Khajano - 68 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 68

The Author
Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

ખજાનો - 68

"મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે તેઓ દેશને આઝાદી અપાવવા માટે ઝઝૂમી રહેલા સ્વાતંત્ર સેનાનીઓની મદદ કરવામાં તેઓ ગર્વ અનુભવતા હતા. તેઓ બહુ જ નીડર અને બહાદુર હતા." પોતાના દાદાજી ઉપર ગર્વ અનુભવતા સુશ્રુતે કહ્યું.

"એટલે જ ..! સુશ્રુત તારામાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાનો ગુણ વિકસ્યો છે. દાદાજીનો વારસો તેં જાળવી રાખ્યો હો બાપુ... !" હસીને જોનીએ કહ્યું.

"વાત એકદમ સાચી કહી...જોની.. સુશ્રુતે ખરેખર તેના દાદાજીનો વારસો જાળવી રાખ્યો છે. તેની રસોઈ એક મોટા સેફ કરતા કંઈ ઊણી નથી હોતી. તેના હાથનું ભોજન ખાવાનો અનુભવ તો કોઈ ફાઈવસ્ટાર હોટલમાં ખાતા હોય તેવો આવે છે. તેં તારા દાદાજી જોયા છે સુશ્રુત...?" લિઝાએ પૂછ્યું.

"હા, મેં મારા દાદાજીને જોયા છે. પરંતુ તે વખતે હું ઘણો નાનો હતો. પાંચ છ વર્ષનો હોઈશ કદાચ. પરંતુ દાદાજીના બહાદુરી અને સાહસના કિસ્સા મેં મારા પિતા પાસેથી સાંભળ્યા છે."

"એ ભયાનક રાતને હું આજે પણ ભૂલી શકતો નથી." ઊંડા વિચારોમાં ખોવાઈ ગયેલા સુશ્રુતિ કહ્યો.

" કઈ ભયાનક રાત સુશ્રુત...?" લિઝાએ પૂછ્યું.

" એ અંધારી રાત હતી. હું મારા ફેમિલી સાથે મકાનની છત પર આરામથી સૂતો હતો. ત્યાં અચાનક જ કોઈ ટોળાનો અવાજ આવ્યો. મારા દાદાજી અને પિતાજી દોડતા અગાસી પાસે ગયા. તેઓએ જોયું તો અંગ્રેજોનું એક ટોળું કેટલાક સેનાનીઓને ઢસડીને લાવી રહ્યા હતા. આ જોઈ દાદાજીનો અંગ્રેજો પ્રત્યેનો રોષ તીવ્ર બની ગયો. તેઓએ ગુસ્સામાં પોતાની બંને મુઠીયા બંધ કરી દીધી અને મનમાં જ જાણે કોઈ દ્રઢ સંકલ્પ કર્યો હોય તેમ આગ જરતી આંખોથી અંગ્રેજો સામે જોવા લાગ્યા. પિતાજીને ઈશારો કરી મને મારી મમ્મીને અને મારી બા ને ત્રણેયને એક રૂમમાં પૂરી બારથી તાળું મારી દીધું. એ રૂમમાં માત્ર હવા ઉજાસ માટેની એક નાની બારી હતી. જેમાંથી નીચેનો દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાતું હતું. તે રૂમમાં પ્રકાશની કોઈ સુવિધા ન હતી. અંધારી કોટડીમાં હું થોડો ડરી ગયો. ડરથી મેં મારી બાની બાથ ભીડી દીધી. તેણે માથે હાથ ફેરવ્યો અને મને હિંમત આપી." ડરીશ નહીં બેટા..! બધું સારું થઈ જશે." એટલું કહીને મારી બા મને બારી પાસે લઈ ગઈ, જેથી કરીને મારો અંધારા પ્રત્યેનો ડર ઓછો થાય. પરંતુ ત્યારે મારી નજર નીચે પડી. મારા પિતાજી અને દાદાજીએ કેદ કરીને લઈ જઈ રહેલા સેનાનીઓને છોડાવવા અંગ્રેજો સામે બાથ ભીડી. ત્યારે એક અંગ્રેજે પિતાજી ઉપર ગોળી ચીંધી. જે પિતાજીના પગમાં વાગી. પિતાજીને ગોળી વાગતા દાદાજી વધારે રોષે ભરાયા તેઓએ મોટેથી ચીસ પાડીને, તે જ અંગ્રેજ અફસરના હાથમાંથી બંદૂક લઈ ધડાધડ બે ત્રણ ગોળીઓથી તે અંગ્રેજ અક્ષરને વીંધિ નાખ્યો. અંગ્રેજ પર ગોળી ચલાવવાના કારણે બાકીના અંગ્રેજોએ ધડાધડ દાદાજી ઉપર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો. મારી નજર સામે જ લોહી લુહાણ થઈ જમીન પર ઢળી પડતા મેં મારા દાદાજીને જોયા હતા. એ દ્રશ્ય જોતા જ મારી આંખો પહોળી રહી ગઈ હતી. હું ડરી જઈશ.. ગભરાઈ જઈશ.. એ વિચાર આવતાં મમ્મીએ તુરંત મારી આંખો બંધ કરી દીધી અને મને અંધારા તરફ લઈ ગઇ. પરંતુ કોણ જાણે કેમ એ દ્રશ્ય આજે પણ હું સ્પષ્ટપણે જોઈ શકું છું." આટલું કહેતા સુશ્રુતની આંખો ભરાઈ ગઈ. થોડી થોડીવાર માટે તે ચૂપ થઈ ગયો. લિઝા તેની પાસે ગઈ. તેના ખબે હાથ મૂક્યો અને તેને આશ્વાસન આપ્યું.

