U.V.S. Prabhas Raju in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | યુ.વી.એસ. પ્રભાસ રાજુ

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

યુ.વી.એસ. પ્રભાસ રાજુ

ઉપ્પલાપતિ વેંક્ટ સત્યનારાયણ પ્રભાસ રાજુ. આ માણસ અત્યારે સમગ્ર ભારતમાં મોટો ચાહક વર્ગ ધરાવે છે... હા, યુ,વી,એસ, પ્રભાસ રાજુ આમ તો આખાવિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે એના એક અજાયબ કામને કારણે. એને જોવા, ઓટોગ્રાફ લેવા લોકો પડાપડી કરે હો !. પછી એ ચેન્નાઇમાં હોય, બેંગલુરૂ કે અમદાવાદ કે અમેરીકા. છે કોણ પણ આ આટલા મોટા નામ વાળો માણસ. અરે ! સિલ્વર સ્ક્રીનનો સ્ટાર છે. નામ મોટું તો ખરૂં...ને કામ તો આહા.. 2015 નું એ વર્ષ ને .. મહામોટું નામ કરી ગયો આ માણસ એની મહાકાય સ્ક્રિન પ્રેઝંસને કારણે..!

23 ઓક્ટોબર 1979. ચેન્નાઇમાં શ્રી એસ.રાજુ,તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસરને ત્યાં આ સ્ટારનો જન્મ. ઘર અને કુટુંબમા ફેન્ટાસ્ટીક ફિલ્મી વાતાવરણ  હોય, જન્મજાત ટેલેન્ટ હોય તો એ વ્યક્તિ કોઇપણ રીતે ગ્લેમર વર્લ્ડમાં જવા થનગનાટ કરે જ. આ 1+1=2 જેવી સીધી બાબત માટે કોઇને પણ એ જ વ્યક્તિની સુપરહિટ ફિલ્મના સુપરહિટ પ્રશ્ન જેવો પ્રશ્ન તો ન જ થાય ને ?  અત્યાર સુધીમાં  એટ્લું તો  સમજાઇ જ જાય કે આ કોઇ ફિલ્મ કલાકારની વાત છે. નામ થોડું અજાણ્યુ લાગે છે હજી ? .. નામમા જ નામ છુપાયેલું છે.... અરે પ્રભાસ - બાહુબલિ ની રીઅલ લાઇફ સ્ટોરી શરૂ થઈ ગઈ.  મુળ નામથી એન્ટ્રી કરાવી એટલ થોડીકવાર કન્ફ્યુઝન થયું રાઇટ ? - પ્રભાસ - પ્રભાસ તરીકે આજે સિક્કા પાડે છે પણ, એના ફ્લેશબેકમાં જઈએ તોજણવા મળે  સિક્કા નહીં .. એક્ટર તરીકે થોડાં ફિક્કાં વર્ષો પણ  જોયાં છે એણ.

પ્રભાસે  કોલેજકાળમાં 'મોડલીંગ' કરીને શો બીઝનેસ-ગ્લેમરની  દુનિયાના એક અલગ હિસ્સામાં કામ કરવાનું શરૂ કર્યું. સારી ફઈસ વેલ્યુ અને એ ક્ષેત્રમાં જરૂરી ટેલેન્ટ હોવાથી 'મોડલીંગ'માં મેદાન મારી ગયો. 'મોડ્લીંગ' અને 'એક્ટીંગ' અમુક અંશે એકબીજાના પુરક ખરા વળી, આ તો એક સફળ ફિલ્મ પ્રોડ્યુસરનો પુત્ર.. ફિલ્મમાં તો કામ  કરવું  જ હોય ને. જો કે, આ સમીકરણ પ્રભાસ માટે એટલું સહેલું ન બન્યું. ફિલ્મમાં એન્ટ્રી લેવા માટેની પ્રોસેસનો પ્રથમ ભાગ હોય છે - ઓડીશન.

"ડીયર ફ્રેન્ડ,યોર ફઈસ ઇઝ ફીટ ફોર સ્ક્રીન, સોરી ટુ સે એક્ટીંગ તો કરના પડેગા ના ? યાર ચહેરે પર એક્પ્રેશન ચાહીએ, વો નહીં હૈ.... ગો એન્ડ વર્ક ઓન ઇટ"

"અરે યાર યે ક્યા કરતે હો. તુમ્હે કેમેરા ફઈસ કરના હોગા,, ઉસકી સ્કિલ સેટ, લક, જેસ્ચર્સ સબ અલગ હોતા હૈ.. મહેનત કરો  હો જાયેગા ..ગુડ લક !"

