Ek Saḍayantra - 54 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 54

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 54

(સિયા અને માનવના લગ્નની વિધિ પૂરી થાય છે અને પંડિતજી આર્શીવાદ આપી, દક્ષિણા લઈ રવાના થાય છે. હોટલના રૂમમાં તે બંને એકબીજામાં ખોવાઈ જાય છે. કનિકા કાદિલને કોર્ટમાં પેશ કરતાં તેનો વકીલ જામીન આપવા માટે દલીલ કરે છે. હવે આગળ....)
“કાદિલ તે એકદમ ભલો ભોળો છોકરો છે અને તે આવું એ કરી જ ના શકે. પોલીસ ઇન્સ્પેક્ટર ખોટી રજૂઆત કરે છે અને તે પરેશાન કરી રહી છે કેમ કે એમની દુશ્મની કાદિલ સાથે છે એટલે તો તેને જામીન આપી દેવા જોઈએ. હું એ બાંયધેરી આપું છું કે તે કન્ટ્રી છોડીને ક્યાંય નહીં જાય, કન્ટ્રી શું શહેર છોડીને પણ ક્યાંય નહીં જાય. પણ હાલ એને એમના ઘરે જવા દેવા જોઈએ. તમે હાલ એમના પર થયેલા અત્યાચાર જોઈ રહ્યા છો, રીમાન્ડ પછી એમની હાલત શું થશે? અમને ડર છે કે તે જીવતા પણ પાછા નહીં આવે....”
તેના વકીલે આવું કહેતાં જ કનિકા બોલી કે,
“એક મિનિટ યોર ઓનર, તમે આ કાદિલને જામીન આપો એ પહેલાં તમને હું આ ફોટા દેખાડું, તે એકવાર દેખી લો અને આ વિડીયો પણ દેખી લો. જેમાં તમને ખબર પડી જશે કે આ છોકરો કેટલો ખતરનાક છે અને એની પાસેથી એના કારનામાં આપણે જો બોલાવવા હોય તો એને રિમાન્ડ પર મોકલવો જરૂરી છે.”
એમ કહીને તેને ઝલકનો વિડીયો અને ઝલકના દાઝેલા ફોટા બતાવે છે. એ જોઈ જજ પણ બે મિનિટ માટે હલી જાય છે અને માંડ પોતાની જાતને કંટ્રોલ કરીને કહે છે કે,
“મને તો કાદિલને આ નિર્દોષની જીંદગી બગાડયા બદલ સજા આપવાનું મન થાય છે, પણ હાલ આ કેસ જામીન મંજૂર કરવા કે નહીં તેના માટેનો છે, એટલે એ પૂરતી જ મેં તેના વકીલની વાતો સાંભળ્યા પછી અને એસીપી મેડમની વાત સાંભળ્યા પછી હું એ નિર્ણય લઈ રહી છું કે, ‘કાદિલને હાલ પૂરતો ચાર દિવસ માટે રિમાન્ડ પર મોકલી દેવામાં આવે છે. અને તેમની જામીનની નામંજૂર કરવામાં આવે છે. તો હવે સાત દિવસ બાદ કોર્ટમાં મુલાકાત થશે.’
એસીપીની સામે જોઈ તેમને,
‘અને એસીપી મેડમ તમે મને આ કેસ રિલેટડ ઇન્ફોર્મેશન પોતે જ આપશો, બીજું કોઈ નહીં.”
“યસ મેમ.”
એમ કહેતા જજે ઓર્ડર ફાઈનલ કરી દીધો અને તેના પર સાઇન પણ કરી દીધી. કનિકા તેને લઈ પોલીસ સ્ટેશન લઈ જઈ કનિકાએ તેને કહ્યું કે,
“અત્યાર સુધી તો મારા હાથ બંધાયેલા હતા એટલે મેં તને હજી એટલો બધો ઠમઠોર્યો નહતો, પણ એટલું યાદ રાખજે આ વખતે હવે એવું નહીં બને. હવે તો હું તારી ચામડી ઉતારી નાખે એટલી હદે તને સજા પણ કરીશ અને તારો બધા જ કાળા કામનો કાળોચિઠ્ઠો ખોલીને દુનિયા સામે રાખી પણ દઈશ. અને સાથે સાથે તારા એ એમ.એલ.એ નો પણ કંઈ નહી કરી શકે.”
તેને કાદિલને ધધેડીને જેલમાં નાંખ્યો. બીજા દિવસથી જ તેને રિમાન્ડ પર લેવાનું શરૂ કર્યું. પહેલા તો તેને એટલો બધો મારવામાં આવ્યો અને એના મારી રહ્યા બાદ, તેના શરીર ઘા પર મીઠું ભભરાવામાં આવતું. એ ચીસો પાડતો, એમાંથી થોડો શાંત થાય ત્યાં જ એ પહેલાં તો તેને બરફ પર સુવાડી અને ફરી પાછું પીટવા લાગતાં.
