નાયરાને તેણે પલંગ પર સુવડાવી અને એમના પર ચાદર ઓઢાડી. નાયરાના વાળ જે આગળ આવીને ગાલ સાથે રમત રમી રહ્યા હતા તે વાળને કેશવે કાનની પાછળ ધકેલ્યા.
" શું કરું જગાડી દવ? ના ના... જાગશે તો ફરી ડરના મારે થરથર કાંપવા લાગશે...જો તો સૂતી છે તો પણ કેટલી સુંદર લાગે છે..!.આજ અમાસની રાત છે છતાં પણ મને લાગે છે હું ચાંદને નિહાળી રહ્યો છું....અરે આ શું થઈ ગયું મને? હું આવી વાતો ક્યારથી વિચારવા લાગ્યો...? જલ્દી સૂઈ જવું પડશે નહીંતર આમ જ જો હું આને તાકતો રહીશ તો સવાર સુધીમાં તો હું આખી ગઝલ લખી નાખીશ..." કેશવ પણ ત્યાં જ બાજુમાં આરામથી સુઈ ગયો. 
રાતના ત્રણ વાગ્યે અચાનક નાયરાની આંખો ખુલ્લી. તેણે પોતાના હાથને હલાવવાની કોશિશ કરી પણ ન હલ્યો. તેના એક હાથ ઉપર કેશવનો હાથ હતો. અને કેશવ ગહરી નીંદરમાં હતો. 
" હાથ હટાવીશ તો બિચારાની નીંદર બગડશે...." એટલું કહીને તેણે બળ કરવાનું છોડી દીધું અને કેશવને એક ધારી તાકતી રહી. 
" સૂતો છે તો કેટલો માસૂમ લાગે છે...કોઈ કહી જ ના શકે કે આણે કોઈનું ખૂન કર્યું હશે...માસૂમ ચહેરા પાછળનું દુઃખ તો ખૂબ ઓછા વ્યક્તિ જ જાણી શકતા હોય છે....અને હું તારા દુઃખને બરોબર સમજું છું...તે જે કર્યું એનો અહેસાન હું ક્યારેય નહી ભૂલી શકું...અને સાચું કહું તો....હું તને જ ભુલવા નથી માંગતી... બસ ઈશ્વરને મારી એટલી જ પ્રાથના છે કે તું પણ હિનાની જેમ મને છોડીને ન જતો રહે..." નાયરા એ પોતાના મનમાં દબાયેલી વાત સૂતેલા કેશવ સામે કહી દીધી. બન્ને એ પોતાના મનની વાત એકબીજાને કહી જરૂર છતાં પણ વાતો ન કહેવાયેલી જ રહી. 
સવારમાં બંનેની નીંદર એકસાથે ઉડી ગઈ. એકબીજાથી લગોલગ સુતા જોઈને બન્ને શરમાઈને અલગ થયા. 
" હું નાસ્તો બનાવીને લાવું છું..." નાયરા એ એકતરફ ફરીને કહ્યું. 
" હું બ્રશ બનાવીને આવું છું...આઈ મીન બ્રશ કરીને આવું છું..." કેશવ પણ નજર ચૂરાવતો ચાલ્યો ગયો. 
" રાતની વાત કદાચ એણે સાંભળી તો નહિ લીધી હોય ને? " બન્ને એકબીજા વિશે એક જ વાત વિચાર કરી રહ્યા હતા. 
નાસ્તો કરતા કરતાં નાયરા એ આભાર વ્યક્ત કરતા કહ્યું. 
" થેંક્યું કેશવ...." 
કેશવે ઉપર મોં કરીને જોયું બોલ્યો. " આપને મુજસે કુછ કહા?" 
" જી હા... મેં આપસે હિ બાતે કર રહી હું...મેને બોલા થેંક્યું.....કાલ તો કંઈ કહેવાનો મોકો મળ્યો નહિ એટલે અત્યારે કહું છું..થેંક્યું સો મચ..." 
