Meeting a stranger on a trip.. (Mystery story) - 2 in Gujarati Adventure Stories by Dhruvi Kizzu books and stories PDF | સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 2

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 2











ભાગ : ૨




" ઉફ્ફ યાર આ છોકરો અહીં પણ .... હા અને હોય પણ કેમ નહીં તે પણ અહીં જ રોકાયો છે ... તેનો પણ પુરો અધિકાર છે અહીં બ્રેક ફાસ્ટ કરવાનો હું પણ સાવ બેફિઝુલ ..... " - મનમાંને મનમાં વાત કરતી હું મારો બ્રેક ફાસ્ટ પતાવા લાગી .

અહીંથી મને ટુરિઝમ બસ લેવાં આવવાંની હતી . આ બસ મને અહીના બધાં નામચીન સ્થળોની મુલાકાત કરાવવાની હતી . અહીં ઘણા મુસાફરો છેક સુધી આ જ બસમાં મારી સાથે સફર કરવાના હતાં . આ બસનું બુકિંગ બધાં પેસેન્જરો એ ઓનલાઇન અગાઉથી જ કરવું પડે છે . એનું એક ફિક્સ પેકેજ હોય છે ...

હું બસની રાહ જોતી હતી એટલામા પ્રીપ ... પ્રિપ ... કરતી બસ મારી બાજુમાં આવી ઊભી રહી .. હું બસમાં ચડતી જ હતી ત્યાં જ પાછળથી એક પરિચિત અવાજ મારાં કાને સંભળાયો ....

" હેય ... વેઇટ .... આઈ એમ કમીન .... "

" અને , ઓહ .. નો ... આ અવાજ ..... પ્રશાંત .... " - હું પાછળ જોયાં વગર બસમાં ચડવા માંડી .. હું મારી સીટ પર બેસી ગઈ .


એ બસમાં આવ્યો . એનાં આકર્ષક લુક પર સારા સારા પીગળી જાય એવો એનો બાંધો , એ દરિયા કરતા પણ ઊંડી ડુબાડી દે એવી એની આંખો . બધાં એને જ જોયાં કરતાં હતાં .

એ મારી સામેથી આગળની સીટ પર આવીને બેસી ગયો . એનાં કાન પર હેડ ફોન હતાં અને હાથમાં બ્રેડ ટોસ્ટ ... ઉતાવળે નાસ્તો લઈ બસમાં ચડ્યો હતો એવું ચોખ્ખું દેખાઈ આવતું હતું ...

હું મારી બુક વાચવામાં મશગુલ હતી . અહીંથી સૌ પ્રથમ અમે હિડિમ્બા ટેમ્પલ જવાંના હતાં . જેને આવતાં હજુ ઘણી વાર લાગે એમ હતી .

બુક વાંચતા વાંચતા મારો અડધો રસ્તો કપાઈ ચૂક્યો હતો . બસ આખી ભરેલી હતી . મારી બાજુની એક સીટ સિવાય ...

એક જગ્યા પર બસ ઊભી રહી . મને લાગ્યું હવે મારુ કોઈ સીટ પાર્ટનર મને મળશે . બસમાં એક આધેડ વયનાં એડલ્ટ વ્યક્તિ પ્રવેશ્યા . એ લથડિયાં મારતાં મારી સીટ પાસે આવ્યા .

મને ડ્રીંકથી નફરત છે એ ભાવ મારા મોંઢા પર સાફ આવી ચૂક્યો હતો . એ માણસે નશો કર્યો હતો એ વાત ચોક્કસ હતી . બધાંની નજર એ માણસ પર જ હતી .

પ્રશાંત મારા મોંઢાના ભાવ ઓળખી ગયો . અને જાણે મારી મદદ કરવા માંગતો હોય તેમ પોતાનાં પણું દર્શાવતા એણે એ ભાઈને મારી બાજુની સીટ પર બેસતાં રોક્યા .

પ્રશાંત : " એક મિનિટ બોસ ... તમને શાયદ આ સીટમાં સફર વધુ સારો મળશે ... અ .. અમે બંને સાથે છીએ તો તમે મને તમારી સીટ આપો અને તમે આ સીટ લઈ લો એવું હું ઈચ્છુ છું શું તમને મંજુર છે ?? ...... "

એડલ્ટ વ્યક્તિ " હમ ...." કહી કંઈક બબડાટ કરતો પ્રશાંતની સીટમાં જઈ બેસી ગયો . પ્રશાંત મારી બાજુમાં આવી બેસી ગયો .

