Ek Saḍayantra - 73 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 73

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 73

(કનિકા દિપકને આશ્વાસન આપે છે અને રાહ જોવા કહે છે. માનવના એક મિત્ર પાસેથી ઠમઠોરીને તેના ઘરનું એડ્રેસ મેળવી લે છે. તે ત્યાં રેડ પાડી સિયાને બચાવવા માંગે છે. પણ રેડ પાડવાની પરમિશન ના મળતાં તે ગુસ્સે થાય છે. હવે આગળ....)
કનિકાને રેડ પાડવાની પરમિશન ના મળ્યાની ફરિયાદમાં અશ્વિન રાણાએ પણ જવાબમાં સમજાવતાં કહ્યું કે,
"મેડમ તમે હજી જુઓ તમને કોઈ પરમિશન નહીં આપે, અને ટલ્લેના ચડાવે તો."
"પણ કેમ?"
"એટલા માટે કે ત્યાં જવું આપણા માટે તો શું કોઈ માટે સેઈફ નથી. અને...."
"અને શું?... આપણે એટલે કે પોલીસ સ્ટાફને જવું તો પડે જ ને, આમ વ્યકિત માટે પણ.... જયારે આ તો કલેક્ટરની છોકરી છે."
"વાત સાચી કલેકટરની છોકરી છે, પણ એ એરિયામાં જવા કોઈ તૈયાર નથી થતું. તમે કાલે જશો તો તમને એમ કહેશે પછી અને પછી પોલીસની તાદ્ત વધારે ભેગી કરો પછી જોઈશું."
"આપણને તો તમને એવું લાગે છે, પણ આપણો સ્ટાફ જ આવા તૈયાર ના થાય તો બીજા કયો સ્ટાફ લઈ જશો."
"એવું કેમ?"
"બસ એ એરીયા જ એવો છે કે ત્યાં કોઈ જલ્દી જવા તૈયાર નથી થતું. તેમ એ લોકો ત્યાં જનારને પરેશાન બહુ કરે છે."
"પણ આપણી જોબ એવી છે કે આપણે દરેક જગ્યાએ જવું પડે."
"વાત સાચી મેડમ, પણ નેતાઓથી માંડી દરેકનું પીઠબળ એ લોકો તરફ વધારે હોય છે, એટલે..."
"તો હવે શું કરવાનું?"
"એ તો દિપકસર આપણને અપાવે તો... બની શકે."
"ભલે જોઉં છું, શું થાય છે, પણ હાલ મારે તેમને ડિસ્ટર્બ નથી કરવા છે. એ ખૂબ પરેશાન છે."
"ભલે, પણ એમના સિવાય મને કોઈ ઓપ્શન લાગતું નથી. બાકી તો મેડમ આપણા ડિપાર્ટમેન્ટમાં તમારે લો પ્રમાણે જ કામ કરવું પડશે, એ તો તમને ખબર છે ને, તો તમે બીજું કંઈ કરી પણ નહીં શકો."
"હા. પણ હું જોઉં છું શું થઈ શકે એમ છે."
"તે બીજા દિવસે ફરીથી પોલીસ કમિશનર જોડે ગઈ તો તેમને એમ જ કહ્યું કે,
"મિસ કનિકા, આ એરિયામાં જવું પોલીસ માટે ખતરા જનક છે, એટલો થોડી પોલીસ ભેગી કરવી પડશે. પછી જઈ શકાશે."
"આપણા બીજા પોલીસ સ્ટેશનથી તો ભેગી કરી શકીએ ને, તેમાં શું થઈ ગયું છે?"
"તે પોલીસ સ્ટેશનમાં કામ હોય તો એમને લઈ જઈ શકાશે નહી, આમ પણ આવી રેડમાં તો ફક્ત તમારા જ
પોલીસ સ્ટાફ હોવો જોઈએ અને એમને જ બોલાવી શકાય. આ કંઈ એટલો મેજર ઇસ્યુ નથી આ તો ફક્ત એક ઘરમાં જ રેડ પાડવાની છે એટલે હમણાં થોડા રોકાઈ જાવ. હું કંઈક કરું છું.”
સર આ એક માસુમ જિંદગીનો સવાલ છે?”
“હા પણ એ માટે આપણે જ આપણું જીવન તો જોખમમાં આમ મૂકી ના શકાય ને?”
“તો આપણે આ જોબ લીધી કેમ? આ પોસ્ટ ઉપર જવાબદારી જો નિભાવીએ તો આપણી ટ્રેનિંગનો મતલબ પણ શું? આપણે આપણો જીવ જોખમમાં મુકવા જ અહીં આવ્યા છે ને, તો આ ખાલી વાયદા ક્યાંથી આવે છે.”
“હા પણ કાયદા પ્રમાણે જ કામ થાય. નહીંતર તમારો સસ્પેન્શલ ઓર્ડર મળી જશે તો મને ના કહેતાં?”
આગળ કનિકા વધારે કંઈ ના બોલે અને વાત વણસી ના જાય એટલા માટે રાણાસરે કહ્યું કે,
“સોરી સર, તમે જે કહો એ મુજબ જ થશે. મેડમ આપણે પછી વાત કરીએ.”