તેલુગુ ફિલ્મના સફળ પ્રોડ્યુસરના પુત્ર હોવું એ એક્માત્ર એલીજીબીલીટી ન ચાલે અહી. ઓડીશન-એન્ટ્રીમાં એ ઇન્ફ્લુઅન્સ ચાલે કદાચ - ફિલ્મમાં એન્ટ્રી માટે તો એના માપદંડો મેચ કરવા જ પડે.

તો આ રીતે પ્રભાસ રાજુ રીજેક્ટ થયા, અનેકવાર. ક્યાંક એક્ટીંગમાં અટકે તો ક્યાંક બેઝીક સ્કીલ્સ ખુટે. આ રીજેક્શન ટાઇમ લાંબો ચાલ્યો. પ્રભાસ બની-ઠનીને જાય. ઘણા પ્રયત્નો કરે. રીજેક્ટ થાય. અઘરૂ હોય છે આ રીજેક્શન પચાવવું. માણસ તૂટી જાય. ફ્ર્સ્ટ્રેટ થઈ જાય. પણ,  યુ,વી,એસ. પ્રભાસ રાજુને વિશ્વાસ હતો કે "હું લાંબી રઈસનો ઘોડો છું - એન્ડ પોઇન્ટ પર પહોંચતા વાર લાગશે"  - સબ્ર કરો. એણે પ્રયાસો ચાલુ રાખ્યા. સતત સુધારા કરે. કોશિશ કરનેવાલોં કી ક્ભી હાર નહીં હોતી - આ પંક્તિ માત્ર સાંભળેલી નહીં, ઉતારેલી જીવનમાં.

પ્રભાસના જીવનમાં નવી ઝીંદગીનું પ્રભાત ઉગ્યું. 'રીજેક્ટેડ' નો ટેગ હટી ગયો. પ્રભાસ રાજુ અને એસ. રાજુ બન્ને રાજી થયા. તેલુગુ ફિલ્મ 'Eeswar' માં રોલ મળ્યો. 2002 ની સાલ હતી એ. આજના આ સુપરસ્ટારની એ પહેલી ફિલ્મ, બોક્સ ઓફીસ પર બહુ ન ચાલી. એક્ટીંગના મિશ્ર પ્રતિભાવ આવ્યા. ફિલ્મ પ્રવેશ થઈ ગયો, એક્ટર તરીકે સારી આવડતા વિકસાવેલી એટલે ફિલ્મો મળતી,પ્રભાસે ઓડીયન્સનો ટેસ્ટ સમજવા, એ એક્ટર તરીકે સાચી દિશા નક્કી કરવા અલગ-અલગ પ્રકારના રોલ્સ કર્યા. કોઇક ને કોઇક કારણસર કોઇપણ ફિલ્મ કમર્શીઅલી ચાલી નહીં. સંઘર્ષ ચાલુ જ રહ્યો. છેવટે 2004માં આવેલ ફિલ્મ 'Varsham' બહુ વખણાઇ. બોક્સ ઓફીસ પર પણ ચાલી. સફળતાનો સ્વાદ ચાખ્યો ખરો પ્રભાસ રાજું એ. ફરી એક્વાર ફિલ્મોનો સિલસીલો ચાલ્યો. પ્રોડ્યુસર્સ-ડીરેક્ટર્સ પ્રભાસને અજમાવીને ફિલ્મો બનાવવા લાગ્યા. અલબત્ત, સક્સેસ રેશિઓ એવરેજ હતો. પ્રભાસને ફિલ્મ બેક્ગ્રાઉન્ડનો કારકીર્દીમા સીધો ફાયદો ન થયો પણ, એને એટલી જાણ હતી કે આ લાઇનમાં ક્ઠોર પરીશ્રમનો કોઇ વિકલ્પ નથી. ફિલ્મની વાર્તામાં નાયકનો સંઘર્ષ 2.5 કલાકમાં પુરો થાય અને એ જીત મેળવે.. વાસ્તવૈકતા અલગ ગણિત ગણાવે. એ હંફાવે, ધીરજને સમયના એરણે ચડાવે.  આ જ વાસ્તવને સ્વીકારી પ્રભાસ રાજુએ લડાઇ ચાલુ રાખી.

