Saata - Peta - 14 in Gujarati Classic Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | સાટા - પેટા - 14

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સાટા - પેટા - 14

આગળ વધતી મારુતિ 'કલ્પના -હાઉસ' આગળ આવીને અટકી. તેમાંથી એક અત્યંત દેખાવડો, મોહક વ્યક્તિત્વ વાળો, ફેશનેબલ વસ્ત્રોમાં સજ્જ યુવાન ઊતર્યો .ને કલ્પના-હાઉસ બંગલામાં આગળ વધ્યો .તેની ચાલ ઝડપી અને છટાદાર હતી. લોન વટાવીને તે અંદર પ્રવેશતા જ ટહુક્યો. ' હલ્લો ...ડેડી ! હેલ્લો...મમ્મી ! ગુડ ન્યુઝ ! ને તે મમ્મી ને જોવા વિશાળ દીવાનખંડમાં આજુ-બાજુ નજર દોડાવવા લાગ્યો .સોફા ઉપર બેઠેલા પ્રીતમદાસે અખબાર એક બાજુ કર્યું. ને પુત્ર નરેન્દ્રને ખુશ -ખુશાલ જોઈને બૂમ પાડી . 'કલ્પના ! ઓ કલ્પના ? આંહીં આવતો .આપણો સન નરેન્દ્ર કંઈક ગુડ ન્યુઝ આપવા માંગે છે.'
' એ.. આ આવી.' કહેતાં કલ્પના ઉપરના મજલે થી પગથિયાં ઉતરતી ત્યાં દોડી આવી .પોતાના હસબન્ડ નો અવાજ સાંભળી વૈશાલી પણ રસોડા બાજુથી ત્યાં દોડી આવી . 'વૈશાલી ,અહીં આવતો . આ ભાઈ સાહેબ, કંઈક ગુડ ન્યુઝ આપવા માંગે છે. તેમાં તું પણ સહભાગી થાતો જોઉં.' પ્રીતમદાસે પુત્ર વધુને સંબોધીને કહ્યું. ચારેય જણ સોફા સેટ પર ગોઠવાણા. નરેન્દ્ર એ સૂટકેસ માંથી કાઢીને એક પરબીડિયું પ્રીતમ લાલ તરફ ધર્યું .પ્રીતમ લાલે તે હાથમાં લઈને તે ખોલીને તેમાં રહેલો કાગળ વાંચ્યો .પોતાના પ્યારા પુત્ર નરેન્દ્રનો પી.એસ.આઇ ની નિમણૂકનો તે ઓર્ડર હતો. પ્રીતમે તે મોટેથી વાંચી સંભળાવ્યો .કલ્પના રાજીના રેડ થઈ ગઈ .વૈશાલી પણ ખુશીમાં ઝુમી ઉઠી . 'હાશ ! આખરે તે અમારું સ્વપ્ન પૂરું કર્યું ખરું.' પ્રીતમના ચહેરા ઉપર આનંદ અને ચમક બંને તરી આવ્યાં .
વૈશુ,આની ખુશી માં પ્રથમ તો ફર્સ્ટ ક્લાસ ચાર કપ કોફી હો જાય.' નરેન્દ્ર એ હવામાં મુક્કો વીંઝતાં ખુશી વ્યક્ત કરતાં કહ્યું . પરંતુ ઓર્ડર નીચે લખેલું પોલીસ સ્ટેશનનું નામ વાંચી પ્રીતમના ચહેરાનો રંગ બદલાઈ ગયો.ને મોં ઉપર અકળામણ ના ભાવ તરી આવ્યા.
' કેમ પપ્પા ? અચાનક આપના ચહેરાની ખુશી ગાયબ કેમ થઈ ગઈ ?'નરેન્દ્ર એ ચહેરાનું એ પરિવર્તન પકડી પાડ્યું. 'અરે બેટા ,જે પોસ્ટ ઉપર પહોંચાડવા મા-બાપે રાત દિવસ મહેનત કરીને પુત્રને ભણાવ્યો હોય, એ જ પોસ્ટ ઉપર સર્વિસ મળે તો કયા માબાપને આનંદ ન થાય ? પરંતુ હું વિચારું છું કે આ' રંગપુર' ક્યાં આવ્યું હશે ?'
