A - Purnata - 17 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 17

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 17

રેનાના ગાલ પર વૈભવએ હાથ ફેરવી સોરી કહ્યું. રેના વિચારી રહી કે આ કોઈ સપનું તો નથી ને. વૈભવ ધીમેથી રેનાની નજીક આવ્યો અને હળવેથી તેનું કપાળ ચૂમ્યું.
"રેના, હું તને ખૂબ પ્રેમ કરું છું. દિલથી કહું છું આઇ રિયલી લવ યુ. સવારે મારાથી તને થોડુક વધુ જ મરાઈ ગયું." આમ કહી તેણે રેનાને આલિંગનમાં લઈ લીધી. રેનાની આંખમાંથી ફરી આંસુ વહી નીકળ્યાં. તેના લાવા નીકળતા હદયને જાણે શાતા મળી ગઈ.
તે વૈભવથી અળગી થતાં બોલી, "વૈભવ...."
"શશશ...મારે કઈ જ નથી સાંભળવું." એમ કહી વૈભવએ રેનાના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી. રેનાએ ફરી બોલવાની કોશિષ કરી પણ આ વખતે વૈભવએ રેનાના મુલાયમ હોઠ પર પોતાના હોઠ મૂકી રેનાને ચૂપ કરી દીધી. વૈભવના હાથ રેનાના વાળ પરથી તેના શરીર પર ફરવા લાગ્યા. તેણે રેનાને ચુંબનોથી નવરાવી દીધી. રેના પણ કેમ જાણે બધું ભૂલી તેનામાં ઓગળી જવા માંગતી હોય એમ વૈભવની બાહોંમાં સમાઈ ગઈ.
સ્ત્રી ક્યારેય પોતાના પતિને પોતાની નજીક આવતાં ના નથી પાડી શકતી. લાખ પ્રોબ્લેમ હોય તો પણ નહિ. સ્ત્રી શારીરિક સંબંધ બનાવે છે ફક્ત પ્રેમ મેળવવા માટે. આ તો પોતાનો જ પતિ હતો એટલે રેના તેનામાં ઓગળી જવા તૈયાર હતી. દસ દસ વર્ષ તેણે આ બાહોંમાં જ વિતાવ્યા હતાં. જાણે સવારે કઈ થયું જ નથી અને તેની જિંદગી હમેશાંની જેમ સુખ શાંતિથી જ કેમ ચાલતી હોય બસ એવી જ લાગણી અત્યારે તેને થઈ રહી હતી. વૈભવનો પ્રેમ વધતો જતો હતો. હમેશા કરતા વૈભવ આજે વધુ જ આક્રમક લાગ્યો રેનાને. વૈભવ ધીમેથી રેનાના કાનની બુટ પર બાઈટ કરતાં ધીમેથી બોલ્યો, "રેના, તને મારી બાહોમાં મજા આવે કે વિક્રાંતની?"
રેના માટે આ શબ્દો વજ્રઘાત જેવા હતાં. તે તરત જ વૈભવથી દૂર થઈ ગઈ.
"આ શું બોલે છે તું વૈભવ, તને ભાન પણ છે?"
વૈભવે ફરી રેનાને પોતાની નજીક ખેંચી, "બોલ ને રેના...તને તો બન્નેનો અનુભવ છે ને."
રેનાએ ફરી વૈભવને ધક્કો માર્યો, "તારો દિમાગ ખરાબ થઈ ગયો છે?"
વૈભવે ફરી જોરથી રેનાના વાળ પકડ્યા અને હાથ ઉપાડવા જ જતો હતો કે તેને હેપ્પીના શબ્દો યાદ આવ્યાં.
