Chorono Khajano - 61 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 61

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચોરોનો ખજાનો - 61

અજીબ જીવડું..

પરોઢના લગભગ સાડા ચારનો સમય હતો, જ્યારે સિરતનું જહાજ જેસલમેરની બહાર રણ વિસ્તારમાં ઉભુ રહ્યું. તેના માણસોએ રાજ ઠાકોરના કહેવા પ્રમાણે અમર સાગર તળાવનું પાણી લાવીને તૈયાર રાખ્યું હતું. એક મોટા તવામાં આ પાણી ભરીને તેમણે ઉકળવા માટે મૂક્યું હતું.


સિરતના કહેવા પ્રમાણે તરત જ દિલાવરના દિકરા મુન્નાને લઈ આવવામાં આવ્યો. તેના હાથ ઉપરનો પરપોટો અત્યારે ઘણો મોટો થઈ ગયો હતો. હાથથી માંડીને ખભાનો અને થોડોક પીઠનો ભાગ પણ આવરી લેતો આ પરપોટો અત્યારે આછો ગુલાબી કલરનો ભયાનક લાગી રહ્યો હતો. ફૂટી જશે એ ડરથી કોઈ તે પરપોટાને અડવાની કોશિશ પણ ન્હોતું કરતું. સિમા અને મીરા બંને મુન્નાની સાથે ને સાથે જ રહેતા. તેમણે પણ હજી સુધી તે પરપોટાને હાથ ન્હોતો અડાડ્યો.


राज: चलो चलो, जल्दी से ले आओ उसे। ध्यान से, वो बुलबुला कही फट न जाए। अब इस गर्म पानी की भांप उसके शरीर के बुलबुले के ऊपर आए इस तरह से पकड़ के रखो। મુન્ના ને ત્યાં લઈ આવ્યા એટલે રાજ ઠાકોર માર્ગદર્શન આપતા બોલ્યો.


दिलावर: क्या सच में ऐसा ही करना है? कोई और विकल्प नहीं है?? રાજ ઠાકોરે ડાયરેક્ટ તવા ઉપર રાખવા માટે કહ્યું એટલે ડરતા ડરતા દિલાવર બોલ્યો.


राज: यकीन मानो दिलावर, तुम्हारा बेटा इससे एकदम ठीक हो जायेगा। हम उस कीड़े को इसी एक रास्ते से बाहर निकाल पाएंगे। દિલાવરને સમજાવતા રાજ ઠાકોર બોલ્યો.


दिलावर: ठीक है, लेकिन संभाल कर। उसे ज्यादा गर्म न लग जाए। પોતાનો અણગમો હોવા છતાં મજબૂરીમાં મંજૂરી આપતા દિલાવર બોલ્યો.


રાજ ઠાકોરના કહેવા પ્રમાણે મુન્નાને પાણીના તવા પાસે લઈ આવવામાં આવ્યો. જ્યારે પાણી ઉકળવા લાગ્યું અને તેની વરાળ ઉપર તરફ જવા લાગી ત્યારે તે વરાળ સીધી જ મુન્નાના પરપોટા વાળા હાથ ઉપર આવે એમ તેને રાખવામાં આવ્યો. આ પાણીની ગરમ વરાળ થોડીકવાર તો તે સહન કરી શક્યો પણ પછી અચાનક જ જોરથી ચિલ્લાવા લાગ્યો. તેમ છતાં રાજ ઠાકોરના કહેવા પ્રમાણે જે લોકોએ તેને પકડી રાખ્યો હતો તેમણે તેનો હાથ ન છોડ્યો.


ધીમે ધીમે પેલા પરપોટામાં હલચલ થવા લાગી. એવું લાગી રહ્યું હતું જાણે તેમાં રહેલો જીવ બહાર આવવા માટે માંથી રહ્યો હતો. મુન્નાની જેમ આ જીવડાથી પણ પાણીની વરાળ ની ગરમી સહન ન્હોતી થઈ રહી. તે પરપોટાની અંદર જ અતિશય વિચલિત થઈ રહ્યું હતું. જેમ જેમ વરાળની ગરમી વધી રહી હતી તેમ તેમ મુન્નાની ચિસો વધી રહી હતી અને સાથે સાથે પરપોટાની અંદર રહેલા જીવડાની હલચલ પણ વધી રહી હતી.


