Ek Punjabi Chhokri - 17 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 17

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક પંજાબી છોકરી - 17



સોહમ અને સોનાલી સાથે તેમની પૂરી ફેમીલી હોટલમાં પહોંચે છે,ત્યાં આખી હોટલ બુક કરેલી હતી અને તેને સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવી હતી. સોહમ અને સોનાલીની ફેવરિટ ડિશ રાખવામાં આવી હતી.સોહમને પીઝા અને છોલે ભટુરે પસંદ છે તો તેના માટે આ ડીશ હતી અને સોનાલીને ઢોસા,ઈડલી સંભાર પસંદ છે તો તેના માટે તે ડીશ રાખવામાં આવી હતી અને આ સિવાય મુંબઈમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાથી અહીં ખૂબ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન મળી જાય તેથી ગુજરાતી મેનૂમાં ફાફડા ગાંઠિયા,થેપલા,સૂકી ભાજી, દહીં આ વસ્તુ પણ સ્પેશિયલ ઓર્ડર આપી બનાવડાવી હતી.આ સોનાલી અને સોહમ માટેનું સરપ્રાઈઝ હતું.આ બધું જોઈ તે બંને ખૂબ જ ખુશ થઈ જાય છે.

બધા સાથે બેસી ભોજન કરે છે અને અલગ અલગ વસ્તુ ટ્રાય કરે છે.જમી લીધા પછી આઇસક્રીમ અને મીઠું પાન બધા લોકો ખાય છે.સોહમ અને તેની ફેમિલી પહેલી વખત પાન ટેસ્ટ કરે છે.સોહમને તો મીઠું પાન ખૂબ ભાવે છે તેથી તે ત્રણ,ચાર પાન પેક કરાવી સાથે લઈ લે છે.રાત્રે બધા એક હોટેલમાં રોકાઈ છે અને ત્યાં જ આરામ કરે છે.

વહેલી સવારે તેમની ફ્લાઇટ હોય છે તેથી બધા વહેલા ઉઠી નાહી ને ફ્રેશ થઈ જાય છે અને એરપોર્ટ પર જઈને બધા ચા,કોફી લે છે.ત્યાં તેમની ફ્લાઇટ આવી જાય છે અને બ્રેકફાસ્ટ ફલાઇટમાં જ આપવામાં આવે છે.જેમાં આલુ પરાઠા,રાયતું અને અથાણું આપવામાં આવે છે.બધા નાસ્તો કરી થોડી વાર બહારનો સુંદર એવો નજારો જુએ છે,ત્યાં તો જલંધર આવી જાય છે.તે લોકો એરપોર્ટ પર ઉતરી રિક્ષા કરી બસ સ્ટેશન પહોંચે છે.ત્યાંથી હોશિયારપુરનો એક કલાકનો રસ્તો બસમાં પસાર કરે છે.સોહમ તો બધાથી અલગ બેસી સોનાલીની અદાઓ અને તેના નખરાઓને જોયા કરે છે.એક કલાક બાદ હોશિયારપુર બસ સ્ટેશન આવે છે અને ત્યાંથી પાછા બધા રિક્ષામાં બેસી પોતાના ઘરે પહોંચે છે.બધા ખૂબ જ થાકેલા હોય છે.બપોર રસ્તામાં જ ગઈ તેથી કોઈએ જમ્યું પણ નહોતું અને બધાને ખૂબ કડકડીને ભૂખ લાગી હતી.

સોહમ અને તેના મમ્મી પપ્પા સીધા સીનાલીના ઘરે જ આવ્યા હતા. અહીં બધા બેઠા હતા અને શું બનાવું તે વિચાર કરતા હતા.સોહમના પપ્પા કહે છે,તમે બધા થાકી ગયા છો તો આજે હું તમને બધાને પૌઆ બટાકા બનાવીને આપું છું.તમે બધા ફ્રેશ થઈ જાઉં,એમ કહી સોહમના પપ્પા ઘરે જાય છે અને બાકીના બધા સોનાલીના ઘરે જ તેમની રાહ જુએ છે.થોડી વારમાં સોહમના પપ્પા ગરમગરમ પૌંઆ બટાકા લઈને આવી જાય છે. તે બધા પેટ ભરીને ખાય છે અને પછી બે કલાક સૂઈ જાય છે. સોહમ તો સોનાલીની યાદમાં જ ખોવાયેલો હતો તેને તો ના ખાવાનો હોંશ હતો ના તો સૂવાનો હોંશ હતો.થોડી વાર માટે તેની આંખ મીંચાઈ જતી તો પણ તેને સપનામાં સોનાલીની મીઠી મીઠી વાતો, તેની મોહક આંખો એજ બધું યાદ આવ્યા કરતું અને તેનો ચહેરા પર એક મસ્ત મજાની સ્માઇલ આવી જતી.જે જોઈને જ લાગતું કે સાચે જ સોહમ સોનાલીને અપાર અને રિયલ લવ કરે છે.તેને સોનાલી ખુશ રહે તેવી જ ઈચ્છા હતી અને આ જ કારણ હતું કે તે સોનાલીને પોતાની ફિલિંગ વિશે કંઈ જ કહેતો નહોતો.તેને ડર હતો કે જો પોતે સોનાલીને પોતાની ફિલિંગ કહેશે અને ક્યાંય સોનાલી દુખી થઈને દોસ્તી પણ થોડી લેશે તો પોતે જીવી જ નહીં શકે.

સોનાલી સિવાય સોહમની ફિલિંગ વિશે બધા જ જાણતા હોય તેવું લાગતું હતું પણ કોઈ સ્યોર ન હોવાથી કંઈ બોલતું નહોતું. સોહમ જે રીતે સોનાલીમાં કલાકોના કલાકો ખોવાઈ જતો તે સોનાલી અને સોહમ બંનેની ફેમિલી એ ક્યાંક ને ક્યાંક જોયું હતું.સોનાલીના મમ્મીએ તો સોનાલીને આ બાબત વિશે પૂછ્યું પણ હતું પણ સોનાલી એ આ વાતની સાફ મનાઈ કરી હતી.

બધા થોડી વાર આરામ કરી ઉઠી જાય છે ત્યાં તો ઘણા બધા લોકો બહાર ડેકોરેશન કરતા હોય છે.સોહમના મમ્મી પપ્પા નવા કપડાં પહેરીને તૈયાર થઈને પહોંચી જાય છે.સોનાલીના દાદા, દાદી,મમ્મી,પપ્પા અને વીર પણ મસ્ત મજાના તૈયાર થઈ બહાર ગાર્ડનમાં પહોંચી જાય છે.સોહમ અને સોનાલીને કંઈ જ ખબર નહોતી.સોહમને તેના મમ્મી સલવાર સુટ આપીને તૈયાર થઈ સોનાલીના ઘરે આવવાનું કહીને ગયા હતા.સોહમ એ પૂછ્યું પણ તેના મમ્મીએ કંઈ જ જવાબ આપ્યો નહીં.

એવું શું સરપ્રાઈઝ હશે જે સોહમ અને સોનાલીને આપવામાં આવશે?
શું સોનાલી સોહમને લવ કરશે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.