2015 નું એ વર્ષ. પ્રભાસની ફિલ્મ કારકીર્દીના આકાશમાં અનેક સૂર્યોના સરવાળા જેવો ઝળહળતો પ્રકાશ ફેલાયો જે પ્રકાશ હજી એવો ને એવો જ છે. આ ફિલ્મે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ પણ બદલી નાખ્યો..

ફિલ્મ ઇતિહાસની કથા પર આધારીત હતી... એમાં બધુ જ ભવ્ય હતું .. મહામોટા મહેલો, પ્રચંડ યુધ્ધનાં દ્ર્શ્યો, મહાશક્તિમાન પાત્રો, બહેતરીન સાઉન્ડઇફેક્ટ્સ, ધારદાર સંવાદો, સુપરપાવર સમી એક્ટીંગ.. હા. હા યાર આ બધુ એક જ ફિલ્મમાં તો હતું... ! નવ વર્ષ થઈ ગયાં પણ હ્જી એ સનસનાટી અને સ્ટન્ટ આપણને યાદ છે.. 'મેગ્નેનીમસ મેકીંગ' નો  બેન્ચમાર્ક બની ગઈ રએસ.એસ. રાજામૌલીજી ની એ ફિલ્મ - બધાને ખબર જ છે એ ફિલ્મ જેની એક લાઇન અલ્ટ્રા-ફેમસ છે - કટપ્પાને બાહુબલી કો  ક્યું મારા ?  -  પહેલા દ્રશ્યથી અંત સુધીના દિલધડક દ્ર્શ્યો જોયા વગર સ્ક્રીન સામેથી હલાય નહીં.. બાહુબલી કે કટપ્પાનું શસ્ત્ર હવામાં તરતું દેખાય ને આપણે હાથ વિંઝવા લાગીએ .. એવા ઇન્વોલ્વ કરી દે .. ને છેલ્લે આ પ્રશ્ન - પ્રાણ પ્રશ્ન પર અટકાવી દે એ કેમ ચાલે ? પણ, આ ફિલ્મનું નામ જ હતું - "બાહુબલી: ધ બીગીનીંગ"

પ્રાભાસ  રાજુએ એને મેળેલા એક સશક્ત, વીર યોધ્ધાના પાત્રને આબેહુબ રજુ કરવા ખુબ મહેનત કરી. એના ફિઝીકને  મજબૂત લૂક આપવા જબ્બર કસરત કરી, સ્ટેમીના વધારી, ફુડ હેબીટ્સ બદલીને આખું બોડી 180 ડીગ્રીએ બદલી નાખ્યું. આ ડેડીકેશનનું પરીણામ પણ એવું જ ધરખમ મળ્યું. આ ફિલ્મે બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ્ઝ તોડી નાખ્યા. સમગ્ર ભારતના પ્રેક્ષકોએ આ દ્ર્શ્યે-દદ્રશ્યમાં ચકા-ચૌંધ કરી દેનારી ફિલ્મને બે હાથે વધાવી લીધી.  આતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઇ.

પ્રભાસ રાજુ હવે રીજીયોઅનલ ફિલ્મ્સના જ નહીં ઇન્ડીયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર બની ગયા.સ્ટારડમની નવી ઉંચાઇ પર પહોંચી ગયા.

2015માં રીલીઝ થયેલી આ ફિલ્મ ઘણાએ તો એકથી વધુ વખત જોઇ પણ પેલા સવાલનો જવાબ રીલીઝ ન જ થયો - કટપા ને... -

પ્રોડ્યુસર-ડિરેક્ટર શ્રી એસ.એસ.રાજામૌલીને આ જવાબ રીલીઝ કરવા માટે એ સાથે જોડાયેલી આખી કથા રીવીલ કરવી હતી,.. બાહુબલી - 1 માં જે Mammoth image બની ગઈ હતી એને દોહરાવવાની તો હતી જ, વધુ હાઇ-સ્કેલ પર લઈ જવાની હતી. ટેલેન્ટ સાથે ટેકનોલોજીને મીલાવીને,  હ્યુમન કેરેક્ટર્સ સાથે એનીમેશન કક્ષાની  ટોટલ ફિચર ફિલ્મ બનાવવાની હતી...