દિલાવરથી આ જોવાઈ ન્હોતું રહ્યું. તે પોતાના દિકરાને આમ તડપતો જોઇને આક્રંદ કરી રહ્યો હતો. બે ઘડી તો તેને પણ થઈ ગયું કે તેના દિકરાને આ પીડામાંથી છોડાવી લે, પણ તે જાણતો હતો કે મુન્ના માટે આ એકમાત્ર ઈલાજ અને એકમાત્ર મોકો હતો. જો ઈલાજમાં કોઈપણ રીતની ખલેલ પહોંચે તો તે પોતે આ જાલિમ દુનિયામાં એકલો રહી જવાનો હતો. એટલે તેણે પોતાની આંખો બંધ કરીને બસ રડવાનું ચાલુ રાખ્યું.


આસપાસ ઉભેલા અને આ દૃશ્ય જોઈ રહેલા દરેક જણ અત્યારે દુઃખી હતા. એક તો દિલાવરની પત્ની પારુલ મૃત્યુ પામી અને બીજું તેના દિકરાને બચાવવામાં થઈ રહેલું દર્દ કોઈથી જોવાતું ન્હોતું. દર્દમાં રડી રહેલા દિલાવરને જોઇને તેના માટે દરેકના મનમાં દયાની લાગણી ઉદભવી રહી હતી.


અચાનક જ મુન્નાના હાથ ઉપર રહેલા પરપોટામાં હલચલ એટલી હદે વધી ગઈ કે પરપોટો હમણાં જ ફૂટી જશે એવું લાગ્યું. અંદરનો જીવ પરપોટાની ઉપરની સપાટી સુધી આવી ગયો હતો. તે હવે ગમે તે ક્ષણે બહાર આવી શકે એમ હતો. મુન્નાની ચીખો હવે હળવી થઈ રહી હતી.


રાજ ઠાકોર અને તેની આસપાસ ઉભેલા લોકો તૈયાર હતા. તેમણે રાજ ઠાકોરના કહેવા પ્રમાણે ત્યાં આસપાસ અજવાળું કરી રાખ્યું હતું, જેથી મુન્નાના શરીરમાંથી પેલું જીવડું બહાર આવે તો અંધારામાં ક્યાંય ખોવાઈ ન જાય. રાજ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપેલી કે જો ફરીવાર આ જીવડું કોઈના શરીરમાં દાખલ થઈ ગયું તો તેને બચાવવો અઘરો થઈ જશે, એટલે કોઈપણ કાળે તેને પકડીને મારી નાખવું એ એક જ રસ્તો તેમની પાસે હતો.

અચાનક જ મુન્નાના હાથ ઉપરનો પરપોટો નીચેના ભાગેથી ફૂટ્યો. ફૂટેલા પરપોટા માંથી એક જીવડું એકદમ ચપળતાથી બહાર આવ્યું. બહાર આવીને જેમ કોઈ ભીનું થઈ ગયેલું પક્ષી કે પ્રાણી પોતાની ઉપરનું પાણી ખંખેરવા માટે પોતાના શરીરને ધ્રુજાવે તેમ આ જીવડાએ પોતાનું શરીર ધ્રુજાવ્યું, જેથી તેના શરીર ઉપરનો આછો ગુલાબી કલર જે પરપોટાની અંદરથી ચોંટ્યો હતો તે ઉડીને ખરી ગયો.

