Ek Saḍayantra - 44 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 44

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 44

(દિપક અને ઘરના લોકોની લવ મેરેજ વિશેના વિચાર સાંભળી સિયા ડરી જાય છે. તેના મનમાં તે હજી કન્ફ્યુઝન છે છતાં તે સમીર સાથે વાત કરી તસલ્લી
કરવાનું વિચારે છે. કોલેજથી બહાર લઈ જઈ તે તેને પૂછે છે. હવે આગળ.....)
“મારા ઘરના તો માની જશે અને તારા ઘરમાં આપણે પહેલા તારી મમ્મીને મનાવી લઈશું અને પછી બધું આસાન છે. હા આપણે આપણા પ્રેમની તાકાત જ બતાવવાની છે, એમને આપણી વાત મનાવીને, નહીં કે આપણે ભાગીને. લગન કરવા છે, પણ એ પહેલાં આપણે આપણાને મનાવીશું. એમ સમજ કે એ લોકો માને એટલો સમય રાહ પણ જોઈશું. પણ આપણે એમની મરજીથી અને એમના આશીર્વાદથી લગ્ન કરીશું. બસ તું ચિંતા ના કર.”
આ બોલતાં માનવ મનમાં તો સિયાની વાતો સાંભળી ખુશ થઈ રહ્યો હતો કે,
‘મારું પાસું તો સીધું પડી ગયું છે. હું જે કરવા માંગતો હતો, એ તો વગર પ્રયત્ન.... એ તો ઓટોમેટીક થઈ ગયું. એ પણ મારા ધાર્યા કરતાં ઝડપથી, વગર પ્રયાસે.... આનાથી વધારે મારે શું જોઈએ?
મને તો આ જ જોઈતું હતું એટલે આજ સુધી જેટલી સફળતા મળી અને એનાથી જેટલો આનંદ આવે છે ને, એટલો આનંદ મને બીજા કોઈ સામાનમાં થી નથી આવ્યો. પણ જો મારે આને આગળ હજી પણ સારું બનવું હોય ને તો એની આગળ થોડુંક તો નાટક હજી કરવું જ પડશે....’
એમ વિચારી તે બોલ્યો કે,
“ના સિયા આપણી આવું ના કરી શકીએ. ગમે તેમ હોય અને ગમે તેવા હોય તો પણ તે આપણા મા-બાપ છે. આપણે આવું કરીશું તો આપણા મા-બાપના સંસ્કાર લજવાશે... એમની ઇજ્જત સમાજમાં શું રહેશે... એના કરતાં આપણે આપણા મમ્મી પપ્પાને સમજાવાનો પ્રયત્ન કરીએ, મને વિશ્વાસ છે કે તે સમજી જશે....”
સિયા બોલી કે,
“માનવ તને એવું લાગે છે, પણ મને ખબર છે કે મારા મમ્મી પપ્પા ક્યારેય સમજી નહીં શકે કે તારી સારપ પણ તો તે ક્યારેય નહીં દેખી શકે.”
“તો ભલે ના દેખે, તે આજે નહિ દેખે તો કાલે દેખશે જ ને. તું ઉતાવળો નિર્ણય ના લે અને થોડી શાંતિ રાખી, એમને સમજવાનો પ્રયત્ન કર. અને શાંતિથી એમની સાથે વાતચીત કરીને જ તું પહેલાં એ જાણવાનો પ્રયત્ન કર કે પ્રેમ લગ્નથી એમને શું તકલીફ છે? આમ પણ તે એકવાર ના પાડશે પછી લવ મેરેજની વાત પણ માની જશે અને પછી તે ઓટોમેટીક તૈયાર થઈ જશે.”
“એ બધું તું વિચારે છે, એ લોકો એમ નથી વિચારતા. એ તો લવ મેરેજ કરનારા દુઃખી જ થાય.”
“એ સમજી જશે કે લવ મેરેજ કરીએ તો બધા દુઃખી થયા એવું નથી હોતું તો આટલા બધામાં થી એકાદ જ એવું નીકળે. એમ તો એરેન્જ મેરેજ કરનારા પણ દુઃખી થાય જ છે ને.”
“એ બધી પણ મને ખબર છે કે તું એવો નથી, પણ તને નહીં સમજે. તને ખબર છે એમને વિશ્વાસ નથી એટલે જે તે લોકો વાતે વાતે મને ટોક્યા કરે છે કે મારે આમ નહિ કરવાનું ને, તેમ નહિ કરવાનું. જો એમને મારા પ્રત્યે પ્રેમ હોત, મારા પર વિશ્વાસ હોત ને, તો એ ક્યારે મને એમ કહ્યા ના કરત કે
‘એ મારા મા-બાપ છે, એમને હક છે પોતાના દીકરા- દીકરીનું સારું વિચારવાનું અને જે એમના માટે સારું હશે એ જ વિચારશે. પણ એ એમ નથી વિચારતા કે એનું મન છે તો એ પણ વિચારશે? એ માટે એકવાર પણ આપણને આપણી સમજશક્તિ પર વિશ્વાસ કરવા જ તૈયાર નથી. એમને તો એમ લાગે છે કે આપણે હમણાં જ ઠોકર વાગશે, પણ તે એમ વિચારતાં નથી કે ઠોકર વાગશે નહીં તો કેમ કરીને દોડશે.”
