Ek Saḍayantra - 71 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 71

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 71

(સિયા માનવને એના ઘરે લઈ જાય કે જવા દેવા માટે ખૂબ કરગરી પણ તેને ધરાહર ના પડી, ઉપરથી ધમકાવી પણ ખરા. કનિકા સિયા વિશે પૂછતાછ કરતાં કરતાં તેના અને માનવના લગ્ન કરાવનાર બ્રાહ્મણ જોડે પહોંચી ગઈ. તે પહેલાં તો નથી કહેતો પછી કહેવા તૈયાર થાય છે. હવે આગળ....)
“બસ એટલી ખબર પડી ગઈ હતી કે બંને પ્રેમી પંખીડા છો અને પરિવારના લોકો વિરોધ કરે છે. એટલે તેમને લગ્ન કરવા હતા તો મેં લગ્ન કરાવી આપ્યા અને મારે પણ મારી દક્ષિણાથી મળે એનાથી મતલબ, તો મેં પૂછતાછ વગર કરાવી દીધા.”
એ બ્રાહ્મણે આવું કહ્યું એટલે કનિકા ફિટકાર વરસાવતી બોલી કે,
“પરિવાર વિરોધ પર લગ્નના કરાવી શકાય, પણ તમે તો કરાવી દીધા, એ પણ દક્ષિણા માટે... દક્ષિણા માટે ગમે તેવું કામ કરવાનું. તમને કોઈ કૂવામાં કૂદવા કહે તો કૂદી જવાનું અને પૂછવાનું નહીં કે કેમ?’
“એકાદ વાર એટલું પૂછવું તો હતું કે આ લગ્ન કરનાર છોકરી અને છોકરો બાલીક છે કે નાબાલીક છે. એ કયા પરિવારની છે, ક્યાંનો છે છોકરો? એમાંનું કંઈપણ જાણ્યા વગર બસ લગ્ન કરાવી દેવાના. આ તો કંઈ જાતનો તારો નિયમ છે અને કેવું કામ છે?”
“સારું યાદ રાખજે, જો બીજીવાર આવું કરતાં પકડાયા તો મારાથી ખરાબ કોઈ નહીં થાય...”
હવે આ માનવ વિશે ક્યાંથી શોધું? શીટ એના ઘરનું એડ્રેસ પણ ખબર નથી. એના મનના વિચાર વાંચતો હોય તેમ રાણા એની સામે જોઈ રહી. એ જોઈ કનિકા અકળાણી અને બોલી પડી કે,
“તમને એકવારમાં પણ સમજ પડી નથી રહી કે એને શોધો, એના વિશે પૂછો કે એના કોઈ મિત્રોને પકડો.”
“પણ એના મિત્રોને એના વિશે ખબર નથી.”
“આ વાત તમે મને કહી ચૂક્યા છે, પણ એ વખતે તમે પૂછ્યું હતું અને આ વખતે હું. આમ પણ પૂછવા પૂછવામાં ફરક છે, ખબર છે ને તમને?”
“હા ખબર છે પણ કારણ વગર પૂછવાનું?”
“હા પૂછવાનું કરો જાવ.”
“પણ મેડમ ખરેખર એમને ખબર નથી. મેં એમને ખૂબ બધી વાર પૂછ્યું છે.”
“મેં કીધું ને કે, ફરીથી પૂછો એવું હોય તો મારી સામે લાવો.”
“કોને?”
“માનવના જે મિત્ર હોય એને...”
કનિકાની ગુસ્સામાં કહ્યું તો રાણા,
“પણ છતાંય એ લોકોને કંઈ જ ખબર નથી અને માનવના ઘરનું એડ્રેસ પણ ખબર નથી. અને તે લોકો માંડ એકવીસ કે વીસ વરસના જ હશે.”
“રાણા તમે કયારનો એક જ રાગ આલાપ કરો છે, એના કરતાં મેં કહ્યું તે કરો. બાકી મારા પર છોડી દો.”
નાછૂટકે રાણાએ એમને પકડી કનિકા સામે ઊભા કરી દીધા. કનિકાએ એમને પૂછ્યું કે,
“માનવ ઈરાની તમારો મિત્ર છે, તે ક્યાં રહે છે, એ કહો.”
“અમને ખબર નથી.”
એક જ સૂરમાં બધા બોલ્યા તો કનિકાએ,
“તમારો મિત્ર છે, તો તમને એટલી તો ખબર હોવી જોઈએ ને?”
“મેડમ ખરેખર ખબર નથી, તો નથી ખબર.”
“તો પછી તમે જેલમાં જવા પણ તૈયાર થઈ જાવ.”
“મેડમ તમે જેલમાં નાખો કે પછી અમને મારો પીટો પણ જ્યારે અમને ખરેખર ખબર જ નથી તો અમે તમને કહીશું શું? માટે જ આવું કહીએ છીએ.”
“તમે રહેવા દો કેમ કે મિત્ર વિશે ખબર હોય જ અને હોવી પણ જોઈએ.”
“પણ મેડમ ખરેખર નથી ખબર, અમને જવા દો.”
કનિકા ખાસ્સી વાર એમને જોઈ રહી જાણે તે એ લોકોનો માપતી ના હોય અને પછી જવા દેવાનું કહી તો દીધું પણ વોર્નિંગ સાથે કે,
“ચલો જતા રહો અને કદાચ પણ જો કંઈ પણ ખબર પડે કે અને ક્યાં મળે તો અમને પહેલા જણાવજો, એ પણ એને જણાવ્યા વગર, સમજી ગયા.”