' શું કહ્યું ? રંગપુર ?'કલ્પના કરંટ લાગ્યો હોય તેમ ઉછળી પડી.' ના બેટા ના તારે એ ગામમાં સર્વિસ કરવા બિલકુલ નથી જવાનું ,ઓર્ડર હાલ ને હાલ ટ્રાન્સફર કરાવી દે.' કહેતી કલ્પના ના ચહેરા ઉપર હવાઈઓ ઉડવા લાગી. 'પરંતુ શા માટે ? એનું કંઈ ખાસ કારણ ? નરેન્દ્ર એ મમ્મી પપ્પાના ચહેરાના બદલાયેલા ભાવ જોઈ દલીલ કરી.
પ્રીતલાલ ને હવે લાગ્યું કે વાત હાથમાંથી નીકળી જાય એમ છે. તેથી તેણે બાજી સંભાળી લીધી .અને તે વચ્ચે જ બોલ્યો.' તારી મમ્મીને થતું હશે કે આ રંગપુર નામ જ પહેલી વખત સાંભળ્યું છે. તો એ ગામ કેવું હશે ? કેવા વિસ્તારમાં આવ્યું હશે ? ત્યાં ગામડામાં તમને ફાવશે કે કેમ વગેરેની ચિંતા તો થાય જ ને બેટા.' કહીને પ્રીતમ ઠપકા ભરી આંખે કલ્પનાની આંખોમાં જોઈ રહ્યો.
' હા બેટા, જિંદગીમાં પહેલી વખત તારાથી જુદા પડવું પડશે. તેથી જુદા પડવાનું દુઃખ તો થાય જ ને ? તેથી જ એમ બોલાઈ ગયું કલ્પના જાણે કે પ્રીતમની આંખોમાં રહેલી ભાષા સમજી ગઈ હતી. 'પરંતુ અમો તો તમે બંનેને સાથે જ લઈ જવાના છીએ. પછી છૂટા પડવાનો સવાલ જ ક્યાં છે ? નરેન્દ્ર એ પોતાના મનની વાત કહી. કલ્પનાના ચહેરા ઉપર ફરી અકળામણ તરી આવી .વાત સંભાળી લેતા પ્રીતમ લાલ બોલ્યો.' જો બેટા, તું હવે નાનો બાળક નથી કે બધી જગ્યાએ અમે તારી સાથે જ હોઈએ. તારું પોતાનું પણ હવે એક આગવું વ્યક્તિત્વ હોવું જોઈએ તું અને વૈશાલી ખુશીથી ત્યાં જાઓ.આમેય આંહીં નો કારોબાર ચલાવવા માટે ,મારું અને કલ્પના નું અહીં રહેવું જરૂરી છે. અને ક્ષણેક અટકીને કંઈક વિચારીને તે આગળ બોલ્યો.' તું અને વૈશાલી ત્યાં નવા વાતાવરણમાં બરાબર સેટ થઈ જાઓ. પછી અમે બંને પણ ત્યાં એક દિવસ જરૂર આવીશું બસ !' કલ્પના વચમાં જ બોલી .સાચું કહું બેટા, મને તો આ ઘર છોડીને હવે બીજે ક્યાંય જવાનો જીવ જ નથી માનતો .' અને કોફીને ન્યાય આપીને ચારે જણ જુદાં પડ્યાં . રાત્રે શયનખંડમાં નરેન્દ્રને વૈશાલી પોતાના રંગપુરના શરૂ થનાર નવા જીવનનાં સ્વપ્ન સજાવી રહ્યાં હતાં . અચાનક વૈશાલીયે વાત બદલી. ' નીરુ ...?
'હા ...આ...!' 'આટલા સુંદર ગુડ ન્યુઝ આપવા ઉપર મમ્મી- પપ્પા એ જોઈએ એટલી ખુશી તો વ્યક્ત ન કરી .' 'સાંભળ વૈશાલી, જે મમ્મી- પપ્પા એ પોતાના પુત્રને અમુક સ્વપ્નો સજાવીને ભણાવ્યો હોય. ને તે સ્વપ્ન પુત્ર સાકાર કરે ત્યારે કયા માબાપને આનંદ ન થાય ?' પરંતુ મને લાગે છે કે આપણાથી થનારા વિરહનું દુઃખ તે ખુશી ઉપર સવાર થઈ ગયું હશે.' નરેન્દ્ર એ કહ્યું. 'પરંતુ પ્રથમ તો બંને ખુશ હતાં .પરંતુ જેવું આ રંગપુર નું નામ સાંભળીને જ બંનેની ખુશી ન જાણે ક્યાં ગાયબ થઈ ગઈ હોય, તેવું મને લાગ્યું.' વૈશાલી એ દલીલ કરી .