જેવું તે જીવડું પરપોટા માંથી બહાર આવ્યું કે તરત જ પરપોટાની અંદરનું બધું જ પ્રવાહી બહાર વહી આવ્યું. પરપોટાની ઉપરની ચામડી મુન્નાના હાથમાં એક ખડા જેવા ભાગ સાથે ચોંટી ગઈ. હવે પેલું જીવડું મુન્નાના શરીર ઉપરથી ઉડ્યું અને પોતાના માટે કોઈ બીજો શિકાર શોધવા માટે નીકળી પડ્યું.


પરપોટામાંથી કોઈ જીવડું બહાર આવશે અને આવતાની સાથે જ તેનો અંત કરી દઈશું એવી ધાકમાં બહાર ઉભેલા દરેક જણે આ જીવડાને જોયું.


'

देखो वो बाहर आ गया है, पकड़ो उसे।'

'

देखो वो तुम्हारी और आ रहा है। '


'

पकड़ो उसे, मार दो। '


જેની તરફ તે જીવડું ઉડીને જતું તેમની બીજી બાજુના લોકો ચિલ્લાઈને તેને મારી નાખવાની સલાહ આપતા. અચાનક જ ઊડતું ઊડતું તે જીવડું ફિરોજ અને દિવાન ઊભા હતા તે બાજુ ગયું. તે જીવડું ઉડીને ફિરોજ પાસે ઉભેલા એક પહેલવાનની ગર્દન ઉપર જઈ બેઠું. તેણે પોતાની તીક્ષ્ણ ચાંચ વડે તેની ગર્દન ઉપર છેદ કર્યો અને અંદર જવાની કોશિશ કરવા લાગ્યું.


એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફિરોજે આ જીવડા ઉપર પોતાના ખુલ્લા હાથ વડે જ પ્રહાર કર્યો. આ પ્રહરના લીધે જીવડું તે પહેલવાનની ગર્દન ઉપર જ ચેપાઈ ગયું. તે જીવડું અંદર જાય એ પહેલા જ ફિરોજની સમયસૂચકતાથી તે પહેલવાન પણ બચી ગયો. ત્યાં ઉપસ્થિત દરેક જણ હર્ષોલ્લાસથી જુમી ઉઠ્યા.


दिवान: Good job फिरोज। तुमने बहुत ही अच्छी तरह से सब संभाला। દિવાને ફિરોજના ખભે હાથ મૂકીને તેણે કરેલા બહાદુરી ભર્યા કામની પ્રશંસા કરતા કહ્યું.


फिरोज: जी दिवान साहब। પોતાનું માથું હકારમાં હલાવતા ફિરોજ બોલ્યો અને પોતાના હાથ સાથે ચોંટેલો પેલા જીવડાંનો ચેપ ખંખેરવા તેણે હાથને ઝાટક્યો.


राज: अच्छा किया जो तुमने उस कीड़े को मार दिया, वरना इस पहलवान को हमे मरते देखना पड़ता। लकी बॉय। પેલા જીવડાને મરેલું જોઇને રાજ ઠાકોર જ્યાં દિવાન અને ફિરોજ ઊભા હતા ત્યાં આવ્યો. તેણે ફીરોજને ઉદ્દેશીને પહેલવાનn ગાલે હળવેથી ટપલી મારતા કહ્યું.


पहलवान: आपका बहुत बहुत धन्यवाद। પોતાની ગર્દન ઉપર થયેલા ઘાવને દબાવીને ઊભેલો પહેલવાન, ફિરોજ સામે જોઇને બોલ્યો. ફીરોજે એના જવાબ રૂપે પોતાનું માથું હકારમાં હલાવીને હળવી સ્માઈલ આપી.


राज: देखिए मैडम, ये रहा वो कीड़ा, जिसके बारे में मैने आपसे कहा था। आपकी आंखों के सामने ही उसे मारा गया है। તે જીવડું કેવું છે એ જોવા માટે સિરત પણ ત્યાં આવી પહોંચી એટલે તેને જીવડું બતાવતા રાજ ઠાકોર બોલ્યો.


