Ek Saḍayantra - 87 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 87

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 87

(સિયા પણ એમની સાથે સંબંધ ના બાંધવા માટે થઈ સામે જવાબ આપે છે, તો તે પણ તેને મારે છે અને ધમકી આપે છે કે આનું પરિણામ સારું નહીં આવે માટે માની લે. માનવ પણ તેના અબ્બાના સપોર્ટમાં આવે છે અને તેને ગમે તેમ બોલે છે. હવે આગળ....)
સિયા એ કહ્યું કે,
“તમે મને આમ ગમે તેમ બોલો છો, એ પહેલા એક વાર પૂછો તો ખરા કે એમને મારી સાથે શું કર્યું છે?”
“આવું કેવી રીતે તમે બોલી શકો છો કે મેં શું કર્યું છે? કેમ તમે કંઈ જ નથી કર્યું?”
“કેમ કંઈ નથી કર્યું? એમને મારી જોડે સંબંધ બાંધવાની માંગણી કરી છે કે નહીં? એક દીકરીની સામે બાપ આવો સંબંધ બાંધવાની માગણી કરે, એમાં એમને શરમ નથી આવતી....”
“એમને શેને આવી જઈએ? તો તું છે કોણ? મોટી કલેક્ટર અને તું અમને એમ તે બોલી શકે. આ ઘરમાં રહેનારનો હક તારા પર મારા જેટલો જ છે, તારા શરીર પર મારા ભાઈજાન અને અબ્બાનો હક છે. અબ્બા હું તમને હક અપાવીશ. તમે ચિંતા ના કરો, હાલ ને હાલ જ એને રૂમમાં લઈ જાવ અને એની સાથે તમે સંબંધ બાંધો. જોવું છું કેમ નથી બાંધતી.”
માનવ આવું બોલતા જ સિયા માનવને કરગરી પડી કે,
“એવું ના બોલો તમે... પહેલાં તો મને કહેતા હતા કે તમે મને પ્રેમ કરો છો, તો આ બધાનો મતલબ?”
“તો શું થઈ ગયું, તારે અમારી હવે બધી જ વાત માનવાની અને તારી એકપણ જીદ કે વાત જરાક પણ નહીં ચાલે. પાછી તું અમારી વાતો માનવાની જ નહીં, એ નક્કી કરી દીધેલું છે, એવું તો હું નહિ ચલાવું અને હવે હું જોઉં છે કે તું કેમ કરી મારી વાત ઉથાપે છે. એ પણ હવે તારા માટે સારું નહીં થાય.”
આ ધમકી સાંભળી સિયાને થયું કે,
“ના... હવે નહીં, હું આ ઘર અને આ લોકોનો અત્યાચાર સહન કરીશ ને તો એ વધારે મારા પર અત્યાચાર કરશે. જો હવે મને કોઈએ પણ ડરાવી છે ને, તો મારે કંઈક તો કરવું જ પડશે.’
પછી તે બોલી કે,
“જો હવે તું કે તમે લોકો મારા પર કોઈ જુલ્મ કરશે તો હું પોલીસ સ્ટેશનને જઈને તમારા વિશેષ ફરિયાદ કરતા વાર નહીં કરું.”
આ સાંભળી અને સિયાનો ગુસ્સો જોઈએ ને એ લોકોને થયું કે,
“આ તો હવે બળવા પર આવી ગઈ છે, આ તો એવું થયું કે ‘મેરી બીલ્લી મુજ સે મ્યાઉ’ જેવા હાલ થયા.”
બધાને ગુસ્સો આવી ગયો અને આનિશ બોલ્યો કે, “હરામખોર ખાવું અમારું અને છતાં પછી અમને ધમકાવે છે, આવું તો ચાલશે જ નહીં. તારી જેવી માટે આ ઘર પણ લાયક નથી કે મારો દીકરો પણ.”
માનવની સામે જોઈ કહ્યું કે,
“મોહસીન બેટા, વિચારી લે તારે શું કરવાનું છે? જો આ છોકરી તારા અબ્બાની જોડે રહેવા તૈયાર ન હોય તો પછી એને ઘરમાં રાખીને શું મતલબ?”
સાંભળી સિયા બોલી કે,
“તો પછી અહીં રહેવાનો પણ શું મતલબ, જ્યારે એક દીકરી ઉપર બાપ જ ખોટી નજર કરે. સસરા પણ બાપ સમાન જ ગણાય.’
“પણ એ તારો બાપ નથી.”
“હા, પણ જે વ્યકિત છોકરી પર ખરાબ નજર કરતા હોય, એ વ્યક્તિને પાઠ ભણાવવાનો હક પણ છે. એટલું યાદ રાખજો કે હું પણ દીકરી છું અને મારા મા બાપે મને પાઠ ભણાવતા પણ શીખવાડ્યું છે. અને એ જો શીખવાડ્યું હોય તો એ અમલ કરવાનો મને હક પણ છે કે હું મારા માટે અવાજ ઉઠાવી શકું. હું હવે કોઈ જુલમ પણ સહન નહીં કરું અને કોઈ મારા પર જુલ્મ થવા પણ નહીં દઉં. તો મારી ઉપર બહુ આવી જુલમ કર્યા હવે શું કરી લેશો?”