છતાંય કાદિર હજી રોફમાં જ હતો એટલે કનિકા બોલી કે,
“તું એમ સમજ જે છે ને કે હું તને પૂછીશ કે તે શું શું કર્યું? પણ ના અને તું બિલકુલ એમ ના સમજતા કે હું તને હવે પૂછીશ કે તે શું શું કર્યું? તારે ફક્ત બકી જવાની ઇચ્છા થાય તો બકી જવાનું, બાકી મારી તો ટ્રીટમેન્ટ ચાલુને ચાલુ જ રહેશે. તે એક છોકરીની જિંદગી બરબાદ કરી નાખી છે, એ પછી આ સજા ઓછી પડે છે. મને તો એમ થાય છે કે તને પણ એસિડથી જ નવડાવી દઉં. અને એક છોકરીની નહીં તે કેટલાની જીંદગી બરબાદ કરી છે, એ તો હવે તું મને કહીશ.”
એમ કહીને તેને ખૂબ મારે છે, બે દિવસ પછી તો કાદિલ પણ હલી જાય છે કેમ કે આ તો મારે છે પછી ના ખાવા દેવા છે અને ના ઉંઘવા દે છે. તે હવે માર ખાઈને થાકી ગયો અને તે પોતે જ કહે છે કે,
“હું તમને બધું જ કહી દઉં છું અને મારી પાછળ કોનો સપોર્ટ છે એ પણ કહી દઈશ, પણ બસ તમે મને મારવાનું બંધ કરો.”
છતાં કનિકા તેને જ છોડતી નથી અને તેને માર્યા જ કરે છે. છેવટે હેમંત આવીને કહે છે કે,
“મેડમ બસ હવે આ રીતે તો એ ક્યાંક મરી જશે તો આપણા પર ઊંધી રીતે કેસ થશે તો... એના કરતાં તમે હવે એને બોલવા દો કે એને શું શું કર્યું છે?”
કનિકાએ ઊંડો શ્વાસ લઈને એમને કહ્યું કે,
“એનું બયાન જે લેવાનું છે, તમે લઈ લો અને બધી જ વસ્તુ નોટ કરી અને એનો કેસ સખત હદે સ્ટ્રોંગ કેસ બનવો જોઈએ જેથી તે બહાર ના આવે એવું કરી દો, બાકી મારે કંઈ જોવું નથી. આ જન્મમાં તો તે બહાર આવો જ ન જોઈએ, આવા ગુંડાઓને અને આવા જ માણસને તો ફક્ત ને ફક્ત જેલ અને મોત જ છુટકારો આપે એ જ જરૂરી છે. નહીંતર તો આવા લોકોને ખુલ્લા છોડીશું ને, તો કેટ કેટલી છોકરીઓ ની જિંદગીઓ બરબાદ કરી દેતા વાર નહીં કરે.”
એમ કહી તે કાદિલને બે લાત મારી, જતી રહી. હેમંત પણ તેને કહ્યું કે,
“ભાઈ બકવા માંડ, ફટાફટ. જો તું નહિ બકે ને તો પાછી મેડમની લાકડી બોલવા મળશે અને તારાથી હવે સહન નહીં થાય.”
કાદીલે પણ એક પછી એક બધી વાતો કહેવા લાગ્યો કે તે કેવી રીતે એમએલએ નો જમણો હાથ બન્યો, કેવી રીતે તેને દરેક છોકરીઓને છોકરાઓને પરેશાન કરવાનું ચાલુ કર્યું. એના માટે જે એની કોઈ વાત ના માને, તો એ તેની જોડે શું શું કરતો હતો. આ બધું નોટ કરી હેમંતે પણ કેસને સ્ટ્રોંગ બનાવી દીધો.
તે કાચી નોટ હેમંત એસીપીને બતાવવા તેની પાસે ગયો એટલે એસીપીએ પૂછ્યું કે,
“એ શું શું બોલ્યો અને કઈ કઈ કલમ લગાવી એ કહી દો તો...”
“ઓકે મેડમ... પણ કહેવા કરતા તમે આ બધું વાંચી લો, તો સારું રહેશે. તમે કહ્યા મુજબ મેં તેનો કેસ સ્ટ્રોંગ બનાવી દીધો છે. અને એ માટે હાલ મેં કાચી નોટ બનાવી દીધું છે, તમે એકવાર ચેક કરી લો પછી તમે કહો એમ હું એના ઉપર એટલી જ કલમો લગાવી અને ફાઈલ રેડી કરી દઉં.”
“ઓકે મૂકી દો, હું હમણાં વાંચી લઉં છું અને કાલ સુધીમાં બધું જ એટલે કે એની પર કઈ કલમો લાગશે, એ તમને બધું કહી દઉં છું.”
“ઓકે, મેડમ...”
કહીને હેમંત જતો રહ્યો. પણ કનિકાનું મગજ હજી પણ ઉશ્કારયેલું હતું કે કાદિલ માટે જો હજી તેને મોકો મળે તો પોતાના હાથે જ સજા આપી દે. પણ તેને માંડ માંડ પોતાને કંટ્રોલ કરી રહી હતી.
(કનિકા ધાર્યું એ કરી શકશે? કાદિલનું શું થશે હવે? એને કોઈ બચાવશે ખરા? એને કેવી સજા થશે? કનિકા પણ તેના પર કેવી કેવી કલમો લગાવશે? એ બધા ગુના પુરવાર કરી શકશે? એ પૂરવાર કરવા તે શું કરશે? સિયાના લગ્ન થઈ ગયા પણ જયારે તેના ઘરનાને ખબર પડશે ત્યારે શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૫)