Shrapit Prem - 2 in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 2

રાધા તેની બહેન તુલસીની સાથે કોલેજ ગઈ હતી કારણ કે રાધા ને થોડી પુસ્તકો ખરીદવાની હતી. તેની મોટી બહેન તુલસીએ રાધા ને તેના સમ ખવડાવી ને કીધું કે જે કંઈ પણ તે જોઈ તેમાંથી એક પણ શબ્દ માં અને બાપુજીને કહેવાનું નથી. નાનકડી અને ભોળી રાધા એ હા કહી દીધું.
રાધા કોલેજને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી, કારણ કે ત્યાંનુ વાતાવરણ તેના સ્કૂલ કરતા એકદમ અલગ હતું. તેના ગામડાના સ્કૂલમાં તો છોકરાઓ અને છોકરીઓની અલગ અલગ લાઈન હોય છે. એક આખી લાઈન છોકરીઓની તો સામેની પૂરી લાઈન છોકરાઓની હોય છે અને છોકરાઓ અને છોકરીઓ એકબીજાની સાથે બિલકુલ વાતો કરતા ન હતા.
અહીંયા શહેરના કોલેજમાં વાતાવરણ અલગ હતું. ગેટ પાસેથી જ રાધા એ જોયું કે છોકરાઓને છોકરીઓ એકબીજાની સાથે હસી ને વાતો જ કરતા ન હતા પરંતુ એકબીજાને સ્પર્શ પણ કરી રહ્યા હતા. રાધા ને આ બધું અજુગતું લાગી રહ્યું હતું.
" તુલસી તું આવી ગઈ. તને નથી ખબર હું તને કેટલી મિસ કરી હતી."
એક છોકરી આવીને તુલસીના ગાલમાં કિસ કરીને કહ્યું. આ જોઈને રાધા આંખો ફાડીને આશ્ચર્ય થી તેને જોવા લાગી. તે છોકરીઓ રાધા ને તરફ જોયું અને તેના તરફ પોઇન્ટ આઉટ કરીને તુલસીને પૂછ્યું.
" આ છોકરી કોણ છે?"
પહેલા તો તેણે પોતાના ગળું સાફ કર્યું અને કહ્યું.
" મારી સગા વાળી છે."
રાધા ને આ વાતનું ખૂબ ખરાબ લાગ્યું કે તેની સગી બહેન એ તેને એક સંબંધી જણાવી દીધી હતી. તુલસી એ પહેલા જ કહ્યું હતું કે રાધા તેનાથી દૂર રહે એટલે તેણે કંઈ જ ન કહ્યું. તે છોકરીએ રાધા ને ધ્યાનથી જોઈ અને પછી હસતા હસતા કહ્યું.
" કેટલી જાડી છે આ, હું તને જોઈને જ કહી દઉં કે આ તારી કંઈ નથી લાગતી."
એ વાતની જાણકારી હતી કે કોઈપણ વ્યક્તિને પસંદ કરતા પહેલા તેના વ્યક્તિત્વ ની જોવું જોઈએ ના કી તેના શરીરને. એવું તને સ્કૂલમાં તેના માસ્તર એ કહ્યું હતું પરંતુ કોલેજમાં અને સ્કૂલમાં જમીન અને આકાશ નો ફરક હતો. કદાચ જે સ્કૂલમાં ભણવામાં આવતું હશે તેને કોલેજમાં અનુસરણ કરવાની જરૂરત ન હતી.
" હાઈ સ્વીટ હાર્ટ."
કહેતા એક સુંદર યુવક આવ્યો અને તેના તુલસીને ગળે લગાડીને તેના હોઠ ઉપર એકદમ લાઈટ કિસ કર્યું. રાધા તે યુવકના તરફ આંખોની સાથે સાથે મોં પણ ફાડીને જોવા લાગી. તુલસી એ રાધા ના તરફ જોવી આંખોના ઇશારા થી ચૂપ રહેવાનું કહ્યું એટલે રાધા ચુપચાપ ઊભી રહી ગઈ.
" હુ ઈસ સી ચબી ગર્લ?"
રાધાના તરફ ઈશારો કરીને પૂછ્યું તો એક છોકરી એ જવાબ આપ્યો.