'એ કદાચ તારો ભ્રમ પણ હોઈ શકે .' નરેન્દ્ર બોલ્યો અને ત્યારબાદ બંને બીજી વાતો એ વળગ્યાં .
પોતાના શહેનખંડમાં અલગ-અલગ બેડ પર સૂતેલા કલ્પના અને પ્રીતમદાસ ઊંડા વિચારોમાં ખોવાયેલાં હતાં 'તો શું ,આ એજ રંગપુર છે ?'કલ્પના એ શાંતિનો ભંગ કર્યો. તેના ચહેરા ઉપર અકળામણ હતી.
'હા કલ્પના, એડ્રેસ જોતાં તો એ જ લાગે છે.' પ્રીતમ નો અવાજ સપાટ હતો. 'તો- તો આપણે નરેન્દ્રને ત્યાં નો ઓર્ડર ટ્રાન્સફર કરાવવા સમજાવી દેવો જોઈએ. અથવા તો આ રહસ્ય તેને બતાવી દેવું જોઈએ.' કલ્પના એ વિનંતી કરી. પ્રીતમદાસે એક લાંબો શ્વાસ લીધો ને બોલ્યો.' કલ્પના ,અમુક રહસ્ય' અમુક સમયે જ ખોલવામાં મજા હોય છે.ને ક્ષણેક અટકીને ઉમેર્યું.જેનો સમય હજુ પાક્યો નથી . નેં આ ત્રીસ વર્ષની અંદર હું અને તું સંપૂર્ણપણે બદલાઈને વડોદરા નાં શેઠ-શેઠાણી થઈ ગયાં છીએ તેમ ,ત્યાં પણ કંઈક તો પરિવર્તન જરૂર આવ્યું હશે. ને જે ગામમાં એક પાકી ઈટ પણ શોધી જડતી નહોતી. ત્યાં પોલીસ સ્ટેશન જેવી સગવડ થઈ ગઈ છે .તો તેની સરખામણીમાં બીજી પણ પ્રગતિ થઈ જશે ને ?' સહેજ શ્વાસ લઈને તે આગળ બોલ્યો. ને હાલ તો આપણે બંનેને તેમની સાથે ત્યાં જવાનું નથી ,તો પછી નરેન્દ્રને અને વૈશાલી ને ત્યાં કોણ ઓળખવાનું છે.માટે નરેન્દ્રના માર્ગમાં આપણે બંનેએ વચ્ચે ન પડવું જોઈએ.
પ્રીતમ ની વાત કલ્પના નેં ઞળે ઉતરી ગઈ .તે વિચારી રહી. પરિવર્તન સંસારનો નિયમ છે એ પ્રમાણે ત્યાં પણ ઘણું બધું પરિવર્તન થઈ ગયું હશે માટે નરેન્દ્રને રંગપુર સર્વિસ ઉપર જવા દેવા માટે બંને સંમત થયાં .
સવાર થયું. નરેન્દ્ર ને વૈશાલી રંગપુર જવાની તૈયારી કરવા લાગ્યાં. વિદાય વેળાએ પ્રીતમદાસે નરેન્દ્રને સત્યને નિષ્ઠાથી નોકરી કરજે. કોઈ પણ સંજોગોમાં ઈમાનદારી ન છોડીશ, બની શકે તો ગરીબોના આંસુ લૂછજે.કોઈ નિર્દોષને ન દંડીશ વગેરે શિખામણ આપીને બંનેને ભાવભીની વિદાય આપી. નરેન્દ્ર અને વૈશાલી રંગપુર ગામમાં પ્રવેશ કર્યો. ગામને અડીને જ પાકી હાઇવે સડક પસાર થતી હતી. ગામની અંદર હાર બંધ પાકો મકાનો ગામની શોભામાં વધારો કરતાં હતાં .પાદરમાં જ એક બાજુ પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળા તથા સામેની બાજુએ કોલેજ નું વિશાલ બિલ્ડીંગ હતું. ગામની મધ્યમાં જ સંતોષી માતાનું ભવ્ય મંદિર હતું .ને તેને અડીને જ પોલીસ સ્ટેશન આવેલું હતું. જે બધી જ આધુનિક સગવડોથી સજ્જ હતું. નરેન્દ્ર એ ત્યાં આવીને પોતાની ડ્યુટી સંભાળી લીધી.