“અમે શું જુલ્મ કરી દીધો તારા પર, તું જ તારા મા-બાપને છોડીને આવતી રહી, એ પણ કંઈ સમજ્યા કર્યા વગર, પછી એમાં મારો શું વાંક?”
“એ તો એટલા માટે કે તમે મને ભોળવી હતી. એટલું જ આવું વગર વિચાર્યા પગલું ભર્યું. કાશ મને પહેલા બુધ્ધિ આવી ગઈ હોત તો થોડી હું ફસાઈ જાત તારી જાળમાં. તારા જેવાને કારણે અમારી જેવી છોકરીઓ ફસાઈ જાય છે, એનું શું? તારા જેવાને સજા આપવી જોઈએ કે નહીં મને.”
“મેં કંઈ ફસાવી નથી, એ તો તું જાતે જ આવી હતી. તે જ એ રસ્તો પસંદ કરી લીધો હતો, મેં કંઈ એ રસ્તા પર ચાલવા તો નહોતો કીધું, સમજી. અને આમ પણ આવી છોકરીઓ પર પણ બળાત્કાર કરીએ કે રેપ કરીએ કે કોઈ ને કોઈ જુલ્મ કરીએ તો કોઈ ફરક નથી પડતો. એમ કે આમ પણ એ બધી વેશ્યા જ કહેવાય. અમારા ધર્મમાં તો અમને એવું જ શીખવાડયું કે કહેવામાં આવ્યો છે કે જે વેશ્યા હોય એની સાથે જ બધા જ સંબંધ બાંધી શકે. જે મા બાપનું પણ ના સાંભળે એની સાથે સંબંધ બાંધવામાં ખોટું શું છે, ના મેં ખોટું કર્યું કે ના મોટાભાઈએ કંઈક ખોટું કર્યું. ખોટું તો તે કર્યું છે કે તું તારા મા-બાપને દગો દઈ નહીં આવી, એ તો મારી મોટામાં મોટી ભૂલ છે.”
“હા મને ખબર જ છે કે મારી મોટી ભૂલ છે, પણ કાશ મારા દાદા દાદીની વાત સાંભળી હોત તો મારે આટલું હેરાન પણ ના થવું પડ્યું હતું.”
સિયાના એમ કહેતા જ ઘરના લોકો બધા લોકો ગુસ્સે થઈ ગયા. એની અમ્મી બોલી કે,
“આ છોકરીને હું જોઈ લેવાની. માનવ આ છોકરી આ ઘરમાં રહેશે તો હું નહીં રહું. આ ઘરમાં હવે મને આ છોકરી જોઈએ જ નહીં.”
આ બાજુ બધાના આંખમાં ગુસ્સો આવી ગયો અને સિયા વિચારી રહી કે,
“હું કરું તો શું કરું, પોલીસ સ્ટેશન એ જવું કે પછી મારા મમ્મી પપ્પા પાસે પહોંચી જવું. મારે મારા જીવ બચાવવા કંઈક તો કરવું પડશે. આમ નહીં ચાલે.”
હજી તે આગળ વિચારીને કંઈ નક્કી કરે, એ પહેલાં જ માનવ અને માનવના ઘરના લોકો એક નિર્ણય લઈ લીધો. શું બની રહ્યું છે, એ સિયા કંઈ સમજે અને કઈ વિચારે એ પહેલાં જ માનવનો ભાઈ લાકડી લઈને આવ્યો.
માનવની અને બબીતા તરત જ ઘાસલેટનો કેરબો લઈ આવ્યા. એક કેરબો અને એમાં રહેલું વાદળી પ્રવાહી જોઈ સિયા ગભરાઈ ગઈ અને તે ત્યાંથી છટકે એ માટે રસ્તો શોધવા લાગી કે કેવી રીતે અહીંથી છટકું. માંડ માંડ તેને થોડીક હિંમત એકઠી કરીને આગળ વધવા ગઈ તો માનવના મોટાભાઈએ તેના એક લાકડી મારી અને મારી મારી હોલની વચ્ચોવચ લાવી દીધી.
આ બાજુ સિયા શું કરવું એ નક્કી જ નથી કરી શકતી અને માનવનો મોટોભાઈ અને માનવ બંને તેને લાકડી થી મારવા લાગ્યા. ખાસ્સી વાર તેને માર ખાધા પછી થોડી ઘણી બેહોશ થવા લાગી. અને તે માંડ માંડ પોતાની જાતને સચાવતી બોલી કે,
“તમે આ શું કરો છો? તમારો ઈરાદો શું છે?”
(એના પર હજી કેટલા જુલ્મ થશે? કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૮)