Ek Punjabi Chhokri - 27 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 27

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક પંજાબી છોકરી - 27





સોનાલી અને સોહમ વાત કરતા હતા ત્યાં જ પાછળથી સોનાલીના મમ્મી બોલે છે,શું કહે છે સોહમ ? સોહમ અને સોનાલી બંને એકદમ જ ડરી જાય છે.સોનાલીના મમ્મી કહે છે કોને અને શેની ભનક નથી પડવા દેવાની.સોહમ વાતને ફેરવી નાખે છે અને કહે છે આંટી મારા મમ્મી પપ્પાની હમણાં એનીવર્સરી આવે છે,તો હું તેમને સરપ્રાઈઝ આપવા ઈચ્છું છું એટલે સોનાલીની થોડી હેલ્પ લીધી પણ સોનાલીને જણાવું છું કે મમ્મીને આ વાતની ભનક પણ ન લાગવી જોઈએ નહીં તો સરપ્રાઈઝ ખરાબ થઈ જશે.સોહમ એટલી સાવચેતીથી વાતને ફેરવી નાખે છે કે સોનાલીના મમ્મી તે વાતને માની લે છે અને સોનાલી પણ સોહમની વાતમાં વધારો કરતા કહે છે,હા મમ્મી મેં સોહમને એકદમ મસ્ત આઈડિયા આપ્યો છે.

સોનાલીના મમ્મી કહે છે હા સારું ચાલો બીજી બધી વાતો પછી કરી લેજો.પહેલા ફ્રેશ થઈ ને જમી લ્યો.સોહમ કહે છે હા આંટી અને તે પોતાના ઘરે ચાલ્યો જાય છે ને સોનાલી અને તેના મમ્મી તેમના ઘરે જાય છે.સોનાલીના જીવમાં જીવ આવે છે.તે મનમાં વિચારે છે કે સારું થયું સોહમ બીજી વાત લઈ આવ્યો અને મમ્મી પણ આરામથી માની ગયા.

સોહમ અને સોનાલીને બીજે દિવસે કૉલેજમાં જવાનું હતું. સોનાલીને તો આજે પોલીસની સામે બધું કહેવાનું હતું.તે બંને કોલેજ પર આવી ગયા.મયંકને પણ સોહમ અને સોનાલી પોતાની સાથે જ લેતા આવ્યા.સોનાલી તો પોતાની સ્કૂટી પર જ આવતી હોય છે.મયંક સોહમની સાથે તેના બાઇક પર આવી ગયો. પ્રિન્સિપલ સરે સોનાલી સાથે બનેલી ઘટનાની વાત કોઈને કરી નહોતી.તેથી આજે પણ કૉલેજમાં અલગ અલગ પ્રકારની અફવાઓ ફેલાતી હતી,પણ જેવા બધા સ્ટુડન્ટ્સ એ સોહમ, સોનાલી અને મયંકને એકસાથે જોયા બધાની બોલતી બંધ થઇ ગઇ.બધાને બહુ અજીબ લાગ્યું કે સોહમ ને સોનાલી સાથે મયંક શું કરે છે? પણ કોઈની પણ તેમને પૂછવાની હિંમત ન થઈ.તે ત્રણેય આવતાની સાથે જ પ્રિન્સિપલ સરની ઓફિસમાં ગયા.સરે આજે બધાને ખાસ સૂચના આપી હતી કે મારી ઓફિસમાં કોઈએ આવવાનું નથી.પોલીસ ઇન્સ્પેકટર પોતાના યુનિફોર્મમાં નહોતા આવ્યા.સરની ઓફિસની બહાર ચોકીદારને રાખવામાં આવ્યા હતા ને બીજો ચોકીદાર મેઈન ગેટ પર હતો. બધાને આ વાત સાવ નવીન જ લાગતી હતી.મયંકે કોઈ સ્ટુડન્ટ્સને જાણ નહોતી થવા દીધી કે તેની કોણીમાં ઇજા થઇ છે.પોલીસ ઇન્સ્પેકટર પ્રિન્સિપલ સરની ઓફિસમાં આવ્યા. સોહમ,સોનાલી ને મયંક પહેલેથી જ ત્યાં હતા.

પોલીસે આવીને સોનાલીને કહ્યું શું થયું હતું તમારી સાથે?તમે મને આરામથી બધું જણાવો.હું આ વાતને બહાર નહીં આવવા દઉં.તમારા સરે સ્પેશિયલ રિકવેસ્ટ કરી છે કે આ વાત બહાર લીક ના થાય તો હું પણ તેની પૂરી તકેદારી રાખીશ.સોનાલી ખૂબ જ ડરેલી હતી.તેથી સોહમે કોઈ ન જુએ તે રીતે સોનાલીનો એક હાથ પકડી તેને આશ્વાસન આપ્યું.સોનાલીને સારું ફીલ થયું પછી તેને બધી સત્ય હકીકત પોલીસ ઇન્સ્પેકટર ને જણાવી.મયંકે પણ તેની ચોટ અને પોતાની ને ગુંડાઓની વચ્ચે થયેલી મારામારીની ઘટના જણાવી.પોલીસ ઇન્સ્પેકટર એ બધું સાંભળી પછી કહ્યું,તમે લોકો ચિંતા ન કરો.આવી બાબતો પર અમે દરરોજના ઘણા કેસો સોલ્વ કરીએ છીએ.તે ગુંડા જે પણ હશે તેમને અમે પકડીને સખત સજા કરીશું.પોલીસ ઇન્સ્પેકટર સોનાલીને માથે હાથ મૂકીને કહે છે,"બેટા જી તુસી ફિકર ના કરો રબ રાખા તો સબ રાખા"આટલું કહીને તે ચાલ્યા જાય છે પછી સર કહે છે.તમે લોકો કૉલેજમાં કોઈ સાથે આ વાતની ચર્ચા ન કરતા.

સોનાલીને આ બધું જાણીને ખૂબ જ ખુશી થાય છે.તે બોલ્યા વિના રહી નથી શકતી તેથી તે સરને કહે છે સર તમે મારા માટે ઘણું બધું કર્યું છે.હું બહુ નસીબદાર છું કે તમે મારા ગુરૂ છો. જેમને મારી સેફ્ટી માટે આખી કૉલેજને સ્ટ્રીક સૂચના આપી દીધી કે કોઈ મારી ઓફિસમાં ન આવે,અલગથી એક ચોકીદાર પણ રાખી દીધો.સર કહે છે હા સોનાલી તું મારી દીકરી જ છે,તારા ઉપર કોઈ આચ ન આવે તેની જવાબદારી મારી છે.તો મેં કોઈ એવું મહાન કામ નથી કર્યું,પછી સર કહે છે જાઓ તમે તમારો લેક્ચર એટેન્ડ કરો.સોનાલી ને મયંક તો એક જ ક્લાસમાં હતા તેથી તે સાથે જ જાય છે.


શું પોલીસ ઇન્સ્પેકટર ગુંડાઓને પકડવામાં સફળ થશે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.