સમય વહેતો ગયો. રંગપુરમાં પીએસઆઇ નરેન્દ્ર ની છાપ એક પ્રમાણીક , સત્યનિષ્ઠ , અને ગુનેગારો માટે કડક અધિકારી તરીકે ઉપસી આવી હતી. તેને ચાર્જ સંભાળ્યા પછી ગામમાંથી દારૂ -જુગાર ,વરલી -મટકા, ચોરી, કેફી પદાર્થોનું વેચાણ, બધું જ સદંતર બંધ થઈ ગયું હતું .આમ આદમીને વેપારી વર્ગ સૌ નરેન્દ્ર ની કામગીરીનાં વખાણ કરતાં હતાં .ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને યુવાનો સાથે પણ તેને સારા સંબંધ બંધાઈ ગયા હતા. જોત- જોતામાં એક વર્ષ ક્યારે પસાર થઈ ગયું તેની ખબર પણ ન પડી .
નરેન્દ્ર અને વૈશાલી એક સપ્તાહની રજા ઉપર મમ્મી- પપ્પાને મળવા વડોદરા આવ્યાં હતાં .તે બંને રંગપુરના વખાણ કરતાં ધરાતાં ન હતાં. ગામની ભૌગોલિક રચના, તેની સગવડો, લોકોનો સ્વભાવ ,તેના લોકોએ કરેલી પ્રગતિ, આધુનિક વિચારસરણી વગેરેના વખાણ કરીને મમ્મી- પપ્પાને એક વખત રંગપુર આવવા આગ્રહ કરતાં હતાં .પરંતુ પ્રીતમ અને કલ્પના 'બેટા એક દિવસ જરૂર આવીશું બસ !' કહીને વાતને ટાળતાં હતાં .
એક દિવસ પ્રીતમ મને કલ્પના ડ્રોઈંગ રૂમમાં એકલાં બેઠાં હતાં .પ્રીતમે વાત છેડી . 'શું રંગપુર ખરેખર આટલું બધું બદલાઈ ગયું હશે કલ્પના ?' 'નરેન્દ્ર અને વૈશાલીની વાતો ઉપરથી તો પહેલાંના રંગપુર નો, અને આ રંગપુર નો મેળ જ બેસતો નથી .આ લોકોની વાતો ઉપરથી તો ત્યાં કલ્પના બહારનું પરિવર્તન થયું હોવું જોઈએ.' કલ્પના એ કહ્યું . 'પરંતુ આપણને માફ કરી દે એટલું પરિવર્તન તો કદાચ, ત્યાં હજુ ન પણ આવ્યું હોય.' કહીને પ્રીતમ હસ્યો. 'માફ તો કરેજ, પરંતુ ઉપરથી સન્માન પણ કરે એટલું પણ કદાચ આવ્યું હોય.' કલ્પના પણ એ હાસ્ય માં ભળી . 'હલ્લો મમ્મી...! હલ્લો ડેડી...!' નરેન્દ્ર નો અવાજ સાંભળી બંને ચોકી ગયાં.કારણ કે નરેન્દ્ર ને અને વૈશાલીને રંગપુર ગયાને માંડ પંદર દિવસ પણ નહોતા થયા. ત્યાં નરેન્દ્રને અચાનક પાછો આવેલો જોઈ બંનેને આશ્ચર્ય થયું .
'આવ બેટા આવ, કેમ અચાનક ? અને વૈશાલી ક્યાં છે ? પ્રીતમે એકીસાથે પૂછી નાખ્યું.
નરેન્દ્ર ખુશ મિજાજ ચહેરે બોલ્યો.'એના ઉપર એક ફંકશન ગોઠવવાના આયોજનની મુખ્ય જવાબદારી હતી. એટલે એના આયોજન માટે એ ત્યાં રંગપુર રોકાણી છે .તેથી એક ખુશ ખબર આપવા હું એકલો જ દોડી આવ્યો છું.' કહેતાં નરેન્દ્ર એ સુવર્ણ અક્ષરે છાપેલી એક આમંત્રણ પત્રિકા પ્રીતમ લાલના હાથમાં પકડાવી દીધી. પ્રીતમ લાલે ખોલીને તે મોટેથી વાંચવી શરૂ કરી .