"મારા દાદાજી ખુબ બહાદુર હતા." પોતાના દાદાજીને યાદ કરતા સુશ્રુતે પોતાના આંસુ લૂછયાં અને શાંત થયો.

"સુશ્રુત.. ! તારા દાદાજી આટલા બહાદુર હતા તો તું આટલો ડરપોક કેમ છે..?" વાતાવરણને થોડું હળવું બનાવવા માટે જોનીએ સુશ્રુત પાસે આવી મજાક કરતા કહ્યું.

" ઓહ..! અંગ્રેજો આવા ક્રૂર હતા કે તેઓને કોઈના જીવની પડી છે નહોતી..? આવા ક્રૂર માણસો પૃથ્વી પર હોવા જ ન જોઈએ." સુશ્રુતની વાત સાંભળી ઈબતીહાજે કહ્યું.

"ઈબતીહાજ...! હું પણ પોર્ટુગીઝ પ્રજાની એક સંતાન છું. પરંતુ મેં પણ ભારતનો ઇતિહાસ જાણ્યો છે. પોર્ટુગીઝોમાંથી ૯૦ ટકા પોર્ટુગીઝો માત્ર વેપાર કરી સમૃદ્ધ થવા ભારત આવ્યા હતા જ્યારે અંગ્રેજો ભારતને ભોગે સમૃદ્ધ થવા આવ્યા હતા."

"લિઝા તું બરાબર કહી રહી છે. લીઝા.. આપણે પોર્ટુગીઝો ભારતીયો જેવા જ દયાળુ અને માયાળુ છીએ. જ્યારે અંગ્રેજો કોઈપણ ભોગે ભારત પર સત્તા જમાવી ઇંગ્લેન્ડને મહાસત્તા બનાવવા ઈચ્છતા હતા. કંઈક અંશે તેઓએ આ કરી પણ બતાવ્યું છે. સોનાની ચીડિયા ઘણાતા ભારતને સાવ ખોખલું કરીને તેઓ ગયા છે. સાચા અર્થમાં કહીએ તો તેઓ ભારતને લૂંટીને ગયા છે." જોનીએ કહ્યું.

"મારા પિતાજી ભલે પોર્ટુગલના હોય પરંતુ મારો જન્મ હિન્દુસ્તાનમાં થયો છે અને મને ગર્વ છે મારી જન્મભૂમિ પર. અમે માત્ર વેપાર કરવા માટે ભારત આવ્યા હતા પરંતુ ભારતની ધરતી સાથે... ભારતની ભૂમિ સાથે... ભારતના લોકો સાથે... એટલો લગાવ થઈ ગયો કે ભારત છોડી પોર્ટુગલ જવાનો ક્યારેય વિચાર જ ન આવ્યો. મૉમ ડેડે પણ ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી દીધી. એટલે જ મને પણ ભારતીય હોવાનો ગર્વ છે." પ્રાઉડ ફીલ કરતા લિઝાએ કહ્યું.

"ભારતને લૂંટી ગયા પછી પણ તેમનું પેટ ન ભરાયુ..! હજુ પણ અંગ્રેજોએ વિશ્વના ઘણા દેશો ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. મહાસત્તા બનવાની લાલસા માણસ પાસે કેટલા ક્રૂર અને હિંસાત્મક કાર્ય કરાવે છે તે ખુદ માણસને પણ ખબર હોતી નથી." સુશ્રુત બોલ્યો.

To be continue...

મૌસમ😊