" મયંક આ તુલસીની કોઈ સંબંધી ની છોકરી છે."
રાધા ને ખબર પડી કે તે યુવકનું નામ મયંક છે. મયંક એક રાધા ના ગાલમાં પ્રેમથી ચીંટલો ભરીને કહ્યું.
" હેય ચબી ગર્લ તારું નામ શું છે?"
" રાધા."
" બ્યુટીફુલ નેમ. મને પાકી ખાતરી છે કે આગળ જઈને તારા નાન ની જેમ તું પણ ખુબ સુંદર બનીશ."
રાધા ને મયંક બાકી બધા કરતા ઘણો અલગ લાગ્યો કારણ કે તેણે બીજા બધાની જેમ રાધા નો મજાક ઉડાવ્યો ન હતો. ત્યારબાદ તે લોકો આપસમાં વાતો કરવા લાગ્યા અને મયંક તુલસીનો હાથ પકડીને બધાથી દૂર લઈ જવા લાગ્યો. રાધા તે બંનેના પાછળ જઈ રહી હતી કે એક છોકરીએ રાધા નો હાથ પકડીને રોકી અને કહ્યું.
" તું બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે હડ્ડી બનવા કેમ જઈ રહી છે? અને તે બંનેને એક સાથે ટાઈમ સ્પેન્ડ કરવા દે."
" મયંક તુલસીનો બોયફ્રેન્ડ છે?"
રાધા ના પૂછવા પર તે છોકરીએ હસીને કહ્યું.
" નહીં તો શું."
રાધા ને તો ખબર જ ન હતી કે તુલસી અહીંયા આવીને આ બધું કરી રહી છે. જ્યારે તેના ગ્રુપના લોકોનું ધ્યાન રાધા ના ઉપર ન હતું ત્યારે રાધા તે બંને ગયા હતા તે દિશામાં ચાલી ગઈ. આગળ જતા તે એક ખાલી કોઈ સ્ટોર રૂમ જેવી જગ્યા પાસે આવી ગઈ.
" ઓહ, મયંક,,, આઆઆ્."
આ અવાજ તુલસીનો હતો. અવાજ સાંભળીને એવું લાગી રહ્યું હતું કે કોઈ તુલસીને પરેશાન કરી રહ્યું છે એટલે રાધા જલ્દીથી તે દિશામાં ચાલી ગઈ. જ્યારે તે અવાજની દિશામાં ગઈ તો તેને દેખાયું કે તે ખાલી સ્ટોર રૂમ ની અંદર મયંક અને તુલસી એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા.
મયંક એ તુલસીના દુપટ્ટા નીચે ફેંકી દીધું હતું અને તેના ગળા અને છાતી પર હોઠથી સ્પર્શ કરી રહ્યો હતો. તુલસી પણ પીઠ ઉપર હાથ ફેરવી રહી હતી અને બીજો હાથ મયંક ના વાળ ઉપર હતો. રાધાએ આવું કંઈ થતા પહેલી વાર જોયું હતું એટલે તેને સમજાયું નથી કે તેને શું કરવું જોઈએ.
મયંક તુલસીના કુર્તા ને ઉપર કરવા જઈ રહ્યો હતો પરંતુ તુલસીએ તેનો હાથ પકડ્યો અને કહ્યું.
" મયંક અત્યારે આપણી કોલેજમાં છીએ અહીંયા આ બધું નહીં. આપણે કાલે તે જ હોટલ રૂમમાં જઈશું જ્યાં પહેલા ગયા હતા. તારી સાથે ઇન્ટીમેટ થયું છે."
" જો હુકુમ મેરે આકા. પણ અત્યારે તો મને કિસ તો કરી શકે છે ને, બહુ મન થાય છે તારા હોઠોનો રસ પીવાનું."
તુલસી સ્માઈલ કરીને હા કરી તો ઉપાડીને ત્યાંના એક ટેબલમાં રાખી અને તેને ભરપૂર કિસ કરવા લાગ્યો.
આ બધું જોઈને રાધા એટલી બધી ડરી ગઈ કે ત્યાંથી તરત જ ભાગીને નીકળી ગઈ. તે કોલેજની બહાર એક બેન્ચમાં આવીને બેસી ગઈ અને તેનું જે કંઈ પણ જોયું હતું તેના વિશે વિચાર કરવા લાગી. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા અને તેને પોતાના શરીરમાં કંઈક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો.