2015 - 2017  બે વર્ષ થયા અ પ્રોસેસમાં. ને 'બાહુબલી :ધ કન્ક્લુઝન" રીલીઝ થઈ.... એ જ લેવલ .. એ જ સ્કેલ તો જાળવ્યો જ એમાં  વધુ ડાયમેન્શન્સ એડ થયા... બાહુબલી નવા જોર સાથે સ્ક્રિન પર આવ્યા. પ્રેક્ષકોને પેલા જવાબની તો રાહ હતી જ, અપેક્ષાઓ વધી ગઈ સીક્વલમાં.. 2015નું બાહુબલી ભુંસીને નહીં, મગજના મેમરી કાર્ડમાં એવીને અવી અકબંધ રાખીને જોવા જતા. બધાની અપેક્ષાથી પાર ગઈ આ બાહુબલી-2.

મલ્ટીપ્લેક્સીસ ફરી પાછા મલ્ટીફોલ્ડ છલકાયા.બોક્સ ઓફીસ ટંકશાળ થઈ ગઈ. હા, પ્રેક્ષકોને પેલો જવાબ તો મળ્યો જ. પુરતો સંતિષ અને મનોરંજન મળ્યા.

પ્રભાસ રાજુ બાહુબલીના  આ વર્ઝનમાં તો પહેલેથી છેલ્લે સુધી એકદમ કેન્દ્રમાં હતા. એણે આગલા વર્ઝનમાં જાન ખોયો હતો.. (સ્ટોરી પ્રમાણે) .. આમાં જાન રેડી દીધો. કમાલગીરી  કરી નાખી.  સુપરસ્ટાર હવે સુપરસ્ટાર++ થઈ ગયો.

આ ગગનચુંબી સફળતા બાદ એ પ્રોડ્યુસર-ડીરેક્ટર્સની ચોઇર્સ બની ગયા. નવી-નવી ઓફર્સ આવતી રહી. એક્ટીંગ એ હવે પ્રભાસ માટે જીવનનો એક ભાગ જ હતો. એને લાગ્યું કે આ એક્શન હિરોની ઇમેજમાંથી બહાર અવીને રોમેન્ટીક કે ઇમોશનલ રોલ્સ  કરવા જોઇએ. ખાસ તકેદારી રાખીને એવી સ્ક્રિપ્ટની રાહ જોઇ અને અમલ કર્યો વિચારનો. પ્રભાસ રાજુને નામે પ્રેક્ષકો આવ્યા પણ એટલો પ્રબળ સ્વીકાર ન થયો. 2019માં આવેલી 'Saaha' , રોમેન્ટીક-કોમેડી ફિલ્મ હતી અને એ થોડો સ્વીકાર પામી. છેવટે પ્રભાસ રાજુએ પ્રેક્ષકોની માંગને માન આપી એક્શન રોલ્સ તરફ  પાછા જવાનું નક્કી કર્યું  અને 2022માં 'Radhe shyam'  - રોમેન્ટીક એક્શન ફિલ્મ કરી અને સ્ટારડમ બરકરાર રાખ્યું.

એક મોડેલ, શરૂઆઆતના વર્ષોનું રીજેક્શન, એની નિરાશા, ફોલ્મોની અસફળતા. આ અવરોધોને હાવી તો ન જ થવા દીધા પણ, આપણા આ એક્શન હીરોએ કમર કસીને એક્ટીંગના મેદાનમાં એવી જીત મેળવી કે એના શાર્પ કલર્સમાં જુની ઇનીંગ દેખાતી બંધ થઈ ગઈ.

પ્રાભાસ રાજુ  ફિલ્મસ્ટાર હોવા ઉપરાંત  કેટલીય સામાજીક સંસ્થા સાથે જોડાઇને સમાજસેવાનું કામ કરે છે. સ્માજમાંથી મેળવેલું સમાજને પાછું આપે છે.

આ છે યુ,વી,એસ. પ્રભાસ રાજુની વાત.. એ મત્ર સ્ક્રિન પરના સશક્ત બાહુબલી જ નથી. રહ્યા.. એમનું પાત્ર  સ્ટોરી જ નહી ગ્લોરી બની ગયું છે... આવનારી ફિલ્મોની રાહ જોઇએ... !