Agnisanskar in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 83

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 83



ચોવીસ કલાકનો સમય આખરે વીતવા આવ્યો હતો.
અંશ, પ્રિશા, લક્ષ્મી બેન અને રસીલા બેન સૌને ખુરશી સાથે બાંધી રાખવામાં આવ્યા હતા. એમની ફરતે ત્રણ ચાર પહેલવાન નજર ટેકવીને બેઠા હતા. જ્યારે રોકી અને સમીર બન્ને વાતચીત કરી રહ્યા હતા.

" જસ્ટ ફાઈવ મિનિટ...." વોચમાં જોતા રોકી એ કહ્યું.

અંશ પાસે જઈને રોકી એ પૂછ્યું. " તને શું લાગે છે અંશ, તારો ભાઈ પાંચ મિનિટમાં અહીંયા પહોંચી જશે..?"

ત્યાં જ સમીર વચ્ચમાં બોલ્યો. " ઈમ્પોસિબલ!!...આજ તો એકની બલી પાક્કી ચડશે..."

ઘડિયાળની ટિક ટિકની સાથે બધાની ધડકન પણ તેજ થવા લાગી. રોકી વારંવાર રસીલા બેન પાસે જઈને એના ગળા પાસે તીક્ષ્ણ હથિયાર ફેરવવા લાગ્યો.

" ઓન્લી ટુ મિનિટ...શું લાગે છે આંટી...તમારો દીકરો તમને બચાવવા સમયસર પહોચી જશે...?"

" મને તો લાગે છે ડરના મારે ભાગી ગયો હશે..." સમીરે હસતા હસતા કહ્યું.

" સમીર, એક કામ કર કેશવને વિડ્યો કોલ કર, ચલ જોઈએ આખરે એ પહોચિયો ક્યાં છે??"

કેશવની કારમાં લાગેલી સ્ક્રીન પર વીડિયો કોલનું નોટીફિકેશન આવ્યું.

ચાલુ ડ્રાઈવિંગમાં કેશવ વિડિયો કોલ ઉપાડ્યો અને જોયું તો સામે રોકી એની માની બાજુમાં જ તીક્ષ્ણ હથિયાર લઈને ઊભો હતો.

" ગુડ મોર્નિંગ કેશવ....ટાઈમર બરોબર ચાલે તો છે ને કારણ કે હવે બસ એક મિનિટનો જ સમય બાકી છે...તું પહોંચે છે કે પછી હું.." રોકી એ રસીલા બેનના ગળા પર તીક્ષ્ણ ધારથી થોડીક ખરોચ મારી અને ત્યાં જ ગળામાંથી થોડાક પ્રમાણમાં લોહી નીકળ્યું.

" રણજીત ....તું તો આજ મારા હાથથી મરીશ..." કેશવે દાંત ભીંસીને કહ્યું.

" એ તો સમય જ બતાવશે કોણ જીવશે? અને કોના આજ અંતિમસંસ્કાર થાય છે..." રોકીને જાણે પોતાના પ્લાન પર પૂરો ભરોસો હોય એમ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

કેશવે રોકી સાથેની વાતચીતમાંથી ધ્યાન હટાવીને ડ્રાઈવિંગ ઉપર ફોકસ કર્યું. હવે બસ ત્રીસ સેકંડનો સમય જ બાકી બચ્યો હતો.

" કેશવ....જલ્દી કર....આપણી પાસે બસ ત્રીસ સેકંડ જ છે!!" નાયરા એ કહ્યું.

કેશવ વધુ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. ત્યાં જ એમને એ બિલ્ડીંગ નજરે પડી ગયું જ્યાં રોકી એ એના પરિવારના કિડનાપ કરી રાખ્યા હતા.

" ઓન્લી ટેન સેકંડ.... ટેન નાઈન એઇટ સેવન સીક્ષ ફાઈવ ફોર થ્રી ટુ ઍન્ડ વન...." રોકી એ આપેલો સમય આખરે પૂર્ણ થયો. પરંતુ કેશવની ગાડી બસ બિલ્ડીંગની નજીક જ પહોંચી શકી.

" ટાઇમ ઓવર...કેશવ...." રોકી એ ટાઇમ પૂર્ણતા ઘોષિત કરી.

હવે કેશવ બસ વિડ્યો કોલમાં રોકીને જોઈ રહ્યો.

રોકી એ એક સેકંડ પણ બગાડ્યા વિના રસીલા બેનના ગળા પાસે તીક્ષ્ણ હથિયાર ફેરવ્યું અને કેશવની નજર સામે જ રસીલા બેનનું ગળું કાપી નાખ્યું. ત્યાં જ રસીલાબેનનું દર્દનાક મોત થયું. રસીલા બેન બસ જોરજોરથી ચિલ્લાતા રહ્યા. દર્દના મારે કણસી રહ્યા હતા પરંતુ રોકી એ દયા ખાધા વિના એના ગળાને હથિયાર વડે કાપી નાખ્યું. ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી. એ લોહીને રોકી એ પોતાના હાથમાં લીધું અને વિડિયો કોલમાં કેશવ સામે એણે એ લોહીને ચાખ્યું પણ ખરું.

રોકી બસ કેશવ સામે જોરજોરથી હસવા લાગ્યો અને રસીલા બેનના ગળામાંથી નીકળતા લોહીને પોતાના મોં પર ફેરવવા લાગ્યો. અંશ અને પ્રિશા એ તો પોતાની આંખો બંધ જ કરી દીધી.

આખરે કેશવ પોતાની મા રસીલા બેનનો જીવ ન બચાવી શક્યો.

કેશવ નીચું મોં કરીને આંસુ વહાવવા લાગ્યો. ત્યાં જ નાયરા એ કેશવને સંભાળતાં કહ્યું. " કેશવ...કેશવ...."

પરંતુ કેશવે જાણે મૌન ધારણ કર્યું હોય એમ એ કંઈ ન બોલ્યો. અને આગળ રહેલી કારની સ્ક્રીન ઉપર રોકી જે જાનવર જેવી હરકતો કરતો હતો એ સ્ક્રીનને એણે જોરથી હાથ મારીને તોડી નાખ્યું.

કેશવ ગુસ્સાના અંતિમ ચરણમાં પહોંચી ગયો હતો. શરીર આખુ ગરમ તેજ થઈ ગયું. આંખો મોટી અને એમાંથી જાણે બસ રક્ત વહેવાનું જ બાકી બચ્યું હોય એવી આંખો લાલ થઇ ગઇ હતી. નાયરા એ જ્યારે કેશવના શરીરને સ્પર્શ કર્યો તો સ્પર્શની સાથે જ નાયરા એનાથી બે કદમ દૂર થઈ ગઈ. કેશવની અંદર જાણે જ્વાળામુખી બની ચૂકી હતી અને એ જ્વાળામુખી હવે બસ રોકી પર ફાટવા તૈયાર હતી.

શું કેશવ પોતાની માનો બદલો લઈ શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