લગભગ ચાર કલાક પછી તુલસી પોલીસની બહાર નીકળી. રાધા પાછલા ચાર કલાકથી એક જ જગ્યાએ એક જ પોઝિશનમાં બેઠી હતી. તુલસી અને મયંક આવ્યા ત્યારે રાધા પોતાના જગ્યાએથી ઊભી થઈ. તે બંને તો એવી રીતે વાતો કરી રહ્યા હતા કે કંઈક થયું જ ન હતું પરંતુ રાધા ચૂપચાપ કે બંનેને પાછળ પાછળ જઈ રહી હતી.
એ લોકો સૌથી પહેલા એક સ્ટેશનરીમાં ગયા જ્યાંથી રાધા ને થોડા પુસ્તકો ખરીદવાના હતા. હવે ચાર મહિના પછી રાધા ના દસમાં ધોરણની પરીક્ષા આવવાની હતી એટલે રાધા ને ગાઈડ બુક ની જરૂર હતી. પુસ્તકો ખરીદ્યા બાદ મયંક તેની બાઈકમાં બેસીને ચાલ્યો ગયો અને તુલસી રાધાને લઈને ગામમાં આવવા વાળી બસમાં બેસી ગઈ.
" રાધા તને યાદ છે ને કે તે મારા સમ ખાઈને કહ્યું હતું કે તું તે બધી વાતો કોઈને નહીં બતાવીશ?"
બસના અંદર તુલસી એ ફરીથી રાધા ને યાદ દેવડાવી દીધું. રાધા એ પણ તરત જ જવાબ આપી દીધો.
" બેન મેં કીધું ને કે હું કોઈને કંઈ નહીં બતાવીશ તો પછી નહીં બતાવીશ તારે વારંવાર મને યાદ દેવડાવવાની જરૂરત જ નથી."
તુલસી ચૂપચાપ અદબ વાળીને બેસી ગઈ અને બારીની બહાર જોવા લાગી. રાધા વારંવાર તુલસીને જોઈ રહી હતી અને તેનું મન થઈ રહ્યું હતું કે તે મયંક અને તેના સંબંધોના વિશે સવાલ પૂછે પરંતુ તુલસી ખોટું બોલી દેશે તો? રાધાને કહેવાથી જાણકારી હતી કે તે બંને વચ્ચે સાદા મિત્રો જેવો સંબંધ નથી પરંતુ તેનાથી વધારે ના સંબંધો છે, પરંતુ તુલસી એ વાત માનવા માટે તૈયાર નહીં થાય.
એક રાધા એક કોલેજમાં જે કંઈ પણ જોયું અને સાંભળ્યું હતું તે વિશેની એક પણ વાત તેણે કોઈને પણ બતાવી ન હતી. રાધાને હવે ખબર પડી ગઈ હતી કે તુલસી અને મયંક એકબીજાની સાથે શારીરિક સંબંધો પણ રાખે છે, છતાં પણ તેને મા બાપુજીને કંઈ પણ કહ્યું ન હતું.
એક વખત રાધા પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે તેને બાપુજી નો અવાજ આવ્યો જે તુલસી ઉપર હાથ ઉપાડી રહ્યા હતા અને તેને ધમકાવી રહ્યા હતા. રાધા જ્યારે બહાર આવીને તેમની વાતો સાંભળવા લાગી તો તેના બાપુજી તુલસીને આંગળી બતાવીને કહી રહ્યા હતા.
" બહુ થઈ ગયું હવે ભણવાનું. હવે તારે કોલેજ જવાની કઈ જરૂરત નથી. તારા માટે માગું આવ્યું છે અને જલ્દી તારા લગ્ન થઈ જશે."
એવું તે શું થઈ ગયું હતું કે તુલસીના બાપુજી તેને આટલું મારી રહ્યા હતા અને ધમકાવી રહ્યા હતા? ક્યાંક તેમને તુલસી અને મયંકના સંબંધોની જાણકારી તો નહીં થઈ ગઈ હોય?