“શ્યોર મેડમ...”
એમ કહીને એ લોકો પણ જતા રહ્યા અને કનિકાને શું કરવું તે સમજ નથી પડી રહી. તેને થયું કે હું ક્યાંથી માનવ વિશે તપાસ કરું, મને એ જ ખબર નથી પડ રહી. એવામાં એ વિચારતા વિચારતા જ આગળ વધી રહ્યા હતા તો એક સોસાયટી આગળ પાસ થયા. એ જોઈ કનિકાએ કહ્યું કે,
“એક મિનિટ અહીંયા ગાડી ઊભી રાખો.”
“કેમ મેડમ અહીં તો કોઈ જ નથી?”
“હા પણ મેં કહ્યું ને કે ઊભું રાખો.”
એમ કહી તે એ સોસાયટીમાં ગઈ અને એક મકાન તરફ આગળ વધી. એ મકાન જોઈ પછી ઘરની અંદર જવા એને દરવાજાને હળવો ધક્કો મારતા, તે એકદમ ખુલી ગયો. તેને ઘરમાં બધું જ જોયું, એક એક ખૂણો જોયો એ દરેક ખૂણામાં તેને દરેક વસ્તુ ચેક કરી પણ કંઈ જ કરતાં કંઈ મળી નથી રહ્યું. તેની નજર ધૂંધળી થઈ ગઈ અને એની સામે અમુક દ્રશ્યો જાણે ભજવાઈ રહ્યા હતા. પણ પોતાની જાત ઉપર અને પોતાની ભાવના પર કંટ્રોલ કરી તે બહાર આવી ગઈ. પણ ક્યાંય કરતા તેને કંઈ જ ના મળતા તે થોડી નિરાશ થઈ ગઈ. અશ્વિન રાણાએ પૂછ્યું કે,
“મેડમ શું થયું?”
“કંઈ નહીં...”
“તો મેમ તમે આખરે આ જ સોસાયટી કેમ ગયા અને એ જ ઘરમાં કેમ તપાસ કરવા ગયા?”
તેમની નજરમાં રહેલો સવાલ જોઈ કનિકાએ,
“બસ એમ જ મને મનથી એવું લાગ્યું કે અહીંયા મને કંઈક મળશે. બસ એટલે જ હું ત્યાં તપાસ કરવા પહોંચી હતી.”
“ખરેખર, મેમ આ ઘર કેટલા વર્ષોથી બંધ છે, તો તમે ત્યાં શું શોધવા ગયા?”
“તમે મારી વાત પર વધારે પડતા વિચાર નથી કરી રહ્યા. જ્યાં ચલાવવાનું છે, એ જગ્યાએ નથી ચલાવતાં અને મારી વાત પર વધારે ધ્યાન આપી રહ્યા છો. છોડો અને મેં એકવાર કહ્યું તો તમને સમજ નથી પડતી કે હું ફક્ત ત્યાં એમ જ અમસ્તી તપાસ કરતી હતી કે કરવા ગઈ હતી. હવે મગજમારી કર્યા વગર ગાડી ચલાવવાનું કરો.”
એમ કહીને તે ગાડીમાં બેસી ગઈ. અશ્વિન રાણા પણ એનું એ રૂપ જોઈ ચોંકી ગયો અને તેના મનમાં થયું કે,
‘આ પણ જબરું છે, એક તો પોતે જ ગાડી ઉભી રાખી અને કોઈને લીધા વગર પોતે જ એકલા એ ઘરમાં તપાસ કરવા ગયા અને પાછું હું પૂછું છું તો કંઈ કહેતા પણ નથી ઉપરથી મને દબડાવે છે. કહે છે તો તેને ફક્ત એટલું જ કીધું કે બસ મને એમ જ ત્યાં જવાની ઇન્ટ્યૂશન થઈ ગઈ હતી. પાછો આને તો બહુ ફોર્સ કર્યો તો પણ નકામું...’
“મારે શું.... મારે તો ફક્ત મારા કામથી મતલબ છે. આમ પણ એમની કોઈ પણ વાત સાંભળી તો કંઈ કરી શકાય એમ પણ નથી.’
કનિકા ઓફિસમાં પહોંચી તો દિપક તેની રાહ જોતો બહાર બેઠો હતો. કનિકા એમને જોઈ ચોંકી પણ એકાદ જ સેકન્ડમાં પોતાની સ્વસ્થતા કેળવી તેને કહ્યું કે,
“અરે સર, બહાર કેમ બેઠા છો, અંદર બેસવું હતું ને?”
“ના બેટા, એની કોઈ જરૂર નથી.”
“કેમ જરૂર નથી, તમે આ સીટીના કલેક્ટર એમ કંઈ થોડી બહાર બેસાય.”
“હા, પણ હું હાલ કલેક્ટરના નાતે નહીં, પણ એક દીકરીના બાપ હોવાના નાતે આવ્યો છું. અને અહીં આમ માણસને કે એક દીકરીના પિતાને પોલીસ પોતાની કેબિનમાં બોલાવે ખરો?”
(કનિકા હવે શું જવાબ આપશે? દિપકના પ્રશ્નનો જવાબ આપી શકશે? સિયા અને માનવના લગ્ન વિશે ખબર પડશે ત્યારે સિયાના ઘરે ખબર પડશે તો એમના પર શું વીતશે? કનિકા સિયાને શોધી શકશે ખરી? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭ર)