Ek Saḍayantra - 81 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 81

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 81

(સિયાએ રોમાને એના માટે કંઈ ના કરવાની કસમ આપી પણ રોમાએ તે વાત ના માની અને કનિકાને બધું જણાવી દીધું. કનિકા પાસે કોઈ ઓપ્શન ના રહેતાં તે દિપકની પરમિશન લેવા એના ઘરે ગઈ પણ ઘરના બધા એક સુધાથી એની સામે જોઈ રહ્યા. અને તેને તેમને નિરાશ કરી દીધાં. હવે આગળ....)
કનિકા ધીરુભાઈને શું જવાબ આપવે કે શું બોલવું એ ના સમજ પડી, તેને થયું કે,
“કેવી રીતે કહું એમને, જયારે મને પોતને પણ વધારે ખબર નથી.”
એટલે તે કંઈ પણ બોલ્યા વગર ચૂપ ઊભી રહી તો સુધાબેન કનિકાનો હાથ પકડી લઈ રોવા લાગ્યા અને બબડવા લાગ્યા કે...
“મારી સિયા જેવી દીકરી ખબર નહિ ક્યાં જતી રહી, બોલને બેટા? તે બધી છોકરીઓ કરતાં બિલકુલ ડાહી છોકરી છે. બેટા તને ખબર છે, એને હંમેશા મારો પડતો બોલ ઝીલ્યો છે અને ક્યારે મારી વાત માનવાની આનાકાની પણ નથી કરી.
હવે આ છોકરીને એવું તો શું સુજયું કે તે અમને કહ્યા વગર ક્યાં જતી રહી છે? તો તું ગમે તેમ કરી એને પાછી લાવી આપ ને. ભગવાન કરતાં પણ તારો વધારો ઉપકાર માનીશ, બસ તું મારી લાડલી પાછી લાવી આપને, એના વગર તો આ જીવન પણ અધૂરું લાગે છે. એ હતી ને એના કરતાં પણ હું અત્યારે બુઢ્ઢી થઈ ગયું હોય એવું લાગે છે. તને ખબર છે એ હતી ત્યાં સુધી મને એવું લાગતું હતું હું દાદી નથી બની પણ એની મિત્ર બની ગયેલી. જ્યારે એના ગયા પછી તે લાગે છે હું કેટલા વર્ષોથી બુઢ્ઢી થઈ ગઈ હોય એવું લાગે છે. અત્યારે તો જાણે આ ઘર તો ખાવા દોડે છે. એમ થાય છે કે આ ઘર હમણાં જ ખાઈ જશે. આ ઘર જ મારું નથી, જેની દીવાલો ખાવા દોડે છે. શું ગમે તેમ કરીને પણ સિયા પાછી ન આવી શકે દીકરા?”
“બસ હું તમને એ જ કહેવા માંગું છું કે સિયા વિશે ખબર પડી ચૂકી છે.”
“હા તો લઈ આવ એને મારા દીકરા, તારો ઉપકાર હું જિંદગીભરની નહિ ભૂલું.”
દિપક બોલ્યો તો કનિકા બોલી કે,
“હા પણ સર એમ વાત નથી એટલે તે માટે બસ તમે મને બહુ શાંતિથી સાંભળો. પણ એ પહેલાં તમે એક બાજુ બેસી જાવ”
“બેટા જે હોય તે કહે, મને ખૂબ ડર લાગી રહ્યો છે.”
ધીરુભાઈ બોલ્યા.
“એટલે તો હું તમને કહું છું કે તમે શાંતિથી બેસો.”
એ સાંભળી બધા બેસી ગયા બાદ, કનિકાએ વાત શરૂ કરી કે કેવી રીતે સિયા રોમાને મળી અને રોમાને બધું જ કહ્યું કે કેવી રીતે તે ભાગી ગઈ અને કેવી રીતે તેને માનવ કરી એક છોકરા સાથે લગ્ન કરી લીધા.”
એની વાત વચ્ચે રોકતાં જ કેશવે પૂછ્યું કે,
“એ છોકરો માનવ ઈરાની એ જ ને?...”
“હા એ જ છે, એની સાથે જ લગ્ન કરી લીધા છે અને અત્યારે હવે એ આ શહેરમાં જ છે, એને તો એનો ધર્મ બદલી અને ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે, અને એને એનું નામ ફરીદા રાખી લીધેલું છે.”
આટલું જ તે માંડ માંડ બોલી શકી. આ સાંભળી ધીરુભાઈ તો ગુસ્સે થઈ ગયા અને જયારે સુધાબેન રોવા લાગ્યા કે,
“મારી દીકરી તે આ શું કરી દીધું? અમારા પ્રેમમાં કે પરવરિશમાં શું ખોટ હતી કે એને અમે આપેલો ધર્મ કે શીખવાડેલા સંસ્કાર બધું છોડી દીધું અને એ ધર્મ ગમવા લાગ્યો. તું આ કરતાં પહેલાં અમને પૂછવું પણ યોગ્ય ના લાગ્યું.”
