Meeting a stranger on a trip.. (Mystery story) - 3 in Gujarati Adventure Stories by Dhruvi Kizzu books and stories PDF | સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 3








ભાગ - ૩




અમે સુલાંગ વેલી જવાં માટે હવે રવાના થઈ ગયાં હતાં .

બધાંના ચહેરા પર ટુરનો ઉત્સાહ વધતો જ જતો હતો અને એક જ બસમાં મુસાફરી કરવાની હોવાથી બધાંનો સંપર્ક પણ એક બીજા સાથે થવાં લાગ્યો હતો .

ઉપરથી વાતાવરણ એટલું સ્વસ્થ હતું કે થાક લાગવાનો કોઈ સંજોગ જ ન હતો . બસમાં ગીતો ગાવાનું ચાલું થયું . અંતાક્ષરી બહુ જોશથી રમાતી હતી . મેં પણ એમાં થોડી ભાગીદારી લીધી .

ખુબ સરસ રીતે અમે ગીતો ગાયાં . એટલાંમાં અમે અમારાં સ્થળે પહોંચી ગયાં . પ્રશાંતએ ફરી મારું બેગ મારાં હાથ માંથી લઈ પોતાનાં ઘંભે મૂકી દીધો .

એને દરેક સ્થળની પુરે પુરી માહિતી હતી એટલે મને એની કીધેલીએ વાતનો વિશ્વાસ હતો કે એ અહીં જ રહેતો હશે , પણ એ એમ બુકિંગ પર કેમ રહે છે એ નો જવાબ જે એણે મને આપ્યો એ કયાંક મને ખોટો લાગતો હતો .

એની ઘણી વખતની અજીબો ગરીબ હરકત પરથી મારી શંકા એ વાતને વધારતી હતી કે એ કંઈક તો છુપાવે જ છે મારાથી ...

પ્રશાંત : " આ સુલાંગ વેલી પર તારે આવવાની કોઈ જરૂર લાગતી ન હતી .... !!!! "

હું : " કેમ ... ??? "

પ્રશાંત સિરિઅસ થતાં : " કારણ કે આ બલુન્સ સાથે તું ઊડીશ તો પછી પાછી નઈ આવે નિચે ... !! "

હું : " પણ કેમ ... ??? શું ખાસ છે એમાં ... !!! તું મને ડરાવી રહયો છે પ્રશાંત ... "

પ્રશાંત વધુ સિરિઅસ થતાં : " પણ યાર ચીકુ તુ સમજ .... તું એક વાર ઉપર ગઈ એટલે નિચે કઈ રીતે આવે તારો વજન તો જો .... તારે એમાં ન જ બેસવું જોઈએ યાર સાચે .... "

હું થોડી ચિડતા : " તુ મજાક બનાવે છો મારો એમ .... !!!! તારી તો .... જાવા દે અહીંથી નો બોલું હવે ... સાવ ફટ્ટુ નથી હું કે ડરી જાવ .. હું તો જઈશ ... "

પ્રશાંત જોર જોરથી હસતાં : " હા હા .... જોઈ લીધો તારો ફટ્ટુ ચહેરો .... કેવી વાતોમાં આવી ગઈ હતી ...... બિચારી બાળક ...... "

હું ગુસ્સામાં ચાલવા લાગી એ પાછળ પાછળ આવવાં લાગ્યો મને ચિડાયેલી જોઈ કયાંક એને બહું મજા આવતી હતી ...

પ્રશાંત : " ઓય .... રૂક ચીકુ .... હવે એટલુ બધુ પણ ઓવર રીએકટ ન હોય યાર ..... "

હું : " હા ઓવર રીએકટ ઓકે ઓવર રીએકટ .... તું જા અહીંથી પાછળ પાછળ કેમ આવે છે ..... "

પ્રશાંત : " હું જાવ .... ???? ખરેખર જાવ ... !!! "

હું : " હા જા ... , "

પ્રશાંત થોડી વાર ચુપ રહ્યો . મને થયું એનો અવાજ આવતો બંધ થઈ ગયો તો એ જતો રહ્યો મેં પાછળ ફરી જોયું કે એ ખરેખર જતો રહ્યો ... કે શું ...

પ્રશાંત હસતાં હસતાં : " ફરી બેવકુફ બની ગઈ ચીકુ ...... યે .... યે .... હું જતો રહીશ ને તો તું પાછી ઘરે પણ નહીં જઈ શકે સમજી ...... "

પ્રશાંત મારો હાથ પકડી મને પેરાશૂટ ની મજા કરવા લઈ ગયો . મને ખુબ જ ખુશી થઈ આ પેરાશૂટના સફરથી ....

એમ લાગે જાણે આકાશમાં જ ઊડતાં હોય .... !!!!! ઉપરથી એવું રળિયામણું મનાલી ... ચારે બાજુ પર્વત , વિન્ટરની સિઝન , જાણે બધી જ દુનિયા દારી ભુલાવી દે .....

આકાશમાં ઊડતાં પક્ષીને જોઈ એક અફસોસ પણ થતો હતો કે કેટલાં નસીબદાર છે એ પંખીઓ જેને એટલે ઊંચેથી દુનિયા જોવાનો મોકો મળ્યો છે ....

પણ થઈ પણ શું શકે , એને પણ કયાંક માણસ બનવું ગમતું હશે .......

હું નિચે આવી . થોડી વાર તો પગ જકડ થઈ ગયાં . પણ અનુભવ ઘણો સુખદ રહ્યો .

મેં આ અનુભવ માટે પ્રશાંતનો આભાર માન્યો ..... એણે મને ખબર વગર આ વખતે પણ ફોટોઝ ક્લિક કરી લીધાં હતાં .

પણ મને એ વાત પર કયાંક કોઈ વાંધો ન હતો કારણ કે મને હવે પ્રશાંત પર ભરોસો બેસી ગયો હતો .

અમે અહિં કોફી સાથે સેન્ડવીચનો નાસ્તો લીધો અને આ ખુબસુરત નઝારાને માણતા થોડાં ગપ્પા કર્યા . વચ્ચે વચ્ચે પ્રશાંતની હરકતો પણ મેં નોટ કરી , જેવી કે ચાલું વાતે અચાનક ઊભા થઈ એમ તેમ જોવા માંડવું , ક્યારેક ક્યારેક વાતોમાં ધ્યાન ન આપવું , પોતાનાં વિચારોમાં ખોવાઈ જવુ , એવી ઘણી હરકતો મેં એની નોટ કરી ...


પણ મને લઈ એ પ્રોટેક્ટિવ હતો એટલે મને એનાંથી કોઈ વાંધો ન હતો .

ઈવનિંગનો સમય અમે અહીં જ પસાર કર્યો . બાકીના સ્થળો એ કાલ મુલાકાત લેવાની હતી .

બસ અમને ફરી અમારી હોટેલ પર છોડી જતી રહી . હોટેલ પહોંચવામાં સાડા સાત થઈ ગયાં હતાં .



************


શું હતું પ્રશાંતની આ હરકતો પાછળનું કારણ ...... ????

..........

કે હતી એની આ આદતો !!! ???

.........

શું એની સાથેનો મારો આગળનો સફર આવો જ સુખદ રહેશે કે એ એનુ બનાવટી રૂપ છે ...... ?????


તમે જાણતા રહો અને વાચતા રહો આ મનાલીની સુંદર સફર વિથ મી ......



To be continued .......