" થેંક્યું તો મારે તને કહેવું જોઈએ...કેટલા સમયથી મારા હાથમાં ખંજવાળ આવી રહી હતી....હવે તો એવું લાગે છે કે જ્યાં સુધી કોઈના જડબા તોડી ન નાખું ને ત્યાં સુધી મને ચેન નથી થતું..." 
" મતલબ તે આ બઘું પોતાના હાથની ખંજવાળ મટાવવા કર્યું?" 
" અરે નહિ પાગલ... તું નહિ સમજી શકે...અરે હા મારી પાસે તારા માટે એક સરપ્રાઈઝ છે..." 
" સરપ્રાઈઝ?" 
કેશવ પોતાની જગ્યાએથી ઊભો થયો અને એક બેગ લઈને આવ્યો. એ બેગને તેણે નાયરાની સામે ખોલ્યું.
" આટલા બધા પૈસા???" નાયરાનું મોં ખુલ્લેને ખુલ્લું જ રહી ગયું. 
" મેં ગણી લીધા છે પૂરા 4,99,970 રૂપિયા છે .." 
" શું??" 
" મતલબ હતા તો પૂરા પાંચ લાખ પણ મેં હમણાં ત્રીસ રૂપિયાની ટૂથપેસ્ટ લઈને આવ્યો ને એટલે..." 
" પણ આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી?" 
" અરે હું સવારે જાગ્યો ને તો હું કાલ રાતની ઘટના વિશે જ વિચાર કરી રહ્યો હતો...અને પછી મને યાદ આવ્યું કે એ ચોરો તો જુગાર રમી રહ્યા હતા..એટલે હું ઝડપથી ત્યાં ગયો અને ત્યાં પડેલા બધા રૂપિયા હું આ બેગમાં ભરીને લઈ આવ્યો..." 
" ગજબ દિમાગ દોડાવ્યું છે.." 
" હા દોડાવું જ પડે ને...દરરોજ દરરોજ પાંચસો હજારની ચોરી ક્યાં સુધી કર્યા કરત...એના કરતાં એક જ ઝાટકે મોટો હાથ મારી લીધો.." 
નાયરા ક્યારની મંદ મંદ હસી રહી હતી. 
" શું થયું? હું ક્યારનો જોઉં છું..તું કોઈ કારણ વિના હસી રહી છે...કોઈ વાત હોય તો બોલ... હું પણ તારી સાથે હસુ..." 
" કંઈ નહિ તું નહિ સમજે..." 
" અરે વાહ...હું નહિ સમજું...? હું બધું સમજું છું બસ હું તને કહેતો નથી..." 
" હેં... જરા કેહ તો મને તું શું સમજે છે? હે...બોલ બોલ..." 
" અરે પણ મારે નથી કેવું..... તું તો જીદ કરવા લાગી..." 
" ચલ ને આજ આપણે શોપિંગ કરવા જઈએ??" અચાનક નાયરા નાની છોકરીની જેમ કૂદતી બોલી.
" શોપિંગ બોલે તો ખરીદી કરવા ને?" 
" હવે એટલો પણ તું માસૂમ નથી...હો..." 
" હા હા આપણે જઈએ શોપિંગ કરવા પણ..." 
" પણ શું?" 
" યાર પણ પોલીસ મને અહીંયા પણ શોધતી હશે તો? એક વખત હું એની નજરમાં આવી ગયો તો મારું તો પૂરું..." કેશવ ત્યાં જ જમીન કર ઉદાસ થઈને બેસી ગયો. 
નાયરાના મનમાં એક યુક્તિ સૂઝી અને બોલી. " એવું કશું નહિ થાય...મારી પાસે એક મસ્ત આઈડિયા છે..." 
" સાચ્ચે??" 
કેશવને પોલીસથી બચાવવા માટે શું નાયરાનો આઈડિયા કામ કરશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.