सीरत: जी राज साहब, देखा मैने। आपने अपना वादा अच्छे से निभाया है। आपने जो कहा था वो करके दिखाया है। मैं आपकी बहुत ही शुक्रगुजार हूं। રાજ ઠાકોર નો આભાર માનતા સિરત બોલી.


ત્યાં ઉપસ્થિત દરેક જણ તે મરેલા જીવડાને નીરખી નીરખીને જોવા લાગ્યા. તે જીવડું દેખાવે વંદાની જાતિનું હોય એવું લાગતું હતું પણ તેની ભયાનકતા જોયા પછી જ ખ્યાલ આવે એવી હતી. તેના આખા શરીર ઉપર સાવ નાની નાની રૂંવાટી હતી. આગળ મુખની જગ્યાએ મચ્છરની જેમ ચાંચ જેવો ભાગ હતો, જેનાથી તે કોઈપણ માણસના શરીરમાં દાખલ થવા માટે ઘાવ કરી શકતું હતું. ઉડવા માટે તેની પાસે બે ને બદલે ચાર પાંખો હતી. બે નાની પાંખોની ઉપર બે મોટી પાંખો જેના લીધે તે ખુબ જ ઝડપે ઉડી શકતું હતું.


પોતાની

કાળી કાળી આંખોથી તે અંધારામાં અને અજવાળામાં દરેક જગ્યાએ જોઈ શકતું હતું. તેને કાચિંડાની જેમ લાંબી પૂંછ હતી. બે આગળ અને બે પાછળ એમ ચાર નાના પગ હતા. આગળના પગ એવી રીતે વિકસેલા હતા કે તે તેની આંખો સુધી લાંબા થઈ શકતા હતા. જેના વડે તે આંખો ઉપર લાગેલી કોઈપણ વસ્તુને હટાવી શકતું.


જ્યારે આ જીવડું કોઈ માણસના શરીરમાં દાખલ થઈ જતું ત્યારે તે શરીરમાં લોહીનું રક્તવિભાજન કરતું. જે રક્ત પહેલા તો આછો ગુલાબી અને પછી એકદમ જાંબલી જેવા કલરનું દેખાતું. બહારની ચામડી ધીમે ધીમે ખુબ જ પાતળી થતી જતી. જ્યારે આ જીવડું શરીરની અંદર માણસના હાડકાના અસ્થીમજ્જા (બોનમેરો) સુધી પહોંચી જતું ત્યારે આ પરપોટો ફૂટી જતો અને માણસનું મૃત્યુ થતું. તે જીવડું જીવવા માટે કોઈપણ જનાવરના હાડકામાં રહેલા બોનમેરોમાંથી પોતાનું પોષણ મેળવતું.


પેલું જીવડું બહાર આવી ગયું છે તે ખ્યાલ આવ્યો એટલે તરત જ દિલાવર મુન્નાના શરીર પાસે દોડી આવ્યો. તેણે મુન્નાને પોતાની બાથમાં લીધો અને પ્રેમથી બોલાવવા લાગ્યો. જ્યારે કોઈ બાળક તકલીફમાં હોય ત્યારે એક પિતાની શું હાલત થતી હોય છે તે અત્યારે દિલાવરને જોઇને સ્પષ્ટ કહી શકાય એમ હતું. તેની હાલત રડી રડીને એકદમ ખરાબ થઈ ગઈ હતી. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. જ્યારથી પારુલ તેને છોડીને ગઈ હતી ત્યારથી તેણે અન્નનો દાણો પણ લીધો ન્હોતો. તેમાંય તેનું રડવું ઘડીભર પણ થોભ્યું ન્હોતું.


દિલાવર રડતા રડતા જ પોતાની નજર આમતેમ દોડાવવા લાગ્યો. જ્યારે તેણે જાણ્યું કે હવે તેનો દિકરો એકદમ સુરક્ષિત છે એટલે તેને લાગ્યું કે રાજ ઠાકોરે ભલે પારુલ બાબતે તેની સાથે ખરાબ રીતે વર્તન કર્યું હોય પણ તે તેની ફરજ હતી. તેણે મુન્નાનો જીવ બચાવીને પોતાની ઉપર લાગેલા દરેક આરોપોને ધોઈ નાખ્યા હતા.


પોતાના દિકરાને એકદમ સુરક્ષિત જોઇને દિલાવરની આંખો ખુશીથી ભરાઈ આવી હતી. તેણે આંસુ ભરેલી આંખો વડે રાજ ઠાકોર તરફ જોયું. પોતાના બંને હાથ જોડીને તેનો આભાર માન્યો. રાજ ઠાકોરે પણ પ્રેમથી સ્માઈલ આપીને દિલાવરની ખુશીમાં પોતાની સહમતી બતાવી.


મીરા અને સિમા બંને આવીને મુન્નાના શરીરને અને તેના ઘાવને જોવા લાગી. જો કે તેમણે આ પહેલા આવો ઘાવ ક્યારેય જોયો નહોતો અને તેમ છતાં તેઓ બને એટલી કોશિશ કરવા માગતા હતા કે જેથી મુન્નાનો ઘાવ જલ્દી ભરાઈ જાય અને તે પહેલાની માફક જ હસતો રમતો થઈ જાય. તેમણે મુન્નાને ફરીવાર જહાજમાં તેના ક્લિનિકમાં લઇ આવવા કહ્યું.

હવે ફરીવાર પહેલાંનું જેમ જ બધા જહાજમાં સવાર થઈ નીકળી પડ્યા. રાજ ઠાકોરના કહેવા પ્રમાણે સિરતે અમર સાગર તળાવનું પાણી સાથે લઈ લીધું. ન કરે નારાયણ ને ફરીવાર બીજા કોઈને આ જીવડું કરડી જાય તો..!


સિરતે પણ રાજ ઠાકોરનો આભાર માન્યો અને ખુશી ખુશી પેલો મેપ રાજ ઠાકોરના હાથમાં આપ્યો. મેપ મળવાથી રાજ ઠાકોર પણ ખુબ જ ખુશ થઈ ગયો હતો. દિવાન અને સુમંત બંને દિલાવરને લઈને જહાજ ઉપર આવ્યા. બાકીના લોકો પણ જહાજ ઉપર આવ્યા. બધાના મનમાં મુન્નાને બચાવ્યાની ખુશી હતી તો બીજી તરફ પારુલના શરીરને દાહ સંસ્કાર ન આપી શકાયા એનું દુઃખ પણ હતું.


સમયે સમયે જે માણસોને તેમનું કામ સોંપવામાં આવેલું હતું તે કરતા હતા. રસોઈના કામમાં રહેલા મહારાજ અને તેમની ટીમે સવારના ગરમાગરમ નાસ્તામાં ચા અને ભાખરી સાથે પૌંઆ બનાવેલા હતા. દરેકની ચેમ્બરમાં નાસ્તો પહોંચાડી દેવામાં આવ્યો. આટલી દોડધામ ને અંતે બધાને કકડીને ભૂખ લાગી હતી એટલે બધાએ ખુશી ખુશી નાસ્તો કર્યો અને પોતાની મંજિલ તરફ આગળ વધ્યા.

આ બધી દોડધામમાં હવે સિરતને પણ ચિંતા થવા લાગી હતી કે ડેની જહાજ સુધી સમયસર પહોંચી શકશે કે કેમ..? કેમ કે તેમની પાસે હવે આજ સાંજ સુધીનો જ સમય બચ્યો હતો. તેમની મંજિલ સુધી પહોંચવા માટે પણ અને ડેનીને જહાજ સુધી આવવા માટે પણ.

શું ડેની સમયસર જહાજ સુધી પહોંચી શકશે..?
કેવી હશે તેમની આ સફર..?
પેલા બીજ શેના હતા.?
તે લોકો પેલા અંગ્રેજોનો સામનો કેવી રીતે કરશે..?

એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'