Ek Punjabi Chhokri - 26 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 26

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

એક પંજાબી છોકરી - 26

સોહમને સમજાય છે કે મયંક વિશેના તેના અને સોનાલીના વિચારો ખોટા હતા.મયંક એક સારો છોકરો છે.આજે તેને સોનાલી માટે ઘણું કર્યું છે તેનો આ ઋણ હું કઈ રીતે ચૂકવી શકીશ? સોહમ મનોમન આવા વિચાર કરતો હતો ત્યાં ડોકટર આવે છે અને કહે છે મયંકને બહુ ઊંડો ઘા નથી લાગ્યો તેથી તેમને રજા આપી દેવામાં આવે છે પછી સોહમ,સોનાલી અને મયંક કોલેજે જાય છે. ત્યાં બીજા સ્ટુડન્ટ્સ ને સ્ટાફ તો ત્યાંથી જતા રહ્યા પણ પ્રિન્સિપલ સર ત્યાં જ રહીને સોહમ,સોનાલી અને મયંકની રાહ જોતા હતા.જેવા તે લોકો પહોંચ્યા તરત પ્રિન્સિપલ સરે પૂછ્યું,શું થયું હતું? કેમ મયંક અને સોનાલી તમે બંને હોસ્પિટલે ગયા હતા? મયંક પાછું તે શું કર્યું? સરે એક સાથે પ્રશ્નોની વર્ષા ચાલુ કરી દીધી.સોહમ બોલ્યો સર અમને બોલવાનો મોકો તો આપો.પછી સર ચૂપ થઈ જાય છે અને સોહમ બધી સત્ય હકીકત સરને જણાવે છે ને મયંકે કંઈ જ કર્યું નથી તેને માત્ર સોનાલીની હેલ્પ જ કરી છે તે પણ કહે છે.સરને સોહમની વાત પર વિશ્વાસ આવતો નથી તેથી તે સોનાલીને પૂછે છે શું સોનાલી સોહમ કહે છે તે બધું સાચું છે? સોનાલી કહે છે હા સર સોહમ સાચું જ કહે છે.સરને જાણીને ખૂબ જ દુઃખ થાય છે કે સોનાલી સાથે આવી ઘટના બની.સર થોડી વાર માટે સાવ ચૂપ થઈ જાય છે અને પછી સોનાલીને પૂછે છે સોનાલી આ વાતની જાણ પોલીસને કરવી છે? હું આ માટે તારી પરમિશન માગું છું કારણ કે તું એક સ્ત્રી છો અને આવી વાતો બહાર લાવતા કોઈ પણ સ્ત્રી ડરે છે.તું જેમ કહીશ તેમ જ હું કરીશ.

સોનાલી કહે છે ના સર,જો આ વાત બહાર આવશે તો મારી ફેમિલી ચિંતા કરશે અને બની શકે કે તેઓ મને ઘરની બહાર જ ના જવા દે.સર આજે પણ હું હજી સુધી ઘરે પહોંચી નથી તો મારી ફેમિલી ચિંતામાં હશે.સર કહે છે ના સોનાલી મેં તમારા ત્રણેયની ફેમિલી સાથે વાત કરી લીધી છે અને તેમને હાલ તો મેં ખોટું જ કહ્યું છે કે મારે તમારું કામ હતું તેથી કૉલેજમાં જ રોક્યા છે.મને આવી વાતની તો જાણ જ નહોંતી તેથી મારે ના છૂટકે જૂઠું બોલવું પડ્યું.સોનાલી,સોહમ અને મયંક ત્રણેય સાથે બોલી પડે છે સર તમે જે કહ્યું તે ઉચિત જ છે.સોહમ સોનાલીની વાતથી સહમત નહોતો કારણ કે તેને સોનાલીની ખૂબ જ ચિંતા હતી.આથી તે સરની અને મયંકની સામે જ બોલે છે સોનાલી અહીંયા હું તારી વાતથી સહમત નથી.તારી સાથે જે બન્યું તે જરા પણ યોગ્ય નહોંતુ.તારી સાથે આવું ફરી વાર પણ બની શકે છે માટે આપણે તેમને કોઈ જ સજા કર્યા વિના આમ છોડી ન દેવા જોઇએ.તું આટલી ડરપોક નથી બની શકતી.મયંક અને સર બંને કહે છે હા સોનાલી સોહમ ખરું જ કહે છે.

સર કહે છે,સોનાલી તું જરા પણ ચિંતા ન કર.તારી ફેમિલી સુધી આ વાત ક્યારેય નહીં પહોંચે પણ તું થોડી હિંમત બતાવી પેલા લોકોના વિરૂદ્ધ લડાઈ કર.પોલીસમાં મારો એક મિત્ર છે હું તેમને જાણ કરું છું તું અને મયંક તેમની સામે બધું એકદમ સાચું કહેજો.જેથી તે પેલા ગુંડાઓને પકડી શકે અને તેમને સજા કરી શકે.સોનાલી માની જાય છે ને સોહમને મયંક પણ કહે છે, સોનાલી અમે બંને તને પૂરો સપોર્ટ કરીશું.સોનાલીને હવે મયંક પર ખૂબ જ ટ્રસ્ટ આવી ગયો હતો.તેથી સોનાલીએ મયંકને પોતાના નંબર પણ આપ્યા.સર કહે છે હવે તમે બધા આરામથી કોઈ જ ચિંતા કર્યા વિના ઘરે જાવ.સોહમને કહે છે તું સોનાલીને એકલી ન મૂકતો તમે બંને તો પાસપાસે જ રહો છો તો એકદમ સાથે સાથે જ ચાલજો.મયંકને કોણીમાં લાગ્યું હોવાથી તે બાઇક ચલાવી શકે તેમ નહોતો.સોહમ કહે છે મયંક તું મારી સાથે આવી જા, સોનાલીને ઘરે છોડીને હું તને ઘરે છોડી જઈશ. સર કહે છે,"નહીં સોહમ તુમ રેન દો મેં આપે મયંકનું ઘર છોડી આવવાનગા."

સર તેમની કારમાં મયંકને તેના ઘરે છોડી આવે છે અને સોહમને સોનાલી પણ ઘરે પહોંચી જાય છે સોહમ કહે છે,સોનાલી અંદર આવું કે તું જતી રહીશ.સોનાલી કહે છે હું જતી રહીશ સોહમ તું ચિંતા ન કર.સોહમ કહે છે સોનાલી ધ્યાન રાખજે.તારી ફેમિલીને આજની ઘટનાની ભનક પણ ન લાગે.સોનાલીના મમ્મી અચાનક આવીને કહે છે શું કહે છે સોહમ?


શું સોનાલીના મમ્મીને સોનાલી સાથે જે બન્યું તેની જાણ થઈ જશે?
શું પોલીસ પેલા ગુંડાઓને પકડવામાં સફળ થશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.