"નહિ, હું તારી દોસ્તને કોઈ મોકો નહિ આપુ ફરિયાદનો. તું જલ્દી બોલ ને....જો કે હું પણ પાગલ છું. દસ વર્ષમાં તું મારાથી કંટાળી ગઈ હશે હે ને? એટલે જ તારે વિક્રાંતની બાહોમાં જવું પડ્યું. મારે તો ખાલી એ જ જાણવું છે કે શું કમી હતી મારામાં અને શું એક્સ્ટ્રા હતું એનામાં?"
"વૈભવ, તું છોડ મને. તારા મગજમાં આ ભૂસુ ક્યાંથી ભરાઈ ગયું છે?" એમ કહી રેના બેઠી થઈ ગઈ.
વૈભવે જોરથી અંગૂઠા અને આંગળી વચ્ચે રેનાનું મોઢું દબાવ્યું.
"ભૂસું નથી આ...સાબિતી છે મારી પાસે. તું અને વિક્રાંત એક સાથે એક બેડ પર.... છી....કેટલી હલકટ છે તું....રાતે પતિ અને દિવસે આશિક...." હજુ તો વૈભવનું વાક્ય પૂરું થાય એ પહેલા રેનાએ એક જોરદાર તમાચો વૈભવના ગાલ પર મારી દીધો. દસ વર્ષમાં આ ઘટના આજે પહેલી વાર બની હતી. રેના ક્યારેક ઊંચા અવાજે બોલી જરૂર લેતી પરંતુ આજે તેની સહનશક્તિ ખૂટી ગઈ.
આ તમાચાથી પુરુષનો અહમ્ ઘવાયો. "હવે તો હું સાબિત કરી ને જ રહીશ કે તારા અને વિક્રાંત વચ્ચે અફેર હતું. થોડીક સાબિતી તો છે જ મારી પાસે. બાકીની ભેગી કરી લઈશ. તારા જેવી *##@##* પત્ની ન હોય એ જ સારું." ગાળ બોલતાં વૈભવે રેનાને ધક્કો માર્યો.
"શું સાબિતી છે મને પણ બતાવ. એ મેસેજ જ ને? એ ખોટા છે તદ્દન ખોટા. કેમ સમજાવું હું તને?"
વૈભવ ઉભો થયો અને ચાર્જીંગમાં પડેલો મોબાઈલ લીધો અને એક વીડિયો ઓપન કરી રેનાને બતાવ્યો.
"જો આ, મારી આંખો દગો ન ખાતી હોય તો આ તું અને વિક્રાંત જ છો ને? એક સાથે એક જ બેડ પર?"
રેનાએ મોબાઇલ હાથમાં લઈને વિડિયો જોયો. એમાં તે અને વિક્રાંત સાથે હતાં અને એવી નગ્ન અવસ્થામાં હતાં જાણે એક પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધો હોય એવો જ વિડિયો કોઈકે મોકલેલો હતો. રેનાને આંખે અંધારા આવી ગયાં. તેણે બેડની કિનારી પકડી માંડ માંડ પોતાની જાતને સંભાળી.
તે ધ્રુજતાં અવાજે બોલી, "આ...આ...ખોટું છે...મે ક્યારેય...હું...હું....વિક્રાંત સાથે....ક્યારેય....આ....રીતે..." રેનાના ગળા નીચે થુંક પણ નહોતું ઉતરી રહ્યું.
"બસ, બોલતી બંધ થઈ ગઈ? નજર સામે સત્ય આવી ગયું તો જીભે પણ સાથ છોડી દીધો? મારા પ્રેમ અને મારા વિશ્વાસનું તો તે ખૂન કરી નાખ્યું રેના. કઈ વસ્તુની ખોટ હતી તારે અહી? મે બધું જ આપ્યું તને. એક સારું ઘર, પરિવાર, એક સુંદર દીકરી, તારે જોઈએ એવી સ્વતંત્રતા, પૈસા, સંપતિ. બધું જ. તો પણ તે મારી સાથે આવું કર્યું." આમ કહી ગુસ્સામાં જ તેણે ટેબલ પર પડેલી બુક્સને હાથથી નીચે ફેંકી દીધી.
