત સ્માઇલ આવી ગઈ જે વીણાબેનથી છુપી ન રહી. સમય આવ્યે વિકી પોતે જે કંઈ હશે એ કહી દેશે એમ વિચારી તે સુવા જતાં રહ્યાં.
આ બાજુ વિકી પણ ફ્રેશ થઈ બેડ પર આડો પડ્યો. આંખ બંધ કરી ન કરી કે રેનાના અવાજ, એની સ્માઇલ, એના છૂટા લહેરાતા વાળ નજર સામે આવી ગયાં. વિકીએ પોતાના જ હાથ જોઈને જાણે ફરી રેના એનો હાથ પકડી ને ઊભી છે એવી કલ્પના કરી લીધી. રેનાનો હાથ પકડી એ ચૂમવા જતો હતો પણ હાથમાંથી રેનાનો હાથ ગાયબ થઈ ગયો અને તે પોતાના જ હાથને ચૂમી બેઠી. પછી પોતે જ પોતાના માથા પર ટપલી મારી હસી પડ્યો અને રેનાના સપના જોતાં જોતાં સૂઈ ગયો.
દિવસો વિતી રહ્યાં હતાં. કોલેજમાં તો વિકી રેનાને મળી શકતો વાતો કરી શકતો પણ જ્યારે રજાઓ હોય ત્યારે તકલીફ પડતી. એ સતત પ્રયત્નશીલ રહેતો કે રેના પણ તેના તરફ ઢળે પણ રેના તો રેના હતી. જાણે આ બધી બાબતોનું તેને મન કોઈ મહત્વ જ ન હતું. બસ ભણવું, અને આ બધા ખાસ મિત્રો સાથે મસ્તી કરવી. પ્રેમ જેવી બાબત તો એને સ્પર્શે છે કે કેમ એ પણ વિકીને ખબર પડતી ન હતી. હેપ્પી શક્ય તેટલો પ્રયત્ન કરતી વિકીને રેનાથી દુર રાખવાની. એ જે નજરથી રેનાને જોતોને ત્યારે હેપ્પીને હમેશા એવું લાગતું કે વિકીના મનમાં ચોક્કસ રેના માટે કઈક તો છે જ.
કોલેજમાંથી એક દિવસની ટુરનું આયોજન થયું. હેપ્પી તો એટલી ઉત્સાહી હતી કે વાત જવા દો. ટુરનો હેતુ ફક્ત હરવું ફરવું ન હતો. કુદરતી વાતાવરણમાં રહી કુદરતને ઓળખવાનો હતો. શહેરની ધમાલથી દૂર ઓછી સગવડતા વચ્ચે પણ આનંદ કેમ લેવો એ શીખવાનો હતો.
એક આખી મોટી બસ ભરીને સ્ટુડન્ટ હતાં. ત્યાં જઈ જાતે જ ટેન્ટ બનાવવાનો હતો બધાએ. જમવાનું પણ જાતે બધાએ ભેગા મળીને તૈયાર કરવાનું હતું. જેથી ટીમવર્ક શું કહેવાય તે શીખવા મળે. સાથે જ કુદરતના સાનિધ્યને માણવાનું હતું. આમ તો કોલેજમાંથી મોટાભાગે પ્રવાસ થતો એ કોઈ મોટા સ્થળે થતો જ્યાં હરવા ફરવાનું અને મોજ મજા કરવાની હોય. જો કે આ વખતે પ્રિન્સિપાલશ્રીએ આ નવીન વિચારને અમલમાં મૂક્યો હતો કે જેથી સ્ટુડન્ટ્સ જીવન મૂલ્યો પણ શીખી શકે. એમના આશ્ચર્ય વચ્ચે બધાએ તેમના આ નવીન આઈડિયાને વધાવી લીધો હતો અને ઘણા સ્ટુડન્ટ્સ જવા માટે તૈયાર થયા હતા. વિકી, મિશા, પરમ, રેના અને હેપ્પી પણ જવાના જ હતાં.
સવારે લગભગ છ વાગે કોલેજ ભેગા થઈ જવાનું હતું. વિકી વહેલો ઉઠી રોજ કરતાં થોડોક વ્યવસ્થિત તૈયાર થયો. બ્લૂ જીન્સ, ઉપર વ્હાઇટ ટીશર્ટ અને તેના પર બ્લેક જેકેટ. જેલથી સેટ કરેલા વાળ, ક્લીન શેવમાં તે આજે હેન્ડસમ લાગી રહ્યો હતો. તૈયાર થઈને પણ તેણે બે થી ત્રણ વાર અરીસામાં જોયું. આ જોઈ તેના મમ્મી વીણાબેન બોલ્યાં, "કોણ છે એ?"
આ સાંભળી વિકી ચોંકી ગયો. "હે? કોણ? કોની વાત કરે છે તું મમ્મી?"
"એ જ, જેના માટે તું આજે હીરો બનીને જઈ રહ્યો છે." આમ કહી વીણાબેને નેણ ઉલાળ્યા.
વિકી હસી પડ્યો અને વાત ઉડાવી દેવાની કોશિષ કરી. "કોઈ નથી મમ્મી એવું. તારો દીકરો તો પહેલેથી હીરો જ છે ને? એને ક્યાં હીરો બનવાની જરૂર જ છે."
વીણાબેને જોરથી વિકીનો કાન પકડ્યો, "મને બનાવે છે તું?"
"આ.....મમ્મી છોડ...તું તો બનેલી જ છે...એટલે કે....ભગવાનની બનાવેલી છે એમ...." વિકીએ જીભડો કાઢીને વાત વાળી લીધી.
"તો સાચું બોલ..."
"અરે, સાચું મમ્મી , એવું કંઈ હશે તો સૌથી પહેલા તને જ કહીશ. તું તો મારી પહેલી દોસ્ત છે ને." આમ કહી વિકીએ વીણાબેનને આલિંગનમાં લઈ લીધા.
"ઓછું બટર પોલિશ કર."
વાત આગળ વધે એ પહેલા જ વિકી બેગ લઈને ભાગ્યો.
"બાય મમ્મી."
થોડું મોડું થઈ ગયું હતું એટલે તેણે પોતાની બાઇક ફૂલ સ્પીડમાં ભગાડી અને સાથે જ એના મનમાં રેનાના વિચારો તો હવાઈ સ્પીડ પર ઉડ્યા. તેણે મનોમન નક્કી કર્યું કે ટુરમાં કઈક તો એવું કરશે જ કે રેના એના તરફ ઢળે. બસ શું કરવું એવું એનાં પર જ વિચાર કરવાનો હતો. વિચારોમાં જ કોલેજ આવી ગઈ. સામે જ રેના અને હેપ્પીને ઉભેલા જોઈ તેણે જોરથી બ્રેક મારી, બાઈકને પણ અને પોતાના વિચારોને પણ.
( ક્રમશઃ)
શું એવું કંઈ થશે ટૂરમાં કે રેના વિકી તરફ ઢળી શકે?
કેવી રહેશે ટૂર??
જાણવા માટે જોડાયેલા રહેજો મિત્રો.