અને તેમને સમજાવ્યા માટે બહાર ખેંચી લાવ્યો. બહાર આવીને કહ્યું કે,
“મેડમ અહીં તો એવું જ થશે, મેં કહ્યું હતું એમ? કાયદામાં રહીને આપણે કામ કરવું પડશ”
“અને કાયદામાં રહીને કામ કરવા જતા આપણને વાર પણ એટલી જ થશે, એ પહેલા તો એ છોકરીની કંઈ થઈ જશે કે કાં તો આપણા હાથમાં કંઈ આવશે પણ નહીં તો....”
“એટલે જ તો હું તમને કહું છું રહેવા દો. કંઈ નહીં થઈ શકે.... સિવાય તમે ફક્ત દિપક સરની પરમિશન લાવશો તો કદાચ આ સહી કરે, બાકી એમનેમ નહીં કરે.”
“વાત તમારી સાચી, રાણા પણ... હું એમને હેરાન નથી કરવા માંગતી, તે એક એમની દીકરીને લઈ પરેશાન છે, ઉપરથી હું એમની પાસે રેડ માટેના ઓર્ડર માગું તો એમને બધી ખબર પડી જાય... કંઈ નહીં, હાલ આપણે જોઈએ છે કદાચ કંઈક બીજું થઈ શકે તો... દિપક સરને હાલ બધી વાતો ના કરવી પડે. અને રાણા, તમને પણ આટલી બધી ખબર જ છે, તો તમે અત્યાર સુધી બોલતા કેમ નથી?”
“શું બોલું મેડમ આ બાબતે? અને મોહસીન ઈરાની વિશે મને ખબર છે, પણ હું આમાં કંઈ જ કરી ના શકું કેમ કે એના પાછળ ઘણા મોટા લોકોનો હાથ છે. તો એમના પર હાથ નાખવો પોસીબલ નહોતું.”
“તો હવે આ રેડ નહીં પડે?”
“એમ તો કલેક્ટરની સાઈન ના લેવી હોય તો ડેપ્યુટી કલેક્ટરની ચાલે. ગમે તેમ તોય આ ડેપ્યુટી કલેક્ટરના હાથમાં આવે છે બધું.”
“પણ મેડમ જો કે એ જ આપણી સાથે કે પોલીસ કમિશનર સાથે કયારે સપોર્ટ નથી કરતા અને પોલીસ કમિશનર પણ આપણને કયારે સપોર્ટ નથી કરી રહ્યા એટલે કંઈ થઈ શકે એમ નથી. આ જ કારણ હતું એટલે જ મેં તમને એકપણ વાત જણાવી નહોતી.”
“ગમે તેમ થાય રાણા કંઇક તો કરવું જ પડશે. જો નહીં થાય ને તો તે છોકરીની જિંદગી બરબાદ થઈ જશે.”
“મેડમ તમે આટલું સ્યોર કેમ કરીને કહી શકો છો, અહીંયા ગણાય મુસ્લિમ પરિવારમાં હિન્દુ છોકરીઓ જતી રહી છે. એમને તો કોઈ તકલીફ નથી.”
“એ બધી વાત સાચી પણ મને ખબર છે કે એ લોકોની હાલત કેવી હોય છે, એ મેં ઘણાં નજીકથી જોઈ છે અને એ વિશો ઘણું બધું સ્ટડી પણ કર્યું છે. એ લોકો સીધા સાદા હોતા જ નથી, બહુ ઓછા લોકો સીધા સાદા હોય છે. એટલે જ કહું છું કે ગમે તેમ કરીને બહુ જલદી પરમિશન લાવી પડશે. અને આ વાત આપણને જ લાગુ પડે છે. જો એકવાર આ રેડ પાડવાનો ઓર્ડર મળી જાય ને તો સોનું શુ થશે ખબર નથી. કદાચ દિપકને એ લોકો પોતાની છોકરીથી જ નારાજ થઈ શકે, પણ તે નારાજગી દૂર કરીને મળવા જ જઈ ના શકે. તે એનું મોઢું ના જોઈ શકે તો...”
“પ્રયત્ન આપણે કરીએ મેડમ ડેપ્યુટી કલેક્ટરને તમે વાત નથી કરી, કદાચ ડેપ્યુટી કલેક્ટર સાંભળશે... જોઈએ છે ચાલો.”
એમ નક્કી કરી કનિકા અને રાણા ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ જવા નીકળ્યા.
આ બાજુ સિયા જેમ તેમ કરી અને ઘરના કામ કરી કરીને દિવસો કાઢી રહી હોય છે. તેને કયારે પણ આવું કામ કરવાની આદત નથી એટલે તે થાકી જતી, છતાં તે કરે જાય છે. ઘણીવાર તેના મમ્મી પપ્પાની યાદ આવી જતી હોય છે, પણ તે એના વિશે કંઈ પણ અને કોઈને પણ કહેવા જાય તો તરત જ તેને ટોન્ટ મારવામાં આવતા, જમવાનું ના આપી ભૂખી રાખવામાં આવતી. એ રાતે માનવ રૂમના દરવાજા બંધ કરી દેતો, અને કોઈ કાળે ખોલતો જ નહીં. તે કગરતી અને આખું ઘર એની મજા લૂંટતું.
(સિયા શું કરશે? એને એના પરિવારને માનવ મળવા દેશે? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૪)