Ek Punjabi Chhokri - 18 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 18

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

એક પંજાબી છોકરી - 18




સોહમ તૈયાર થઈને સોનાલીના ઘરે પહોંચે છે અને તે જુએ છે કે ગાર્ડનને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.સોનાલી પણ થોડી વારમાં મસ્ત મજાના નવા કપડાં પહેરીને ત્યાં આવે છે. તે પણ ગાર્ડનનું ડેકોરેશન જુએ છે બંને ને ખૂબ અજીબ લાગે છે કે શું સરપ્રાઈઝ હશે?

સોહમ અને સોનાલી થોડી વાર વાતો કરે છે ત્યાં તેમના ઘણા બધા મિત્રો આવી જાય છે આ જોઈ બંને ખુબ જ ખુશ થઈ જાય છે.આ એક બહુ મોટું સરપ્રાઈઝ હતું.તે બધા સોહમ અને સોનાલી માટે અલગ અલગ ગિફ્ટ લઈને આવે છે સાથે નાટકમાં સારા પરફોર્મન્સ બદલ તેમને અભિનંદન પણ કહે છે.આ આયોજન સોહમ અને સોનાલી માટે તેમના પ્રિન્સિપલ તરફથી ખાસ તે બંને માટે રાખવામાં આવ્યું હતું કારણ કે તેમને પોતાની મહેનત અને પરિશ્રમથી આ શાળાનું નામ રોશન કર્યું હતું.સોહમ ને સોનાલી થાકી ગયા હોવાથી આ પાર્ટી સ્કૂલ પર રાખવાના બદલે સોનાલીના ઘરે રાખવામાં આવી હતી અને તેમાં શાળાના બધા જ સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા.

આજે સોહમ અને સોનાલી માટે ખૂબ ખુશીનો દિવસ હતો.તે બંનેની સાથે સાથે તેમની પૂરી ફેમીલી અને શાળાના બધા લોકો પણ ખૂબ જ ખુશ હતા.બધા આવી ગયા બાદ પ્રિન્સિપલ સર માઇકમાં કહે છે કે "સોહમ ઔર સોનાલીને મિલ્કે પુરે પંજાબ દા નામ રોશન કર દિતા ઉન્કો લખ લખ વધાઈયાં"એસે હોનહાર બચ્ચોં કી દેશ કો સખત જરૂરત હૈ. બધા લોકો ખૂબ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લે છે. ત્યારબાદ સર કહે છે કે આ પાર્ટી પૂરી થયા પછી સોહમ અને સોનાલીને શાળા તરફથી ખાસ ગિફ્ટ આપવામાં આવશે,પછી બધાને જમવા માટેની વિનંતી કરવામાં આવે છે.

જમવામાં રાજમાં,ભાત,પકોડા કઢી,પનીરનું શાક,રોટલી,લસ્સી અને મોટા મોટા રસગુલ્લા રાખવામાં આવ્યા હતા.બધી જ વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ હતી.બધા બાળકોએ ખૂબ મન ભરીને ભોજન કર્યું.જમી લીધા બાદ બધા સ્ટુડન્ટ્સ એ પંજાબી સોંગ પર ભાંગડા પણ કર્યા.જેમાં સોનાલી અને સોહમે તેમના ફેવરિટ સોંગ પર ખૂબ ડાન્સ કર્યો.તે સોંગ હતું ....

"ભોલે કી બારાત ચડી ગજ વજ કે
સારેયા ને ભાંગ પિતી રજ રજ કે."

બધાએ ભેગા મળીને ખૂબ ધૂમ મચાવી અને પછી સર સ્ટેજ ઉપર આવ્યા અને સોનાલીને હીર રાંઝા નાટકની સફળતા વિશે કંઇક કહેવા વિનંતી કરી.સોનાલી સ્ટેજ ઉપર ગઈ અને તેને કહ્યું મેં નાટકમાં પાર્ટ લીધો તે મારા મમ્મીના કહેવાથી કારણ કે મારા મમ્મી પપ્પાની જોડી ખૂબ જ સુંદર છે. તે બંને એકબીજાની વાતો કહ્યા વિના સમજી જાય છે.હીર અને રાંઝાના પ્રેમનું જીવતું જાગતું ઉદાહરણ મારા માતા પિતા છે.મારા દાદા દાદીની બોન્ડિંગ પણ ખૂબ જ સારી છે અને તે મેં હીર બનવા માટે સમજી અને જાણી જેથી હીર બનવામાં મને કોઈ જ મુશ્કેલી ન પડી.પછી સોનાલી કહે છે હીરના પાત્રને પૂરી રીતે ન્યાય અપાવવામાં મારા બેસ્ટ ફ્રેન્ડ સોહમનો અગત્યનો ફાળો છે. તે મને બહુ સારી રીતે જાણે અને સમજે છે એટલે તેને મને રાંઝા બનીને ખૂબ સારો સપોર્ટ કર્યો છે.આ સાંભળી સોહમનો સોનાલી માટેનો પ્રેમ વધુ મજબૂત થાય છે અને તેને લાગે છે કે ક્યાંક સોનાલી પણ તેને દોસ્તથી વધુ માને છે. આટલું કહી સોનાલી પોતાની ફેમિલીનો, સોહમ ને સોહમના માતા પિતાનો ખૂબ આભાર માને છે.

સોનાલી પોતાની વાણીને વિરામ આપે છે ત્યારે સર સોહમને વિનંતી કરે છે,આ નાટકમાં તે કઈ રીતે સફળ થયો તે વિશે બધાને થોડું જણાવે.સોહમ સોનાલીના વિચારોમાં ખોવાયેલો હતો પણ સરે જ્યારે તેને સ્ટેજ ઉપર આવવાનું કહ્યું ત્યારે તેને સોનાલી વિશે ઘણું બધું કહેવાનું મન થઈ ગયું પછી તેને વિચાર્યું કે ક્યાંક સોનાલીની ફેમિલી ને નહીં ગમે તો તે લોકો મને નફરત કરશે આવો વિચાર કરી તેને કહ્યું મેં તો રાંઝા બનવા માટે કોઈ જ તૈયારી નહોતી કરી.પછી કહે છે જ્યારે હું સિલેક્ટ થયો ત્યારે અને તે પહેલાં પણ મને આ નાટક કરવામાં જરા પણ રસ નહોતો.મેં સોનાલીના સપોર્ટથી આ બધું કર્યું છે એમ કહી તેણે બધું ક્રેડિટ સોનાલીને આપી દીધું.સોનાલીને સોહમના આ શબ્દો સાંભળી ખૂબ દુઃખ થયું પણ તે ત્યારે કંઈ જ બોલી નહીં.સોહમ તો આટલું કહી અટકી ગયો.હવે સર સ્ટેજ ઉપર આવી સોહમ અને સોનાલી માટે શાળા તરફથી આપવામાં આવનાર પુરસ્કાર ની વાત કરવા જાય છે.

શું પુરસ્કાર હશે જે તેમને તેમની શાળા તરફથી આપવામાં આવશે?
શું સોહમ સોનાલી ને મનાવી શકશે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.