મને થોડી એ વાતની ખુશી હતી કે પ્રશાંત મારા ચહેરાના ભાવ સમજી ગયો હતો . મને મોટો હાશકારો થયો . એ વાતનું મે એને થેંકસ પણ કહ્યું .

પ્રશાંત : " મને આભારની જરૂર નથી . આપડે તો પડોશી છીએ .. "

બંને થોડાં હસ્યા .

મેં એને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો છે ... ???

પ્રશાંત : " હું અહીં જ રહું છુ .. મનાલી જ .... "

મને આ વાત થોડી વિચિત્ર લાગી . મનાલી જ રહેતો માણસ બસ બુક કરી મારી સાથે મુસાફરી કરે છે . !!! ??? હોટેલ બુક કરી રહે છે ... ???

મારાં મનમાં હજુ સવાલો ઊભા થતા જ હતાં ત્યાં તેને આગળ વાત કરી ..

પ્રશાંત : " બહુ વિચાર નહીં .... ચીકી .... હું બસ એમ જ એન્જોય અને મોજ મસ્તી માટે હોટેલ પર રહી અહીં બસમાં મુસાફરી કરવા આવ્યો છું .

મનાલીના ખુણે - ખુણાથી હું વાકેફ છું ... તારે મારી કંપની એક્સેપ્ટ કરી લેવી જોઈએ . એક ફ્રેન્ડ તરીકે નહીં તો એક ગાર્ડિયન તરીકે જ કરી લે ... "

હું હસી અને બોલી : " તુ ચીપકુ તો છે પણ એટલો દુર્બુદ્ધિ પણ નહીં કે તને મિત્ર ન માની શકું . તે હવે મારુ નિક નેમ મને આપી જ દીધું છે તો હવે મારો ઇંન્ટ્રો આપવાની કોઈ જરૂર છે નહીં ... "

મેં જેવી છબી મારા મનમાં એને લઈ બનાવી હતી એનાંથી તદ્દન અલગ જ આ માણસ હતો . અને વળી અજાણયા સ્થળે કોઈ અહીંનો માણસ સામેથી મળી ગયો છે તો મારો સફર વધુ સરળ બની જશે એ હેતું થી મેં એનો પ્રસ્તાવ સ્વીકારી લીધો ...

પ્રશાંત : " તું અહીં ... અજાણ્યા સ્થળે એકલી ... ??? ક્યાંથી આવે છે તું ... !!! અને કોઈ ખાસ કામ માટે આવી છે કે એમ જ મારી જેમ મોજે દરિયા .... ????? "

મને થોડુ હસવું આવ્યું . હું હસી અને બોલી , " હું સુરતથી છુ . કામ કાજથી થોડી છુટ્ટી લઈ મન હલકુ કરવાં અહીં આવી છું ... હા , બસ તારી જેમ મોજે દરિયા ... જ ...... "

તે પણ હસવા લાગ્યો . બંને વચ્ચે થોડી ઓળખાણ થઈ . વાત ચીત ચાલી . એટલાંમાં હિડિમ્બા ટેમ્પલ આવી ગયું .

એણે મને બેગ લેવાંમાં મદદ કરી અમે નીચે ઉતર્યાં . ટેમ્પલની મુલાકાત કરવાં લાગ્યાં . એને મને અહીંની ઘણી એવી માહિતી કહી જે ખુબ જ રોચક અને રહસ્ય મય હતી ..

ખરેખર એ એક સારા મિત્રની સાથે સારો ગાર્ડિયન પણ સાબિત થયો .

બપોરનો લંચ અહીં જ કરવાંનો હતો . બસ ૩ વાગે બીજા સ્થળે જવા ઉપાડવાની હતી .
અમે લંચ કરી થોડી વાર આરામ કરવા ત્યાં એક બાકડે બેઠાં .

વચ્ચે વચ્ચે એ એનાં કેમેરામા અહીંના ફોટા પાડવા સાથે મારા પણ કયાંક કયાંક પાડી લેતો હતો . એની આ હરકત જોઈ લાગતું હતું કે એને ફોટોગ્રાફિનો શોખ પણ હશે ....

વાતો એટલી વધી ગઈ હતી કે ૩ ક્યારે વાગી ગયાં એની જાણ જ ન રહી અમે ફરી બસમાં બેઠાં ... અને બીજા સ્થળે જવા રવાના થયાં ..




********


આભાર વાચક મિત્રો , વાચતા રહો ...
સફરમા અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) ભાગ - ૩ .


To be continued .....