“એ માટે એમને છોડી દેવા એ જરૂરી નથી, પણ આપણે આપણા પરિવારને મનાવવા માટે ધીરજ ધરવી પડે. હું તો હજી તને કહું છું તું થોડી ધીરજ રાખ. આપણે એ માની જાય એની રાહ જોઈએ, તે છેવટે માની જશે ભલે એક મહિનો, બે મહિના કે એક વર્ષ, બે વર્ષ લાગે પછી તો તે સમજશે ને. પણ આપણા મેરેજ એમના આર્શીવાદથી જ થશે. બસ આપણને એક મોકો મળવો જોઈએ કે આપણે બંને પ્રેમ કરીએ છીએ એ એમને સાબિત કરી શકીએ.”
“તો પછી મમ્મી પપ્પા આપણા પ્રેમની વચ્ચે બીજા કોઈ વ્યક્તિને લાવી દેશે પછી તો... અને એ લોકો આટલી રાહ જોયા બાદ પછી પણ ના સમજ્યા તો?”
“થઈ પડશે અને હું તો તારા માટે રાહ જોવા તૈયાર છું, તો તું એવી ચિંતા ના કરતી કે હું તને છોડીને બીજાની સાથે લગ્ન કરી લઈશ.”
“એ તો મને પણ ખબર છે કે તું મારી રાહ જોવાનો છે, પણ એ માટે હું તૈયાર નથી કે હવે આપણે બંને આગળ વાત વધારવાની છોડી દઈએ અને આપણે ઘર છોડીને, પરિવારને છોડીને જઈએ એ નક્કી જ છે. કે આપણે બંને બે દિવસ પછી નીકળી જઈશું અને લગ્ન કરી લઈશું.બસ તું તૈયારી કરી રાખ.”
“તું એકદમ ઉતાવળીયો નિર્ણય ના લે, હજી વિચાર તારા મમ્મી-પપ્પા તારાથી કે તારી વાત મમ્મી પપ્પાની જગ્યાએ જો તું દાદા દાદીની સમજાવે, તો એ સમજશે.”
“તારી સારપ વિશે મને ખબર છે, પણ તને એ ખબર નથી કે દાદા દાદી ભલે મમ્મી પપ્પાની વિરુદ્ધ મને સપોર્ટ કરે છે, પણ આ બાબતે એ મારી વાત તો નહીં સમજે. એમાં મેરેજ વાળી વાત તો ક્યારે આવશે તો એમના મગજમાં તો ફિક્સ જ હશે કે તે તેમના દીકરાની જ વાત એ બાબતમાં માને, સમાજની રુઢિ ચલાવશે એટલે તું એ બધી વિશે વિચારવાનું છોડી દે અને આપણે બે દિવસ પછી જતા રહીશું અને જોડે જોડે લગ્ન પણ કરી દઈશું તો તું એ તૈયારી કરી દઈશ ને.”
“હા એ તો કરી જ દઈશ ને, તારા પ્રેમ માટે હું તો નરકમાં પણ આવવા તૈયાર છું, તો આ ફકત લગ્ન જ છે અને એમાં તૈયાર જ હોવ ને, તો હું ગમે તેવી રીતે કરી એ તૈયારી દઈશ. તું ચિંતા ના કર.”
“બસ તો આપણે બે દિવસ નહીં મળે પણ બે દિવસ બાદ હું ગુરુવાર સવારે 10:00 વાગે કોલેજના ગેટ આગળ આવી જઈશ, તો તું લેવા આવી જજે.”
“ઓકે હું આવી જઈશ તો ચિંતા ના કર. પણ તું જે કરે તે વિચારીને કરજે. હું તો તારા માટે રાહ જોવા તૈયાર છું, એ પણ આખી જીંદગીભર.”
જેમ જેમ આપણે બાળકને કોઈ વસ્તુ માટે ના પાડીએ એમ એમ એ બાળક એ વસ્તુ વધારે લેવાનો પ્રયત્ન કરે. એ જ તરકીબથી માનવ પણ વારે ઘડીએ એક ને એક પ્રશ્ન પૂછે જતો હતો. એમ જ સિયા પણ માનવનું કહેલું સાંભળીને,
“તને એવું લાગે છે કે હું તને ફસાવી દઈશ કે પછી તારે મારી સાથે લગ્ન નથી કરવા, તો કહી દે?”
“ના... એવું નહીં પણ...”
“બસ તો પછી હવે આપણે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે કરીશું...
(શું સિયા જેવી ગભરૂ છોકરી આવું પગલું ભરી દેશે? માનવની આટલી સારપ ક્યાંક ખોટી તો નથી ને? જો એ ખોટી હોય તો સિયાની હાલત શું થશે? ક્યાંક તે સિયાને લબડાવી તો નહીં દે ને? સિયા શું એની વાત હજી સમજાવવા પ્રયત્ન કરશે ખરા?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૫)