“પણ અંકલ તમારી વાત સાચી, પણ તે સારી કન્ડિશનમાં નથી. એકવાર એને જોશો તો તમને ખબર પડશે કે એની હાલત શું છે?”
“નથી જોવી એ છોકરીને, જે છોકરી મારો આપેલો અને મારો શીખવાડેલું ધર્મ તો ભૂલી જતી હોય ને, તો એ છોકરીને મારે બિલકુલ નથી જોવી.”
“દાદા આમ કેવી રીતે તમે બોલી શકો છો? તમને એની આટલી પણ યાદ નથી આવતી કે એટલું પણ જાણવું નથી કે એ ખરેખર કઈ કન્ડિશનમાં છે?”
“તો એની કન્ડિશન માટે જવાબદાર કોણ છે? એમાં પણ એ વ્યક્તિ જવાબદાર પોતે હોય એને કંઈ જ કહેવાનો મતલબ નથી હોતો.”
“પણ મારે એટલું જ કહેવું હતું કે, તમારી વાત ખોટી નથી. પણ એકવાર તમે એની વાત સાંભળો અને મારી વાત પણ સમજો. તમારી દીકરી ખરેખર બહુ મોટી તકલીફમાં છે અને જો એનો મદદ કરવી હોય ને કે એ ચંગુલમાં થી કાઢવી હોય તો તમારે હા પાડવી પડશે?”
“નથી પાડવી મારે હા, આ બધું જ એને એની જાતે કર્યું હતું, કેટલી બધી વાર સમજાવી હતી છતાંય મારી વાત તેને યોગ્ય ના લાગ્યું, અને તેને આ જ યોગ્ય લાગ્યું.”
“એ તો તમને એવું લાગે છે કે નાની અને એવી અબૂધ
બાળક હતી, પણ તમે તો સમજો છો ને, તો શું તમારે એ સમજવાની જરૂર નથી લાગતી કે એને જે કર્યું, એ પણ હવે તો એના માટે થઈને તમારે એને એક્સેપ્ટ કરવું જ જોઈએ અને એને પાછી લાવવા મહેનત પણ કરવી પડશે. સર પ્લીઝ તમે આ રીતે બરાબર પણ નથી કરતાં જ... મેં રોમાના મોઢેથી બધું જ સાંભળ્યું છે, એની ખરેખર દયનીય હાલત છે.”
“ગમે તે હોય, પણ એ મારા કારણે નથી. એના લીધે મારા ઘરમાં થી નીકળવાનું કે સમાજમાં નીકળવું ભારે કરી દીધું. એવું કામ કરવાનું કોણે એને શીખવાડ્યું હતું. આજ સુધી એને મેં રાજકુમારીની જેમ રાખી હતી કેમકે એ અમારી લાડલી હતી, રાજકુમારીની જેમ જ પાળી છે. પણ હવે એની જગ્યામાં આ ઘરમાં નથી.”
“સર પ્લીઝ....”
કનિકાએ દિપકની સામે લાચારીથી જોયું તો ધીરુભાઈએ કહ્યું કે,
“દિપક યાદ રાખજો, જો તે થોડી ઘણી મદદ કરી છે તો હું... હું તારી સાથે પણ સંબંધ તોડી નાખીશ.”
એમ કહી તેમને એક માટલું પાણી લાવી અને પોતાના માથા ઉપર રેડીને કહ્યું કે,
“આજે મારી લાડલીના નામનું નાહી નાખ્યું છે. સુધા તમે પણ એના નામનું નાહી લો, સંગીતાવહુ તમે પણ નાહી નાંખો. બસ હવે મારે એ ના જોઈએ, એટલે ના જ જોઈએ.”
“પણ અંકલ આ ઘરમાં ભલે તમે ના લાવતા પણ, શું તમે એને છોડાવી ના શકો?”
“ના, છો એ કસાઈવાડે જાય કે કસાઈ એને વેતરી નાખે. મને એ બધાથી હવે કોઈ મતલબ નથી.”
એમ બોલી તે ગુસ્સામાં ઘરના બધાને કહ્યું કે,
“અને હવે આ ઘરમાં એ છોકરી વિશે કે એનું નામ પણ મેં સાંભળ્યું ને, તો મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહિ હોય. એટલું યાદ રાખજો હું પણ મારી જાતને મારી નાખવા વાર નહિ કરું. મને ઝેર પિતા આવડે છે, દિપક ખાસ કરીને આ તું યાદ રાખી લેજે. આજ પછી એ છોકરીના ઘરમાં પણ ન જોઈએ કે ના એનું નામ જોઈએ.”
કેશવે પણ એમનો ગુસ્સો શાંત કરતાં કહ્યું કે,
“પપ્પા બસ તમે ગુસ્સે ના થશો... બસ આગળ તમે કહ્યા મુજબ જ થશે....
(કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલત ખબર પડશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૨)