"વૈભવ, આ વીડિયો ખોટો છે વૈભવ, હું...હું....મારી પરીના સમ ખાઈ ને કહું છું."
"નો..નો... પરીનું તો નામ પણ તારા મોઢે ન લેતી. જ્યારે આ બધું કર્યું ત્યારે તારો પરી માટેનો પ્રેમ ક્યાં ગયો હતો રેના?"
"તું જે કહે એ હું કરું. પ્લીઝ તું મારા પર આ આરોપ લગાડવાનું બંધ કર. મારી પાસે અત્યારે કોઈ સાબિતી નથી પણ હું સાબિત કરીને જરૂર દેખાડીશ કે આ બધું જ ખોટું છે. હું તારા હાથ જોડું છું પ્લીઝ, તું આ વીડિયો મમ્મી પપ્પાને ન બતાવતો." રેના રડતાં રડતાં બે હાથ જોડીને બોલી.
"હું તારા જેવો નથી રેના. મને મારા મા બાપની ચિંતા છે. હવે તું આખી જિંદગી તારા આ ગુનાની સજા ભોગવીશ. નર્કથી પણ ખરાબ હાલતમાં જીવીશ તું એ પણ આ જ ઘરમાં. પત્ની તો હોઈશ પણ પત્નીના કોઈ હક નહિ મળે. પરીથી તો દૂર જ રહેવાનું છે તારે. હું નથી ઈચ્છતો કે તારો ગંદો પડછાયો પણ એના પર પડે. હું તને ડિવોર્સ પણ નહિ આપું અને પત્ની તરીકે સ્વીકાર પણ નહિ કરું. તું રોજ મોતની ભીખ માંગીશ એવી હાલત કરી દઈશ તારી. દગો કરનારને આ વૈભવ શાહ ક્યારેય માફ નથી કરતો અને તે તો મારી પીઠ પાછળ ઘા કર્યો છે." વૈભવની આંખમાં અત્યારે અંગારા વરસતાં હતાં.
રેના ધબ કરતી બેડ પર બેસી ગઈ અને વૈભવ બેડરૂમ છોડીને બહાર જતો રહ્યો. એક દિવસમાં જીંદગી કેટલી બદલાઈ ગઈ. પોતે ઘડીકમાં બધું જ ગુમાવી દીધું જાણે. રેના પોતાની જાતને નિસહાય અને એકલી મહેસૂસ કરી રહી હતી.
તેની નજર સામે ફરી એ વિડિયો આવ્યો. પોતાની જ આંખ અત્યારે ઝૂકી ગઈ. વળી તેણે વિચાર્યું કે પોતે આવું કઈ કર્યું જ નથી તો પોતે શું કામ શરમિંદગી ભોગવે. તે ફટાફટ ઊભી થઈ અને વૈભવના ફોનમાંથી એ વિડિયો પોતાના નંબર પર સેન્ડ કર્યો અને તરત જ વૈભવના ફોનમાંથી એ ડિલીટ કરી નાખ્યો.
હેપ્પીને બતાવીને તે આ વીડિયોની જડ સુધી તો પહોંચીને જ રહેશે. તે ફરી બેડ પર બેઠી. ઘડિયાળ રાતના ૧૨ વાગ્યાના ટકોરા વગાડી રહી હતી. ઊંઘ તો કદાચ હવે આવે એમ જ ન હતી. આંસુથી ખરડાયેલો ચહેરો અત્યારે ખૂબ દયનીય લાગ્યો હતો. તે ફરી આંખો બંધ કરીને બેઠી. તેની આંખો સામે ફરી ભૂતકાળ તરવરી ગયો.
( ક્રમશઃ)
શું વીડિયોમાં સચ્ચાઇ છે?
રેનાને કોઈ ફસાવવા માંગે છે?
વૈભવ ખરેખર રેનાને નહિ સ્વીકારે?
જાણવા માટે વાંચતા રહો.