Kanta the Cleaner - 6 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 6

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 6

6.

કાંતા એ વિશાળ, વૈભવી કેબિનમાં પોશ લેધર સોફા પર એકલી બેઠેલી. આખી કેબિનમાં લાલ મખમલી કાર્પેટ પથરાયેલી હતી. એક ખૂણે મોટો, એકદમ ચકચકિત અરીસો પણ હતો પણ અત્યારે કાંતાની તેમાં જોવાની હિંમત નહોતી.

આમ તો આવી કેબિનમાં બેસવાનું દરેક કર્મચારીનું સપનું હોય. આજે ભલે મુલાકાતીના સોફા પર, તે એ કેબિનમાં બેઠી તો હતી પણ તે ગર્વને બદલે ઊંડા આઘાતમાં હતી. તેને કેબીનની દીવાલો કોઈ હોરર ફિલ્મના સીનની જેમ ત્રાંસી થતી લાગી. આખો રૂમ નાનો થઈ તેને ભીંસતો હોય તેમ લાગ્યું. તેણે છાતી પર હાથ મૂક્યો અને આમથી તેમ મરડાઈને ઊંડાં શ્વાસ લીધા.

તે મૂંઝવણમાં હોય ત્યારે આમ જ કરતી. તેની માએ શીખવેલું કે ભય લાગે ત્યારે કોઈ વિડિયો ફાસ્ટ ફોરવર્ડ કરતા હોઈએ તેમ યાદશક્તિથી એક એક સીન રિપ્લે કરતા જવા. તેણે જે કાઈં હોટેલમાં ગઈકાલે થયું એ જાણે સ્લો મોશનમાં રિપ્લે કરવા માંડી.

વચ્ચે તેણે પોતાને જ કહ્યું 'આપણાં કરેલાં બધાં કૃત્યોની જવાબદારી આપણી છે. એક નાનું કૃત્ય કે એક જ વાક્ય જિંદગીને સુખ થી દુઃખ કે તેથી વિરુદ્ધનો વળાંક આપી દે છે. પણ અહીઁ જે થયું તે મારા હાથમાં ન હતું. તો હું કઈ રીતે જવાબદાર હતી?'


તે ફરી મનની આંખે કાલ સાંજના એક એક સીન જોવા લાગી. તેના હાથ ધ્રુજવા લાગ્યા અને એકદમ અટકી ગયા. તેણે અગ્રવાલજીને જોયા ત્યારે તે પોતે બેડરૂમના ઉંબરથી પાંચેક ફૂટ દૂર હતી. તેણે દુર્ગંધ આવતાં રૂમમાં સ્પ્રે છાંટ્યો, હાથમાં એક કપડું લઈ કાચના ઝીણા અને અણીદાર ટુકડા ઉપાડ્યા. એ કપડું કેવું હતું? ના. હોટેલનો નેપકીન કે એવું નહોતું. તો એ કેવું હતું? પોતે યાદ કરી લીધું. કાચ રૂમની જ ડસ્ટ બીનમાં ભર્યા. કાચના ટુકડાઓ.. દારૂની બોટલના હોય તો ભીના હોય. આ સૂકા હતા. તેણે કપડાં સાથે ઓછાડ નાખ્યો એ ઉપરથી જ જોયેલો. ટ્રોલી પર ડાઘ એ વખતે નહોતા. તેની યાદ એક સીન પર આવીને ફ્રીઝ થઈ ગઈ. બસ, હવે હું બરાબર જવાબ આપી શકીશ. મારે હવે ડરવાની જરૂર નથી.

રૂમ ખુલ્યો અને સરસ ટ્રેમાં કોઈ ચા અને બિસ્કીટ આપી ગયું. તેણે ચા ની ચુસ્કી ભરી અને બિસ્કીટ મોં માં મૂકી તેનો ક્રીક ક્રીક અવાજ સાંભળી રહી. ચા ની સુગંધ અને સ્વાદ તો ચોક્કસ રાઘવના હાથનો જ. પણ અત્યારે તે ક્યાં હશે?