" આમંત્રણ પત્રિકા "
'સુજ્ઞ મહાશય શ્રી ,
આપને જણાવતાં અતિ આનંદ થાય છે, કે 'યુથ કલબ રંગપુર 'દ્વારા તારીખ 30 માર્ચ ને ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રંગપુરના વિશાલ પટાંગણમાં ' લવ મેરેજ બ્યુરો ' સંસ્થાની સ્થાપના નિમિત્તે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકવીસ યુગલો, શહેર ના પ્રતિષ્ઠિત આગેવાનો, આમંત્રિત મહેમાનો, તથા ગ્રામજનોની હાજરી વચ્ચે પોતાના મનપસંદ પાત્ર સાથે એકબીજા સાથે જોડાશે. આ શુભ પ્રસંગે અધ્યક્ષ સ્થાને વડોદરા ના શેઠ પ્રીતમ લાલ બિરાજશે .અને કાર્યક્રમનું ઉદઘાટન શેઠનાં ધર્મપત્ની શ્રીમતી કલ્પના દેવીના હસ્તે રાખેલ છે. તો આ અનોખા કાર્યક્રમમાં હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરવા હાર્દિક આમંત્રણ છે.
' નિમંત્રક '
રંગપુર યુથ કલબ તથા સમગ્ર ગ્રામજનો

આમંત્રણ પત્રિકા વાંચી પ્રીતમલાલ ઘડીક નરેન્દ્ર સામે , તો ઘડીક કલ્પના સામે જોવા લાગ્યો .પરંતુ આ બધું અમને જાણ પણ કર્યા વિના બેટા - '
નરેન્દ્ર પ્રિતમલાલ ની વાત વચ્ચે કાપતાં બોલ્યો . 'પપ્પા આમેય તમે અને મમ્મીએ વચન તો આપેલું જ છે. કે એક વખત અમે બંને રંગપુર જરૂર આવીશું. તો પછી આનાથી સારો મોકો કયો હોઈ શકે ?' અને ક્ષણેક રહીને તે આગળ બોલ્યો .'ને કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક તરીકે આપનું અને મમ્મીનું નામ મેં કે વૈશાલી એ નથી મૂક્યું પરંતુ અમારું ત્યાંનું વિશાલ થયેલ ફ્રેન્ડ સર્કલ મારા અને વૈશાલીના માધ્યમથી નામથી તો આપને ઓળખે જ છે. તેથી એ લોકોના અતિ આગ્રહને વશ થઈને અમારે આપ બંનેના નામની સંમતિ પરાણે આપવી પડી છે .અને સહેજ અટકી ને તેણે ઉમેર્યું .'તો શું અમારું એટલા બધા લોકો વચ્ચે બોલેલું બધું ફોક કરવું પડશે ?'
પ્રીતમ લાલે એક ઊંડો શ્વાસ લીધો. તે કલ્પના સામે જોઈ રહ્યો .તેના મગજમાં ઊંડી ગડમથલ ચાલી રહી હતી. કલ્પનાની પણ એ જ હાલત હતી .'ને બીજી જ પળે અચાનક 32 વર્ષ પહેલાં છોડેલું વતન તેમને સાંભળી આવ્યું. એ ધરતી, એ માણસો, ને સમસ્ત રંગપુર જાણે કે એમને સાદ જઈને તેમને ત્યાં બોલાવી રહ્યાં હતાં .અને વતન પ્રેમના ખેચાળ આગળ બંને ત્યાં જવા વિવશ થઈ ગયાં . 'હા બેટા તૈયારી કરો, અમે ત્યાં જરૂર આવીશું.' પ્રીતમ લાલ બોલ્યો ને કલ્પના ની આંખોમાં જોઈ રહ્યો . કલ્પના ની આંખોએ જાણેકે તેને મૂક સંમતિ આપી દીધી હતી . નરેન્દ્ર ત્યાંથી ગયો એટલે પ્રીતમલાલે કલ્પનાને કહ્યું. ' કલ્પના, મને લાગે છે કે આપણે ત્યાં જવાનો સમય