કાંતાની વિચારધારા ચાલી રહી. ડ્યુટી પર હોત તો અત્યારે તો તેનું અર્ધું કામ પતી ગયું હોત. તેનું કામ એટલું ચોક્ખું અને તેનાં વાણી વર્તન એટલાં વિવેકભર્યાં હતાં કે તેને સારી એવી ટીપ મળ્યા જ કરતી અને તેની સુપિરિયર મોનાને એની જ તો ઈર્ષ્યા હતી.

બારણું ખૂલવાનો અવાજ આવતાં તેની વિચારધારા અટકી. તેણે એ તરફ જોયું. ઇન્સ્પેકટર ગીતા જાડેજા બે હાથમાં લાકડી રમાડતાં દાખલ થતાં હતાં.

કાંતા તેમને મૂલવી રહી. એક સ્ત્રીના પ્રમાણમાં સારી એવી ઊંચાઈ, માંસલ બાવડાં, ઘણાં મોટાં સ્તનો.. બીજું બધું તો ઠીક, એની નજર આરપાર વીંધી નાખે એવી હતી. અત્યારે ભાવશૂન્ય.

"રાહ જોવડાવ્યા બદલ સોરી." તેમણે કહ્યું.

"ઇટ ઇઝ ઓકે, મેડમ." તેણે કહ્યું.

"આ 120 મિનિટ તને 120 વર્ષો જેવી લાગી હશે. કાં?"

કાંતા લોકોની તેને ઘુરીને જોતી નજરોથી ટેવાઈ ગયેલી. બધાં વચ્ચે હોવા છતાં અદ્રશ્ય રહેવું તેને આવડી ગયેલું. પણ આ નજર! વીંધી નાખે એવી. કાંતાને એ નજર ગમી નહીં.

"બેસ." કહેતાં તેઓ સોફા પર જ બાજુમાં બેસી ગયાં. કાંતાએ તેમને નમસ્તે કર્યાં. તેમણે વજનદાર હાથ કાંતાને ખભે મૂક્યો. આમ મિત્રતા ભર્યો પણ હમણાં જમીનમાં દાટી દેશે એવો સ્પર્શ.

"ખરી મુશ્કેલીમાં આવી ગઈ તું! બોલ, હવે કહે, તેં તો મિ.અગ્રવાલને ઊંધા પડેલા જોયેલા. તો જ્યારે રૂમ ખુલી, મોંમાંથી ફીણ, ચત્તી પાટ લાશ .. છેલ્લું તારું નીકળવું, બોટલ, નોબ, બેડ બધે તારી ફિંગર પ્રિન્ટ .. છોકરી, તું ખરી મુશ્કેલીમાં આવી ગઈ."

ગીતા જાડેજાએ પોતાની હથેળીમાં લાકડી ફટકારતાં કહ્યું અને વિચિત્ર હાસ્ય કર્યું.

"મેડમ, મારા પછી સરિતા અગ્રવાલ તો હતાં એ રૂમમાં.." કાંતા પૂરા વિશ્વાસથી બોલી.

"ઠી..ક. તો તારું કહેવું છે કે સરિતાએ પોતાના પતિની.." ગીતા જાડેજા એક એક શબ્દ પર ભાર મૂકી રહ્યાં.

"ના, એવું હું નથી કહેતી. પણ મેં સફાઈ કરી ત્યાં તો મેડમ બહાર આવી ગયેલાં અને હું ડ્રોઈંગ રૂમમાં ખાલી કાચ ઉપાડી, સ્પ્રે મારી બહાર આવી ગયેલી."

"હા.. હા.. હા.. છોકરી, ચિંતા નહીં કરતી. અત્યારે તો તેં જે અમને અને તારા સાહેબને કહ્યું એ મુજબ તારી જરૂર મહત્વના સાક્ષી તરીકે પડી શકે છે. કદાચ તાજના સાક્ષી. તારા સાહેબને તારી તરફ કુણી લાગણી છે. અત્યારે ખૂનની શંકાની સોય તારી તરફ હોત તો તું આમ બેઠી ન હોત, સમજી?" ગીતા મેડમ ફરી ક્રૂર રીતે હસી રહ્યાં.

ક્રમશ: